HomeEDUMATERIALઅર્થગ્રહણ ફકરા: દિવસ - 3 

અર્થગ્રહણ ફકરા: દિવસ – 3 

- Advertisement -

🌈🌈🦢🏹👨‍🌾🌾😊🌺🌻👨‍🌾🌈🌈

અર્થગ્રહણ ફકરા: દિવસ – 3 

નમસ્તે વિદ્યાર્થી મિત્રો તથા વાલીશ્રીઓ, શિક્ષકમિત્રો,

આજે ધો. 3 થી 5 ના વિદ્યાર્થીઓ માટે તો ગુજરાતીમાં જ ફકરો છે. ધો. 6 થી 8 માટે हिंदी ભાષાનો ફકરો છે. 

- Advertisement -

આ ફકરા પર કામ કરવા નીચેની બાબતો ધ્યાનમાં રાખવી… 👇👇👇

– બાળક અર્થગ્રહણ કરતાં શીખે તો જ સાચું વાચન લેખન આવડ્યું કહેવાય. 

– વિદ્યાર્થીઓ, સૌપ્રથમ આ ફકરો અને પ્રશ્ન એક બુકમાં લાખો. 

– આ ફકરો વિદ્યાર્થીઓ મોટેથી વાંચે એવો આગ્રહ રાખો જેથી શબ્દના ઉચ્ચાર અને આરોહવરોહ શીખે.

– પછી મનમાં એક વખત વાંચે.

- Advertisement -

– ત્યારબાદ નીચે આપેલાં પ્રશ્નોના જવાબ ફકરા માંથી શોધીને લખે. 

અહીં ઈમેજ, લખાણ અને પીડીએફ સ્વરૂપે ફકરા રહેલાં છે. બાળકને જે રીતે ફકરા લખવા ફાવે એ રીતે લખી શકાશે. પ્રિન્ટ કાઢવા માટે પીડીએફ પણ આપેલી છે. 

અર્થગ્રહણ: ધો. ૩ થી ૫ માટે ફકરો… 

નદીને જો કોઈ ઉપમા છાજે તો તે માતાની જ છે. નદીને કાંઠે રહીએ એટલે દુકાળની બીક તો રહે જ નહિ. મેઘરાજા દગો દે ત્યારે નદીમાતા આપણો પાક પકવે. નદીનો કાંઠો એટલે શુદ્ધ અને શીતળ હવા. નદીને કાંઠે કાંઠે ફરવા જઈએ એટલે કુદરતના અખંડ પ્રવાહનું દર્શન થાય છે. નદી મોટી હોય અને એનો પ્રવાહ ધીરગંભીર હોય ત્યારે કાંઠા ઉપર રહેનાર લોકોની જાહોજલાલી એ નદીને જ આભારી હોય છે. સાચે જ નદી જનસમાજની માતા છે. શહેરમાં શેરીએ શેરીએ આપણે ફરતા હોઈએ અને એકાદ ખૂણા તરફથી નદીનું દર્શન થાય ત્યારે આપણને કેટલો આનંદ થાય છે! 

Also Read::   {Voter Helpline App} How To Use Voter Helpline App??
- Advertisement -

                            – કાકા સાહેબ કાલેલકર

પ્રશ્નો – 

  1. નદીનું દર્શન થાય ત્યારે આપણને કેટલો આનંદ થાય છે!  – આ વાક્યના અંતે કયું વિરામચિહ્ન વપરાયું છે?
  1. સાચે જ નદી _____________ માતા છે.
  1. નદીકાંઠે રહેનારને શાની બીક ન રહે?
  1. આ ફકરામાં કોનું મહત્વ બતાવવામાં આવ્યું છે?
  1. આ ફકરાના લેખક કોણ છે?

******

અર્થગ્રહણ ફકરો: विषय – हिंदी  ધો. ૬ થી ૮ માટે…

हाथी क्रोधित हो उठा और गरज कर कहा “तुम बाहर आओ ।” साही समझ गया कि यह मुझे देखना चाहता है । वह बाहर नहीं निकला । उसने अपनी पूँछ से एक नुकीला काँटा हाथी की तरफ फेंका और कहा कि ये मेरे शरीर का एक रोम है । हाथी ने देखा कि यह एक रोम लोहे से भी कठोर व नुकीला है । ऐसा पशु तो मैंने पहले कभी नहीं देखा, यह सोचते हुए वह वहाँ से खिसक गया । साही खुब जोर से हँसने लगा और कहने लगा कि हाथी शरीर में मुझ से बड़ा है परन्तु वह बुद्धि में मेरे बराबर नहीं है ।

Also Read::   અર્થગ્રહણ ફકરા: દિવસ – ૨: ગુજરાતી: ધોરણ 3 થી 5 અને 6 થી 8 માટે…

                        – त्रिपुरा की कहानी

પ્રશ્નો – 

  1. यह गद्यखंड में से अवतरण चिह्न का एक वाक्य लिखें।
  1. यहां कौन से दो प्राणी की बात है?
  1. हाथी क्रोधित हो उठा और गरज कर कहा| – यह वाक्य में से भाववाचक संज्ञा बताएं।
  1. यह कहानी हमें क्या समझ मिलती है?
  1. साही खुब जोर से हँसने लगा और कहने लगा कि हाथी शरीर में मुझ से बड़ा है परन्तु वह बुद्धि में मेरे बराबर नहीं है । – ये वाक्यों का गुजराती में अनुवाद करें। 

સંકલન – https://edumaterial.in

આજની PDF 👇👇👇

arthgrahan day3

અર્થગ્રહણ ફકરાની પ્રેક્ટિસ માટે આગળના દિવસોની લિંક નીચે… 

અર્થગ્રહણ ફકરા: દિવસ – 1

અર્થગ્રહણ ફકરા: દિવસ – 2

🙏😊🌈

વિજ્ઞાન અને ટેકનોલોજીનું ગમ્મત સાથે જ્ઞાન આપનારી અને બાળકોમાં સંવેદના જગડનારી અમારી બાળવાર્તાઓ… ( વાર્તાના નામ નીચે આપેલા છે એના પર ક્લિક કરવાથી વાંચી શકાશે.  ) 👇👇👇
રોબોટિક ઉંદર
જંગલ એપ્લિકેશન
સ્કુલના વડલા દાદા

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments