અસિત વોરા: જનસંપર્કથી આજ સુધીના સફરની કહાની…
૧૮ ડિસેમ્બર હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફુટે છે અને પછી શરૂ થાય છે એક પછી એક સિલસિલો. એક તરફ પેપર ફોડનાર પોલીસના સકંજામાં આવે છે અને બીજી બાજુ ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ ની પરિક્ષાના અધ્યક્ષ શ્રીમાન અસિત વોરા જનતાના રોષમાં સપડાય છે. આજે એવી સ્થિતિ આવી છે કે એમને રાજીનામું અપાવવા માટે ટ્વીટરમાં ટ્રેન્ડ થયું છે ત્યારે જાણીએ આ અસિત વોરા કોણ છે?
– અસિત રવિન્દ્રપ્રસાદ વોરા: તેઓનો જન્મ અમદાવાદમાં જ 4 ઓગસ્ટ 1959ના રોજ થયેલો.
– તેઓએ એક ખાનગી કંપનીના જનસંપર્ક અધિકારી તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
– તેઓ અમદાવાદ શહેરના 26 માં મેયર હતા . તેઓ મણિનગરના ભારતીય જનતા પક્ષ તરફથી ચૂંટણી લડીને જીત્યા હતા અને આમ એમણે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી.
– તેઓ સંગીતમાં ખૂબ ઊંડો રસ ધરાવે છે એવું એમના સંગીતના કાર્યક્રમો પરથી જાણી શકાય છે.
– મોદી માટે એમણે ૨૦૦૨ ની ચૂંટણી વખતે મણિનગરની બેઠક છોડી હતી અને ત્યાર બાદ એમની રાજકીય કારકિર્દીમાં પણ તેઓ વિકાસશીલ બન્યા હતા.
– તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ અને પછી મેયર પદે રહ્યા હતા.
– ૨૦૧૪ માં તેઓ જીએસએસએસબીના ચૅરમૅન બન્યા હતા. એમનો એક વાર કાર્યકાળ પૂર્ણ થયો હોવા છતાં એમને બીજી વખત પણ અધ્યક્ષ બનાવાયા છે.
– હવે જોવું રહ્યું કે ભાજપના એક હોનહાર સ્તંભ ગણાતા આ નેતા, અધ્યક્ષનું ભવિષ્ય એમને ક્યાં લઇ જાય છે.