જાણો એ એપ્લિકેશનનું લીસ્ટ: આપના ફોનમાં તો નથીને!
ભારત સરકારે ફરી એકવાર ચીનની 54 એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. અત્યાર સુધી પ્રતિબંધિત એપ્સની સત્તાવાર યાદી સામે આવી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકારે ભારતમાં 54 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે આ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ તમામ એપ ભારતીય યુઝરનો ડેટા ચીન અને અન્ય દેશોમાં મોકલી રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એપ્સ ભારતીય યુઝર્સના ડેટાને વિદેશી સર્વરમાં ટ્રાન્સફર કરી રહી હતી. ગૂગલના પ્લે સ્ટોરને એપ્સને પ્રતિબંધિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
2020માં પણ સરકારે 250 થી વધુ ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં Tiktok અને PubG જેવી મોટી એપ્સના નામ હતા. TikTok, Shareit, WeChat, Helo, Likee, UC News, Bigo Live, UC Browser, ES File Explorer અને Mi Community જેવી એપ્સને 2020માં પ્રથમ ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈકમાં પ્રતિબંધિત કરવામાં આવી હતી.
સરકારે ભારતમાં 54 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે આ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.