HomeEDUMATERIALGujarati rudhiprayog std. 7 sem 2 with meaning and sentence

Gujarati rudhiprayog std. 7 sem 2 with meaning and sentence

- Advertisement -

Gujarati rudhiprayog std. 7 sem 2

Gujarati texbook sem 2 std. 7 rudhiprayog with meaning and sentence

રૂઢિપ્રયોગ: અર્થ અને વાકય સાથે, ધો. 7 ગુજરાતી સત્ર – 2

Gujarati rudhiprayog std. 7 sem 2

નમસ્કાર, બાળમિત્રો,

- Advertisement -

 

અહીં ધો.૭  વિષય – ગુજરતી બીજા સત્રના પાઠ્યપુસ્તકમાં આવેલા તમામ રૂઢિપ્રયોગ, તેના અર્થ સાથે આપેલાં છે. અહીં તેનો તમામનો વાક્યમાં પ્રયોગ પણ આપેલો છો. આ ઉદાહરણ રૂપે આપેલા વાક્ય પ્રયોગ આધારે આપ પણ એના જેવું બીજું વાક્ય બનાવો જેમાં રૂઢિપ્રયોગનો સમાવેશ થઈ જતો હોય. 

Gujarati rudhiprayog std. 7 sem 2

સંકલનhttps://edumaterial.in/

 

- Advertisement -

શિક્ષક મિત્રો, 

સરકારશ્રીના અધ્યયન નિષ્પત્તિમાં પણ આ મુદ્દાનો સમાવેશ થઈ જાય છે. માટે વિદ્યાર્થીઓ માટે ઘણું ઉપયોગી સાબિત થઇ શકે એમ છે. નીચે PDF download માટે મુકેલી છે. 

 

રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો…

Gujarati rudhiprayog std. 7 sem 2

- Advertisement -

૧. રૂઢિપ્રયોગ – ખૂંટો બેસાડવો 

અર્થ – પાયો નાખવો.

વાક્ય – અંગ્રેજોએ સુરતમાં પોતાની સત્તાનો ખૂંટો બેસાડ્યો.

વાક્ય – ……………………………………

 

૨. રૂઢિપ્રયોગ –  પાકે પાયે કરવું 

અર્થ – નક્કી કરવું

વાક્ય – લેખકે બૂટ લેવાનું દુદા મામા પાસે પાકે પાયે કરી લીધું. 

વાક્ય – ……………………………………

 

૩. રૂઢિપ્રયોગ – રૂંવાડા બેઠાં થવાં

અર્થ – બીક, હરખ કે આશ્ચર્યના કારણે શરીર પરના વાળ ઊભા થવા. 

વાક્ય – સિંહ અને મગરનું યુદ્ધ જોઈ અને ગામ લોકોના રૂંવાડા બેઠાં થઈ ગયાં હતાં.

વાક્ય – ……………………………………

 

૪. રૂઢિપ્રયોગ – ખાતર પડવું

અર્થ – ચોરી થવી.

વાક્ય – અમારા વિસ્તારમાં આજે ખાતર પાડવા ચોર આવ્યા હતા.

વાક્ય – ……………………………………

 

૫. રૂઢિપ્રયોગ – સંચળ થવો.

અર્થ – અવાજ થવો.

વાક્ય – રાતની શાંતિમાં કંઇક સંચળ થતાં દાદા ઉઠી ગયા.

વાક્ય – ……………………………………

 

૬. રૂઢિપ્રયોગ – કારી ન ફાવી 

અર્થ – યુક્તિ સફળ ન થવી.

વાક્ય – સિંહની પકડ એવી હતી કે મગરની બચવાની કોઈ કારી ન ફાવી.

વાક્ય – ……………………………………

 

૭. રૂઢિપ્રયોગ – જીવ સટોસટનો જંગ ખેલવો.

અર્થ – જીવન મરણની લડાઈ કરવી.

Also Read::   NSDL-NPS Account Is Not Open or Problem In AC List For All District

વાક્ય – સરહદ પર સૈનિકો દુશ્મનો સામે જીવ સટોસટનો જંગ ખેલી રહ્યા હતા. 

વાક્ય – ……………………………………

 

૮. રૂઢિપ્રયોગ – જાનની બાજી લગાવવી

અર્થ – જાન જોખમમાં મૂકીને કામ કરવું.

વાક્ય – મોતી મેળવવા મરજીવા દરિયામાં જાનની બાજી લગાવી દે છે. 

વાક્ય – ……………………………………

 

૯. રૂઢિપ્રયોગ – લક્ષ્મીની છોળો ઉછળવી

અર્થ – પુષ્કળ પ્રમાણમાં ધન હોવું.

વાક્ય – નગર શેઠને ત્યાં લક્ષ્મીની છોળો ઉછળતી હતી.

વાક્ય – ……………………………………

 

૧૦. રૂઢિપ્રયોગ – ઝીણા જીવના હોવું.

અર્થ – કરકસરિયા હોવું.

વાક્ય – સારી આવક હોવા છતાં મારા મિત્રના પિતા ઝીણા જીવના હતા. 

વાક્ય – ……………………………………

 

૧૧. રૂઢિપ્રયોગ – વાતમાં મર્મ હોવો.

અર્થ – વાતમાં રહસ્ય હોવું.

વાક્ય – શેઠની વાતનો મર્મ કોઈ સમજી શક્યું નહિ.

