Home JANVA JEVU Bharatnatyam 67 માં અખિલ ભારતીય નૃત્ય સ્પર્ધામાં જહાન્વી દેસાઈની અદ્ભુત પ્રસ્તુતિ

Bharatnatyam 67 માં અખિલ ભારતીય નૃત્ય સ્પર્ધામાં જહાન્વી દેસાઈની અદ્ભુત પ્રસ્તુતિ

0

Bharatnatyam Nruty Classical Dance Winner Jahanvi Desai

Bharatnatyam 67 માં અખિલ ભારતીય નૃત્ય સ્પર્ધામાં જહાન્વી દેસાઈની અદ્ભુત પ્રસ્તુતિ

Contents

Bharatnatyam 67 માં અખિલ ભારતીય નૃત્ય સ્પર્ધામાં જહાન્વી દેસાઈની અદ્ભુત પ્રસ્તુતિ

શિમલાની અંદર રોહિતાશ્વ ગૌડની સંસ્થા ‘ અખિલ ભારતીય આર્ટિસ્ટ એસોસિયેશન ‘ દ્વારા નૃત્ય અને નાટકની સ્પર્ધા હતી. તેમાં દમણની જહાન્વી દેસાઈએ અદ્ભુત પ્રસ્તુતિ કરી હતી.

Bharatnatyam Nruty Classical Dance Winner Jahanvi Desai

સંસ્થા શું છે?

‘ અખિલ ભારતીય આર્ટિસ્ટ એસોસિયેશન ‘ એ રોહિતાશ્વ ગૌડના પિતાજી સુદર્શન ગૌડ દ્વારા ઈ. સ. ૧૯૫૫ માં આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. જે સંસ્થાનું કાર્ય છે ઉભરતા કલાકારોને એક સ્ટેજ આપવાનું. એ સંદર્ભે દર વર્ષે આ સંસ્થા નૃત્ય અને નાટકની એક સ્પર્ધાનું આયોજન કરે છે. ૬૭ વર્ષથી આ કાર્ય અવિરત ચાલી રહ્યું છે.

Bharatnatyam Nruty Classical Dance Winner Jahanvi Desai

રોહિતાશ્વ ગૌડ…

રોહિતાશ્વ ગૌડ એટલે તેઓ ટેલિવિઝન અભિનેતા છે. તે ‘ લાપતાગંજ ‘ માં મુકુંદીલાલ ગુપ્તા અને કોમેડી શ્રેણી ‘ ભાભીજી ઘર પર હૈ? ‘ માં મનમોહન તિવારીની ભૂમિકા ભજવવા માટે જાણીતા છે. તેઓ અને તેમના પત્ની રેખા ગૌડ આ સંસ્થા સંભાળી રહ્યાં છે.

સ્પર્ધા…

સમગ્ર ભારત માંથી બહુ મર્યાદિત સંખ્યામાં એન્ટ્રી લેવાની હતી તેમ છતાં પણ ૧૫૦ જેટલાં વ્યકિતઓએ ભાગ લીધો હતો. જેમાં ભરતનાટ્યમમાં જહાન્વી દેસાઈએ શિવજીની સ્તુતિ સાથે નૃત્ય પ્રસ્તુત કરી અને નૃત્યની ભાવભંગીમા દ્વારા ઉપસ્થિત હર કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. નિર્ણાયકોએ એમને ત્રીજા ક્રમે શ્રેષ્ઠ પારિતોષિક આપી પ્રોત્સાહન આપ્યું હતું.

Bharatnatyam Nruty Classical Dance Winner Jahanvi Desai

જહાન્વી દેસાઈ…

Bharatnatyam Nruty Classical Dance Winner Jahanvi Desai

જે દમણમાં રહીને M.Sc. Maths નો અભ્યાસ કરે છે અને સાથે સાથે કલામાં પણ એટલો જ રસ ધરાવતા હોવાથી એમણે 16 વર્ષની ઉંમરથી ભરતનાટ્યમની વિધિસરની તાલીમ લીધી છે. દમણની શ્રી સાંઈ કલાકેન્દ્રમાં હેમાંક્ષી જોષીના ગુરુપદે કલા સિદ્ધ કરી.

તેમને આરાંગેત્રમમાં તામ્ર પદક મેળવ્યો છે.

તેઓ ગાંધર્વ મહાવિદ્યાલય બૃહદ ગુજરાત, અમદાવાદ માંથી વિશારદ થયાં છે.

‘ દમણ ગોટ્સ ટેલેન્ટ ‘ અને ‘ કલ્ચરલ ગર્લ ‘ જેવી સિદ્ધિઓ તેમને પોતાના નૃત્ય થકી મેળવી છે.

યુવા અને રમતગમત વિભાગ ભારત સરકાર આયોજિત નૃત્ય સ્પર્ધામાં જહાન્વી દેસાઈએ પ્રથમ ઇનામ મેળવ્યું હતું.

હાલ તેઓ દમણ બાલભવમાં નૃત્યના શિક્ષક તરીકે સેવારત છે.

નાની ઉંમરમાં જહાન્વી દેસાઈએ આગવી સિદ્ધિઓ હાંસલ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એમણે ત્રણેક આલ્બમ સોંગમાં નૃત્ય – અભિનયની પ્રસ્તુતિ પણ કરી છે.

આવા યુવાનો પોતાની સાથે સાથે સમાજની પણ પ્રેરણા બનતા હોય છે.

Bharatnatyam Nruty Classical Dance Winner Jahanvi Desai

error: Content is protected !!
Exit mobile version