RRR shole song freedom fighter introduction. About RRR shole song freedom fighter introduction. Know – unknown freedom fighter in the film song. We should know about this SVATANTRA SENANI
Contents
શું તમે જાણો છો, RRR ના શોલે સોંગમાં બતાવવામાં આવેલા જાણ્યા – અજાણ્યા દેશભકતો વિશે? ખાસ વાંચો…
પાંચ દાયકા પછી કોઈ ફિલ્મે ૧૬ મી સદી થી લઇ ને ૧૯ મી સદી સુધીના સ્વતંત્રતાની લડતના ક્રાંતિકારીઓને યાદ કર્યા છે. સામાન્ય રીતે આપણે ઉત્તર ભારતના સ્વાતંત્ર્યસેનાનીઓ વિશે થોડુંઘણું જાણતાં હોય પણ આજ સુધી દક્ષિણના મહાન ક્રાંતિકારીઓ જે બહુ પહેલાં પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કરી ગયાં એમને યાદ કરી અને અહીં કદાચ સ્મરણાંજલિ આપવા માટે જ રાજા મૌલીએ ( rajamouli ) એમને દર્શાવ્યા હશે.
બાહુબલી ફિલ્મ ( Bahubali film ) ફેમ ડિરેક્ટર રાજા મૌલી સાહેબનું એક ફિલ્મ 25 માર્ચથી હવે સિનેમા હોલમાં ઉપલબ્ધ છે. આ ફિલ્મ રિલીઝ નહોતું થયું તે પહેલાં આ ફિલ્મનું શોલે સોંગ પ્રસારિત થયું હતું. જેમાં ગીતમાં આગળ તેમના હીરો અને હિરોઈન અભિનય કરી રહ્યા હતા પરંતુ પાછળ એક પછી એક જે સ્વતંત્રસેનાનીના ( Indian freedom fighter photo ) ફોટો મૂકવામાં આવ્યા છે અને એ રીતે તેમના વિશે ગીતમાં પંક્તિઓ પણ મૂકવામાં આવી છે.
આ પણ જાણો: RRR માં દર્શાવેલ ધ્વજ કોને ડિઝાઇન કર્યો હતો? એમાં લગાવેલા પ્રતીકો શું દર્શાવતા હતા?
RRR shole song freedom fighter introduction
RRR માં શોલે સોગમાં દર્શાવવામાં આવેલા એ સ્વતંત્રતાની લડતના ક્રાંતિકારીઓ માંથી જાણ્યા અજાણ્યા સેનાનીઓ વિશે આજે અહીં એમનો પરિચય ખૂબ ટૂંકમાં છતાં પ્રારંભિક માહિતી મળી રહે એવો લેખ તૈયાર કર્યો છે તો વાંચો આગળ એક પછી એક દેશભક્તો વિશે…
RRR shole song freedom fighter introduction
૧. સુભાષચંદ્ર બોઝ
( Subhashchandra Bose )
૨૩ જાન્યુઆરી ૧૮૯૭ ના રોજ બંગાળમાં જન્મેલા સુભાષ બાબુ ભારતની સ્વતંત્રતાની લડતમાં ‘ આઝાદ હિન્દ ફોજ ‘ બનાવે છે અને અન્ય સાથી રાષ્ટ્રનો સહયોગ લઈ અને અંગ્રેજો સામે પોતાની લડત આદરે છે. આપણે સૌ ‘ નેતાજી ‘ ( Netaji ) ના નામથી ઓળખીએ છીએ. ‘ તુમ મુઝે ખૂન દો, મૈ તુમ્હેં આઝાદી દુંગા ‘ નું પ્રખ્યાત સૂત્ર આપનારા ક્રાંતિકારી નેતા. તેમનું નિધન વિમાન દુર્ઘટનામાં થયું હતું જે આજ સુધી રહસ્ય રહ્યું છે.
