Home SAMPRAT જાપાન ( Japan ) : યુનાઈટેડ નેશન્સે જેને ‘મહાન શક્તિ’ તરીકે ઓળખાવ્યો...

જાપાન ( Japan ) : યુનાઈટેડ નેશન્સે જેને ‘મહાન શક્તિ’ તરીકે ઓળખાવ્યો એ દેશ વિશે જાણો…

0

Japan is a great power nation Japanese

Contents

જાપાન ( Japan ) : યુનાઈટેડ નેશન્સે જેને ‘મહાન શક્તિ’ તરીકે ઓળખાવ્યો એ દેશ વિનેશન્સેશે જાણો…

બીજા વિશ્વયુદ્ધમાં 1945માં જાપાનના હિરોશીમા અને નાગાસાકી પર અમેરિકા દ્વારા પરમાણુ હુમલો થાય છે. વિશ્વમાં આ ઘટનાએ જબરું ધ્યાન દોર્યું પણ એનાથી વધુ વિશ્વ વધુ અચંબિત થયું જ્યારે સાવ ખતમ થઈ ગયેલું જાપાન માત્ર 10-15 વર્ષમાં વિશ્વને ઉદ્યોગો અને શિક્ષણમાં હંફાવી રહ્યું હતું. કોને રાષ્ટ્રપ્રેમ કહેવાય? શિક્ષણની શું ભૂમિકા હોય દેશને આગળ લાવવામાં? ઉદ્યોગો અને ખેતીની એવી તે કેવી નીતિ અપનાવી કે ભૂકંપ અને જ્વાળામુખીના આ દેશે અપ્રતિમ સિધ્ધિઓ હાંસલ કરી? આજે ય જાપાન સામે જેટલા પડકારો છે અને એની વચ્ચે પણ Electronic અને Robotic science માં કઈ રીતે આગળ છે? આ બધું આગળ વાંચો….

જાપાનનો (Japan) રાષ્ટ્રપ્રેમ…

1945 માં જાપાન પડીભાંગે છે અને તરત 1947 માં એમનું નવું બંધારણ અમલમાં મુકવામાં આવ્યું. શિગેરુ યોશિદા જાપાનના પ્રથમ વડાપ્રધાન બન્યા અને લોકશાહીનો ઉદય થયો. મોટા બિઝનેસ વચ્ચે ગાઢ સહકાર દ્વારા આર્થિક વિકાસને પ્રોત્સાહન આપ્યું.

1952 થી 1955 વચ્ચે તો જાપાન બેઠું થઈ ગયેલું. એના પાયામાં એની રાષ્ટ્રભક્તિ હતી. જેમાં સૌથી અગત્યની બાબત હતી કે એના નિષ્ણાતોએ વિદેશમાં ખાસ કરીને અમેરિકામાં જઈ અને ત્યાંની ટેકનોલોજી અને ઉદ્યોગોને પોતાના દેશમાં અળાઈ આવ્યા. મજૂરોએ આ દસ વર્ષ કામના કલાકો વધુ કરી નાખ્યા. કરકસર યુક્ત જીવન જીવવા માટે પણ લોકો અને સરકારે સાથે મળીને ઝુંબેશ ચલાવી.

વિકાસ માટે શું શું કર્યું થોડાંક મુદ્દામાં સમજીએ…
( જેમાંથી ભારતે આજે પણ ધડો લેવા જેવો છે. )

ઉત્પાદન અને ભારે ઉદ્યોગને પ્રોત્સાહન આપવા અને નિકાસને પ્રોત્સાહન આપવા માટે સફળતાપૂર્વક પ્રયાસ કર્યો.

ટેક્નોલોજી અને ગુણવત્તા પર ભાર મૂક્યો.

લાંબા કામના કલાકો અને સામાન્ય રીતે સાનુકૂળ વૈશ્વિક અર્થતંત્રનો સમાવેશ.

જાપાનીઝ કોર્પોરેશનોએ આજીવન રોજગાર પ્રણાલી દ્વારા વફાદાર અને અનુભવી કર્મચારીઓને સફળતાપૂર્વક જાળવી રાખ્યા , જેણે તેમના કર્મચારીઓને સલામત નોકરીની ખાતરી આપી.

