HomeEDUCATIONDiu summer camp : દીવમાં સરકારી સમર કેમ્પ : થઈ આવી અનોખી...

Diu summer camp : દીવમાં સરકારી સમર કેમ્પ : થઈ આવી અનોખી પ્રવૃત્તિઓ, જૂઓ ફોટો-અહેવાલ…

- Advertisement -

દીવમાં સરકારી સમર કેમ્પ : જેમાં બાળકોએ આવી અનોખી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો, જૂઓ ફોટો-અહેવાલ…

Diu government education summer camp 2022

દીવના શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ સમર કેમ્પ બાબતે સરસ પગલું ભરવામાં આવ્યું. ચાલું સત્ર દરમિયાન અભ્યાસકીય પ્રવૃત્તિ સિવાય કોઈ ઇતર પ્રવૃત્તિ વધારે થઈ શકી ન હોય કે કોરોના કાળમાં ઘરમાં ને ઘરમાં રહેલ હોય.

કેન્દ્રની શાળાઓમાં નવતર પ્રયોગ રૂપે સમરકેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

Diu government education summer camp 2022

- Advertisement -

દીવની ગર્લ્સ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા, વણાંકબારા આ સ્થળે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

આ સમર કેમ્પ ADE DPO ડી. ડી. મંસૂરી સાહેબ અને એજ્યુકેશન ઓફિસર DP પિયુષ મારું સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ ADPO શ્રી અરવિંદ સોલંકી સાહેબ ( SS ) ની દેખરેખ હેઠળ યોજાયો.

Diu government education summer camp 2022

આ સરકારી આયોજનના અસરકારી સંચાલક એવા દીવના પેડગોજી અને વિવિધ સેવાઓ સાથે સંકળાયેલા સફળ સંચાલક માનસિંગ સાહેબ પૂરક માહિતી આપતા જણાવે છે કે જેમાં તા. 05/05/2022 થી તા. 14/05/2022 સુધી વિવિધ પ્રવૃત્તિઓ યોજાય.

Diu government education summer camp 2022

જેમના તજજ્ઞો હતા…

- Advertisement -

ચિત્ર વિભાગ –

દિવ્યેશ બારૈયા

અનિલ સોલંકી

નૃત્ય વિભાગ –

આનંદિતા સોલંકી

- Advertisement -

બંસી વ્યાસ

સંગીત વિભાગ –

જીજ્ઞેશ ટિલાવત

અમિત સિકોતરિયા

ટિંકરિંગ લેબ –

Also Read::   Sports & spirit women: આવી વિરાંગનાઓ જ આપણા સમાજજીવનનું સૌંદર્ય છે!

વિનય સોલંકી

ગજાનન બારૈયા

જીજ્ઞેશ બામણિયા

રાકેશ મકવાણા

સ્પોર્ટ્સ – 

બેડમિન્ટન – વંદના કમલિય

યોગા – નાનજી જેઠવા

ટેબટેનિસ – શરદ સોલંકી

વોલીબોલ – જયંત બામણિયા

બાસ્કેટ – રમાકાંત સોલંકી

ચેસ – રમેશ રાઠોડ

Diu government education summer camp 2022

 

અભ્યાસના વિષયનું વિશેષ માર્ગદર્શન – 

 

આ સમર કેમ્પમાં વિશેષ બાબત એ હતી કે અભ્યાસના વિષયનું વિશેષ માર્ગદર્શન અને માત્ર પ્રવૃત્તિ આધારિત જ આપવામાં આવ્યું એ પણ રોજના ચાર કલાક. અત્રે ઉલ્લેખનીય છે કે બાળકો ૨૪ કલાક માટે આ સ્કૂલમાં જ હતા. હવે જોઈએ કે વિષય પ્રમાણે પ્રવૃત્તિ આધારિત કાર્ય કરનારા શિક્ષકો કોણ હતા…

વિષય તજજ્ઞ …

ગણિત –

ચંદુભાઈ બારૈયા

પુનિત બામણિયા

હેમલ સોલંકી

વાજીત કાજી

વિજ્ઞાન –

હિમાંશુ સિકોતરિયા

નિલેશ બારૈયા

દિલીપ કાનજી

સીમા બામણિયા

અંગ્રેજી –

કમલા બામણિયા

તસ્લીમા શેખ

કલ્પેશ પટેલ

સુરેશ સોલંકી

 

આ દીવ શિક્ષા વિભાગની યાદી આધારિત નામો છે.

દીવના આ સમર કેમ્પ નો મુખ્ય હેતુ…

દીવના આ સમર કેમ્પ નો મુખ્ય હેતુ હતો બાળકોમાં રહેલા કૌશલ્યોને એક સ્ટેજ મળી રહે. એમની કલાનું સંવર્ધન થાય અને એમને જે આવડે છે. એ લોકો સુધી પહોંચાડી શકાય. એ માટે છેલ્લા દિવસે તા. 14/05/2022 ના રોજ પ્રદર્શન પણ રાખશે. અભ્યાસના વિષયમાં પણ પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન આ દિવસોમાં મેળવે એનું આયોજન થયું જેથી કઠિન જાણતા વિષયો અભ્યાસકીય સત્રમાં આરામથી ચલાવવી શકાય.

Also Read::   Intelligent machines will replace teachers 'within 10 years'

આ ઉપરાંત આ કેમ્પ દરમિયાન બાળકોને અલગ સ્થળોએ મુલાકાત માટે લઈ જવામાં આવ્યા જેમાં
એરપોર્ટ મુલાકાત, બેંક, નક્ષત્ર ગાર્ડન, ડ્રેગન ફ્રૂટ બાગ વગેરે…

આનંદ અને આશ્ચર્યની વાત તો એ છે કે વેકેશન પડી ગયું હોવા છતાં ઉત્સાહી શિક્ષકોએ, તજજ્ઞોએ ખૂબ સરસ કામગીરી બજાવી હતી.

આ કાર્યક્રમની મુલાકાત લેનારા આનંદ ઠાકર જણાવે છે કે કલા એ અનૌપચારિક કેળવણી છે, જે ઓનલાઈન શક્ય નથી. કલા શિક્ષણ તો આત્માની જાગૃતિનું પગથિયું છે માટે એમાં દીવ પ્રશાસને આ રીતે ફિઝીકલી બાળકો સાથે આખો દિવસ રહી ને જે કામ કરવા ગ્રાન્ટ ફાળવી અને શિક્ષકોને સ્વાયત્તા આપી એ માટે દીવના શિક્ષણ વિભાગને સલામ છે. કામ આમ થાય અને કલા શિક્ષણ આમ અપાય. અહીં એવું જ કામ જોવા મળ્યું જેવું અમે ‘ બી નચિકેતા ‘ પ્રકલ્પે કલા શિક્ષણનો પાયો વિચાર્યો છે. શિક્ષકો કરતા બાળકો સાથે જ સીધી પ્રવૃત્તિનો આ વિચાર સરાહનીય છે.

Diu government education summer camp 2022

Diu government education summer camp 2022

Diu government education summer camp 2022

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments