સાત નવા વિષયો: જીતુ વાઘાણીની ટ્વીટ. આનાથી કેવી થશે અસર?
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સાત નવા વિષયો ઉમેરવાની કરી જાહેરાત. ટ્વીટમાં એમણે આગામી પરિપત્રનો ફોટો પણ મૂક્યો છે. આ વિષયો ક્યાં છે અને શું આયોજન હશે આ બાબતે એ વિશે આગળ જોઈએ.
રાજ્યના કેબિનેટ મિનિસ્ટર જીતુભાઈ વાઘાણીએ ટ્વીટમાં માહિતી આપી છે કે સમગ્ર શિક્ષાની ૧૦૨ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨થી ધોરણ ૧૧ માં અને શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ થી ધોરણ ૧૨ માં વૈકલ્પિક વિષય તરીકે રાજ્યની કુલ ૨૨૩ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નીચે
મુજબના વિષય દાખલ કરવા સરકારશ્રીએ મંજૂરી આપેલ છે.
આ સાત વિષયો છે…
– એગ્રિકલ્ચર ( પ્રાકૃતિક ખેતી)
– એપરલ & મેઈડ UPS & હોમ ફર્નિશિંગ
– ઓટોમોટિવ
– બ્યૂટી એન્ડ વેલનેસ
– ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર
– રિટેલ
-ટૂરિઝમ એન્ડ હોસ્પિટલિટી
કેવી રહેશે શિક્ષણ પર અસર…
આ વિષયો એવા છે કે જેનાથી વધતી જતી બેરોજગારી અને માર્ક્સ પાછળ થતી આંધળી દોટ ઓછી થશે. જો આ વિષયના યોગ્ય વિષય નિષ્ણાંત મૂકવામાં આવશે તો આ વિષયને કારણે નાની ઉંમરથી જ વિદ્યાર્થીઓમાં આંતરપ્રીન્યોર બાબતે એટલે કે નાના ઉદ્યોગ માટેનું સાહસિક વલણ વધશે જેથી સામાજિક અને આર્થિક ચિત્ર સુધરશે. એકધારી અને માત્ર માર્ક્સ આધારિત શિક્ષણ પધ્ધતિ માંથી નવા આયામ તરફ જવાનો આ પ્રયાસ હોય એવું લાગી રહ્યું છે.
જો કે આ બાબતે હાલ કશું વધુ કહેવું શક્ય નથી કારણ કે આની અમલવારી અને ફળશ્રુતિ જ મહત્વની છે જે સમય કહેશે.