*અર્થગ્રહણ ફકરો: દિવસ – 8*
online language learning gujarati primary school
આજે ધો. ૩ થી ૫ માં *ગુજરાતી* અને ધો. ૬ થી ૮ માં *ગુજરાતી* ભાષાનો આર્થગ્રહણ નો ફકરો આપેલો છે.
આપેલ લખાણ બરાબર વાંચી અને સમજો. ત્યારબાદ પ્રશ્નને સમજો અને પછી જવાબ લાખો.
આ લખાણની પીડીએફ પણ સૌથી નીચે આપેલી છે, જેના પર ક્લિક કરી ડાઉનલોડ કરી શકાય છે.
અર્થગ્રહણ: વિષય: ગુજરાતી, ધો. ૩ થી ૫ માટે ફકરો…
એક રાજા બીમાર હતો. એણે ઢોલ પીટાવ્યો કે, રાજાને જે સાજા કરી દેશે તેને અરધું રાજપાટ મળશે. સાંભળીને રાજદરબારના બધા વૈદ્ય-પંડિતો ભેગા થયા ને રાજાનો રોગ કેવી રીતે કાઢવો તેનો વિચાર કરવા લાગ્યા. કોઇને કંઇ સૂઝે નહી. અંતે એક પંડિત કહે, “રાજા એક શરતે સાજા થઇ શકે – જો કોઈ સુખી માણસ હાથ લાગે ને એનું પહેરણ ઉતારીને રાજાને પહેરાવે તો રાજા ને સારું થઈ જાય .”
પ્રશ્નો –
1. ‘ બીમાર ‘ શબ્દનો વિરોધાર્થી શબ્દ લખો.
2. રાજાને શું થયું હતું?
3. રાજા બક્ષિસમાં શું આપવાના હતા?
4. ‘ પહેરણ ‘ એટલે શું?
5. ‘ સુખી ‘ શબ્દનો વિરોધાર્થી શબ્દ લખો.
******
અર્થગ્રહણ ફકરો: વિષય: ગુજરાતી, ધો. ૬ થી ૮ માટે…
આપણે ત્યાં તો ઘરમાં જમવાની થાળી સામે આવે ત્યારે ઈશ્વરને હાથ જોડીને એ જમવા માટે આભાર માનવાની પરંપરા છે કે,હે ઈશ્વર તારો આભાર કે, ‘તે અમને અત્યારે આટલું સરસ જમવાનું આપ્યું…’ હવે તમે વિચારો તો ખરેખર તો એ વ્યકતીએ મહેનત કરી, પૈસા કમાયો, એમથી કરિયાણું આવ્યું, એ ઘરના લોકોએ રસોઈ બનાવી અને થાળીમાં આવી..બધા માટે એનો પ્રયત્ન છે, પણ થાળી બનીને સામે આવે છે, ત્યારે એ સઘળા પ્રયત્નો એને ધરી લેવાની વાત છે…તો એ ભોજન પ્રસાદ બની જાય છે.
પ્રશ્નો –
1. આપણે જમતાં પહેલાં શું કરવું જોઈએ?
2. કયું ભોજન પ્રસાદ બને છે?
3. આ ફકરા માંથી અવતરણ ચિહ્ન વાળું એક વાક્ય શોધીને લખો.
4. આ ફકરા અલ્પવિરામ કેટલી જગ્યાએ આવે છે?
5. આ ફકરા માંથી ક્રિયાપદો શોધીને લખો. દા. ત. આવ્યું…
સંકલન – https://edumaterial.in
PDF 👇
arthgrahan day8
અર્થગ્રહણ ફકરાની પ્રેક્ટિસ માટે આગળના દિવસોની લિંક નીચે…
અર્થગ્રહણ ફકરા: દિવસ – 1
અર્થગ્રહણ ફકરા: દિવસ – 2
અર્થગ્રહણ ફકરા: દિવસ – 3
અર્થગ્રહણ ફકરા: દિવસ – 4
અર્થગ્રહણ ફકરા: દિવસ – 5
અર્થગ્રહણ ફકરા: દિવસ – 7
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક: દિવસ – 1
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક: દિવસ – 2
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક: દિવસ – 3
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક દિવસ – 4
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક દિવસ – 5