૨. સરદાર વલ્લભભાઈ પટેલ
( Sardar Vallabhbhai Patel )
૩૧ ઓક્ટોબર ૧૮૭૫ ના રોજ જન્મેલા વલ્લભભાઈ પટેલ બારડોલી સત્યાગ્રહ બાદ ‘ સરદાર ‘ ના નામે પ્રસિદ્ધ હતા. સ્વતંત્રતા ચળવળના ગાંધીજીના સાથીદાર સરદાર ‘ લોખંડી પુરુષ ‘ તરીકે જાણીતા બનેલા અને ભારતના રજવાડાઓને એક કરી ‘ અખંડ ભારતના શિલ્પી ‘ ( Akhand Bharat na shilpo ) બન્યા હતા. 15 ડિસેમ્બર 1950ના રોજ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન બનેલા સરદારે અંતિમ શ્વાસ લીધા.
RRR shole song freedom fighter introduction
૩. કિત્તુર રાણી ચેન્નમ્મા
( Kittur Raani channamma )
18 મી સદીમાં કર્ણાટકમાં આવેલા કિત્તુર રજ્યના રાણી તરીકે બિરાજમાન હતા. રાજા મલ્લસર સાથે તેમના લગ્ન થયાં હતાં. 1824 માં રાજા અને તેના એક માત્ર પુત્ર બંનેના મૃત્યુ થાય છે. રાણી બીજા એક સંતાનને દત્તક લે છે પણ અંગ્રેજો એના કાયદા પ્રમાણે આ રાજ્ય છીનવવા માટે બળજબરી કરે છે જ્યારે રાણી ચેન્નમ્મા અંગ્રેજ સલ્તનત. ( British company ) સમે એકલા હાથે લડે છે. આવા વીરાંગના રાણી ને ફિલ્મમાં ખૂબ સન્માન સાથે યાદ કરવામાં આવ્યા છે.
આ પણ જાણો: RRR માં દર્શાવેલ ધ્વજ કોને ડિઝાઇન કર્યો હતો? એમાં લગાવેલા પ્રતીકો શું દર્શાવતા હતા?
RRR shole song freedom fighter introduction
૪. વી. ઓ. ચિદમ્બરમ પિલ્લાઈ
( VO chidambaram pillai )
એમનું પૂરું નામ છે વલ્લીયપ્પન ઓલાગનાથન ચિદમ્બરમ પિલ્લઈ. તેઓનો કાર્યકાળ પણ 1872 થી 1936 સુધીનો રહ્યો છે. તેઓ તુત્તિકોરિનના ( Tuticorin ) રાજવી પરિવારના સભ્ય હતા. લોકમાન્ય ટિળકની સ્વદેશી ચળવળના તુત્તિકોરીન વિસ્તારમાં સક્રિય સ્વાતંત્ર્ય સેનાની હતા. શીપીંગ બોટ માટે અંગ્રેજોની ઇજારાશાહી સામે લડી અને ભારતનું સૌ પ્રથમ પ્રાઇવેટ શીપીંગ બોટ દરિયામાં મૂકી અને બ્રિટિશ કંપની સામે લડત કરી હતી. જેના કારણે તેમને આજીવન કેદની સજા મળેલી અને પોતે બેરિસ્ટર હોવા છતાં એમની પદવી છીનવી લેવામાં આવી હતી. તેમણે મજદૂર સંઘની સ્થાપના કરી હતી. જીવનના આખરી પડાવમાં એમને તમિલમાં પુસ્તકો લખ્યાં હતાં.
RRR shole song freedom fighter introduction
૫. ભગત સિંહ
( Bhagat Singh )
પંજાબ ( panjab ) પ્રાંતના આ નરબંકાએ ખૂબ નાની ઉંમરમાં અંગ્રેજોની ઊંઘ હરામ કરી દીધેલી. 27 સપ્ટેમ્બર 1907 માં જન્મેલા ભગતસિંહ એમના કાકાના સ્વાતંત્ર્ય સંગ્રામની સક્રિય ભૂમિકા જોઈ અને લાલા લજપતરાયને પોતાના આદર્શ માની અને અસહકારની ચળવળમાં જોડાય છે અને પછી ચંદ્રશેખર આઝાદ જેવા ક્રાંતિકારીઓની ટોળીમાં ભળી અને અંગ્રેજો સંચાલિત અસેમ્બ્લીમાં બોમ્બ ફેંકી પોતાના વિચારોને જેલ માંથી જનમાનસ સુધી ફેલાવ્યા. એમના વિચારોએ ક્રાંતિનો એક નવો જુવાળ રચ્યો હતો. 23 માર્ચના રોજ એમને એમના સાથી મિત્રો સુખદેવ અને રાજગુરુ સાથે ફાંસી આપવામાં આવી હતી.
