માત્ર નવ વર્ષની ઉંમરે ઘરની જવાબદારી: આજે વિશ્વમાં મહાન નામ
Birju maharaj life indian classical dancer
ગત મોડી રાત્રે કથક સમ્રાટ અનેક નામી અનામી નૃત્યકારોના ગુરુ અને ભારતીય નૃત્યના ગૌરવ સમા ઉત્તુંગ શિખર એવા બિરજુ મહારાજે નાદુરસ્ત તબિયત અને હૃદયરોગના હુમલાને કારણે સદાને માટે વિદાય લીધી. તેઓ ૮૩ વર્ષના હતા.
Birju maharaj life indian classical dancer
ભારતના આ ગૌરવ સમાન મહાન વ્યક્તિ વિશે આજે જાણી અને એમને સાચા અર્થમાં અંજલિ આપીએ….
Birju maharaj indian classical dancer
બિરજુ મહારાજનું પૂરું નામ બ્રિજમોહન નાથ મિશ્રા મહારાજ છે. તેમનો જન્મ 4 ફેબ્રુઆરી 1938, હંડિયા તહસીલ માં થયો હતો. એમના પિતા નું નામ અચ્છન મહારાજ અને માતાનું નામ અમ્મા જી મહારાજ.
– તેઓની ઉંમર માત્ર નવ વર્ષની હતી અને એમના પિતાશ્રીનું અવસાન થયું હતું. ત્યારબાદ એમણે પોતાના પર રહેલી જવાબદારીને નૃત્યના પેશનથી જવાબ આપ્યો અને એક સમય એવો આવ્યો કે વિશ્વના દેશો એમના નૃત્ય માટે ઊંચી ટિકિટો રાખીને શો યોજાતા હતા.
Birju maharaj life indian classical dancer
– બિરજુ મહારાજ કાલકા-બિન્દાદીન ઘરાનાના નૃત્યકાર હતા. એ કથક નૃતકોના પરિવારમાંથી આવતા હતા.
– એમના કાકા શંભુ મહારાજ અને લચ્છુ મહારાજ નૃત્યકાર હતા. એમના પિતા અચ્છન મહારાજ એમના ગુરુ હતા. અચ્છન મહારાજ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના મોટા કલાકાર હતા.
– પંડિત બિરજુ મહારાજ દેશના અગ્રગણ્ય કથક નૃત્યકારોમાંના એક હતા. અનેક દાયકાઓથી તેઓ નૃત્યકળા જગતમાં સમ્માનિત રહ્યા છે.
– ભારત સરકારે પંડિત બિરજુ મહારાજને દેશના બીજા નંબરના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ ‘પદ્મ વિભૂષણ’થી સમ્માનિત કર્યા હતા.
– 28 વર્ષની ઉંમરે બિરજુ મહારાજે ‘સંગીત નાટક એકેડેમી એવોર્ડ’ મેળવ્યો હતો. તેઓ અચ્છા કોરિયોગ્રાફર પણ હતા.
Birju maharaj indian classical dance
– 1977માં સત્યજીત રેની હિન્દી ફિલ્મ ‘શતરંજ કે ખિલાડી’માં એમણે સંગીત આપ્યું હતું અને બે શાસ્ત્રીય નૃત્ય ગીત માટે પોતાનો સ્વર પણ આપ્યો હતો.
– હિન્દી સિનેમાની પ્રસિધ્ધ અભિનેત્રી માધુરી દીક્ષિતે એમની પાસે નૃત્યકલા શીખી હતી
– તેમણે ભારત ઉપરાંત અમેરિકા, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ અને સોવિયેટ સંઘમાં પણ કથક નૃત્યના જાહેર કાર્યક્રમો આપ્યા હતા. નવી દિલ્હી ખાતેના કથક કેન્દ્રના નૃત્યનાટિકા વિભાગના તેઓ નિયામક પણ હતા.
ભારતના આ ગૌરવ સમાન મહાન વિભૂતિને શત શત વંદન સહ શ્રદ્ધાંજલિ.
Birju maharaj indian classical dance