HomeEDUMATERIALઅર્થગ્રહણ ફકરા: દિવસ – ૨: ગુજરાતી: ધોરણ 3 થી 5 અને 6...

અર્થગ્રહણ ફકરા: દિવસ – ૨: ગુજરાતી: ધોરણ 3 થી 5 અને 6 થી 8 માટે…

- Advertisement -

અર્થગ્રહણ ફકરા: દિવસ – ૨: ગુજરાતી: ધોરણ 3 થી 5 અને 6 થી 8 માટે… 
 
નમસ્તે વિદ્યાર્થી મિત્રો તથા વલિશ્રીઓ,
 
સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ ધો. ૧ થી ૯નું ઓફ લાઈન શિક્ષણ બંધ થયું છે. ઓનલાઇન શિક્ષણ ચાલુ છે અને જ્યારે બાળકો ઘરે છે ત્યારે એનું ઓછામાં ઓછું વાંચન લેખન છૂટી ન જાય તે માટે આપના સહકારથી આ કાર્ય કરવો. જેથી કેળવણી સાથે બાળક જોડાઈ રહે. 👇
 
આ કાર્ય હું મારી શાળાના બાળકો માટે કરી રહ્યો હતો પણ આપ સૌને ઉપયોગી થાય છે એવા પ્રતિભાવો જોઈ આનંદ થયો. 
 
આમાં જ આગામી દિવસોમાં હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજીમાં પણ ફકરા મૂકીશું અને ચારેય ભાષાના વ્યાકરણની સમજ વિકાસે એ રીતે વિગતો મૂકીશું. માટે અમારી સાથે જોડાયેલા રહો. 
 
આ ફકરા પર કામ કરવા નીચેની બાબતો ધ્યાનમાં રાખવી… 👇👇👇
 
– બાળક અર્થગ્રહણ કરતાં શીખે તો જ સાચું વાચન લેખન આવડ્યું કહેવાય. 
– વિદ્યાર્થીઓ, સૌપ્રથમ આ ફકરો અને પ્રશ્ન એક બુકમાં લાખો. 
– આ ફકરો વિદ્યાર્થીઓ મોટેથી વાંચે એવો આગ્રહ રાખો જેથી શબ્દના ઉચ્ચાર અને આરોહવરોહ શીખે.
– પછી મનમાં એક વખત વાંચે.
– ત્યારબાદ નીચે આપેલાં પ્રશ્નોના જવાબ ફકરા માંથી શોધીને લખે. 
 
અહીં ઈમેજ, લખાણ અને પીડીએફ સ્વરૂપે ફકરા રહેલાં છે. બાળકને જે રીતે ફકરા લખવા ફાવે એ રીતે લખી શકાશે. પ્રિન્ટ કાઢવા માટે પીડીએફ પણ આપેલી છે. 
 
અર્થગ્રહણ: ધો. ૩ થી ૫ માટે ફકરો… 

થોડી વાર પછી દેવદત્ત સિદ્ધાર્થ પાસે આવ્યો ને બોલ્યો, “હંસ મારો છે. તે મને આપી દે.” 
સિદ્ધાર્થે કહ્યું, “હંસ તને નહીં આપું.” 
બંને રાજા પાસે ન્યાય કરાવવા ગયા. રાજાએ સિદ્ધાર્થને કહ્યું, “હંસનો શિકાર દેવદત્તે કર્યો છે માટે હંસ દેવદત્તને આપી દે.” 
સિદ્ધાર્થે જવાબ આપ્યો, “દેવદત્તે હંસને માર્યો છે જ્યારે મેં હંસને બચાવ્યો છે.” હવે આપ ન્યાય કરો. હંસ મારનારનો કહેવાય કે બચાવનારનો?
 
પ્રશ્નો – 
 
******
 
અર્થગ્રહણ ફકરો… ધો. ૬ થી ૮ માટે…

સાચા શિક્ષણની શરૂઆત કરવી હશે તો આપણે આપણી પ્રકૃતિ સાથે, આપણી ખેતીનો સંબંધ સમજવો પડશે. કૃષિમાંથી વધુ ઉત્પાદન માટે ખેતીને આપણે ઝેર પિવડાવીએ છીએ. એને અમૃત પિવડાવીએ. આ અમૃત એટલે વાદળોમાંથી વરસતાં વર્ષાબિંદુ. આ ઉપરાંત હવે પછીની પેઢીમાં શ્રમનિષ્ઠા, ઉદ્યમ કરીને જ આહાર લેવાની ટેવ પાડવાનું શિક્ષણ આપો. 21મી સદીમાં આપણી સામે સૌથી મોટો પડકાર છે શિક્ષણનું બજારી કરણ. આજે આવા બજાર ખાનગી વિશ્વવિદ્યાલયો બની રહ્યાં છે. આવી વિશ્વવિદ્યાલયોને અટકાવી ન શકાય તો ઓછામાં ઓછું એના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીએ. એ સંવાદ દ્વારા એમને પ્રકૃતિના જતન, જીવનનાં સંવર્ધન, શ્રમનિષ્ઠ જીવન તરફ લઈ જઈ શકીએ કે નહીં? જો એમ નહિ થાય તો આ બજારો આપણું સર્વસ્વ ઓહિયા કરી જવા તૈયાર બેઠાં છે.
 
પ્રશ્નો – 
PDF 👇👇👇
arthgrahan day2
સંકલન – https://edumaterial.in/
આગલા દિવસની લિંક એટલે કે અર્થગ્રહણ ફકરા દિવસ 1 માટે… અહીં ક્લિક કરો…
🙏😊🌈🙏
વિજ્ઞાન અને ટેકનોલોજીનું ગમ્મત સાથે જ્ઞાન આપનારી અને બાળકોમાં સંવેદના જગડનારી અમારી બાળવાર્તાઓ… ( વાર્તાના નામ નીચે આપેલા છે એના પર ક્લિક કરવાથી વાંચી શકાશે.  ) 👇👇👇
રોબોટિક ઉંદર
જંગલ એપ્લિકેશન
સ્કુલના વડલા દાદા
Edumaterial is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
Contact us: [email protected]
© Edumaterials WordPress Theme by Bhavesh Patel

Also Read::   Vidyasahayak Bharti 2022 - 3300 Vidhyasahayak Bharti 2022

source

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments