Home SUVICHAR Ashok Sundari અશોક સુંદરી : એક રહસ્યમય કથા અને અદ્ભુત માહાત્મ્ય :...

Ashok Sundari અશોક સુંદરી : એક રહસ્યમય કથા અને અદ્ભુત માહાત્મ્ય : શિવમંદિરમાં આ જગ્યાએ છે સ્થાન…

0

Ashok sundari : the mysterious story and wonderful importance

Contents

અશોક સુંદરી : એક રહસ્યમય કથા અને અદ્ભુત માહાત્મ્ય : શિવમંદિરમાં આ જગ્યાએ છે સ્થાન…

Ashok sundari : the mysterious story and wonderful importance

સંકલન અને આલેખન – જય પંડ્યા

ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા તેમના પરિવારમાં માતા પાર્વતી, પુત્ર ગણેશ અને કાર્તિકે છે. શું તમે જાણો છો કે આ સિવાય પણ ભગવાન શંકરને એક દીકરી છે? હા ભગવાન શિવને એક દીકરી પણ છે. તો ચાલો આજે આપણે તે દીકરીનું નામ શું છે તે કોણ છે? તેનો જન્મ કઈ રીતે થયો? તે અંગેની સંપૂર્ણ કથા વિગતવાર જાણીએ?

કોણ છે ભગવાન શંકર અને માતા પાર્વતીની પુત્રી ?

” અશોક સુંદરી” માતા પાર્વતી અને જગત પિતા શંકરની એકની એક દીકરી છે.

શું છે આ પાછળની કિવદંતી?

એક વખત વિચરણ કરતા કરતા માતા પાર્વતીએ ભગવાન શંકરને કહ્યું હું મારા જીવનમાં એકાંત અનુભવ છું. મારે સહિયારા ની જરૂર છે, જે મારી સહેલીની જેમ મારી સાથે રહે. તે માટે તમે મને પુત્રી આશીર્વાદરૂપે આપો. ત્યારે ભગવાન શંકરે કલ્પવૃક્ષમાંથી થોડો ભાગ લઈ એક કન્યાની રચના કરી. તેનું નામ હતું “અશોક સુંદરી”.

આ નામનો અર્થ શું થાય છે?

અશોક એટલે શોક હરણ કરવા વાળી, સુંદરી એટલે સુંદર કન્યા
અશોક સુંદરી એટલે શોક હરણ કરવા વાળી સુંદર કન્યા. એવો શાબ્દિક અર્થ થાય છે.

અશોક સુંદરી કઈ કઈ શક્તિઓ ધરાવતી હતી ? તેના દ્વારા ક્યુ પ્રતીક અથવા કયો સંદેશ મળે છે?

અશોક સુંદરીએ ધર્મનો પ્રચાર કર્યો હતો. તે એ સંદેશ આપે છે કે પોતે પોતાના માતા પિતાનું દુઃખ દૂર કરે છે, શોક હરી લે છે. દુઃખનો અંત લાવે છે.

શા માટે અશોક સુંદરી એવું જ નામ રાખવામાં આવ્યું?

ભગવાન શંકર ઘણી વખત રાક્ષસોના સંહાર કરવા જતા, કૈલાશ પર્વત પર માતા પાર્વતી એકાંત અનુભવતા હતા. તેથી કલ્પવૃક્ષમાંથી આ કન્યાની રચના કરવામાં આવી હતી તે કન્યાના જન્મના કારણે માતા પાર્વતીનું દુઃખ દૂર થયું તે કન્યા દેખાવમાં ખૂબ જ સ્વરૂપવાન હતી. જેથી આ કન્યા નું નામ “અશોક સુંદરી” એવું રાખવામાં આવ્યું.

અશોક સુંદરીનું અન્ય કોઈ નામ છે શું?

હા અશોક સુંદરીનું અન્ય નામ “ત્રિપુર સુંદરી” અથવા “ત્રિપુરા સુંદરી” છે.

શું અશોક સુંદરીએ દેવી છે? ક્યાં પૂજાય છે તે?

અશોક સુંદરી એ ભગવાન શંકરની પ્રથમ પુત્રી છે. તેની પૂજા ગુજરાતમાં પણ કરવામાં આવે છે. તેનો ઉલ્લેખ “પદ્મ પુરાણ” માં પણ કરવામાં આવ્યો છે.
દક્ષિણ ભારતમાં તે “લાવણ્યા” અથવા “બાલા ત્રિપુર સુંદરી” આ બે રૂપમાં પૂજવામાં આવે છે.

અશોક સુંદરીના લગ્ન કોની સાથે થયા હતા?

અશોક સુંદરીના લગ્ન “નહુષ” નામના રાજા સાથે થયા હતા. એવુ માનવામાં આવે છે કે હુંડા નામક રાક્ષસની કેદમાંથી તેણે અશોક સુંદરીને બચાવી હતી. બાદમાં માતા પાર્વતી અને ભગવાન શંકરે અશોક સુંદરીના લગ્ન નહુષ સાથે કર્યા હતા.

કોણ છે રાજા નહુષ ?

એવું કહેવામાં આવે છે કે તેઓ ચંદ્રવંશના રાજા પુરૂરવશ અને પ્રભાના પુત્ર છે.

શું અશોક સુંદરી અને નહુષ રાજાને કંઈ સંતાન હતું? શું ?

અશોક સુંદરી અને રાજા નહુષને એક પુત્ર હતો જેનું નામ “યયાતિ” હતું.
( આ અંગેનો ઉલ્લેખ મહાભારતમા ગ્રંથમાં કરવામાં આવ્યો છે. )

ભગવાન શંકર ને અન્ય પાંચ દીકરીઓ છે.

મધુ શ્રાવણીની કથામાં આ પાંચ દીકરા નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે સર્પ સ્વરૂપે છે માનવ સ્વરૂપે નહીં. એવું કહેવામાં આવે છે કે શ્રાવણ માસ દરમિયાન જે કોઈ વ્યક્તિ આ દીકરીઓની પૂજા કરે છે તેને કદી સર્પદંશનો ડર રહેતો નથી. આ જ કારણથી લોકો શ્રાવણ મહિનામાં સર્પ હત્યા કરતા નથી.

આ સિવાય અન્ય ત્રણ દીકરીઓ છે ભગવાન શંકરને…

ભગવાન શંકરને અશોક સુંદરીની સાથે બીજી બે દીકરીઓ પણ છે તેનું નામ “જ્વાલા” અને “વાસુકી” છે. આ અંગેનો ઉલ્લેખ શિવ મહાપુરાણ ગ્રંથમાં જોવા મળે છે.

નોંધ – એવું માનવામાં આવે છે કે શિવ મંદિરમાં શિવલિંગ અને (થાળું )અર્થાત ભગવાન નાગદેવતાની વચ્ચે નું સ્થાન એ અશોક સુંદરી નું સ્થાન ગણાય છે.

સંકલન અને આલેખન – જય પંડ્યા

Ashok sundari : the mysterious story and wonderful importance

#Ashok #sundari #mysterious #story #wonderful #importance

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..

https://www.facebook.com/sahajsahity/

Whatsapp Community Link…

https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td

Instagram…

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube…

https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ…, તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો….

error: Content is protected !!
Exit mobile version