How to work apiculture and honey bee life
Apiculture મધમાખીના જીવન, રહેણાંક અને નગરવ્યવસ્થા પર આશ્ચર્યમાં પાડી દે તેવી વિગતો, શું તમે જાણો છો?
શું તમે જાણતા હતા? આ શિર્ષક હેઠળ ધો. 8ના પાના નં. 112 પર મધમાખી વિશે ટૂંકીનોંધ મૂકેલી છે. બાળકોને વાત કરતા કરતા એવી બધી વિગતો સામે આવી છે કે જે આપણને આશ્ચર્યમાં પાડી દે અને થયું કે આવી સરસ રોચક માહિતી આપ સૌ સાથે વહેંચું…
મધ દરેક વ્યક્તિના ઘરમાં કોઈને કોઈ રીતે ઉપયોગમાં લેવામાં આવતું જ હોય છે તો મધએ આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી ગણવામાં છે. ત્યારે મધનું સેવન અલગ-અલગ રીતે કરવામાં આવે છે. મધએ ધરતીનું અમૃત છે તેવું પણ આપણે કહી શકીએ છીએ.
How to work apiculture and honey bee life
તો આજે વાત કરવી છેઃ મધમાખી વિશે અવનવું…
મધમાખીના નગરની વ્યવસ્થા કેવી હોય છે? કામદાર મધમાખી એટલે શું? પોતાની રક્ષા કઈ રીતે કરે છે? મધપૂડો કઈ રીતે બને છે? રાણી માખીનો શું રોલ હોય છે? મધ કઈ રીતે લઈ આવે છે? મધમાખીના પુડામાં કેવી વ્યવસ્થા હોય છે? નર માખી શું છે? એ શું કરે? મધ એ ખરેખર ફૂલોનો રસ છે?
How to work apiculture and honey bee life
મધમાખીના નગરની વ્યવસ્થા કેવી હોય છે?
મધમાખી એ એક કીટક છે. તે સમૂહ જીવી છે. અને તેની સામાજીક ગૃહ વ્યવ્સ્થા ઘણી સવ્યવસ્થિત ગોઠવાયેલ હોય છે. મઘપૂડામાં એક રાણી, નર માખી જેને ડ્રોન પણ કહે છે. હજારો ની સંખ્યામાં કામદાર માખી હોય છે.
કામદાર મધમાખી એટલે શું? તે શું કામ કરે છે?
How to work apiculture and honey bee life
કામદાર માખી અપરીપકવ માદા છે. કામદાર માખી મધપૂડા ની સાફસફાઈ, ઈયળો ને ખોરાક આપવો, રાણી વગર ની વસાહતમાં રાણી નો ઉછેર કરવો, વસાહતમા યોગ્ય તાપમાન જાળવવુ , વસાહતની ચોકીદારી કરવી, મીણ ઉત્પન્ન કરી મધપુડો બાંધવો,ખોરાક માટે પરાગરજ અને મધુરસ લાવવા અને રોયલ જેલી ઉત્પન્ન કરી રાણી ની ઈયળો ને ખવડાવવી, નવી વસાહતો તેમજ ખોરાક ની શોધ કરવી વગેરે જેવા વસાહતમાં જરૂરી દરેક કાર્યો કરે છે.
How to work apiculture and honey bee life
નર માખી શું છે? એ શું કરે?
મધમાખીની વસાહત જો લાંબા સમય સુધી રાણી વગરની રહે તો તે અફલિત ઈંડા મૂકે છે. જેમાંથી ફકત નર માખી પેદા થાય છે. મધમાખી મધપૂડામાં ઠંડી અથવા ગરમીનું યોગ્ય પૂમાણ પણ જાળવી રાખે છે. ઠંડી ના દિવસોમાં એક–બીજી માખી પર ગોઠવાઈ પગ ઘસે છે.
How to work apiculture and honey bee life
રાણી માખીનો શું રોલ હોય છે?
રાણી મઘપૂડાની બઘી મઘમાખીઓ પૈકી એક જ રાણી હોય છે જે કદમાં સૌથી મોટી અને લાંબી પરંતુ ડંખ, પરાગપેટી કે મીણગ્રંથી વગરની હોય છે. રાણી ને એક અંડ નિક્ષેપક અંગ હોય છે. જે કામદાર માખીઓમાં ડંખનુ રૂપ લે છે. રાણીનું કાર્ય માત્ર ઈંડા મુકવાનું જ હોય છે. તે દરરોજ બે થી ૩ હજાર જેટલા ઈંડા મૂકી શકે છે. રાણી માખી 2 થી ૩ વર્ષ સુઘી સારી રીતે કાર્ય કરે છે. અને નવ વર્ષ સુધી જીવે છે.
How to work apiculture and honey bee life
આ પણ વાંચો – રોબોટિક ઉંદર
પોતાની રક્ષા કઈ રીતે કરે છે?
કામદાર માખી પોતાના આત્મ રક્ષણ માટે ફેરોમોન છોડે છે. જેને પારખીને વસાહત માની કામદાર માખી તેના બચાવ કાર્ય માં પહોંચી જાય છે.
