કળતરથી કોરોના સુધીની બીમારીમાં લેવાતી પેરાસિટામોલ દવા વિશે ખાસ જાણો…
પેરાસિટામોલઃ ઈતિહાસ, રચના અને અસર
paracetamol uses dosage side effects corona painkiller drugs
સામાન્ય રીતે આપણને થોડો દુઃખાવો થાય છે ત્યારે કે પછી થોડાં તાવ કે શરદી આવી જાય છે ત્યારે આપણે પેરાસિટામોલ લઈ લેતા હોઈએ છીએ. પણ ક્યારેય આપણે એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે –
કઈ રીતે પેરાસિટામોલ બને છે? કેવી અસર કરે છે? કેટલા પ્રમાણમાં લેવી જોઈએ?
paracetamol uses dosage side effects corona painkiller drugs
આજે આપણા દુખાવાની સાથી સંગી અને તાવ-શરદીમાં કોઈ પણ ડોક્ટરોના પ્રિક્સિપ્શનમાં અચૂક સ્થાન પામતી પેરાસિટામોલ વિશે કેટલુંક જાણીએ….
WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા પેરાસિટામોલને લેવા માટે તેની માત્રા પુખ્ત વય માટે જણાવે છેઃ 1000 મિલિ. તે 4 કલાક સુધી અસર કરે છે. Peracetamol એ તેનું કેમિકલ નામ છે, તેનું બ્રાન્ડનું નામ નથી. આ Peracetamol નામનું તત્વ ક્રોસિન,ડેક્લોસીન-પ્લસ, ડિકોલ્ડ જેવી દવાઓની બ્રાન્ડમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેની કેમિકલ ફોર્મુલા વિકિપીડિયા અને પેડિએન્ટ મેડિસીન એન્ડ ડ્રગ્સ મેગેઝીનના જણાવ્યા અનુસાર C8H9NO2 છે. 39 અંસથી વધારે શરીરનું તાપમાન જાય ત્યારે તાવ આવવા લાગે છે અને જો આવું થાય ત્યારે જ પેરાસિટામોલનો ઉપયોગ કરવો. 1959માં WHO સંસ્થાએ ડોક્ટરની સલાહ મુજબ તેને ન લેવી તેવો નિયમ પણ જણાવેલો છે.
ઈ.સ. 1886માં એ.કાહન દ્વારા એન્ટીફેબ્રીન નામે પેરાસિટામોલનું મૂળભૂત સ્વરૂપ અસ્તિત્વમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવેલો પણ તે જોઈએ તેટલી અસરકારક ફોર્મુલા બની શકી નહીં. 1893માં વોન મેરિંગે તેની ફેનાસેટીન નામે ફોર્મુલા બનાવી તે ફોર્મુલા બાયર નામની કંપનીને તેણે વેચી દીધી. જુલીયસ એક્સલોર્ડ અને બર્નાર્ડ બ્રોઈડે 1948માં તેનું એનાલિસીસ ફરીથી કર્યું અને આખરે આજે જે આપણે પેરાસિટામોલનું સ્વરૂપ જોઈએ છીએ તે 1955ની સાલમાં સ્ટર્લિંગ એન્ડ વિન્થ્રોપ કંપનીએ માર્કેટમાં મૂકી.
પેરાસિટામોલ આપના શરીરમાં કળતર, માથું દુઃખે કે તાવ શરદી થાય ત્યારે તેનો મર્યાદિત અને નિષ્ણાત ડોક્ટરના જણાવ્યા અનુસાર લેવાથી ફાયદો કરે છે.
paracetamol uses dosage side effects corona painkiller drugs
પેરાસિટામોલ ભલે આપણે ત્યાં સામાન્ય રીતે લેવાતી આવતી એક દવા છે પણ NSAID (Non-steroidal anti-inflammatory drug)દ્વારા ક્લાસિફાઈડ કરાઈ નથી. આ ઉપરાંત 2009માં અમેરીકામાં પણ પેરાસિટામોલ પર નિયંત્રણ લગાવી દેવામાં આવ્યું હતું. વિજ્ઞાનમાં સદાને માટે એવું જ થતું આવ્યું છે કે જે પોષતું તે મારતું તે ક્રમ દિશે કુદરતી – આ રીતે પેરાસિટામોલ જો વધારે માત્રામાં કે વારંવાર લેવામાં આવે તો કેટલાક ઘાતક પરિણામો પણ આવી શકે છે તે જોઈએ….
અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ્સના કહેવા અનુસાર પેરાસિટામોલનો ઓવડોઝ લિવરને નુક્શાન કારક થઈ શકે છે. આંતરડા પર સોજો લાવવો, પેટમાં બ્લડિંગ થાય…જેવી અસર થાય છે. આ ઉપરાંત વારંવાર પેરાસિટામોલ પીવાથી બ્લડકેન્સરનો ખતરો ચોક્કસ રહે છે. 2013માં FDA દ્વારા એ પણ શોધાયું કે પેરાસિટામોલથી ચામડીના રોગો પણ થઈ શકે છે. ફેફ્સામાં અસર કરે છે અને દમના રોગી બનાવે છે. ચયાપચયની ક્રિયા મંદ કરી દે છે. કિડની ડેમેજ પણ થઈ શકે છે. તે જ્ઞાનતંતુઓ પર અસર કરી મગજની નસને શિથિલ કરી શકે છે.
આપણે રોગમાં ગમે ત્યારે ગમે તે દવા લઈ લઈએ છીએ…પણ ખરેખર તો હવે ઈન્ટરનેટની મદદથી તેના વિશે જાણી શકીએ છીએ તો આપણે જાણીએ અને તે માહિતીને આપણી માતૃભાષામાં પ્રાપ્ત થાય તે માટે વહેંચીએ થોડી મહેનત કરીને પણ… માટે વિકિપીડીયા, પેટીએન્ટ, એનએચએસ, એફડીએ, વ્હુ વગેરે જેવી સંસ્થાની વેબસાઈડ પરથી મળેલી માહિતી રજૂ કરવાનો એક પ્રયત્ન કર્યો છે.
paracetamol uses dosage side effects corona painkiller drugs
અમારી અન્ય સ્ટોરી… 👇👇👇
દિવ્યાંગને લઈને દેવાંગનું દરિયાઇ સાહસ: હાર્ટએટેક પછી વિશ્વવિક્રમ
માત્ર નવ વર્ષની ઉંમરે ઘરની જવાબદારી: આજે વિશ્વમાં મહાન નામ
આપણાં શહેરમાં વેચાતા આ પથ્થર શું છે? તે ખવાય?
ઊનાના અંતરિયાળ ગામડાની આ સરકારી શાળાની કામગીરીથી આકર્ષાયા વિદેશીઓ