આજની અખબારી યાદીમાં જણાવાયું છે કે ૫ ફેબ્રઆરીથી પ્રાથમિક શિક્ષકોની ભરતીના ફોર્મ ભરવા લાગશે.
ઘટ અને સામાન્ય એમ બે જુદી જુદી રીતે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.
ઘટની ૧૪૦૫ અને સામાન્ય ખાલી જગ્યા પર ૧૮૯૫ એમ કુલ મળીને ૩૩૦૦ જેટલી જગ્યાઓ ભરાશે.
ધો. ૧ થી ૫ ની ૧૩૦૦ જગ્યા અને ધો. ૬ થી ૮ ની ૨૦૦૦ જગ્યાઓ પર ભરતી થશે.
આજની જાહેરાત નીચે પ્રમાણે 👇👇👇
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ધો. ૧ થી ૫ ની ઘટની જગ્યા ૫૩૩ અને ધો. ૬ થી ૮ ની ઘટની જગ્યા ૮૭૨ જેટલી છે.
જ્યારે સામાન્ય જગ્યાઓમાં ધો. ૧ થી ૫ ની સામાન્ય જગ્યા ૭૬૭ અને ધો. ૬ થી ૮ ની સામાન્ય ભરતીની જગ્યા ૧૧૨૮
આજની જાહેરાત નીચે પ્રમાણે 👇👇👇
આ તમામ માટે જાહેરાત ૨૬ જાન્યુઆરીએ આપવામાં આવશે.
ઓનલાઇન પ્રક્રિયાથી ભરતી હાથ ધરાશે.
જો કે ખાતાકીય સમાચાર ટુંક સમયમાં આવી જ જશે. અમારી સાથે જોડાયેલા રહો. આ બાબતે તમામ અપડેટ મૂકતાં રહીશું.
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વિદ્યાસહાયકની ભરતી માટેના એંધાણ સરકાર આપી રહી છે. હજુ પણ આમ તો નિશ્ચિત નથી પરંતુ હવે ધીમે ધીમે તંત્ર કામે લાગ્યું છે માટે આપના દસ્તાવેજો તૈયાર રાખજો.
ભરતી માટે આપનું ટેટનું રિઝલ્ટ અને તેની કોપી તૈયાર રાખવી. બી. એડ. અને અન્ય અભ્યાસકીય રિઝલ્ટ અને ડિગ્રી સર્ટિફિકેટ પણ તૈયાર રાખવા.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે થોડાં દિવસો પૂર્વે જ જીતુભાઈ વાઘાણીએ ૩૩૦૦ જેટલાં શિક્ષકોની ભરતી માટેની વિચારણા કરી હતી. અને જાહેરાત પણ કરી હતી. હવે લગભગ આવતા સપ્તાહ સુધીમાં આ પ્રક્રિયા બાબતે તંત્ર સક્રિય થાય એવી સંભાવનાઓ છે.
આ સ્ટોરીમાં કઈ રીતે પ્રક્રિયા થશે એની વિગત પણ આગળ મુકીશું.