ગણન દિવસ 2
primary maths prectice work gujarati
આ દાખલા લખતી વખતે ધ્યાનમાં રાખવાની વિગતો…
– આ દાખલા કોયડારૂપે છે.
– સૌપ્રથમ આ દાખલાની અહીં આપેલી વિગતો તમારી બૂકમાં લખો.
– ધ્યાનપૂર્વક આ રકમને વાંચો.
– રકમમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, કોનો ઉપયોગ થઈ શકે એમ છે એ વિચારો.
– ત્યારબાદ રકમની નીચે દાખલો ગણો.
– દાખલાના અંતે આવેલી જવાબી સંખ્યા અહીં આપેલ કોયડાનો જવાબ હશે.
આ દાખલાઓ પીડીએફ રૂપે પણ આપેલા છે જે છેલ્લે આપેલી પીડીએફ ફાઈલને ડાઉનલોડ કરી શકાશે
primary maths prectice work gujarati
ધોરણ ૩ થી ૫ માટેના દાખલા….
1
મનુભાઈ દૂધવાળા પાસેથી કાશીબા 4 લીટર દૂધ લીધું. ૧ લિટરના ૪૫ રૂપિયા હોય તો કાશીબાએ મનુભાઈને કેટલા રૂપિયા આપવાના થાય?
2
એક ક્રિકેટ મેચમાં કોહલીએ 30 રન કર્યા. સેહવાગે 36 રન કર્યા અને યુવરાજ 26 રન કર્યા તો આ ત્રણેયના કુલ કેટલા રન થાય?
3
એક થાળીમાં મમરાના લાડુ 45 છે નવ વ્યક્તિને સરખે ભાગે વહેંચવા હોય તો એક વ્યક્તિને કેટલા લાડુ આપી શકાય?
4
એક રમકડાની દુકાનેથી રમેશભાઈ 145 રૂપિયાનું એક રમકડું લે છે દુકાનદારને રમેશભાઈ 255 રૂપિયા આપે છે તો દુકાનદાર રમેશભાઈ ને કેટલા રૂપિયા પાછા આપશે?
5
નીચે આપેલી ખાલી જગ્યામાં શ્રેણી પૂરી કરો.
- ૧૩૫, _________, ૧૩૭.
- _____, ૪૫, ૪૬.
- ૮૭, ૮૮, __________.
- ૧૨૩, _________, ૧૨૫.
- ૨, ૪, ૬, _______, ૧૦.
********************************
primary maths prectice work gujarati
ધોરણ ૬ થી ૮ માટેના દાખલા…. 👇👇👇
1
નીચે આપેલી સંખ્યા ને શબ્દોમાં લખો.
- 532682
- 21865
- 126
- 23678995
- 3292054
2
નીચે શબ્દમાં આપેલી રકમને સંખ્યા માં લખો્
- છયાંસી હજાર આઠસો તેર.
- નવ લાખ બોંતેર હજાર પંચાવન.
- બે કરોડ નેવું લાખ અઢાર હજાર બસ્સો એંસી.
- એકસો ચોસઠ.
- બે હજાર બાવીસ.
3
15 લોકોના 45 ગ્રૂપ હોય તો કેટલા લોકો જોડાયા કહેવાય?
4
શ્રેણી પૂર્ણ કરો.
- 4, 9, _____, 25.
- 8, ______, 64.
- 25, 36, ______.
primary maths prectice work gujarati
PDF download 👇
અર્થગ્રહણ ફકરાની પ્રેક્ટિસ માટે આગળના દિવસોની લિંક નીચે…
અર્થગ્રહણ ફકરા: દિવસ – 1
અર્થગ્રહણ ફકરા: દિવસ – 2
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક: દિવસ – 1
🙏😊🌈
વિજ્ઞાન અને ટેકનોલોજીનું ગમ્મત સાથે જ્ઞાન આપનારી અને બાળકોમાં સંવેદના જગડનારી અમારી બાળવાર્તાઓ… ( વાર્તાના નામ નીચે આપેલા છે એના પર ક્લિક કરવાથી વાંચી શકાશે. ) 👇👇👇
રોબોટિક ઉંદર
જંગલ એપ્લિકેશન
સ્કુલના વડલા દાદા