HomeSUVICHARHoroscope Science : જાણો, તમારું નામ કઈ રીતે નક્કી થાય છે?

Horoscope Science : જાણો, તમારું નામ કઈ રીતે નક્કી થાય છે?

- Advertisement -

Horoscope Science Nakshatra Rashi Horoscope sun earth moon

Nakshatra | Rashi | Horoscope | Mathematics | Jyotish Shastra | Science | Physics | Rashi Name | Nakshatra Name | Parikraman | Paribhraman | Dharibhraman | Sun | Earth | Moon

જાણો, તમારું નામ કઈ રીતે નક્કી થાય છે?

Horoscope Science Nakshatra Rashi

Contents

નક્ષત્રો, રાશિઓ અને તેના અક્ષરોનો શું રોલ છે તમારા નામકરણમાં અને આ બધું વૈજ્ઞાનિક અને ગાણિતિક દૃષ્ટિએ જ્યોતિષમાં કઈ રીતે નક્કી થાય છે? જાણો…

- Advertisement -

 

આપણે જાણીએ છીએ કે આપણે પૃથ્વી ગ્રહ પર વસવાટ કરીએ છીએ. આમ પણ નવ ગ્રહો માંથી પૃથ્વી એક માત્ર એવો ગ્રહ છે કે જ્યાં માનવ જીવન શક્ય બન્યું છે.

આમ તો કુલ નવ ગ્રહો છે. આ બધા જ ગ્રહો સૂર્યની ફરતે પોતપોતાની કક્ષામાં પોતપોતાની અલગ અલગ ઝડપથી વર્તુળાકાર માર્ગે વર્તુલમય ગતિ કરે છે. ગ્રહોની આવી ગતિને પરિક્રમન કહે છે.

 

સૂર્યથી ક્રમશઃ આવેલા ગ્રહો:

બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન, પ્લુટો (જો કે પ્લુટોને ગ્રહ તરીકે કદાચ હવે નથી ગણતા!)

- Advertisement -

 

આમ પૃથ્વી એ સૂર્યથી ત્રીજા નંબર પર આવતો ગ્રહ છે. પૃથ્વી બે પ્રકારની ગતિ કરે છે.

 

1.ધરીભ્રમણ :

એટલે કે પોતાની ધરી પર ગોળગોળ ફરવું… ઉદાહરણ : ભમરડો ફરે એવી રીતે…

 

2.પરિક્રમણ:

- Advertisement -

પરિક્રમણએટલે કે પૃથ્વી પોતાની કક્ષામાં રહી પોતાની ઝડપે સૂર્યની ફરતે ફરે…

પરિક્રમણ દરમિયાન ધરીભ્રમણ થતું જ હોય છે.

પૃથ્વીને સૂર્યની ફરતે એક પરિક્રમણપૂર્ણ કરવા માટે 1 વર્ષ લાગે છે. આ પરીક્રમણના કારણે આપણને સૂર્ય આકાશમાં પૂર્વમાંથી પશ્ચિમ દિશા તરફ સરકતો હોય એમ લાગે છે.

Also Read::   Amazing Sarvatobhadra Mandal : તેનું સ્વરૂપ, હિન્દુમાં મહત્વ, વિદેશીઓનું આકર્ષણ, સર્વતોભદ્રમંડળના લક્ષણો, સ્થાપિત દેવતાઓ અને એનાથી થતાં લાભ...

જે આકાશી માર્ગ પર સૂર્ય આપણને સરકતો દેખાય છે એ માર્ગને ‘ક્રાંતિવૃત’ કેહવામાં આવે છે. તેનું બીજું નામ ‘સુર્યપથ’ પણ છે. આ ક્રાંતિવૃત પર એક ચક્કર લગાવતા સૂર્યને 1 વર્ષ લાગે છે.

આ ક્રાંતિવૃતના 12 સરખા ભાગ કરવાથી મળતા દરેક ભાગને રાશિ કહેવામાં આવે છે.

ક્રાંતિવૃતના 12 ભાગ જ શું કામ ???

