Home SUVICHAR Ramnavmi Special : ચૈત્ર માસમાં આટલું કરવાથી સર્વસંપત્તિમાં થશે વૃદ્ધિ

Ramnavmi Special : ચૈત્ર માસમાં આટલું કરવાથી સર્વસંપત્તિમાં થશે વૃદ્ધિ

0
50

Ramnavmi Special : ચૈત્ર માસમાં આટલું કરવાથી સર્વસંપત્તિમાં થશે વૃદ્ધિ

Ramanavmi Special ShriRam Valmikiy Ramayana

 

Ramanavmi Special ShriRam Valmikiy Ramayana

ચૈત્ર માસ ચાલી રહ્યો છે. શરીર અને મન બન્નેના શુદ્ધિકરણ કરવાનો આ સમય છે. ભક્તવત્સલ મહાવીર યોદ્ધા અને આદર્શ એવા ભગવાન શ્રી રામજીનો જન્મદિવસ પણ હવે આવી રહ્યો છે ત્યારે વાલ્મીકીય રામાણય મહાત્મ્યના ચોથા અધ્યાયમાં વર્ણિત ચૈત્ર માસમાં રામાયણ વાચવા અને સાંભળવાથી શું લાભ થાય છે તેના વિશેષ ફાયદા આગળ વાંચો…

વાલ્મીકીય રામાયણ આપ જોશો તો તેના પ્રારંભના રામાયણમહાત્મ્યમાં ચૈત્ર માસમાં રામાયણ સાંભળવા કે વાંચવાથી શો લાભ થાય છે, તેની વિશેષ વિગતો આપી છે. ટૂંકમાં જોઈએ તો…

એક કલિક નામનો વ્યાધ હોય છે જે ચોર હોય છે. નાની મોટી ચોરી કરતો રહેતો હોય છે. એકવાર સૌવીર નગરમાં આવી ચડે છે. ત્યાં તેણે ભગવાન શ્રી રામનું મંદિર જોયું અને એ મંદિર પર સોનાના કળશ હતા. સુવર્ણથી સુશોભિત મંદિર જોય અને લોભી લલચાઈ જાય છે.

એક રાતે તેણે મંદિરમાં ચોરી કરવાનું નક્કી કર્યું પરંતુ એ પહેલા ત્યાંના પુજારી જે એકલા રહેતા હતા ઉત્તંક મુનિ તેને રસ્તામાંથી હટાવવાનું નક્કી કર્યું. તેણે ઉત્તંક મુનિને મારવા માટેનું નક્કી કરી તેને પકડ્યા અને તલવારથી મારવા જ જઈ રહ્યો હતો કે ઉત્તંક મુનિએ તેને થોડી વાતો કરી. કહ્યું કે મનુષ્ય પારકાના ધનની ચોરી કરી અને પોતાના પરિવારનું જે પોષણ કરે છે, તે શા કામનું કેમ કે અંતે તે બધાને છોડીને પોતે એકલો જ પરલોકના રસ્તે જાય છે. “મારી મા, મારા પિતા, મારી પત્ની, મારા પુત્રો અને મારુ આ ઘરબાર” – આ રીતે મમતા જીવોને ફોગટ દુઃખી કરતી રહે છે.

Also Read::   સત્યનારાયણ કથાનું સત્ય...

હવે જે વાત ઉત્તંક મુની કરે છે એ સૌએ યાદ રાખવા જેવો છે કે –

यावदपर्यति द्टरव्यं तावद् भवति बान्धवः।
अर्जितं तु धनुं सर्वे भून्जन्ते बान्धवाः सदा।।27।।
दुःखमेक्तमो मूढस्तत्पापफलमश्नुते।

અર્થાત્

માણસ જ્યાં સુધી કમાઈને પૈસા આપે છે, ત્યાં સુધી લોકો તેની સાથે ભાઈનો સંબંધ રાખે છે અને તેના કમાયેલા ધનને બધા ભાઈ – બંધુઓ સદાય ભોગવતા રહે છે, પરંતુ મૂર્ખ મનુષ્ય પોતાના કરેલાં પાપના ફળસ્વરૂપ દુઃખને એકલો જ ભોગવે છે.

ઉત્તંક મુનિના આવા સંવાદથી કલિક નામનો વ્યાધ પીગળે છે. તેની માફી માગી કહે છે કે મેં તો આજીવન આવું જ કર્યું છે. તો હવે આપ જ મારા દુઃખનુ નિવારણ કરો.

અને ઉત્તંક મુનિ કહે છે કે –

चैत्रे मासि सिते पक्षे कथा रामायणस्य च।।35।।
नवाह्ना किल श्रोतव्या भक्तिभावेन सादरम्।
यस्य श्रवण मात्रेण सर्वपापैः प्रमुच्यते।।36।।

અર્થાત્

ચૈત્ર માસના શુક્લ પક્ષમાં તમારે ભક્તિભાવ સાથે આદરપૂર્વક રામાયણની કથા સાંભળલવી જાઈએ તેના શ્રવણ માત્રથી મનુષ્ય બધા પાપોમાંથી મુક્તિ મેળવે છે.

