Home EDUCATION Praveshotsav એક અધિકારી આવા પણ….

Praveshotsav એક અધિકારી આવા પણ….

0

Praveshotsav GCERT Niyamak Visit in Villages Gujarat Government Primary School

Praveshotsav એક અધિકારી આવા પણ….

આલેખન – આનંદ ઠાકર

ગુજરાતના GCERT ના નિયામક સાહેબશ્રી ડૉ. પ્રફુલ્લ જલુ સાહેબશ્રી અમારી શાળા દ્રોણ વસાહતમાં પ્રવેશ ઉત્સવ પ્રસંગે પધારેલા…. એક પોઝિટિવ અધિકારી વાતાવરણને કેટલું હળવાશ ભર્યું કરીને પોતાના નિર્ધારિત વિચારને આકાર આપી દે છે કે શાળા પરિવારને ભાર પણ ન લાગે અને એમના હેતુઓ સિધ્ધ થઈ જાય, એ એમની પાસેથી શીખવા જેવું છે / મળ્યું.

સાહેબનું નામ અને કામ સાંભળેલું પણ એમની મોટાઈ પ્રત્યે માન થઈ આવે એટલા સહજ, આજે જાણ્યા ને માણ્યા.

પ્રવેશ ઉત્સવ સ્ટેજ પર પૂરો થયો કે તરત વાલીઓ સાથે જોડાયા. વાલીઓને પૂછ્યું કે કોઈ પ્રશ્ન હોય તો કહો… ત્યાં સુધી કે અમારા એક વિદ્યાર્થીના દાદીમા સાથે એમની લગોલગ જઈને હળવાશ ભર્યો જ્યારે સંવાદ કર્યો ત્યારે પોતે તો સૌનું દિલ જીતી ગયા પણ શાળાને પણ મુઠ્ઠી ઊંચેરી કરી દીધી…

શાળાનું ભવાવરણ સાહેબને એટલું પસંદ પડ્યું કે એક જગ્યાએ પાટલી પર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની જેમ ચડી અને પ્રકૃતિનું દર્શન કર્યું.

બધું નિહાળતાં નિહાળતાં ક્યારે વિદ્યાર્થી પાસે વાચન કરવી લીધું ને શાળાના અભ્યાસ સંદર્ભે ક્યાસ કાઢી લીધો એનો ભાર પણ ના વર્તાયો…

હા. પણ આ બધી સહજતા અને હળવાશ વચ્ચે અને સમયના ટાઇટ શેડ્યુલમાં જેટલું અમારી શાળાએ રોકાયા એટલી મિનિટ બરાબર અમારા દિવસો થાય એમ અમને રિચાર્જ કરી દીધા અને એક્ટિવ કરી દીધા.

અધિકારી પોતે પ્રશ્નો કરીને શાળાના શિક્ષકોને મૂંઝવી મારે આ પહેલા એવા અધિકારી મળ્યા જેમણે સ્ટાફને પૂછ્યું કે તમારે કશું કહેવું છે? તમારે કોઈ પ્રશ્ન છે?

આવી તો કંઈ કેટલીય હકારાત્મક બાબત બની. અત્યાર સુધી જેમને સોશિયલ મીડિયા દ્વારા જોયા હતા તેમને આજે નિકટથી નિહાળીને માન વધુ વધી ગયું.

Praveshotsav GCERT Niyamak Visit in Villages Gujarat Government Primary School

સ્ક્રિન શોટ…

મારી આઠ વર્ષની પ્રાથમિક શિક્ષણ યાત્રામાં મને એટલું સમજાયું કે એ શિક્ષક વિદ્યાર્થીમાં વધુ પ્રિય હોય જે બાળકની નજીક જઈને એની સાથે વાત કરે, એની સમસ્યા જાણે, થઈ શકે એટલી ઉકેલે. બાળક પોતાને પડતી તકલીફો કે થતી ખુશીને શેર કરી શકે એવું વાતાવરણ રચે… બાળકમાં રહેલી સારપને પ્રગટ કરે… બસ, આ આજે અમારી સાથે થયું. બસ, આ જ કેળવણી છે.

સાથે સાથે જ્યારે ‘ પ્રફુલ્લ ‘ શબ્દનો અર્થ જાણ્યો તો થયું કે સાહેબે એના નામને સાર્થક કર્યું છે પોતે ખીલે છે ને આસપાસ સૌને ખીલવાનું વાતાવરણ રચી આપે છે…
( સાર્થ જોડણીકોશ પ્રમાણે )
‘ પ્રફુલ્લ ‘અર્થ :
જેમાં ફૂલ આવ્યાં હોય તેવું, કુસુમિત. (૨) ખીલેલું, વિકસેલું. (૩) (લા.) પ્રસન્ન, આનંદિત.

સાહેબ, ખમ્મા, તમને! કાળિયો ઠાકર તમને સાજા નરવા રાખે…

આલેખન – આનંદ ઠાકર

Praveshotsav GCERT Niyamak Visit in Villages Gujarat Government Primary School

#gcert #praveshotsav #niyamak #Gujarat Government #Primary School

error: Content is protected !!
Exit mobile version