Home SAMPRAT cryptocurrency: ક્રિપ્ટોકરન્સિ વિશે તમે જે જાણવા માંગો છો એ બધું જ

cryptocurrency: ક્રિપ્ટોકરન્સિ વિશે તમે જે જાણવા માંગો છો એ બધું જ

0
57

what is cryptocurrency bitcoin world and India investment 

what is cryptocurrency? | bitcoin | cryptocurrency world and india investment | cryptocurrency history | cryptocurrency digital currency | bitcoin market | bitcoin start | what about RBI on cryptocurrency? | how to cryptocurrency future in India? |

what is cryptocurrency bitcoin world and India investment 

ક્રિપ્ટોકરન્સિ વિશે તમે જે જાણવા માંગો છો એ બધું જ

ક્રિપ્ટોકરન્સિ એક ડિજીટલ કરન્સિ એટલેકે રૂપિયાની જેમ ઓનલાઈન પેમેન્ટ માટે વપરાતા
આધારભૂત રૂપિયા જ છે. જેનું હેન્ડલ સરકાર કે બેન્ક હસ્ત હોય છે. પરંતુ તેનો કન્ટ્રોલ સરકાર કે
બેન્કના હાથમાં હોતો નથી. પછી એ બધો આધાર જે તે દેશના ક્રિપ્ટો માટેના નિયમ આધારે હોય
છે. આવી ઘણી બાબતો છે જે આપણે ક્રિપ્ટો કરન્સિ વિશે મૂઝવણમાં મૂકે છે. તેના વિશે મહત્વની
બાબતો સામાન્ય લોકો સુધી પહોંચી નથી. ચાલો, તો આજે જાણીએ કે ક્રિપ્ટોકરન્સિ કઈ રીતે
અસ્તિત્વમાં આવી? કઈ રીતે વિશ્વ તેનો ઉપયોગ કરે છે? અને ભારતમાં શું હાલત છે? RBI શું
કહે છે? આમાં રોકાણ કરાય કે કેમ? ક્રિપ્ટો કરન્સિ વિશે… આજે એવી ઘણી ચર્ચા જેમાં લગભગ
પ્રાથમિક તમામ બાબતોને આવરીને ક્રિપ્ટો વિશે આ લેખ તૈયાર કર્યો છે.. તો વાંચો અને જાણો શું
છે ક્રિપ્ટોકરન્સિનું રહસ્ય…

ક્રિપ્ટો કરન્સિઃ ડિજીટલ કરન્સિ…

ક્રિપ્ટોકરન્સિ નામ એક ડિજીટલ આપલે માટે વપરાતા રૂપિયા માટે આ નામ છે. બાકી કોઈપણ
દેશ પોતાની રીતે તેનું નામ રાખી શકે છે. જેમ કે બિટકોઈન – બિટકોઈન એક ક્રિપ્ટોકરન્સિ જ છે.
કાગળ કે સિક્કાની જેમ તેનું કોઈ ભૌતિક એટલે કે વાસ્તવિક અસ્તિત્વ નથી તે માત્ર ડિજીટલી જ
અવેલેબલ છે. આપણાં રૂપિયા કે સિક્કાનો એક આધાર અને નિયંત્રણ હોય છે જે કેન્દ્રિયકૃત બેન્કો
કે રાષ્ટ્રની મુખ્ય બેન્ક તેના પર નિયંત્રણ રાખતી હોય છે. જ્યારે ક્રિપ્ટો કરન્સિનું એવું કોઈ
કેન્દ્રિયકૃત સ્વરૂપ હાલ સુધી અસ્તિત્વમાં આવ્યું નથી. જો કે એ ઉલ્લેખ કરવો ઘટે કે સરકારે થોડાં
સમય પહેલા પ્રસ્તુત બજેટમાં ક્રિપ્ટોકરન્સિ ભારતની પોતાની ઉભી કરવાની વાત કરેલી અને
હાલમાં ક્રિપ્ટોકરન્સિ પર 30 ટકા ટેક્સ લેવાની વાત કરી હતી.

બિટકોઈનનો પ્રારંભ…

ક્રિપ્ટોકરન્સિના સ્વરૂપે 2009માં બિટકોઈનનો જન્મ થયો પરંતું ક્રિપ્ટો કરન્સિનો ઈતિહાસ તો તે
પહેલાનો પણ છે. તો સૌ પ્રથમ જાણીએ કે કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું.

what is cryptocurrency bitcoin world and India investment 

what is cryptocurrency? | bitcoin | cryptocurrency world and india investment | cryptocurrency history | cryptocurrency digital currency | bitcoin market | bitcoin start | what about RBI on cryptocurrency? | how to cryptocurrency future in India? |

