Home SAMPRAT લતાજીને કયા ગીત ગમતાં ને શા માટે?

લતાજીને કયા ગીત ગમતાં ને શા માટે?

0

લતાજીને કયા ગીત ગમતાં ને શા માટે?

આલેખન – દિલીપભાઈ મહેતા ( વડોદરા )

અલવિદા લતાજી : સંગીતના સપ્તસૂર આજે ક્ષુબ્ધ !

========

રહે ના રહે હમ

મહકા કરેંગે

બનકે કલી

બનકે સબા

બાગે વફા મે ….

————–

આજ મુજે લગતા હૈ કી પ્રભુ ! તુમને મુજે જો ભી

દિયા વહ બહુત દિયા, દૂસરોં સે કહીં જ્યાદા દિયા .

અપની કૃપાકી છાયા સે જૈસે મુજે છાંહ દી હૈ ,

વૈસી હી હર એક કલાકાર ઔર

નેક ઈન્સાનો કે ઉપર ભી રખનાં …યહી પ્રાર્થના હૈ.

———

યતિન્દ્ર મિશ્ર લિખિત ‘લતા –સૂર ગાથા’ના અંતિમ પાન પર લતાજીની આ પ્રાર્થના વાંચીને આ સ્વર સામ્રાજ્ઞીના આંતરિક વ્યક્તિત્વનો આપણને પરિચય થાય છે.

યોગાનુંયોગ આજે મહારાજા સયાજીરાવ ( ત્રીજા)ની પણ પુણ્યતિથિ છે.

થોડા વર્ષો પહેલા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પદવીદાન સમારંભના એ મુખ્ય મહેમાન બનેલા, ત્યારે એમને નમન કરવાની તક અમને મળેલી. લતાજીનું એ છેલ્લું દર્શન.

લતાજી ખૂબ સરળ હતા.

એક અનુભવ share કરું તો લતાજી અમારા ‘ફિલિંગ્સ’ મેગેઝીનના તંત્રી અતુલ શાહ સાથે ઘણી વાર ફોન પર વાત કરતાં. .

હિન્દી સિનેમાની શતાબ્દી પ્રસંગે અમે જ્યારે ‘ફિલિંગ્સ’ મેગેઝીનનો વિશેષાંક તૈયાર કરી રહ્યા હતા ત્યારે ફિલિંગ્સ મેગેઝીનના ડિરેક્ટર દિપ્તી દેવનાથે પણ લતાજી સાથે લગભગ 15 -20 મિનિટ્સ વાતો કરેલી.

અમે સૌ આ સંવાદ સાંભળી આશ્ચર્ય ચકિત થઈ ગયેલા.

એમના વિષે તો ઘણું બધુ કહી શકાય , પરંતુ આજે યતિન્દ્ર એ પૂછેલા કેટલાક પ્રશ્નો જેમાં લતાજીને ફક્ત એક જ ગીતનું ઉદાહરણ આપવાની શરત હતી, એવા પ્રશ્નો રજૂ કરું છું.

——–

સૌથી પ્રિય ભજન : પ્રભુ તેરો નામ જો ધ્યાએ ફલ પાએ ( હમ દોનો)

હાઇ પિચ –ઊંચા સ્વરનું અતિ પ્રિય ગીત : અજી રૂઠકર અબ કહાં જાઈએગા ( આરજૂ )

મનપસંદ લોરી : આ જા રે નિંદિયા તું ( દો -બીઘા જમીન)

હ્રદયનીસૌથી નજીક હોય એવું શાસ્ત્રીય આધારિત કોઈ ગીત : મનમોહના બડે જૂઠે હાર કે હાર નહીં માને ( સીમા)

એવું જ હ્રદયની નજીક કોઈ લોકસંગીતની છાયા લઈને વિકસેલું ગીત : ઢૂંઢો ઢૂંઢો રે સાજના( ગંગા –જમુના)

કોઈ ફિલ્મનુ પસંદગીનું શીર્ષક ગીત : ગુમનામ હૈ કોઈ ( ગુમનામ )

ઓફ બીટ ગીતનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ : રાતોકે સાયે ઘને( અન્નદાતા )

માનીતું હોળી ગીત : તન રંગ લો આજ મન રંગ લો ( કોહિનૂર)

મુજરા ગીતો માંથી એક સુંદર ઉદાહરણ : જા મૈ તો સે નહીં બોલું ( સૌતેલા ભાઈ )

સૌથી આકર્ષક નૃત્ય ગીત : પ્યાર કિયા તો ડરના ક્યાં( મોગલ- એ- આઝમ )

સમૂહ ગીત : રમૈયા વસ્તાવૈયા ( શ્રી 420)

દર્દ ભરેલું ગીત : એ દિલે નાદાં,આરઝુ ક્યાં હૈ ( રજિયા સુલ્તાન )

સૌથી મહત્વ પૂર્ણ કવ્વાલી : કભી એ હકીકત –એ – મુન્તજિર નજર આ લિબાસ –એ – મજાજ મે ( દુલ્હન એક રાતકી)