અને એ જ અધ્યાયમાં નારદ મુનિ પણ કહે છે કે –

ચૈત્ર માસના શુક્લ પત્રમાં નવાહ્ન પારાયણ અવશ્ય સાંભળવું જોઈએ.

આમ ચૈત્ર માસમાં આ કથાનું શ્રવણ કરવું કે વાંચવું તેનો વિશેષ મહિમા રહેલો છે.

ઉત્તંક મુનિના કહેવાથી કલિક નામનો વ્યાધ છે એમણે રામાયણનું શ્રવણ કર્યું. ભક્તિભાવપૂર્વક પ્રભુશ્રી રામની પૂજા કરી અને તેથી તેના સર્વ પાપોનો નાશ થયો અને ભગવાન શ્રીરામની તેના પર કૃપા હોવાથી તે જીવનપર્યંત ખૂબ ભક્તિભાવથી રહ્યો અને અંતે દેવો તેને વિમાનમાં લેવા આવ્યા તેના પર પુષ્પની વૃષ્ટિ થઈ.

પાંચમા અધ્યાયમાં આગળ નારદજી કહે છે કે નવાહ્ન પારાયણ સંપૂર્ણ વિધિવિધાન સાથે સાવધાની પૂર્વક સાંભળવાથી માણસનો મોક્ષ તો થાય જ છે પણ સુખ સંપત્તિમાં પણ વૃદ્ધિ થાય છે.

શું છે નવાહ્ન એટલે કે નવ દિવસ રામાયણની કથા શ્રવણની વિધિ…

– કારતક, માઘ કે ચૈત્ર મહિનાની સુદ પાંચમના દિવસેથી કથા શ્રવણ કે વાચન શરુ કરવું જોઈએ.

Also Read::   Shiv Mahapurana : શિવપુરાણ – મહર્ષિ વેદવ્યાસ (કોટિરુદ્ર સંહિતા)

– અંઘેડાના દાંતણથી દાંત સાફ કરી, સ્નાન કરી અને શ્રવણ કરવું જોઈએ.

– ઈન્દ્રિયો પર સંયમ રાખવો.

– સફેદવસ્ત્ર ધારણ કરવા

– રામાયણગ્રંથની પૂજા કરવી

– ઓમ નમો નારાયણ – ના મંત્રથી પ્રભુ શ્રી રામની પૂજા કરવી.
– એટલા દિવસ રામાયણની વિધિનું અનુષ્ઠાન કરવો.

– પરનિંદા ન કરવી કે કોઈની ઈર્ષા ન કરવી.

– વાણી દ્વારા (એટલે કે બોલીને) પણ કોઈનો અનાદર ન કરવો.

શું દાન આપવું….

– રામાયણને અંતે વક્તાને દક્ષિણા સહિત ગાય, વસ્ત્ર, રામાયણ ગ્રંથ, વગેરે આપવું.

– વિશેષ ઉપયોગમાં લઈ શકે અને જે વાચન કરતા હોય, ભક્તિ પરાયણ હોય એમને રામાયણનો ગ્રંથ દાનમાં દેવાનું વિશેષ મહત્વ આંકવામાં આવ્યું છે.

રામાયણના વાચન કે સાંભળવાથી મળાતા ફળો…

– બે વાર વાચવા કે સાંભળવાથી પુંડરિક યજ્ઞનું ફળ મળે છે.

– બે વાર અનુષ્ઠાન કરવાથી અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે.

– ચાર વાર સાંભળવાથી આઠ અગ્નિષ્ટોમના પરમ પુણ્યનું ફળ મળે છે.

– પાંચ વાર સાંભળવાથી અત્યગ્નિષ્ટોમનું બમણું ફળ મળે.

– રોજ જો કથા શ્રવણ કે પઠન થાય તો તેને સંસાર બંધન માંથી મુક્તિ મળે છે. અને બધી જ મનોકામના પૂર્ણ થાય છે.

– દરરોજ જેમને દુઃસ્વપ્ન આવતા હોય તેઓ આ કથાનું પઠન કે શ્રવણ કરે તો તે મનની શાંતિ પામે છે.

– કલિયુગમાં શ્રી રામનું નામ જ જીવ માત્રની સદગતિ કરનારું છે.

અંતે સૂતજી કહે છે કે –

रामार्पितमिदं पुण्यं काव्यं तु सर्वकामदम्।

અર્થાત્

શ્રી રામને સમર્પિત કરવામાં આવેલું આ કાવ્ય સઘળી કામનાઓ પ્રદાન કરનારું છે.

रामप्रसादजनकं रामभक्तिविवर्धनम्।
सर्वपापक्षयकरं सर्वसम्पद्विवर्धनम्।। 68 ।।

અર્થાત્

રામાયણ શ્રી રામની પ્રસન્નતા પ્રાપ્ત કરાવનારું, શ્રી રામભક્તિને વધારનારું, સમસ્ત પાપોનું નાશક તથા સર્વસંપત્તિઓમાં વૃદ્ધિ કરનારું છે.

Ramanavmi Special ShriRam Valmikiy Ramayana