ક્રાંતિવૃત પર સૂર્ય 1 દિવસ માં 1⁰  જેટલું વર્તુળાકાર અંતર કાપે છે…એટલે કે 1 મહિના માં 30⁰ જેટલું અંતર કાપે છે. આકાશ પરના આ ક્રાંતિવૃતને એક રાશિ તરીકે ઓળખાય છે.

કોઈપણ વૃત એટલે કે વર્તુળ કુલ 360⁰ નું હોય છે… આપણા ક્રાંતિવૃતને 30⁰ વડે ભાગતા જવાબ 12 મળે છે.

360⁰/30⁰ = 12

 

બાર (12) રાશિઓના નામ…

મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મીન, આમ કુલ બાર રાશિઓ છે.

 

આ રાશિઓના નામ  કઈ રીતે પડ્યા…???

આ રાશિના નામ તે રાશિ ભાગના આકાશમાં આવતા  તારા જૂથો ઉપરથી પાડવામાં આવ્યા છે.

નક્ષત્ર

ગ્રહની આસપાસ વર્તુળાકાર માર્ગે ગતિ કરતા અવકાશી પદાર્થ ને ઉપગ્રહ કહે છે.

પૃથ્વીની ફરતે ચંદ્ર ગતિ કરે છે એટલે ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે.

ચંદ્ર આ ક્રાંતિવૃત પર રોજ 13⁰20′ (13⁰અને 20મિનિટ) જેટલું અંતર કાપે છે.

આ અંતરને નક્ષત્ર કહે છે.

Also Read::   જૂનું રામાયણ, નવા રામ: પ્રાતઃસ્મરણ

ક્રાંતિવૃત….

360⁰/13⁰20′ =27

આમ ક્રાંતિવૃતને ચંદ્રના પથથી 13 ભાગમાં વિભાજીત કરવામાં આવે છે.

પ્રત્યેક રાશિમાં સવા બે નક્ષત્ર આવે છે.

નક્ષત્રોના નામ તરમંડલોની કાલ્પનિક આકૃતિઓ કે તેજસ્વી તારાઓના નામ પરથી પાડવામાં આવે છે.

નક્ષત્રોના નામ…

  1. અશ્વીની
  2. ભરણી
  3. કૃતીકા
  4. રોહીણી
  5. મૃગશીર્ષ
  6. આદ્રા
  7. પુનર્વસુ
  8. પુષ્ય
  9. આશ્લેષા
  10. મઘા
  11. પુર્વ ફાલ્ગુની
  12. ઉત્તર ફાલ્ગુની
  13. હસ્ત
  14. ચિત્રા
  15. સ્વાતિ
  16. વિશાખા
  17. અનુરાધા
  18. જ્યેષ્ઠા
  19. મુળ
  20. પુર્વાષાઢા
  21. ઉત્તરાષાઢા
  22. શ્રવણ
  23. ધનીષ્ટા
  24. શતભીશક
  25. પુર્વ ભદ્રા
  26. ઉત્તર ભદ્રા
  27. રેવતી

 

તમારું નામ નક્કી કરતા અક્ષરો કઈ રીતે નક્કી થાય છે?

તમારું નામ જો રાશિ પ્રમાણે રાખ્યું હશે તો તેમાં નક્ષત્રોના નામ અને તેના અક્ષરો દા.ત. ચૂ,ચ, ચે, અ, લ, ઈ, અં, આ, વગેરે અને રાશિના નામ પ્રમાણે તેમાં આપેલા અક્ષરો અવહગડા ચક્ર પરથી નક્કી થાય છે. આપણા સ્વરો અને વ્યંજનોને આ અવહગડા ચક્રના આધારે જ્યોતિષ શાસ્ત્રએ વિભાજિત કર્યા છે. અને નક્ષત્રોની કળાને આધારે તેના અક્ષરો વિભાજિત થયા છે. અને એ રીતે આપના જન્મ સમયે જે રાશિ ચાલતી હોય તેના નક્કી થયેલા અક્ષરો પરથી આપનું નામ રાખવામાં આવ્યું છે.

 

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!