પ્રિય રહસ્ય પ્રધાન ગીત ( આયેગા આયેગા આનેવાલા ( મહલ )

સૌથી મજાનું કોમેડી ગીત : કિશોર કુમાર સાથે વો ઈક નિગાહ ક્યાં મિલી ( હાફ ટિકિટ )

દેશ ભક્તિ ગીત : એ મેરે વતન કે લોગો :

બેસ્ટ કેબરે ડાન્સ ગીત : આ જાને જા , મેરે યહ હુષ્ન જવાં ( ઇંતકામ)

બાળકો માટે ગાયેલું ગીત : એક દો તીન ચાર , ભૈયા બનો હોશિયાર ( સંતજ્ઞાનેશ્વર )

એવી કઈ ફિલ્મ છે જેના બધા જ ગીતો, ખાસ તમે ગાયેલા જે આપને હંમેશા સારા લાગ્યા છે ? અથવા આ વાત ને એવી રીતે પણ કહી શકાય કે સંગીત અને એમાં થયેલી કલાકારીને ધ્યાનમાં રાખીને કઈ ફિલ્મ ના બધા જ ગીતો આપને સંપૂર્ણતાની નજીક લાગેલા છે.

લતાજી : જો એક જ ફિલ્મ પસંદ કરવાની હોય તો કદાચ હું સલિલ ચૌધરી ના સંગીત નિયોજન વાળી ફિલ્મ ‘પરખ’ પસંદ કરીશ. જેના ચારેય ગીતો સારા છે, જેમાં અલગ અલગ શાસ્ત્રીય સંગીત , દેશી –વિદેશી પ્રભાવ યુક્ત બંદીશો મળશે.

એવી એક ફિલ્મ જેમાં આપે નથી ગાયું, પરંતુ , સંગીત અને ગીતોને લીધે આપને એ ગીતો ખૂબ ગમેલા, એ પણ બીજા ગાયકોની પ્રસ્તુતિના સંદર્ભમાં

લતાજી : જો એવી કોઈ ફિલ્મ પસંદ કરવાની હોય તો હું રાહુલ દેવ બર્મનની ‘તીસરી મંજિલ’ જ પસંદ કરું. આ ફિલ્મના ગીતો માટે આશા અને રફી સાહેબની જેટલી તારીફ કરીએ એટલી ઓછી છે.

આપે ન ગાયેલી હોય છતાં હ્રદયસ્પર્શી લાગી હોય એવી કોઈ કવાલ્લી?

લતાજી : એક ખૂબ જૂની કવાલ્લી યાદ આવે છે . આહે ન ભરે , શિકવે ન કિયે ( નુરજહાં-જોહરા બાઈ અને કલ્યાણી એ ગાયેલી ) ફિલ્મ ‘જિનત’ માટે. શંકર શંભુ ની કવાલ્લીઑ મને ખૂબ ગમેલી છે.

એવું કોઈ ગીત જે ગાતી વખતે આપને આધ્યાત્મિક સુખની અનુભૂતિ થઈ હોય કે પછી સાત્વિક રીતે આપ કોઈ આધ્યાત્મિક અંશ નજીક પહોંચીને પાછા ફર્યા હોય ?

એવા બહુ જ થોડા ગીતો છે , પરંતુ સૌથી વધુ પ્રિય એ ગીત છે જે ગાયા પછી હું મારી સુધ –બુધ ખોઈ બેઠેલી. પંડિત નરેન્દ્ર શર્માજીએ લખેલું ગીત “સત્યમ શિવમ સુંદરમ” ( આ ગીત વિષે પ્યારેલાલ જીએ પણ એક ઇન્ટરવ્યુમાં કહેલું કે બધા સાજિંદા પણ રેકોર્ડિંગ પછી સુન મૂન થઈ ગયેલા) આ ગીત જ્યારે પણ સાંભળું કે ગાવાનું બને ત્યારે ભારતીય હોવાનો ગર્વ થાય છે , એમાં પણ જ્યારે રામ અવધ મે કાશીમે શિવ શ્યામા વૃંદા વનમે / દયા કરો પ્રભુ દેખું ઇનકો ઘર ઘર કે આંગનમે’ આવે ત્યારે કોઈ અદભૂત રોમાંચ થાય છે. પંડિતજી એ આ ગીતને એટલી સાર્થક ઊંચાઈ બક્ષી છે કે આ એક ભજન ન રહેતા વિશેષ અર્થોમાં રચાયેલું એક ગીત કહી શકાય તેમ છે.

——

મિત્રો , આવા અનેક પ્રશ્નો /માહિતીઓ અને સંદર્ભોથી ભરેલું પુસ્તક ખરેખર સૌ સંગીત પ્રેમીઓએ વાંચવા –વસાવવા જેવુ છે.

લતાજી હવે દેહ રૂપે નથી , પરંતુ એમનો મધુર સ્વર સહસ્ત્ર શતાબ્દી સુધી ગુંજતો રહેશે.

લતાજીને શતશત વંદન!

આલેખન – દિલીપભાઈ મહેતા ( વડોદરા )

error: Content is protected !!
Exit mobile version