આલ્લુ અર્જુનનો કાર્તિક આર્યનને ધોબી પછાડ
allu arjun film in hindi puja hegde new south film in hindi dubbing Ala Vaikunthapurramuloo
6 ફેબ્રઆરી આલ્લુ અર્જુન આવે છે તમારા ટીવી પર…
આજ સુધી સાઉથના જેટલાં ફિલ્મો ને આપણે હિન્દી ડબિંગ માં જોઈએ છે એમાંથી મોટા ભાગની ફિલ્મોના હિન્દી ડબિંગ રાઇટ્સ ગોલ્ડ માઈન્સ ફિલ્મ પાસે જ હોય છે…
ગોલ્ડ માઇન્સ ફિલ્મ ના માલિક મનિષ શાહ સાઉથની સુપર હિટ મૂવી ના રાઇટ્સ ખરીદવામાં જરા પણ વાર લગાડતા નથી.
આમ પણ પ્રવર્તમાન સમયમાં જોવા જઈએ તો સાઉથ ઇન્ડસ્ટ્રી પાસે ખૂબ જ સારી એવી સ્ટોરી જોવા મળે છે.
થોડાં સમય પહેલાં એવા પણ સમાચાર હતાં કે કાર્તિક આર્યન અને ક્રિતિ સેનન આ જોડી ‘ અલાવૈકંઠપોરોલૂ ‘ ની Ala Vaikunthapurramuloo હિન્દી રિમેક ‘ શેહઝાદા ‘ માં જોવા મળશે. આ ફિલ્મે સાઉથમાં કરોડોનો બિઝનેસ કર્યો છે.
થોડાં દિવસ આ કશ્મકશ ચાલી કે આ ફિલ્મ કઈ રીતે જોવા મળશે? પણ આજે ઓફિસિયલી જોવા જઈએ તો હવે આલ્લુ અર્જુન અને પૂજા હેગડે ની આ સુપર હિટ ફિલ્મ આલ્લુ અર્જુનના ફેન્સ ને પોતાના ઘરે ટીવી પર હિન્દી ડબિંગ માં જોવા મળશે.
જો કે આ જાહેરાત સાથે જ કાર્તિક આર્યન અને ક્રિતિ સેનનના હાથ માંથી એક સુપરહિટ ફિલ્મ છૂટી ગઈ છે.
અત્રે ઉલ્લેનીય છે કે આલ્લુ અર્જુનનું આ ફિલ્મ ૬ ફેબ્રઆરીએ ઢિંચાક ચેનલ પર સાંજે આઠ વાગે આવશે. આ વાતની જાણ ગોલ્ડ માઈન્સના ટ્વીટર પર આપવામાં આવી છે.
કાર્તિક આર્યનની ફિલ્મ શાહજાદા ના પ્રોડ્યુસર અને ફિલ્મ નિર્માતા મનિષ શાહે લાંબી વાતચીત પછી આ નિર્ણય લીધો છે.
કાર્તિક આર્યનની ફિલ્મ ‘ શાહજાદા ‘ ને આલ્લું અર્જુનના પિતા અરવિંદ, ભૂષણ કુમાર અને અમલ ગિલ સાથે મળીને પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મ પર કાર્તિક આર્યનને ઘણી આશા છે. ‘ અલા વૈકુંઠપૂરમલૂ ‘ હિન્દી ફિલ્મ પહેલાં ૨૬ જાન્યુઆરી ના રોજ થિએટરમાં રિલીઝ થવાની હતી. તો કાર્તિક આર્યનની ફિલ્મ ૪ નવેમ્બર ૨૦૨૨ માં રોજ થિએટરમાં રિલીઝ થશે.
Ala Vaikunthapurramuloo