Home SAMPRAT Cricket ગુજરાતના આ યુવાનને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે પ્રેક્ટિસ વખતે શા માટે...

Cricket ગુજરાતના આ યુવાનને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે પ્રેક્ટિસ વખતે શા માટે બોલાવ્યો?

0

Cricket Mahesh Pithiya indian bowler Australia team bowling

Contents

ગુજરાતના આ યુવાનને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમે પ્રેક્ટિસ વખતે શા માટે બોલાવ્યો?

જાણો, ગુજરાતના એક યુવાનની કુશળતા વિશે…

આલેખન – દિલીપકુમાર મહેતા
( લેખક વડોદરાના વરિષ્ઠ પત્રકાર છે. )

Cricket Mahesh Pithiya indian bowler Australia team bowling

મહેશ પીઠીયા : મેં ઘણીવાર સ્ટીવ સ્મિથને આઉટ કરેલ છે.

=====
ટીમ ઓસ્ટ્રેલિયાએ મહેશને પ્રેક્ટીસ બોલર તરીકે કેમ બોલાવ્યો ?
———-
નરેન્દ્ર મોદી સ્ટેડીયમ પર હવે ઇન્ડિયા-ઓસ્ટ્રેલીયાની ટીમ ‘મેદાન –એ – જંગ’ માટે તૈયાર છે, ત્યારે વડોદરાના રણજી પ્લેયર, ઓલ રાઉન્ડર મહેશ પીઠીયા હાલ ઉત્સાહના આસમાને છે.

છેલ્લા ત્રણ –ચાર સપ્તાહથી ઓસ્ટ્રેલીયન પ્લેયર્સ સાથે પ્રેક્ટીસ કરતા આપણા આ આશાસ્પદ ખેલાડી વિષે થોડુક જાણવા જેવું છે.

રણજી ખેલાડીની ટીમ ઓસ્ટ્રેલીયાએ મદદ લીધી…

ટીમ ઓસ્ટ્રેલીયાના બેટ્સમેન જેની બોલિંગ એક્શનને પારખવામાં નિષ્ફળ ગયા છે, અને થાકી ગયા છે એવા આપણા રવિચંદ્રન અશ્વિન (R.ASHWIN)ની બોલિંગ જેવી જ બોલિંગ કરનારા વડોદરાના એક રણજી ખેલાડીની ટીમ ઓસ્ટ્રેલીયાએ મદદ લીધી છે.

૨૦૧૬માં ક્રિકેટમાં ડેબ્યુ…

અશ્વિનની બોલિંગ જેવી જ બોલિંગ એક્શન ધરાવતા આ રણજી પ્લેયરે ૨૦૧૬માં જ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કરેલું છે.

ફેબ્રુઆરી ની નવમી તારીખે બંને દેશો વચ્ચે સીરીઝ શરુ થવાની હતી ત્યારે જ બેંગલોરથી મહેશ પર ઓસ્ટ્રેલીયન ટીમના મેનેજર નો ફોન આવે છે. મહેશને પ્રેક્ટીસ બોલર તરીકે જોડાવાનું નિમંત્રણ મળે છે.

મહેશનો વિડીયો જોઇને….

સોશિયલ મીડિયા પરથી મળેલો મહેશનો વિડીયો જોઇને ઓશિટીમ મેનેજમેન્ટ મહેશની બોલિંગ એક્શન થી ખુબ પ્રભાવિત થાય છે. અશ્વિનના જાદુને ઓળખી કાઢવાની કવાયત રૂપે મહેશને ત્યાં બોલાવવામાં આવે છે. બસ, ત્યારથી મહેશ પીઠીયા આ ટીમ સાથે જ છે, અને ટીમની સાથે જ એક જ હોટેલમાં રહે છે. આવી એક સોનેરી તક મળવા માટે મહેશ ખુદને ભાગ્યશાળી સમજે છે.

જુનાગઢનાવતની…

જુનાગઢનાવતની ૨૧ વર્ષીય મહેશ એક ખેત મજુરના પુત્ર છે. મહેશની પ્રતિભાથી પ્રભાવિત થયેલા પોરબંદરના એક કોચે એને વડોદરા જવાની અને ક્રિકેટ એકેડેમીમાં દાખલ થવાની સલાહ આપી અને ૨૦૧૪માં મહેશ વડોદરા આવી ગયો. વડોદરાની એની ક્રિકેટ જર્ની વિષે મહેશ કહે છે કે “ વડોદરા આવીને મેં મોતીબાગ ક્રિકેટ ક્લબ જોઈન કરી. મોતીબાગ ક્રિકેટ ક્લબે મને ખુબ મદદ કરી છે. મારી પાસે તો શુઝ ખરીદવાના પૈસા પણ નહોતા.