વાક્ય – ……………………………………

 

૧૨. રૂઢિપ્રયોગ – કણ માંથી મણ થવું.

અર્થ – થોડાં માંથી વધારે થવું.

વાક્ય – દીકરો નોકરીએ લાગ્યો છે એટલે હવે કણ માંથી મણ થતાં વાર નહિ લાગે. 

વાક્ય – ……………………………………

 

૧૩. રૂઢિપ્રયોગ – વાત માંડીને કહેવી.

અર્થ – વાત વિગતવાર કહેવી.

વાક્ય – ફિલ્મ જોઈ આવેલા મિત્રોએ ફિલ્મની વાત માંડીને કહી. 

વાક્ય – ……………………………………

 

૧૪. રૂઢિપ્રયોગ – જીવ પરોવી દેવો.

અર્થ – એક ચિત્ત થઈ જવું.

વાક્ય – પરીક્ષા આવતી હોવાથી વિદ્યાર્થીઓએ ભણવામાં જીવ પરોવી દીધો. 

વાક્ય – ……………………………………

 

૧૫. રૂઢિપ્રયોગ – આઘાત છવાઈ જવો.

અર્થ – દુઃખની તીવ્ર લાગણી થવી.

વાક્ય – બે હજારની નોટનું બંડલ ઉંદર કાતરી જવાથી ઘરમાં આઘાત છવાઈ ગયો.

વાક્ય – ……………………………………

 

૧૬. રૂઢિપ્રયોગ – વેતરણમાં પડવું.

અર્થ – જોઈતી ગોઠવણ કરવી.

વાક્ય – જાનને જમાડવા સૌ વેતરણમાં પડી ગયા. 

વાક્ય – ……………………………………

 

૧૭. રૂઢિપ્રયોગ – દુકાળમાં અધિકમાસ.

અર્થ – ખરાબ વખતમાં વળી વધારો થવો. 

વાક્ય – ઘરની લોનમાં અડધો પગાર કપાઈ જાય એમાં પગાર મોડો થતાં જાણે દુકાળમાં અધિકમાસ જેવું લાગ્યું. 

વાક્ય – ……………………………………

Also Read::   Gandhinagar Anganwadi Bharti Jaherat 2020 @ e-hrms.gujarat.gov.in

 

૧૮. રૂઢિપ્રયોગ – જનસેવામાં જ પ્રભુસેવા.

અર્થ – માનવની સેવા એ જ સાચી પ્રભુ ભક્તિ.

વાક્ય – પૂ. મોટાએ જનસેવામાં જ પ્રભુસેવા જાણી હતી. 

વાક્ય – ……………………………………

 

૧૯. રૂઢિપ્રયોગ – ઝાઝા હાથ રળિયામણા

અર્થ – સંપ અને સહકારથી થતાં કામમાં ધરી સફળતા મળે છે. 

વાક્ય – ખેતરના કામમાં તો ઝાઝા હાથ રળિયામણા.

વાક્ય – ……………………………………

 

૨૦. રૂઢિપ્રયોગ – નસીબ આડેનું પાંદડું ફરવું.

અર્થ – માઠા દિવસો દૂર થવા, સારો સમય શરૂ થવો.

વાક્ય – વેપાર સારો ચાલવાથી નસીબ આડેનું પાંદડું ફરી ગયું.

વાક્ય – ……………………………………

 

૨૧. રૂઢિપ્રયોગ – દૂધમાં સાકરની જેમ ભળી જવું. 

અર્થ – સારી પેઠે હળીભળી જવું.

વાક્ય – ભારતમાં અન્ય ધર્મો દૂધમાં સાકરની જેમ ભળી ગયા.

વાક્ય – ……………………………………

 

૨૨. રૂઢિપ્રયોગ – જીવ રેડી દેવો.

અર્થ – મન પરોવીને કામ કરવું.

વાક્ય – પિતાનું સપનું સાકાર કરવા દીકરીએ જીવ રેડી દીધો. 

વાક્ય – ……………………………………

 

૨૩. રૂઢિપ્રયોગ – રાજીના રેડ થઈ જવું.

અર્થ – ખૂબ જ પ્રસન્ન થઈ જવું. 

વાક્ય – નિબંધ લેખનમાં જિલ્લા કક્ષાએ પ્રથમ આવતા વિદ્યાર્થી રાજીના રેડ થઈ ગયા.

વાક્ય – ……………………………………

 

૨૪. રૂઢિપ્રયોગ – હળવાફૂલ થઈ જવું.

અર્થ – હળવાશ અનુભવી.

વાક્ય – પરીક્ષા પૂરી થઈ જવાથી વિદ્યાર્થીઓ હળવાફૂલ થઈ ગયા. 

વાક્ય – ……………………………………

 

૨૫. રૂઢિપ્રયોગ – ગળગળા થઈ જવું.

અર્થ – લાગણીથી હૈયું ભરાઈ જવું.

વાક્ય – ઘણાં વર્ષે બે મિત્રો મળવાથી ગળગળા થઈ ગયા. 

વાક્ય – ……………………………………

 

સંકલન – https://edumaterial.in/

PDF download 👇

Gujarati rudhiprayog std. 7 sem 2

આ અને આવું અન્ય શૈક્ષણિક સાહિત્ય. બાળ ઉપયોગી, અભ્યાસ સામગ્રી મેળવવા અમારી વેબસાઇટ પર મુલાકાત લેતા રહો. 

સંકલન – https://edumaterial.in/

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!