Home EDUCATION Innovation ફાટસરના સરકારી શાળાના બાળકોને સચિવશ્રીનું અનોખું પ્રોત્સાહન

Innovation ફાટસરના સરકારી શાળાના બાળકોને સચિવશ્રીનું અનોખું પ્રોત્સાહન

0

Innovation Gujarat government school fatsar pay center

Innovation  ફાટસરના સરકારી શાળાના બાળકોને સચિવશ્રીનું અનોખું પ્રોત્સાહન

સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ ઉત્સવ ચાલી રહ્યો છે પરંતુ 2017 સમય પહેલા ગીર ગઢડા તાલુકાના ફાટસર ગામની સરકારી પ્રાથમિક શાળામાં ગાંધીનગરથી શ્રી ધિરેનભાઈ શાહ નિવૃત્ત સચિવ અને મેનેજીંગ ડાયરેકટર ડો.આંબેડકર અંત્યોદય ડેવલપમેન્ટ કોર્પોરેશન ,કર્મયોગી ભવન અહીં આવે છે અને સરકારી શાળામાં થતી કામગીર જોઈ અને તેઓ ખૂબ ખુશ થાય છે. એટલું જ નહીં પરંતુ આ શાળાના બાળકોને આર્થિક રીતે પણ સહયોગ આપે છે.

અધિકારી તો ઘણા આવી અને ગયા પણ એક એવા વ્યક્તિ જેમની મારે તમને ઓળખાણ કરાવવી એ છે શ્રી ધિરેનભાઈ શાહ નિવૃત્ત નાયબ સચિવ અને મેનેજીંગ ડાયરેકટર ડો.આંબેડકર અંત્યોદય ડેવલપમેન્ટ કોર્પોરેશન ,કર્મયોગી ભવન ગાંધીનગર.તેમના તરફ થી દર વર્ષ ની જેમ આ ત્રીજા વર્ષે પણ ફાટસર શાળા માં વર્ષ દરમ્યાન શ્રેષ્ઠ દેખાવ કરનારા 3 બાળકો ને પ્રોત્સાહિત રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા.

Innovation Gujarat government school fatsar pay center

આ ઉપરાંત બાળકોને વિધાનસભા બતાવવાની હોય, પ્રવાસનું આયોજન હોય પોતે અંગત રસ લઈને બાળકો માટે હંમેશા સેવાનું કામ કરતા રહ્યા છે.

Innovation Gujarat government school fatsar pay center

જ્યારે ફટસરનો શૈક્ષણિક પ્રવાસ ગયો તો તેમણે અંગત રસ લઈ અને બાળકોને વિધાનસભા ભવન બતાવ્યું. શિક્ષણ મંત્રી સાથે મુલાકાત સાથે મુલાકાત કરાવી જે આ છેવાડાના બાળકો માટે એક મોટી તક હતી.

અધિકારી માત્ર તપાસ અને સૂચનાઓ માટે જ નથી હોતા પરંતુ સહકાર અને પ્રોત્સાહન આપવા માટે હોય છે એ વાત આ સાહેબના વર્તન અને સહકાર પરથી પ્રેરણા લેવા જેવી છે. સાહેબ શ્રી શ્રી ધિરેનભાઈ શાહ અત્યારે નિવૃત્ત છે છતાં સરકારે એમને એક્સ્ટેન્શન આપી ને સેવારત રાખ્યા છે. તેઓ અગાઉ માન.ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાના અધિક અંગત સચિવ તરીકે સેવા બજાવતા હતા.

Innovation Gujarat government school fatsar pay center

ફાટસર પે સેન્ટર શાળાના આચાર્યશ્રી કૌશિકભાઈ લાખણી વિશેષ માહિતી આપતા જણાવે છે સાહેબ એક સારા લેખક અને ચિત્રકાર પણ છે. કલા સાથેનો એમનો આ નાતો છેવાડાની સરકારી શાળા અને વિદ્યાર્થીઓને જોડવામાં કડીરૂપ બન્યો હોય એવું લાગે.

આવા અધિકારીઓની પ્રજાને જરૂર હોય છે તો વિદ્યાર્થી અને પ્રજા પણ એમના માંથી પ્રેરણા લઈ શકે.

Innovation Gujarat government school fatsar pay center

error: Content is protected !!
Exit mobile version