HomeJANVA JEVUsports : ગુજરાતી મૂળની યુવતીએ દુબઈમાં રહીને આ રીતે ક્રિકેટમાં વગાડ્યો ડંકો...

sports : ગુજરાતી મૂળની યુવતીએ દુબઈમાં રહીને આ રીતે ક્રિકેટમાં વગાડ્યો ડંકો…

- Advertisement -

sports esha oza woman cricketer india dubai uae

sports : ગુજરાતી મૂળની યુવતીએ દુબઈમાં રહીને આ રીતે ક્રિકેટમાં વગાડ્યો ડંકો…

 

અત્યારે આઈ.પી.એલ વચ્ચે સૌ વ્યસ્ત છે. આઈ.પી.એલ. વિશે સૌને ખબર હશે. ભારતીય ક્રિકેટરો વિશે સૌને ખબર હશે પરંતુ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વિશે બહુ ઓછા લોકો જાણતા હશે તો પછી એમાં ગુજરાતી છોરીએ ક્રિકોટમાં દુબઈમાં ડંકો વગાડ્યો એની તો આપણને ખબર જ ક્યાંથી હોય?

esha oza woman cricketer india dubai uae

- Advertisement -

24*7 ના સમાચારો અને જીનની કટોકટી વચ્ચે આપણી આસપાસ રહેલા કોઈ વ્યક્તિ મહાન સિદ્ધિને વરે એની આપણને ખેવના કે પરવા ક્યાંથી હોય. પણ આપણે ત્યાં જ્યારે કોઈ છોકરી બહાર ભણવા જાય તો પણ ચર્ચાનો વિષય બની જાય છે ત્યારે અહીં ગુજરાતમાંથી મુંબઈ ગયેલું કુટુંબ અને મુંબઈથી દુબઈ ગયેલા કુટુંબની એક દિકરી ક્રિકેટમાં રસ લે અને ક્રિકેટ રમે માત્ર રમે એટલું જ નહીં ત્યાંથી આંતરરાષ્ટ્રીય સ્તરે નવી સિદ્ધિ હાંસલ કરે એ માટે એક ગુજરાતી તરીકે પોરસ લેવા જેવો છે અને એક સ્ત્રીની આ સિદ્ધિ જોઈ અને ખૂણાંમાં બેઠેલા આપણે સૌએ એમાંથી પ્રેરણા લેવા જેવી છે.

 

ઈશા – પરિવાર – જન્મ…

1 ઓગસ્ટ 1998 માં જન્મેલી 23 વર્ષની ક્રિકેટર ઈશા માટે એમના માતાપિતા રોહિતભાઈ અને ફાલ્ગુનીબેનને વંદન કહેવા ઘટે કે તેમણે એમને વિકસવા માટે આકાશ અને અવકાશ પૂરું પાડ્યું.

 

એશા ઓઝાનો જન્મ ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈમાં થયો હતો અને તે માત્ર આઠ મહિનાની હતી ત્યારે તેના પરિવાર સાથે દુબઈ, સંયુક્ત આરબ અમીરાત આવી હતી. તે દુબઈની યુનિવર્સિટી ઓફ વોલોન્ગોંગમાં બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરી રહી છે.

Also Read::   Gujarat Police: કચ્છના રણમાં કોન્સ્ટેબલ વર્ષા પરમારના આવા સાહસને જોઈ તમને પણ સલામ કરવાનું મન થશે...
- Advertisement -

 

કોચિંગની શરૂઆત –

 

દુબઈની ડેઝર્ટ કબ્સ ક્રિકેટ એકેડેમી વતી કારકિર્દી શરૂ કરનારી ઈશા ૨૦૧૭માં યુએઈની નેશનલ વીમેન્સ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમની કૅપ્ટન પણ રહી ચૂકી છે. પછીના વર્ષે ઈશા વીમેન્સ ટી-ટ્વેન્ટી ઈન્ટરનૅશનલ માટે યુએઈની ટીમમાં હતી! એ જ વર્ષે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડની નેશનલ ટી-ટ્વેન્ટી લીગમાં કરિયરની પહેલી સેન્યુરી સાથે સૌથી વધુ રન અને જોઈન્ટ હાઈએસ્ટ વિકેટ ટેકર તરીકે ઈશા મોસ્ટ વૅલ્યુડ પ્લેયર બની.

 

ધુંઆધાર પ્લેયર –

 

- Advertisement -

દુબઈમાં ફૂટબોલ રમતાં રમતાં એ બેટ બોલની રમત તરફ વળી અને જોતજોતાંમાં એમાં પણ એ પારંગત બન ગઈ. રોકેટ શોટ મારવા માટે જાણીતી થઈ ગયેલી આ ધુંઆધાર પ્લેયર ઈશા ઓઝાએ હમણાં વીમેન્સ ટી-ટ્વેન્ટી ચેમ્પિયનશિપમાં ઓપનિંગ બેટ્સવુમન તરીકે સૌથી વધારે સ્કોરનો રેકોર્ડ પોતાને નામે કર્યો છે.

ગલ્ફ ક્રિકેટ કાઉન્સિલ (GCC)ની ટી-ટ્વેન્ટી ચેમ્પિયનશિપમાં સંયુક્ત આરબ અમિરાત (UAE) ટીમની એક ગુજરાતી છોકરીએ હમણાં એક નવો રેકોર્ડ સર્જ્યો છે. બહેરિન વીમેન્સ ટીમ સામેની મેચમાં ફક્ત 71 બોલમાં એણે 158 રન ફટકાર્યા. માત્ર ચાર રનથી એ ટી-ટ્વેન્ટી ફોર્મેટમાં વુમન ક્રિકેટરનો હાઈએસ્ટ સ્કોરનો રેકોર્ડ કરવાનું ચૂકી ગઈ.

esha oza woman cricketer india dubai uae
Pic by Chris Whiteoak/whiteoakpictures
CRICKET: UAE International women’s T20 cup 2016. Final. UAE v Kenya. Sharjah cricket stadium, Sharjah. UAE’s Esha Oza

ઑલરાઉન્ડર ઈશાની સિદ્ધિ –

 

બાવીસ ચોગ્ગા અને છ સિક્સર સાથે ૭૧ બૉલમાં ૧૫૮ રન.. આ સિદ્ધિ પણ કંઈ નાનીસૂની નથી અને એ સિદ્ધિ મેળવી છે ઑલરાઉન્ડર ઈશા ઓઝાએ. ઈશા ઓઝા.. મહિલા ક્રિકેટર્સમાં ઝંઝાવાતી બલ્લેબાજ અને ઉપયોગી સ્પિનર તરીકે બહુ ટૂંકા ગાળામાં આ છોકરીએ પોતાનું નામ બનાવી લીધું છે.

 

અત્યાર સુધી એમણે 25 મેચ અને 716 રન કર્યા છે. એક વખત સદી અને 3 વખત અર્ધી સદી મારી છે. 34.9 ની તેની બેટીંગ એવરેજ છે. માત્ર બેટીંગમાં જ નહીં બોલીંગમાં પણ એનું પ્રદર્શન સુપર રહ્યું છે તેમણે અત્યાર સુધીમાં 18 વિકેટ લીધી છે. આ આંકડા એમના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચને આધારિત છે.  તેમણે 7 જુલાઈ 2018 ના રોજ ડેબ્યુ કર્યું અને 27 એપ્રિલ 2022ના રોજ આંતરરાષ્ટ્રીય મેચમાં પોતાનું પર્ફોર્મન્સ વિશ્વને બતાવી દીધું.

Also Read::   દિયા: રજકણ સૂરજ થવાને શમણે…

 

ઈશાએ નાનપણમાં ફૂટબોલમાં પોતાનું આગવું પરફોર્મન્સ આપ્યું છે અને એની શાળા માટે અનેક ઈનામ જિત્યા છે.

 

આશ્ચર્ય તો ત્યારે થાય કે દુબઈમાં કોઈ છોકરીઓ ક્રિકેટ રમતી ન હતી. ઈશાએ શરુઆત કરી અને એના ક્લબમાં અન્ય છોકરીઓ પણ જોડાતી ગઈ અને એક ટીમ બનતી ગઈ. આખરે એ લોકોએ ડેઝર્ટ ક્લબ વતી પોતાની ટીમની નોંધણી કરાવી અને આંતરરાષ્ટ્રીય લેવલે રમવાનું શરૂ કર્યું.

 

ઈશા જમણેરી બેટ્સવુમન અને ઓફસ્પિનર છે. તેણે 2019 દરમ્યાન મુંબઈમાં પણ કોચિંગ લીધું અને મહારાષ્ટ્રવતી  પણ રમી છે.

 

 

 

માહિતી અને ફોટો સૌજન્ય –

https://en.m.wikipedia.org/wiki/Esha_Oza

https://femalecricket.com/female-cricket-blogs/1108-interview-with-uae-cricket-s-young-sensation-esha-oza.html

 

https://sport360.com/article/cricket/uae-cricket/283326/uaes-esha-oza-relishing-the-prospect-of-england-challenge-this-summer

 

  • ચિત્રલેખા, એપ્રિલ 2022 (ઈશાના પરિવાર સાથે સંપર્ક કરતાં તેઓએ સમયના અભાવમાં આ સોર્સ આપી અને તેમાંથી વિશેષ વિગતો લેવા માટે કહ્યું એટલે એમની અનુમતિથી જ આમાંથી પૂરક માહિતી લીધી છે.)

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments