Home SAHAJ SAHITYA Bodhkatha લોકો બે જ કારણથી ભેગા થાય છે…

Bodhkatha લોકો બે જ કારણથી ભેગા થાય છે…

0

Bodhkatha motivational Story money good thoughts

Bodhkatha લોકો બે જ કારણથી ભેગા થાય છે…

Bodhkatha motivational Story money good thoughts
Bodhkatha motivational Story money good thoughts

એક નદી છે. એના એક કાંઠે એક ગામ અને બીજા કાંઠે બીજું ગામ. એ બે ગામનો જોડતો એક પૂલ. હવે બન્યું એવું કે એક વાર એ પૂલમાં ગાબડું પડ્યું. પણ એ ગાબડાને કોણ રીપેર કરાવે. એક ગામ બીજા ગામને કહે: તમારી જવાબદારી. અમારે એની સાથે કોઈ સંબંધ નથી. બીજું ગામ પહેલા ગામને કહે: ના, તમારી જવાબદારી. બેય ગામ એકબીજાને માથે જવાબદારી નાખવા લાગ્યાં.

એક વાર એક ગામથી બીજે ગામ જતો માણસ એ ગાબડામાં પડી ગયો અને એનો પગ ભાંગી ગયો. બન્ને ગામવાળા એ જગ્યાએ ભેગા થયા ને એને પૂછવા લાગ્યા: તું કયા ગામથી કયા ગામ ભણી જઈ રહેલો. હવે એને એટલું બધું વાગેલું કે એને એ પણ યાદ ન’તું રહ્યું. હવે એનો પગ ભાંગી ગયો એ માટે કોણ જવાબદાર?

એક વાર એક પ્રવાસી એની ગાડી (મૂળમાં carriage) લઈને એ પૂલ પરથી પસાર થતો હતો અને એની ગાડી પેલા ગાબડામાં ફસાઈ ગઈ. એને કારણે એની એક્સલ તૂટી ગઈ. હવે એના માટે કોણ જવાબદાર? પેલી ગાડીવાળાએ કહ્યું કે જે જવાબદાર હોય તે પણ એ વાત પછી. મારે તો આ ગાબડું ખરીદવું છે. હું મોં માગ્યા પૈસા આપીશ. કોણ વેચશે આ ગાબડું? એ સાંભળતાં જ બન્ને ગામોએ દાવો કર્યો કે એ તો અમારું ગાબડું. પેલો કહે: સાબિત કરો. પછી બેય ગામના વડીલો ભેગા થયા. પણ કોઈ ઉકેલ ન આવ્યો. આખરે પેલા માણસે કહ્યું કે જે આ ગાબડું રીપેર કરે એ એનો માલિક. હું એની પાસેથી ગાબડું ખરીદીશ.

પછી બન્ને ગામવાળા વળગી લાગ્યા ને એમણે ગાબડું પૂરી દીધું.પછી બન્ને ગયા પેલા પ્રવાસી પાસે. કહે: ચાલો, ગાબડું રીપેર થઈ ગયું છે. ખરીદી લો હે. પેલો માણસ કહે: ચાલો, મને ગાબડું બતાવો. ગામલોકો કહે: ગાબડું તો પૂરી દીધું. પ્રવાસી કહે: પણ ગાબડું હોય જ નહીં તો હું ખરીદું કઈ રીતે? એમ કહી એ એની ગાડી લઈને નીકળી ગયો.

પછી બન્ને ગામવાળા ભેગા થયા. કહે:ચાલો રોકો અને એને બરાબરનો પાઠ ભણાવો. એ આપણને સમજે છે શું? અને એને મારવા માટે ગામલોકો એક થઈ ગયા.

આ છે પોલીશ લેખક સ્તાવોમિર મ્રોઝેકની એક બોધકથા. લોકો બે જ કારણથી એક થાય છે: પૈસા લેવા અને બીજાને મારવા.

( હજી બીજું ઘણું બધું વાંચી શકાય એમ છે. હું તમારા પર છોડું છું. – બાસુ )

મૂળ લેખક – સ્તાવોમિર મ્રોઝેક

( Sławomir Mrożek (29 જૂન 1930 – 15 ઓગસ્ટ 2013) પોલિશ નાટ્યકાર, લેખક અને કાર્ટૂનિસ્ટ હતા. શ્રી મ્રોઝેક, રૂપકાત્મક નાટકો માટે જાણીતા હતા. )

અનુવાદ અને રજૂઆત – બાબુ સુથાર

( બાબુ સુથાર સાહેબ, પેંસિવેલિયામાં પ્રાધ્યાપક હતા. ભાષાના વિદ્યાર્થીને વિવેચક છે. વાર્તાકાર અને વિચારક છે. એમનું વાચન બહુ વિશાળ અને વિશ્વસાહિત્યનું છે. ‘ SAHAJ SAHITY PORTAL ‘ માટે આ કથા ઉપલબ્ધ કરાવવા માટે અમારી ટીમ એમની આભારી છે. )

Bodhkatha motivational Story money good thoughts

#Bodhkatha #motivational #Story #money #good #thoughts

અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇

Facebook page..
https://www.facebook.com/sahajsahity/

Instagram…

https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=

YouTube
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ

error: Content is protected !!
Exit mobile version