*અર્થગ્રહણ ફકરો: દિવસ – 12*
online language learning gujarati primary school
ધો. ૩ થી ૫ માં આજે વિશેષ *શબ્દરમત* અને ધો. ૬,૭,૮ માટે हिन्दी ભાષા સજ્જતા સિધ્ધ થાય એના માટે વ્યાકરણના એક મુદ્દા આધારિત સમજૂતી અને પ્રશ્નો મૂક્યા છે.
આપેલ લખાણ બરાબર વાંચી અને સમજો. ત્યારબાદ પ્રશ્નને સમજો અને પછી જવાબ લાખો.
આ લખાણની પીડીએફ પણ સૌથી નીચે આપેલી છે, જેના પર ક્લિક કરી ડાઉનલોડ કરી શકાય છે.
ધો. ૩ થી ૫ માટે અર્થગ્રહણ ફકરો –
થોડાક દિવસો પછી સિંહને પકડવા શિકારીઓ જંગલમાં ઘૂસી ગયા. તેણે સિંહને પકડવા જાળ પાથરી. પછી જાળને સૂકા પાંદડાંથી ઢાંકી દીધી. સિંહ ત્યાંથી ચાલવા ગયો. પણ તે શિકારીઓએ પાથરેલી જાળમાં ફસાઈ ગયો. શિકારીઓએ તેને જાળમાં બરાબરનો બાંધીને ઝાડની ડાળીએ લટકાવી દીધો. પછી તેઓ તે સિંહને લઈ જવા માટે એક મોટું પાંજરું લેવા ગયા. સિંહે જાળમાંથી છૂટવાં ઘણાં ફાંફાં માર્યાં પણ કંઈ વળ્યું નહિ! થાકીને સિંહે ગર્જના કરવા માંડી.
પ્રશ્નો –
1. થાકીને સિંહે શું કર્યું?
2. શિકારીએ જાળને કેવી રીતે રાખી હતી?
3. શિકારીઓએ સિંહને ક્યાં રાખ્યો?
4. ‘ લીલાં ‘ શબ્દનો વિરોધાર્થી શબ્દ આ ફકરા માંથી શોધીને લખો.
5. શિકારીઓએ સિંહને શેમાં લઈ જવા ઈચ્છતા હતા?
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆
આજે ધો. ૬,૭,૮ માટે હિન્દી વિષયના વ્યાકરણ તરફ જઈએ. તેમાં વિરામ ચિહ્નો વિશે પહેલાં સમજૂતી મેળવીએ અને પછી એના આધારે હિન્દીના પાઠ્યપુસ્તક માંથી દરેક વિરામચિહ્નો માટે ત્રણ ત્રણ વાક્યો શોધી અને લખો. આ સમજૂતી પણ આપની બુકમાં લખો. આગળ કામ આવશે.
1. पूर्ण विराम (।) – प्रायः सभी प्रकार के वाक्यों के अंत में किया जाता है; जैसे –
अध्यापक छात्रों को पढ़ाते हैं।
माली पौधों की देखभाल करता है।
*****
2. अल्प विराम (,) – वाक्य के मध्य में कम समय तक रुकने के लिए किया जाता है; जैसे –
राम, मोहन, श्याम और उदय यहाँ आएँगे।
नहीं, तुम अभी अंदर नहीं आ सकते हो।
चलो, चलो जल्दी चलो, ट्रेन आ गई है।
*****
3. प्रश्नवाचक चिह्न (?) – इस चिह्न का प्रयोग प्रश्नवाचक वाक्यों के अंत में किया जाता है; जैसे –
सुमन, तुम कब आई?
क्या कहा, वह परिश्रमी है?
वह क्या पढ़ता है, क्या लिखता है, क्या याद करता है, यह मुझसे क्यों पूछ रहे हो?
*******
4. उद्धरण चिह्न (‘…..’, “…”) – इस चिह्न का प्रयोग किसी कथन को मूल रूप में लिखने, पुस्तक या कथन का मूल अंश उद्धृत करने व्यक्ति, पुस्तक, उपनाम आदि के लिए किया है।
इसके दो भेद हैं
(क) इकहरा उद्धारण चिह्न (‘……….’)
इस कविता के रचयिता रामधारी सिंह ‘दिनकर’ हैं।
‘रामचरित मानस’ तुलसीदास की विश्व प्रसिद्ध कृति है।
(ख) दोहरा उद्धारण चिह्न (“………”)
स्व. इंदिरा गांधी ने नारा दिया-“गरीबी हटाओ।”
ग्रेसम का कहना था-“पुराना नोट नए नोट के चलन में बाधक होता है।”
********
विस्मयवाचक चिह्न (!) – इस चिह्न का प्रयोग विस्मय (आश्चर्य), हर्ष, घृणा, शोक आदि मनोभावों को व्यक्त करने के लिए इस चिह्न का प्रयोग किया जाता है; जैसे –
अरे! बरसात होने लगी।
अहा! कितने सुंदर फूल खिले हैं।
हाय! चोरों ने सब कुछ लूट लिया।
**********
સંકલન – https://edumaterial.in
PDF 👇
arthgrahan day12
online language learning gujarati primary school