1968 સુધીમાં તે વિશ્વની બીજી સૌથી મોટી મૂડીવાદી અર્થવ્યવસ્થા… Japan

શિક્ષણ, આરોગ્ય, લશ્કર, ટેકનોલોજી, પર્યાવરણ, ઉદ્યોગ અને ખેતી આ ક્ષેત્રોમાં બની શકે એટલું આગળનું વિચારી અને આવનારા વિશ્વ માટે શું કરી શકાય એ રીતે કામ થયું. એમની પાસે 1955 માં 1990 સુધીના માર્કેટનો પ્લાન હતો. અને તમે જુઓ કે 1968 સુધીમાં તે વિશ્વની બીજી સૌથી મોટી મૂડીવાદી અર્થવ્યવસ્થા બની ગઈ હતી.

ઓટોમોબાઈલનું વિશ્વનું સૌથી મોટું ઉત્પાદક અને ઈલેક્ટ્રોનિક્સનું અગ્રણી ઉત્પાદક… Japan

1990 સુધીમાં વસ્તીમાં વધારો થયો. સામાન્ય જાપાની લોકો શ્રીમંત બની ગયા હતા. આ સમયગાળા દરમિયાન, જાપાન ઓટોમોબાઈલનું વિશ્વનું સૌથી મોટું ઉત્પાદક અને ઈલેક્ટ્રોનિક્સનું અગ્રણી ઉત્પાદક બન્યું.

1 ઑક્ટોબર 1964ના રોજ, જાપાનની પ્રથમ હાઇ-સ્પીડ રેલ લાઇનનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેને ટોકાઇડો શિંકનસેન કહેવામાં આવે છે. તે વિશ્વની સૌથી જૂની હાઇ-સ્પીડ રેલ સિસ્ટમ પણ છે.

Toyota, Nissan, Honda, Suzuki, Mazda, Subaru, Mitsubishi, Lexus, જેવી કંપનીઓએ અન્ય રાષ્ટ્રોની ઓટોમોબાઇલ કંપની સાથે ભાગીદારી કરી અને પોતાની નિકાસ અને ટેકનોલોજીના જોરે અર્થ તંત્રને ઊંચું લાવી દીધું.

Sony, Canon, Toshiba, Panasonic, Hitachi, Pioneer, Nikon, Casio… જેવી ઇલેક્ટ્રોનિક કંપનીઓએ પણ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગમાં ગુણવત્તા આપીને મોટું માર્કેટ જમાવ્યું છે.

આ છે એનો રાષ્ટ્રપ્રેમ કે એને ચીનને રોલમોડેલ નથી બનાવ્યું કે ઝડપી વિકાસ ક્વોલિટી નહિ કવોન્ટીટ આપી, એમ નહિ. જાપાને એવું વિચાર્યું કે મારા રાષ્ટ્રની વસ્તુ વાપરનારા લોકો એમ કહેવા જોઈએ કે જાપાનની પ્રોડક્ટ છેને જોવું ન પડે! આ વસ્તુ મેટર કરે છે તમારા સાતત્યપૂર્ણ વિકાસમાં. સત્તા ગમ્મે તે હોય બજાર ટકવી જોઈએ. એ ન ટકી, બહારથી રૂપિયો દેશમાં ન આવ્યો એટલે અર્થતંત્ર ટેકો લઈ જ જવાનું છે.

જાપાનનું શિક્ષણ… Japan

જાપાન ( Japan ) વિશ્વમાં સાક્ષરતા દરમાં 1957 માં 43% ની આસપાસ હતા, જ્યારે 1975 માં એટલે કે 20 વર્ષમાં તેઓ 91% એ પહોંચ્યા અને 2000 સુધીમાં તો 99.9% સાક્ષરતા દર હાંસલ કરી પોતાની 50 વર્ષના સંઘર્ષની સફળતાથી દુનિયાને સફાળી આંખો ચોળતી કરી દીધેલી.