ચાની લારીમાં નોકરી….

૨૦૧૬માં અમારી આર્થીક સ્થિતિ ખુબ જ નબળી હતી , એટલે મેં ફતેગંજમાં એક ચાની લારીમાં નોકરી સ્વીકારી જ્યાં મેં લગભગ અગિયાર મહિના કામ કર્યું. દિવસે હું ક્રિકેટ રમતો અને રાત્રે ચા વેચતો”. મહેશ જરાક લાગણીવશ થઈને બોલે છે કે “કોઈ કોઈ વાર મને એવું પણ લાગી આવતું કે મારી સાથે જ આવું કેમ થાય છે?”બીજા ખેલાડીઓની લાઇફ મને સરળ દેખાતી હતી. એમને મેદાન પર મુકવા માટે કાં તો એમના ડ્રાઇવર અથવા સ્વયં એમના વાલીઆવતા હતા. મને ખબર જ હતી કે જો મહેનત નહિ કરું તો કંઈ જ મળવાનું નથી. મને મારી ક્ષમતા નો પૂરો પરિચય હતો જ અને લાગતું જ હતું કે મારી મહેનત કોઈ દિવસે રંગ લાવશે. એક વાર મને મેચ ફી મળવાની શરૂઆત થઇ ચુકી પછી મેં મારા પિતાજીને કહી દીધું કે હવે એને મજુરી કરવાની જરૂર નથી”

સ્ટીવે મારી બોલિંગની પ્રસંશા….

મહેશ કહે છે કે “જો કે મેં થોડીક રણજી મેચો રમેલી છે,અને જેમાં એમાં એક અડધી સદીના સ્કોર સાથે પ્રમાણમાં સારો દેખાવ પણ કરેલો છે, છતાંપણ મને જયારે ખબર પડી કે ઓસ્ટ્રેલીયા ટીમ ને ‘નેટ બોલર’ તરીકે મારી જરૂર છે, ત્યારે મને ખુબ જ આશ્ચર્ય થયેલું. હું બહુ નર્વસ નહોતો. દુનિયાના એક સારા ખેલાડી સ્ટીવ સ્મિથ સાથે બોલિંગ કરવાની ચેલેન્જ મેં ઉપાડી લીધી.અરે , એને મેં ઘણીવાર આઉટ પણ કરી દીધો! સ્ટીવે મારી બોલિંગની પ્રસંશા કરી અને એને લીધે મારો આત્મ વિશ્વાસ ખુબ વધી ગયો. ઘણા બધા લોકો મને પછે કે એ ખેલાડીઓ સાથે તારો ફોટો છે કે કેમ , પરંતુ હું ખુબ નમ્રતા પૂર્વક કહું છું કે હજુ સુધી ટીમ ઓસ્ટ્રેલીયાના એક પણ ખેલાડી સાથે મેં સેલ્ફી કે ફોટો લીધેલો નથી.અશ્વિન સાથે અથવા ધોની સાથે જ મારે પહેલ વહેલો ફોટો લેવો છે. હું નાગપુર જવાનો છું , અને ત્યાં કદાચ મને અશ્વિનને મળવાની તક મળે. મને આશા છે કે અશ્વિન મને ત્યાં મળશે. મેં ૨૦૧૩માં એની બોલિંગ જોઈ અને તત્કાલ મને ખ્યાલ આવી ગયો કે મારી અને એની બોલીંગમાં ઘણી સમાનતા છે.

Cricket Mahesh Pithiya indian bowler Australia team bowling

Mahesh Pithiya મહેશ પીઠીયા…

હકીકતમાં , તો જે જે લોકોએ મારી બોલિંગ જોઈ છે એ બધા મને અશ્વિન જ કહે છે”.
મહેશનો પ્રેરણાસ્ત્રોત એનો મોટોભાઈ દિનેશ છે, અને એના સપોર્ટ ને લીધે જ એ વડોદરા સુધી આવી શક્યો. બેસ્ટ લક , મહેશ પીઠીયા ! ઓસ્ટ્રેલીયન ટીમના ખેલાડીઓ દુનિયાભરના ક્રિકેટ ખેલાડીઓની રમત નિહાળવા માટે જે તનતોડ મહેનત કરે છે ઓ પરિચય મને ૨૦૧૯માં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ના વિવિધ વિભાગો ની મુલાકાત વખતે થયો હતો. મહેશને શોધી કાઢવા બદલ ઓસ્ટ્રેલીયાટીમને દાદ તો આપવી જ પડે .

We are – SAHAJ SAHITY
special thanks…

Written by DILIP MEHTA , VADODARA

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..
https://www.facebook.com/sahajsahity/

Website
https://edumaterial.in/

YouTube
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

 

error: Content is protected !!
Exit mobile version