RRR shole song freedom fighter introduction
૬. તંગુતુરી પ્રકાશમ પંતુલુ
( Tanguturi prakasham pantulu )
આપણે ત્યાં દક્ષિણના ક્રાંતિકારીઓ વિશે માહિતી આપણને ઓછી મળી છે માટે એ અસામાન્ય સંઘર્ષશીલ સ્વતંત્રતા લડતના વીરો વિશે ઓછું જાણીએ છીએ.તંગુતુરી પ્રકાશમ પંતુલુ એમના એક છે. તેઓ આંધ્ર પ્રદેશના રહેવાસી હતા. આંધ્રના તેઓ પહેલાં મુખ્ય મંત્રી હતા. અસહકાર આંદોલન અને સ્વદેશી ચળવળમાં સક્રિય કાર્યકર હતા. તેઓ રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયેલા. તેઓ ‘ આંધ્ર કેસરી ‘ ( Andhra kesari ) તરીકે પણ ઓળખાય છે.
RRR shole song freedom fighter introduction
૭. કેરાલા વર્મા પઝહસી રાજા
( Kerala varma pazhassi Raja )
18 મી સદીમાં મલબાર અને કોટ્ટાયમ વચ્ચેનો પ્રદેશ આજે પણ તેના યુદ્ધના પરાક્રમની ગાથા ગાય રહ્યો છે. વીરયોદ્ધા તરીકે પોતાનું સ્થાન મજબૂત કરવા ‘ કેરળ વર્મા ‘ તરીકે ઓળખાયા હતા. બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની ( British East India company ) સામે યુદ્ધ કરવા માટે તે ‘ કેરળના રાજા ‘ તરીકે ઓળખાય છે. વન કિલ્લા રચી અને તેમણે યુધ્ધની વ્યૂહાત્મક રીતે અને શસ્ત્ર અસ્ત્રથી પોતાના પ્રદેશની રક્ષા કરી હતી.
૮. છત્રપતિ શિવાજી મહારાજ
( Chhatrpati shivaaji maharaj )
૧૬મી થી ૧૭મી સદીના મરાઠા સામ્રાજ્યના પ્રથમ છત્રપતિ એવા શિવાજી મહારાજ નાનપણથી જ સંઘર્ષ અને દેશદાઝ જેમનામાં પ્રતિપળ રોપાઈ હતી એવા છત્રપતિ શિવાજી મહારાજના માતા જીજાબાઇ અને પિતા શાહજી હતા. શિવજીએ મુઘલ સલ્તનત સમે એમણે યુદ્ધ કર્યું અને વિશાળ મરાઠા ( Maratha ) સામ્રાજ્યની સ્થાપના કરી હતી. ઇતિહાસના એક સંદર્ભ પ્રમાણે તો માટે ૧૬ વર્ષની વયે એમણે બિજપુર જીતી અને પોતાના ક્રાંતિકારી અને સશક્ત મનોબળનો પરચો આપી દીધો હતો. તેમણે દક્ષિણ ભારતથી લઈ ને છેક ઉત્તર ભારત સુધી પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું હતું. યુદ્ધ કલામાં જેમનો જોટો ન જડે અને રાષ્ટ્રભક્તિમાં જે હંમેશા ભારતમાં આદર્શ પ્રેરણા પુરુષ રહેશે એવા હતા છત્રપતિ શિવાજી મહારાજ.
તો આટલા અને આવા સ્વાતંત્ર્ય સેનાની ઓ વિશે આ સોંગ દ્વારા આપણે જાણવા પ્રેરાયા.
( અહીં પ્રસ્તુત તમામ તસ્વીર ટી સિરીઝ યું ટ્યૂબ સૌજન્ય listen song )
( song link – https://www.youtube.com/watch?v=r1Q5c61vhag )
RRR shole song freedom fighter introduction
આ પણ જાણો: RRR માં દર્શાવેલ ધ્વજ કોને ડિઝાઇન કર્યો હતો? એમાં લગાવેલા પ્રતીકો શું દર્શાવતા હતા?