વિષયો…

બસ, ખાલી આ વિષયોના નામ અને વિભાગ વાંચશો એટલે કહેશો કે યાર પછી તો વિકાસ થાય જ ને…

જાપાનનો પ્રાથમિક શાળા અભ્યાસક્રમ ત્રણ મુખ્ય શ્રેણીઓમાં વહેંચાયેલો છે: ફરજિયાત વિષયો, નૈતિક શિક્ષણ અને વિશેષ પ્રવૃત્તિઓ.

ફરજિયાત વિષયો –

જાપાનીઝ ભાષા, જાપાનીઝ સાહિત્ય, ગણિત, સામાજિક અભ્યાસ, વિજ્ઞાન, સંગીત, કલા અને હસ્તકલા અને શારીરિક શિક્ષણ છે. અંગ્રેજી હાલમાં પાંચમા અને છઠ્ઠા ધોરણમાં જરૂરી છે, પરંતુ તે ગ્રેડના વિષય તરીકે નહીં પણ અનૌપચારિક પ્રવૃત્તિઓ દ્વારા શીખવવામાં આવે છે.

નૈતિક શિક્ષણ –

નૈતિક શિક્ષણનો હેતુ વિદ્યાર્થીઓને એકબીજા અને પર્યાવરણનો આદર કરવા, સમાજના નિયમોનો આદર કરવા અને સામાન્ય સ્વ-નિયંત્રણ શીખવાનું શીખવવાનો છે. ટીમ વર્ક અને સહકાર પર ભાર મૂકે છે

વિશેષ પ્રવૃત્તિઓ –

આ ફરજિયાત વિષયો ઉપરાંત, જાપાનીઝ શાળાઓ તેમના શાળાના મધ્યાહન ભોજનના કાર્યક્રમોના ભાગ રૂપે “ખોરાક અને પોષણ શિક્ષણ” પ્રદાન કરે છે, જેને શોકુઇકુ તરીકે ઓળખવામાં આવે છે . બધા વિદ્યાર્થીઓ તેમના વર્ગખંડોમાં એકસાથે શાળા દ્વારા આપવામાં આવેલ લંચ ખાય છે, જે તેઓ તૈયાર કરે છે અને પીરસે છે. ભોજનની તૈયારીના ભાગરૂપે શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે પોષણ અને સ્વસ્થ આહારની ચર્ચા કરે છે. ઉપરાંત તમામ સફાઈ એ વિદ્યાર્થીઓ દ્વારા જ થાય છે.

જાપાને હાઇસ્કૂલ માટે વિજ્ઞાનમાં (STEM વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરો), વૈશ્વિક અભ્યાસ (આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો), અને વ્યવસાયિક અભ્યાસો (વ્યાવસાયિક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરો) “સુપર હાઇસ્કૂલ” પ્રોગ્રામ્સનો સમૂહ બનાવ્યો છે.

જાપાનમાં ખેતી… Japan

જાપાનમાં ખેતી લાયક જમીનની અછત છે માટે ખાણ, મત્સ્ય ઉદ્યોગ, જંગલી પેદાશો, અને આધુનિક પદ્ધતિએ બિનખેતી જમીનમાં ટેકનોલોજીની મદદથી કઈ રીતે પાક લઈ શકાય આ બધી બાબતનો વધુ વિકાસ થયો છે.

ભારત – જાપાન સંબંધો… India – Japan

ભારત જાપાનની મદદનો સૌથી મોટો પ્રાપ્તકર્તા છે. આ વિધાન જ્યારે ODS દ્વારા આપવામાં આવે છે ત્યારે આપણે વિચારવાનું કે 1947 માં ભારતે પણ એકડો ઘુંટવાનો હતો અને જાપાને પણ પ્લસ માઈનસ ઘણા હતા પણ ભારત ત્યારે પ્લસમાં હોવ છતાં વિકાસ ન કરી શક્યું કારણ કે પોલીસીનો અભાવ હતો અને રાષ્ટ્રપ્રેમનો સવાલ હતો અને વિશ્વના કોઈ દેશનો ભારતને વાસ્તવિક ટેકો ન હતો.

જાપાને ભારતમાં ઘણા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ફાયનાન્સ કરવામાં મદદ કરી છે.

જાપાન ભારતીય અર્થતંત્રમાં ત્રીજો સૌથી મોટો રોકાણકાર છે.