ક્રિપ્ટોકરન્સિનો ઈતિહાસ…

1983 માં અમેરિકન ક્રિપ્ટોગ્રાફર ડેવિડ ચાઉમ નામના વ્યક્તિએ સૌ પ્રથમ ઈલેક્ટ્રોનિક મનિ નામે
આ કરન્સિની ઓળખ બનાવી હતી. ત્યાર પછી 1985માં તેને ડિજીકેશ કે ઈકેશ નામ આપવામાં
આવ્યું. બેન્ક જેવી જ સિસ્ટમ દાખલ કરવામાં આવી જેમાં ઈકેશ ઉપડે એટલે રિસિપ્ટ આપવામાં
આવે એને સાચવવા માટે પુરી સગવડતા ડિજીટલી જ પૂરી પાડવામાં આવી. 1997માં આ બાબતે
અમેરિકામાં જોર પકડ્યું અને એના પર અમેરિકન સરકારે કાયદો દાખલ કરવો પડ્યો. 2009માં
એક અનામી જેનું બધાએ મળીને ઉપનામ આપ્યું છે – સાટોસી નાકામોટો જેમણે બીટકોઈને
ફંકશનલ રીતે રજૂ કર્યું. અમે કરેલા સંશોધન અને ખાખાખોળામાં જાણવા મળ્યું કે આજ સુધી આ
વ્યક્તિની સાચી ઓળખ છતી કરી શકાઈ નથી.
ત્યાર બાદ બ્રિટને પણ 2014માં તેના દેશમાં ક્રિપ્ટો કરન્સિની માન્યતા આપી. સપ્ટેમ્બર 2021માં
ચીને પણ તેને વિધિવત રીતે માન્યતા આપી.

Also Read::   Stock Market : શેર બજારમાં ઇન્વેસ્ટ કરતાં હો કે ન કરતાં હો, આ વાત તમારે જાણવી જરૂરી છે...

આ છ નિયમો પર ક્રિપ્ટોકરન્સિ કામ કરે છે –

1. ક્રિપ્ટોકરન્સિની સિસ્ટમ કેન્દ્રિયકૃત ન થાય. રાજ્યો તેની માલિકી અને સિસ્ટમની દેખરેખ રાખે.
2. સિસ્ટમ તેની નવી કરન્સિ બનાવવી અને તેની જાળવણીનું કામ કરે.
3. ક્રિપ્ટોગ્રાફી દ્વારા તેની માલિકી નક્કી કરવામાં આવે.
4. ક્રિપ્ટોકરન્સિના ઉપયોગ, માલિકીમાં ફેરફાર ને તેની માલિકી સાબિત કરવાનું કામ સિસ્ટમ
કરશે.
5. એક જ માલીકીની બે કરન્સિ દાખલ કરવામાં આવે તો એક પર જ કામ કરવું.

ક્રિપ્ટોકરન્સિ વિશ્વમાં અસ્તિત્વ….

– 2009 થી 2021 સુધીમાં 38 જેટલી ક્રિપ્ટોકરન્સિ વિશ્વમાં અસ્તિત્વ ધરાવે છે.

– તેજીથી ઉછળતા ક્રિપ્ટો કરન્સિના ભાવમાં અને સિસ્ટમમાં ખાસ ધ્યાન રાખવા જેવું છે. વિશ્વ એવા
પરિવર્તનના આરે ઉભું છે કે ડિજીટલી ફેરફારો આ કરન્સિ પર તરત જ અસર કરે છે.
શેરબજારની જેમ ક્રિપ્ટોકરન્સિ જેમ કે બિટકોઈનમાં પણ ભાવમાં ફેરફારો અને તેજીમંદી આવતી
રહે છે.

– સિસ્ટમે ક્રિપ્ટો માટે એક ડિજીટલી વોલેટ પણ વિકસાવ્યું છે. અને તેના પર જઈ અને આપ
આપના ક્રિપ્ટોકરન્સિ જે ખરિદ્યા હોય તેનો સંગ્રહ કરી શકો છો.

– આ ક્રિપ્ટો કરન્સિ રોજ લે – વેચ થાય છે. સિસ્ટમ તેના પર ટ્રાન્ઝેક્શન ફી નાખી અને પોતાની
સિસ્ટમ ચલાવી રહી છે.

– આ ડિજીટલ કરન્સિનો લાભ બીજો એ પણ છે કે તમે તેને એક પ્રકારની કરન્સિ રૂપે ખરીદી છે
અને હવે તમારે બીજી કરન્સિ લેવી છે તો તેનું એક્સચેન્જ પણ ઝડપથી થઈ શકે છે. જેમ ડોલરનું
રૂપિયામાં કરવાની પ્રોસેસ હોય છે એવી નથી હોતી. આપ એકના બદલે બીજાની ખરિદી જેમકે
વિનિમય પદ્ધતિની જેમ કરી શકો છો.

– હવે તો વિકસિત રાષ્ટ્રોમાં બિટકોઈન અને બીજી ડિજીટલ કરન્સિના ATM પણ અસ્તિત્વમાં
આવ્યા છે.

– ક્રિપ્ટોકરન્સિ બાબતે કેટલાક નિષ્ણાંતોનું માનવું છે કે આ કરન્સિ દ્વારા કોઈપણ દેશની આર્થિક
સ્થિતિ સદ્ધર કરી શકાય છે. કેટલાક ઈકોનોમિસ્ટ કહે છે કે દેશ માટે ખતરા રૂપ સાબિત થઈ શકે
છે, માટે કોઈ ભૌતિક સંપત્તિના બદલામાં કે તેના વિનિમયના સ્વરૂપે તેનું અસ્તિત્વ લાવવામાં ન
આવે.

– ચીને 2021માં ફાઈનાન્સિયલ ઈન્સ્ટિટ્યુશન અને પેમેન્ટ ઓથોરિટી માટે ક્રિપ્ટોકરન્સિને બેન કરી
છે. તો યુકે દ્વારા તેનો વધુમાં વધુ જગ્યાએ ઉપયોગ કરાઈ રહ્યો છે. આમ જુદા જુદા દેશોમાં જુદી
જુદી અસર જોવા મળે છે. જેમ કે કોઈ જગ્યાએ ફ્રોડ થયા છે તો કોઈ જગ્યાએ નાણા ડૂબ્યા છે.
કોઈક દેશે મંજુરી આપી છે કોઈકે આપીને પછી પ્રતિબંધો લગાવી દીધા છે. આ સ્થિતિમાં ભારતનું
શું સ્ટેન્ડ છે જોઈએ…

Also Read::   Weather Gujarat : શા માટે આવ્યો હવામાનમાં પલટો, કયા થશે અસર?

what is cryptocurrency? | bitcoin | cryptocurrency world and india investment | cryptocurrency history | cryptocurrency digital currency | bitcoin market | bitcoin start | what about RBI on cryptocurrency? | how to cryptocurrency future in India? |

what is cryptocurrency bitcoin world and India investment 

ક્રિપ્ટોકરન્સિ – ભારતમાં…

ભારત સરકારે મંજુરી પણ નથી આપી અને પ્રતિબંધો પણ નથી લાદ્યા. 2020 માં, ભારતની
સર્વોચ્ચ અદાલતે ખાસ કરીને ક્રિપ્ટોકરન્સી પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો, જે ભારતીય રિઝર્વ
બેંક દ્વારા લાદવામાં આવ્યો હતો.

– NDTV સાથે વાત કરતા RBI ના ગવર્નરે કહ્યું કે ક્રિપ્ટો કરન્સિનું આંતરિક મૂલ્ય નથી હોતું
માટે RBI એ બાબતે લીગલી થાય તેવી હિમાયત કરતું નથી.

– અન્ય એસેટ ક્લાસ જેમ કે સ્ટોક્સ અને સરકારી બોન્ડ્સની તુલનામાં, ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ ખૂબ
જોખમી ગણી શકાય. જ્યારે ક્રિપ્ટોકરન્સીને સામાન્ય રીતે સમગ્ર યુરોપમાં કાયદેસર તરીકે જોવામાં
આવે છે, ત્યારે ક્રિપ્ટોકરન્સીના ઘણા પાસાઓ અનિયંત્રિત રહે છે-અથવા બદલાતા નિયમોને
આધીન હોઈ શકે છે.

what is cryptocurrency bitcoin world and India investment 

– ઈકોનોમિટામ્સના એક તારણ મુજબ ભારતમાં 15 મિલિયન લોકો ક્રિપ્ટોકરન્સિ પર ટ્રેન્ડિંગ
માર્કેટમાં કામ કરી રહ્યા છે.

– ભારતમાં ઓનલાઈન ટ્રેન્ડિંગમાં ક્રિપ્ટો કરન્સિ 60 રૂપિયાથી લઈ અને 13000 પ્લસ સુધીનું
ટ્રેન્ડિંગ થાય છે જે રોજ વધઘટ થતું રહેતું હોય છે.

[ આ ફક્ત પ્રાથમિક માહિતી છે. આ માટે મિન્ટ (https://www.livemint.com/ ), ઈકોનોમિટાઈમ્સ (https://economictimes.indiatimes.com/ ) અને વિકિપિડિયાનો સહારો લેવામાં આવ્યો છે. ]

આજે વિશ્વમાં થતાં – વધતાં પ્રવાહ વિશે વિગતે ચર્ચાઓ અહીં થતી રહેશે. જોડાયેલા રહો…

આપના મંતવ્યો કે લેખ પ્રગટ કરવા ધારો કે જેથી આપના જ્ઞાન કે સર્જનનો લાભ સૌને મળે તો અમારો સંપર્ક કરો અને અહીં આપેલ મેઈલ આઈડી પર મોકલી શકો છો.

what is cryptocurrency? | bitcoin | cryptocurrency world and india investment | cryptocurrency history | cryptocurrency digital currency | bitcoin market | bitcoin start | what about RBI on cryptocurrency? | how to cryptocurrency future in India? |

આ પણ વાંચો…

Sports & spirit women: આવી વિરાંગનાઓ જ આપણા સમાજજીવનનું સૌંદર્ય છે!

Short Story: બાબલું, તારી મા હમણાં આવશે, હોં!

Balvarta: કીડી સાથે યંત્ર

ATM: શું તમે ATM ધારક છો? તો તમને મળી શકે છે આવા લાભ….

મારા રામ તમે સીતાજીની તોલે ન આવો: સીતાજીનો એક અનોખો પરિચય

રૂઢિપ્રયોગ: અર્થ અને વાકય સાથે