Home EDUMATERIAL અર્થગ્રહણ ફકરા: દિવસ – 4

અર્થગ્રહણ ફકરા: દિવસ – 4

0
235

અર્થગ્રહણ ફકરા: દિવસ – 4

Online education arthgrahan gujarati english

નમસ્તે વિદ્યાર્થી મિત્રો તથા વાલીશ્રીઓ, શિક્ષકમિત્રો,
આજે *ધો. 3 થી 5* ના વિદ્યાર્થીઓ માટે તો ગુજરાતીમાં જ ફકરો છે. *ધો. 6 થી 8 માટે અંગ્રેજી ભાષા* નો ફકરો છે.

આ ફકરા પર કામ કરવા નીચેની બાબતો ધ્યાનમાં રાખવી… 👇👇👇

– બાળક અર્થગ્રહણ કરતાં શીખે તો જ સાચું વાચન લેખન આવડ્યું કહેવાય.

– વિદ્યાર્થીઓ, સૌપ્રથમ આ ફકરો અને પ્રશ્ન એક બુકમાં લાખો.

– આ ફકરો વિદ્યાર્થીઓ મોટેથી વાંચે એવો આગ્રહ રાખો જેથી શબ્દના ઉચ્ચાર અને આરોહવરોહ શીખે.

– પછી મનમાં એક વખત વાંચે.

– ત્યારબાદ નીચે આપેલાં પ્રશ્નોના જવાબ ફકરા માંથી શોધીને લખે.

Online education arthgrahan gujarati english

અહીં ઈમેજ, લખાણ અને પીડીએફ સ્વરૂપે ફકરા રહેલાં છે. બાળકને જે રીતે ફકરા લખવા ફાવે એ રીતે લખી શકાશે. પ્રિન્ટ કાઢવા માટે પીડીએફ પણ આપેલી છે.

અર્થગ્રહણ: વિષય: ગુજરાતી, ધો. ૩ થી ૫ માટે ફકરો… 

સ્વામી વિવકાનંદનો જન્મ મકરસંક્રાંતિના પવિત્ર પર્વના દિને તા. ૧૨મી જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ થયો હતો. તેઓ બાળપણથી જ નીડરતાનો ગુણ ધરાવતા હતા. પોતાની વ્યક્તિગત સુવિધા અને સલામતીની પરવા કર્યા વિના તે બધાનો હિંમતપૂર્વક સામનો કરતા. તેના બાળપણનું નામ નરેન હતું. તેના બાળપણ વખતનો બહાદુરીનો કિસ્સો છે કે નરેન એકવાર પોતાના નાના પિત્રાઈ ભાઈને લઈને મંદિરના ઉત્સવમાં ભાગ લેવા જતો હતો. રસ્તા પર બન્ને ચાલતા જઈ રહ્યા હતા. તે સમયે તોફાની ઘોડાવાળી ઘોડાગાડી તીવ્ર ઝડપે જતી હતી. નરેનનો પિત્રાઈ ભાઈ ઘોડાગાડી નીચે કચડાઈ જવામાં જ હતો. બરાબર ત્યારે જ નરેન દોડ્યો અને તેને ખેંચી લીધો.

Also Read::   અર્થગ્રહણ ફકરો: દિવસ - 11

પ્રશ્નો – 

1. સ્વામી વિવેકાનંદનું બાળપણનું નામ શું હતું?
2. સ્વામી વિવેકાનંદ નો જન્મ કઈ સાલમાં થયો હતો?
3. ઘોડાગાડીમાં ઘોડા કેવાં બની ગયાં હતાં?
4. નરેન કોને બચાવી લીધો હતો?
5. પોતાની વ્યક્તિગત સુવિધા અને સલામતીની પરવા કર્યા વિના – આ વાક્ય સમજાવો.

******

અર્થગ્રહણ ફકરો: વિષય: અંગ્રેજી, ધો. ૬ થી ૮ માટે…

Earth is the only planet of the solar system that provides all the necessities required to survive. It is the third planet nearest to the Sun and the fifth largest planet in the solar system. Earth is also the only planet that has life thriving on it. This essay on Earth is for kids to understand and learn about their planet.

Also Read::   અર્થગ્રહણ ફકરો: દિવસ - 12

પ્રશ્નો –

1. આ ફકરા માંથી સંખ્યા દર્શાવતાં શબ્દો લખો.(અંગ્રેજીમાં)
2. આ ફકરા માંથી ક્રિયા દર્શાવતાં શબ્દો લખો.(અંગ્રેજીમાં)
3. આ ફકરામાં સૌર મંડળના કયા ગ્રહ વિશે વાત છે? (અંગ્રેજીમાં)
4. Near = Nearest : _________ = largest.
5. નીચેના સ્પેલિંગ પૂર્ણ કરો…
1. s_lar  _y_t_m
2. s_rv_v_

( બધાં સ્તરના વિદ્યાર્થીઓને કામ કરવું સહેલું પડે એટલા માટે અંગ્રેજીના ફકરાના પ્રશ્નો ગુજરાતીમાં લખ્યાં છે. )

સંકલન – https://edumaterial.in

Online education arthgrahan gujarati english day 4 PDF download 👇

arthgrahan day4

અર્થગ્રહણ ફકરાની પ્રેક્ટિસ માટે આગળના દિવસોની લિંક નીચે… 
અર્થગ્રહણ ફકરા: દિવસ – 1
અર્થગ્રહણ ફકરા: દિવસ – 2

અર્થગ્રહણ ફકરા: દિવસ – 3

ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક: દિવસ – 1

🙏😊🌈
વિજ્ઞાન અને ટેકનોલોજીનું ગમ્મત સાથે જ્ઞાન આપનારી અને બાળકોમાં સંવેદના જગડનારી અમારી બાળવાર્તાઓ… ( વાર્તાના નામ નીચે આપેલા છે એના પર ક્લિક કરવાથી વાંચી શકાશે.  ) 👇👇👇
રોબોટિક ઉંદર
જંગલ એપ્લિકેશન
સ્કુલના વડલા દાદા