How to work apiculture and honey bee life
મધપૂડો કઈ રીતે બને છે?
કામદાર માખી ઉપર આવેલી મીણગ્રંથીઓ માંથી અર્ધપ્રવાહી રૂપ માં મીણ ઝરે છે. જયારે મધ ની ૠતુ પૂરબહાર માં ચાલતી હોય ત્યારે કામદારો પૂષ્કળ ખોરાક લે છે અને વધારે પ્રમાણ માં મીણ ઝરે છે જે મીણપુડો બાંધવા માટે વપરાય છે.
મધમાખીના પુડામાં કેવી વ્યવસ્થા હોય છે?
મઘપૂડા નો ઉપર નો ભાગ મુખ્યત્વે મઘ સંગૃહ કરવા માટે વપરાય છે જયારે નીચેનો ભાગ ઈંડા મૂકી મઘમાખીની વંશવૃધ્ધિ કરવા અને બાળ ઉછેર માટે વપરાય છે. મઘપુડામાં હજારો ષષ્ટકોણ આકારની કોષ્ટિકા પૂડાની બંને તરફ હોય છે. આ કોષ્ટિકાઓ, મઘ ભરવાની મીણ કોઠીઓ તરીકે, ઈંડા મૂકવા માટે વપરાય છે. તેમજ પરાગરજ સંગ્રહ કરવા માટે વપરાય છે.
How to work apiculture and honey bee life
મધ કઈ રીતે લઈ આવે છે?
મધમાખી એક લાખ કિલોમીટર જેટલો પ્રવાસ કરી લાખો ફૂલો ઉપર જાય ત્યારે માંડ ૫૦૦ ગ્રામ મધ એકઠું થઈ શકે છે.
મધ એ ખરેખર ફૂલોનો રસ છે?
મધ એ ખરેખર મધમાખીઓએ ફૂલો માથી ભેગો કરેલો મધુરસ નથી પરંતુ કામદારો પોતાની લાળ સાથે મધુરસ ને જઠર માં ભેગો કરી ત્યાર બાદ તેને બહાર કાઢી મીણકોઠીમાં ભરે છે. મધ કોઠી માં ભર્યા પછી તેમાં વધારા નું પાણી પાંખો થી હવા નાખી ઉડાડી મૂકે છે પછી બરાબર મધ જેવું ઘટ પ્રવાહી થાય, ત્યારે પૂડાની કોઠીઓ મીણ થી બંધ કરવમાં આવે છે જે કોષ્ટિકા માં મધ ભરેલું હોય તેનુ મોં, મીણ અને સહેજ પ્રોપોલીશ થી સપાટ રીતે બંધ કરેલું હોય છે
મધ અને મધનો ઉપયોગ –
તે મધમાં કુદરતી ફળની શુગર સામેલ હોય છે. જેમાં ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ – ઝડપથી શરીર દ્વારા પચવામાં આવે છે. આ જ કારણ છે કે રમતવીરો અને એથ્લેટ્સ મધનો ઉપયોગ કરીને તેમને કુદરતી ઊર્જા આપે છે. મધમાખી દ્વારા બનાવમાં આવતું મધ એટલે હની હંમેશાં એક દવા તરીકે ખૂબ માનવામાં આવે છે. ગળું અને પાચક વિકારથી માંડીને ત્વચાની સમસ્યાઓ અને તાવ જેવી એલરજીક બીમારીઓમાં ખૂબ ઉપયોગી માનવમાં આવે છે.
આ પણ વાંચો – Balvarta: કીડી સાથે યંત્ર
મધમાખીને છ પગ અને ચાર પાંખો હોય છે. પૃથ્વી પર મધમાખી એક કરોડ વર્ષ પહેલાથી અસ્તિત્વ ધરાવે છે. મધમાખી એક ટ્રીપમાં લગભગ ૧૦૦ ફૂલ ઉપરથી મધ લઈને મધપૂડામાં મૂકવા આવે છે. મધમાખી નૃત્ય દ્રારા સંકેત કરીને બીજી મધમાખીને ફૂલોની દિશા બતાવે છે. મધમાખીના ડંખ થોડા ઝેરી હોય છે. મધ તેમજ આ ઝેરનો સારવારમાં ઉપયોગ થાય છે. તેને એપીથેરાપી કહે છે.
How to work apiculture and honey bee life
મધ દરેક વ્યક્તિના ઘરમાં કોઈને કોઈ રીતે ઉપયોગમાં લેવામાં આવતું જ હોય છે તો મધએ આરોગ્ય માટે ખૂબ જ ગુણકારી ગણવામાં છે. ત્યારે મધનું સેવન અલગ-અલગ રીતે કરવામાં આવે છે. મધએ ધરતીનું અમૃત છે તેવું પણ આપણે કહી શકીએ છીએ.
આ પણ વાંચો – જંગલ એપ્લિકેશન્સ
Source – krishijagran.com , apiculture india book, www.sciencenewsforstudents.org, www.beepods.com , www.perfectbee.com