જાપાનને ભારતને પરમાણુ રિએક્ટર , ઇંધણ અને ટેકનોલોજી સપ્લાય કરવાનો કરાર કર્યો છે. આ ડીલનો હેતુ ભારતને દક્ષિણ ભારતમાં છ પરમાણુ રિએક્ટર બનાવવામાં મદદ કરવાનો છે, જે 2032 સુધીમાં પરમાણુ ઊર્જા ક્ષમતામાં દસ ગણો વધારો કરશે.

પડકારો વચ્ચે પ્રગતિ…. Japan

જાપાનમાં 111 સક્રિય જ્વાળામુખી છે. વિનાશક ધરતીકંપો, જે ઘણીવાર સુનામીમાં પરિણમે છે, જેના કારણે અનેક વખત તારાજી સર્જાય છે અને આર્થિક, સામાજિક અને પર્યાવરણીય સંકટમાં દેશ ફસાઈ જાય છે.

પર્યાવરણ મંત્રાલયના જણાવ્યા મુજબ, ભારે વરસાદ અને વધતા તાપમાને કૃષિ ઉદ્યોગ અને અન્યત્ર સમસ્યાઓ ઊભી કરી છે.

જાપાનમાં એશિયાના પેસિફિક તટ પર વિસ્તરેલા 6852 ટાપુઓ છે. તે 3000 કિમી ઉત્તરપૂર્વ-દક્ષિણપશ્ચિમમાં ઓખોત્સ્કના સમુદ્રથી પૂર્વ ચાઇના સમુદ્ર સુધી વિસ્તરે છે . દેશના પાંચ મુખ્ય ટાપુઓમાં આ દેશ વહેંચાયેલો છે.

2018ના પર્યાવરણીય પ્રદર્શન સૂચકાંકમાં જાપાન 20મા ક્રમે છે એટલે કે જાપાન વિશ્વમાં કાર્બન ડાયોક્સાઇડનું પાંચમું સૌથી મોટું ઉત્સર્જક છે .

ઉદ્યોગો, ટેકનોલોજી અને સૌથી આગળ વધવાની લાયમાં આ બધા પડકારો તો ભેટમાં મળવાના જ છે, એ સ્વાભાવિક છે.

પણ…. આજે અમેરિકા જેવો જગત જમાદાર દેશ હોય કે ડ્રેગનનો ફૂફડો મારતો ચીન હોય કે વિશ્વનો સૌથી વધુ યુવા વર્ગ ધરાવતો ભારત દેશ હોય : આ બધાએ જાપાનની કેટલીક ટેકનોલોજી અને કેટલાક વિકસિત અને જાપાન દ્વારા પેટર્ન કરેલા સાધનોનું મહોતાજ રહેવું જ પડે છે કારણ કે… ( જો જો હવે લાઈફ લેશન વાક્ય લખું છું… ) સાચા સમયે તેણે સાચી દિશામાં બળ કરી લીધું કે જ્યારે વિશ્વને ભાખોડિયા ભરતા નહોતું આવડતું તે દિ એ લોકો ઝડપી ટ્રેન ચલાવતા હતા! આજે હવે એણે પાંચ દાયકા જે સંઘર્ષ કર્યો એના પર આ દેશે કમાવવાનું છે અને એ કમાણી માંથી જે સાઈડ ઈફેક્ટ થઈ એના પર સંશોધન કરવાનું ને એ ઘાવને રૂઝવાના છે.

ચાલો ત્યારે સતત સંઘર્ષ કરીને શાંતિ અને વિકાસ ઈચ્છતા આ દેશને જાણીને આપણને આપણા જીવનનું ભાથું પણ મળે છે. જાપાને જે હિંમત અને ધીરજ દાખવી છે એ જ એને ‘ મહાન શક્તિ ‘ બનાવે છે.

Japan is a great power nation Japanese

#ShinzoAbe #Japan #UN #America #PMjapan #electronic #robotic #history #JapanHistory #JapanEducation #Nation #japanindia #India #Political #country #JapanFarming #Economy #Growth #Business #Science #JapaneseTechnology #JapanSports

error: Content is protected !!
Exit mobile version