આપ કતાર મેં હૈ…!
આ નાનકડી સ્ટોરીનો અંત વાંચી તમે શેર કરશો જ!
જૂન મહિનો અડધો પૂરો થયો એટલે બધા બસનો પાસ કઢાવવા માટેની તૈયારીઓમાં હતા…. કોઈકે આઇકાર્ડ બનાવી લીધા અને કોઈકના હજી બને છે.
જેના કાર્ડ બની જાય એ બસસ્ટેન્ડની ઇન્કવાયરી ઓફિસની બારી પર આપી દે. કારણ કે કોલેજના આઇકાર્ડ પરથી બસનો પાસ નીકળે. પાસ કઢાવવા આપ્યા એને આજે લગભગ પંદર દિવસ તો થઈ ગયા હતા. ગામડેથી આવતાં કોઈપણ વિદ્યાર્થીને કાયમનું બસભાડું પોસાય એમ હતું જ નહીં.
આજે પાસ મળી જશે એવા સમાચાર સાંભળતાં જ બધા સ્ટુડન્ટ્સ કૉલેજથી છૂટીને બસસ્ટેન્ડની ઇન્કવાયરી ઓફિસ બહાર રેશનીંગની દુકાનની જેમ ઘડીકમાં વારો ના જ આવે એવી લાંબી લાઇનમાં ઉભા હતા!
બસ સ્ટેન્ડમાં બેઠેલાં એક વ્યક્તિએ ‘ સ્વચ્છતા ત્યાં સ્વસ્થતા ‘ એવું દીવાલ પર જ્યાં સુવિચાર લખેલું હતું ત્યાં પાનની લાલ પિચકારી મારી. આ બાજુ પેલી પાસ માટેની લાંબી લાઈન માંથી એક વ્યક્તિએ લાઈન તોડી વહેલાં વહેલાં પોતાનો પાસ લેવા આગળ જઈ બારી પાસે પહોંચી ગયો.
લાઈનમાં ઉભેલા બીજા બધાએ એનો ગુસફુસ કરીને થોડોક વિરોધ કર્યો પણ એક વિરલાએ જોરથી હાકલ મારી કે ઑયયયય.., ઉતાવળ તો અમારે પણ છે, લાઈનમાં ઉભો રે, આડો વારો નય લેવનો.
પેલા આડો વારો લેવા વાળાને તમે અળવિતરો વિદ્યાર્થી સમજો છો પણ આવું સાંભળી એનો મગજ ગયો… અને એ સિધ્ધો જ આ હીરોગીરી વાળા સામે આવી ઊભો રહી ગયો.
બન્ને એકદમ ક્રૂરતાથી એક બીજાની આંખમાં જોયું. પેલાએ કહ્યું કે લાઈન તો તૂટશે અને આડો વારો પણ લેવાશે, તારાથી થાય એ કરી લે જા…
આ સાંભળી એકદમ ગુસ્સામાં પોતાના હાથમાં રહેલી બેગ તેની બાજુમાં ઉભેલા તેના મિત્રને આપી સટ્ટાક કરતું જેકેટ ઉતાર્યું અને આપ્યું. પોતાના શર્ટના બે બટન ખોલ્યાં અને પોતાની ઘડિયાળ કાઢી તેના મિત્રને આપી દીધી.
ધીમે ધીમે એકદમ આક્રોશ ભરી નજરે પેલાંની સામે જોતાં જોતાં શર્ટની બાયો ઉપર ચડાવવા લાગ્યો. સામેવાળાને પરસેવો વળી ગયો અને કાંઈ પણ બોલ્યા વગર લાઈનમાં પોતાની જગ્યાએ ઊભો રહી ગયો.
વાતાવરણ શાંત થયું. બેગ, જેકેટ, વોચ વગેરે સાચવા વાળાએ કહ્યું કે ભાઈ તમે જોરદાર સિંહની જેમ ગર્જના કરી અને સારી બહાદુરી દેખાડી.
પેલાએ કહ્યું કે તને ખબર છે, મેં તને મારી આ બધી વસ્તુઓ શું કામ સોંપી દીધી?
.
.
.
.
.
ડખો થાય તો ભાગવું સહેલું રેય નેં…. 😇
🤣😂🤣😂