*અર્થગ્રહણ ફકરો: દિવસ – 14*
ધો. ૩ થી ૫ અને ધો. ૬,૭,૮ માટે બંનેમાં આર્થગ્રહણના ફકરા. આપેલ લખાણ બરાબર વાંચી અને સમજો. ત્યારબાદ પ્રશ્નને સમજો અને પછી જવાબ લાખો….
*એક સંદેશ, સમય હોય તો નીચે વાંચજો…* 👇
*આદરણીય વાલીઓ, શિક્ષકો, તેમજ વહલા વિદ્યાર્થીઓ,*
– વિદ્યાર્થીઓ આ વસ્તુઓ વારંવાર આપની સામે એટલે લાવીએ છીએ કે આ મુખ્ય પાયો છે. જો ૩ થી ૮ માં આ વસ્તુ ક્લીઅર નહિ થાય તો આગળ ભાષામાં મુશ્કેલી રહેશે.
– ગુજરાત શિક્ષણ વિભાગ પણ ચારેય ભાષા વાંચન, લેખન અને સમજમાં બાળક વિકાસ પામે એને જ સાચું શિક્ષણ માનવા બાબતે ‘ નવી શિક્ષણ નીતિ ‘ અંતર્ગત ચિંતિત છે.
– આર્થગ્રહણ દ્વારા બાળકના તાર્કિક વિચારોનો વિકાસ થાય છે. બાળકમાં સ્વ – શિક્ષણ વિકસે છે.
– વાંચન, લેખનમાં કાબેલ બનશે તો અન્ય વિષયોમાં પણ વિકાસ કરવો સરળ રહેશે. એ માટેની આ મહેનત છે.
– લખો, કારણ કે આપની એક બુકમાં લખેલું હશે તો કામ લાગશે.
આભાર, ચાલો, ત્યારે અભ્યાસ આગળ વધારીએ…
ધો. ૩ થી ૫ માટે અર્થગ્રહણ ફકરો –
નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897માં ઓરિસ્સાના કટ્ટકમાં થયો હતો. તેઓ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે તેમણે જાપાનની સહાયતાથી આઝાદ હિન્દ ફૌજની રચના કરી હતી. તેમના દ્વારા આપવામાં આવેલ ‘જય હિન્દ’નુ સૂત્ર ભારતનું રાષ્ટ્રીય સૂત્ર બની ગયું છે. તેમણે આઝાદ હીંદ ફોજની સ્થાપના કરી હતી.
પ્રશ્નો –
1. સુભાષચંદ્ર બોઝ ની ફૌજનું નામ શું હતું?
2. ‘જય હિન્દ’ – આ સૂત્રનો અર્થ શું થાય?
3. નેતાજી નો જન્મ કયા રાજ્યમાં થયો હતો?
4. આ ફકરા માંથી ‘ સ ‘ અક્ષરથી શરૂ થતાં શબ્દો શોધો.
5. નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો?
∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆∆
ધો. ૬ થી ૮ માટે અર્થગ્રહણ ફકરો –
ઈતિહાસ સાક્ષી છે કે કોઇ રાષ્ટ્રનું ગૌરવ ત્યારે જાગૃત રહે છે જ્યારે તે પોતાના સ્વાભિમાન અને બલિદાનની પરંપરાઓને આગામી પેઢીને પણ શીખવે છે, સંસ્કારિત કરે છે, એને એ માટે સતત પ્રેરિત કરતું રહે છે. કોઇ રાષ્ટ્રનું ભવિષ્ય પણ ત્યારે જ ઉજ્જવળ રહે છે જ્યારે તે પોતાના અતીતના અનુભવો અને વારસાના ગર્વ સાથે ક્ષણ-ક્ષણ જોડાયેલું રહે. ને ભારતની પાસે તો ગર્વ લેવા માટે અપાર ભંડાર છે, સમૃદ્ધ ઈતિહાસ છે, ચેતનામય સાંસ્કૃતિક વારસો છે. એટલા માટે આઝાદીના 75 વર્ષોનો આ અવસર એક અમૃતની જેમ વર્તમાન પેઢીને પ્રાપ્ત થશે. એક એવું અમૃત જે આપણને પ્રત્યેક પળ દેશ માટે જીવવા, દેશ માટે કઈક કરવા માટે પ્રેરિત કરશે.
પ્રશ્નો –
1. ભારતની પાસે તો ગર્વ લેવા માટે અપાર ભંડાર છે. – આ વાક્ય માંથી વિશેષણ શોધો અને તેનો પ્રકાર જણાવો.
2. રાષ્ટ્રનું ગૌરવ કઈ રીતે જાગૃત રહે છે?
3. ભારત સ્વતંત્ર થયું એને કેટલાં વર્ષ થવા આવશે?
4. આઝાદીના 75 વર્ષોનો આ અવસર – આ વાક્ય માંથી વિશેષણ શોધો અને તેનો પ્રકાર જણાવો.
5. આઝાદી સમયના કોઈ પણ પાંચ ક્રાંતિકારીઓના નામ આપો.
સંકલન – https://edumaterial.in
online language learning gujarati primary school
Edumaterial is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
Contact us: [email protected]
© Edumaterials WordPress Theme by Bhavesh Patel
અર્થગ્રહણ ફકરો: દિવસ – 14
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -