HomeEDUMATERIALરાજ્યમાં કરમુક્ત ફિલ્મ: ' ધ કાશ્મીર ફાઈલ્સ ' શું છે? કોણ છે...

રાજ્યમાં કરમુક્ત ફિલ્મ: ‘ ધ કાશ્મીર ફાઈલ્સ ‘ શું છે? કોણ છે ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી?

- Advertisement -

રાજ્યમાં કરમુક્ત ફિલ્મ: ‘ ધ કાશ્મીર ફાઈલ્સ ‘ શું છે? કોણ છે ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી?

The Kashmir Files Film about vivek agnihotri tax-free in gujarat

ધ કાશ્મીર ફાઇલ્સ ( The Kashmir Files Film ) એક ફિલ્મ છે. જો કે માત્ર એક ફિલ્મ નથી. એ વરવું સત્ય છે. ઢીંગલી પોતિયાના પ્રેમ કહાનીઓ માંથી ઉપર ઊઠીને ભારતની જનતાને કોઈકે ચિટિયો ભર્યો છે.

૯૦ ના દશકમાં કાશ્મીરમાં થયેલી ઘટનાઓ પર આધારિત આ ફિલ્મ એક નવો જુવાળ બની રહી છે. આ ફિલ્મને મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) જોઈ અને સરાહી જો કે એ આ સમયના સાક્ષી પણ રહ્યાં હશે! અને હવે ગુજરાત રાજ્યમાં આ ફિલ્મ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ( bhupendra patel ) દ્વારા કરમુક્ત જાહેર થઈ છે. ( Kashmir ) ( Gujarat )

- Advertisement -

આ ફિલ્મના ડિરેક્ટર છે વિવેક રંજન અગ્નિહોત્રી.
તેમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર, પલ્લવી જોશી, પુનિત ઇસ્સર વગેરે કામ કર્યું છે.

આ ફિલ્મને ઝી સ્ટુડિયો એ પ્રોડ્યુસ કરી છે. ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી ( film director Vivek Ranjan Agnihotri ) વિશે વાત કરીએ તો તેઓ JNU ના વિદ્યાર્થી છે અને હાર્વર્ડ જેવી વિશ્વકક્ષાની કોલેજમાં ભણ્યા છે. અનેક ફિલ્મ અને એડ ફિલ્મમાં તેઓએ દિગ્દર્શન કર્યું છે. તેઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના ( Central Board of Film Certification) સભ્ય છે. તેમજ ( Indian Council for Cultural Relations ) ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચર રિલેશનના પ્રસ્તુતકર્તા ( representative ) છે.

વિવેક અગ્નિહોત્રીનો લોગો લાઈન છે the right to truth continue… એટલે કે સતત સત્યની શોધ… બહુ મનોમંથન પછી આ વાત નીકળતી હોય છે. વિવેક અગ્નિહોત્રી એક સફળ લેખક પણ છે એમના અન્ય પુસ્તકો છે: અર્બન નક્સલ ( Urban Naxals: The Making of Buddha in a Traffic Jam ) અને વ્હુ કિલ્ડ શાસ્ત્રી? ( who killed shahstri? ) જેવા બંને પુસ્તકો લખ્યા છે. તેની VRK TV. પર તેઓ અનેક મુદ્દાઓ પર કામ કરે છે. પોતાની વાત પ્રસ્તુત કરે છે.

Also Read::   RBI Office Attendant Recruitment 2021
- Advertisement -

કાશ્મીર ( kashmir ) પર ઘણા પુસ્તકો પણ લખાયા છે જેમ કે અશોક કુમાર પાંડેનું ‘ કાશ્મીરનામ ‘ , તત્કાલીન રાજ્યપાલ જગમોહનનું ‘ અશાંત કાશ્મીર ‘. બંને પુસ્તકો જુદાં જુદાં દૃષ્ટિકોણથી લખાયા છે.

કાશ્મીર પર વિધુ વિનોદ ચોપરા દ્વારા પણ એકાદ વર્ષ પહેલાં એક ફિલ્મ બનાવવામાં આવ્યું હતું: શિકરા.

કાશ્મીરની પંડિતો ( kashmiri pandit ) પર થયેલાં અત્યાચાર પર બહુ લખાયું નથી કે દર્શાવાયું પણ નથી. તમે જુઓ કે જાપાન પર થયેલા અણુ હુમલા અને યહુદી પર થયેલા અત્યાચાર પરની ફિલ્મો અઢળક મળશે. પણ કાશ્મીર પર પણ એવો જ અમાનુષી અત્યાચાર થયો હતો. એટલાં માટે રાજ્ય સરકારે એને કરમુક્ત જાહેર કરી અને જનતાને એના ઇતિહાસ તરફ અંગુલી નિર્દેશ કર્યો છે. રાજ્ય ત્યારે જ કોઈ ફિલ્મને કરમુક્ત કરે છે જ્યારે તે દેશના રાષ્ટ્રીયહિતમાં હોય અથવા તો રાષ્ટ્રના સામાજિક, સાંસ્કૃતિક કે ઐતિહાસિક તથ્યોને ઉજાગર કરતા હોય. ગુજરાત રાજ્યમાં વીર હમીરજી ગોહિલ પર બનેલી ફિલ્મ પર કદાચ વર્ષો પહેલાં કરમુક્તિ આપી હતી.

આ ફિલ્મ એક કલાના માધ્યમથી જોવા જઈએ તો એટલું ચોક્કસ સાબિત કરે છે કે કલા ફક્ત મનોરંજન માટે નથી હોતી.

Also Read::   India Army Recruitment Rally (For Men) | Devbhumi Dwarka Army Bharti Melo Download Details

વિવેક અગ્નિહોત્રીની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’માં થયેલા કશ્મીરી પંડિતોનાં નરસંહારની ઘટનાને પડદા પર ફરી તાજી કરી છે. ધ કશ્મીર ફાઈલ્સ ફિલ્મને ગુજરાતમાં (The Kashmir Files tax free in Gujarat) કરમુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યાલય દ્વારા ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપવામાં આવી છે. નોંધનીય છે કે, આ ફિલ્મ હરિયાણા અને એમપીમાં પણ ટેક્સ ફ્રી છે.

- Advertisement -

ફિલ્મના નિર્દેશક વિવેક અગ્નિહોત્રી અને નિર્માતા અભિષેક અગ્રવાલે પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. અભિષેક અગ્રવાલે પોતાના ટ્વીટમાં લખ્યું, “આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને આનંદ થયો. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ વિશે તેમની પ્રશંસા અને વિચારો આ બેઠકને વધુ વિશેષ બનાવે છે. અમે ક્યારેય પણ એક ફિલ્મને પ્રોડ્યુસ કરવા બદલ આટલો ગર્વ અનુભવ્યો નથી. આભાર મોદીજી.”

The Kashmir Files Film about vivek agnihotri tax-free in gujarat

The Kashmir Files is a 2022 Indian Hindi-language drama film written and directed by Vivek Agnihotri. Produced by Zee Studios, the film is based on the exodus of Kashmiri Pandits during the Kashmir Insurgency.

 

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments