Contents
M-Sand : શું તમે જાણો છો, મેન્યુફેક્ચર્ડ રેતી, કઈ રીતે બને છે?
M-Sand
Manufactured sand (M-Sand) is artificial sand produced from crushing hard stones into small sand sized angular shaped particles, washed and finely graded to be used as construction aggregate. It is a superior alternative to River Sand for construction purpose.
આર્ટિફિશિયલ રેતી, કૃત્રિમ રેતી, મેન્યુફેક્ચર્ડ રેતી, કે એમ-સેન્ડ તરીકે જે રેતી પથ્થર માંથી બનાવવામાં આવે છે. આજે એના વિશે થોડુંક જાણીએ…
રેતીના ઉપયોગો અને તેના પરંપરાગત પ્રાપ્તિ સ્થાનો –
આપણે ત્યાં રેતીનો ઉપયોગ ઘણાં વર્ષોથી થતો આવ્યો છે. સૌ પ્રથમ બાંધકામમાં ચૂનાનો ઉપયોગ થતો પછી ચૂનો અને રેતીના મિશ્રણનો ઉપયોગ થતો. જ્યારે સિમેન્ટે અસ્તિત્વ લીધું ત્યારથી સિમેન્ટ અને રેતીનું મિશ્રણ કરી અને બાંધકામમાં વાપરવામાં આવે છે. Manufactured sand (M-Sand)
રેતીના પૂરવઠાની મર્યાદાઓ…
રેતી જ્યાંથી પ્રાપ્ત થાય છે એ પ્રકારની રેતીનું નામ આપવામાં આવે છે. દા. ત. નદીના તટ અને પેટાળમાંથી પ્રાપ્ત થતી નદી, દરિયા કિનારે પ્રાપ્ત થતી રેતી અને ખનન દ્વારા દ્વારા પ્રાપ્ત થતી રેતી. આપણે ત્યાં ખનન દ્વારા કુદરતિ રીતે પ્રાપ્ત રેતી ખૂબ જ ઓછી છે જ્યારે અત્યારે હજુ પણ આપણે જે રેતી વાપરીએ છીએ તે નદીના પટ કે પેટાળમાંથી કાઢીએ છીએ. જે પર્યાવરણ માટે નુક્શાન કારક છે. દરિયાઈ રેતી મહત્તમ છે પરંતુ બાંધકામમાં તેનો ઉપયોગ કરવાથી બાંધકામમાં ઉપયોગમાં લેવામાં આવતી તમામ વસ્તુઓ પર લૂણો લગાડે છે. જેથી તે બાંધકામમાં બહુ ઉપયોગી સાબિત થઈ નથી.
પરિણામ એ આવ્યું કે નદીના પટ અને પેટાળને માણસોએ પોતાના નિજી વિકાસ માટે તળિયા ઝાટક કરી નાખ્યા. આજે એ સ્થિતિ છે કે ઓન પેપર કાયદો ખૂબ અઘરો છે. છતાં પણ ઘણી જગ્યાએ રેતીનું ખનન નદીઓમાંથી થતું જ રહે છે. Manufactured sand (M-Sand)
રેતીના સ્રોત અને તેના પુરવઠા હવે પૂરાં થવા આવ્યા એટલે જે લોકો એ વ્યવસાય સાથે સંકળાયેલા હતા એના માટે પણ અન્ય સ્રોતો શોધવાની જરૂરિયાતો ઉભી થઈ. દરેકમાં થતું આવ્યું છે એ રીતે જરૂરિયાત શોધની જનની છે. એ ન્યાયે આર.સી.સી. માં જે રીતે કપચી બનાવી રહ્યા હતા તેનું સુક્ષ્મ સ્વરૂપ બનાવવાનું વિચાર્યું જે રેતી જેવું હોય અને રેતી જેવું કામ પણ આપે. કાળમીંઢ પથ્થર અને તેમાંથી બનતી પ્રોડક્ટ માત્ર આર.સી.સી. એટલે કે આપણા ઘરના સ્લેબ ભરવા માટે વપરાતી હતી પરેતુ તેનું નાનામાં નાનું સ્વરૂપ વિકસાવીને પ્લાસ્ટરમાં કે સાંધાવાટામાં પણ કામ આપે એવી શરૂઆત કરવાનું વિચાર્યું અને અનેક મશિનરીઓની મદદથી આર્ટિફિસિયલ કે મેન્યુફેક્ચર્ડ એટલે કે કૃત્રિમ રેતીનો જન્મ થયો. Manufactured sand (M-Sand)
આ પણ વાચો – અચ્છા તો તુમ ગંગામૈયા કો લેને આયે હો…!!!
મેન્યુફેક્ચર્ડ રેતીનું રો મટિરિયલ, ક્યાંથી મળે ને શું કહેવાય?
મેન્યુફેક્ચર્ડ રેતી પ્રોડક્શન સાથે સંકળાયેલા લોકોને પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે કાળમીંઢ પથ્થર જ્યાંથી પણ નીકળે છે ત્યાં કાળમીંઢ પથ્થરને ક્રશ કરી કપચીઓ બનાવી અને તેમાંથી મેન્યુફેક્ચર્ડ રેતી બનાવવાનું કામ શરૂ થાય છે. જ્યાં કાળમીંઢ પથ્થર નથી ત્યાં અન્ય પ્રાપ્ત પથ્થરમાંથી પણ રેતી બનાવવાનો પ્રયત્ન શરૂ છે. Manufactured sand (M-Sand)
પ્લાન્ટમાં રેતી બનાવવા માટે જરૂરી મશિનરી ક્યાંથી લાવો છો?
આ મેન્યુફેક્ચર્ડ રેતી કે કૃત્રિમ રેતી બનાવવા માટે જે મશીનરી રાખવામાં આવે છે તે મોટાભાગે બેંગ્લોર કે અમદાવાદ જેવા શહેરોમાંથી મળે છે. તેનું એસેમ્બ્લિંગ એટલે કે ફિટિંગ પણ મહત્વનું હોય છે.
તો હવે જાણીએ મેન્યુફેક્ચર્ડ રેતી ઉર્ફે આર્ટિફિસિયલ રેતી ઉર્ફે શુદ્ધ ગુજરાતીમાં કૃત્રિમ રેતી બનાવાની પ્રક્રિયા…
શું પ્રોસેસ થાય છે કૃત્રિમ રેતી બનાવવા માટે…
કૃત્રિમ રેતીનું રો મટિરિયલ આખરે મળે છે તો પૃથ્વીના પેટાળ માંથી જ. પૃથ્વીના પેટાળમાંથી મળી આવતા લાવાકૃત ખડકોના બ્લેક બસાલ્ટ જેને દેશી ભાષામાં કાળમીંઢ પથ્થર કહીએ છીએ. તેને પેટાળમાંથી કાઢી અને સૌ પ્રથમ તો તેને ઓપેરમાં નાખી અને ફિડીંગ કરવામાં આવે છે.
ત્યાર બાદ જુદા જુદા આકારે તેમાંથી કપચી, ગ્રીડ વગેરે અલગ તારવવામાં આવે છે. તેમાં રહેલા સ્ક્રિનિંગ નામના મશિન દ્વારા તેને ચાળવાનું કામ કરવામાં આવે છે અને રેતી બનાવતા મશીન તરફ માત્ર એવો જ માલ જાય છે જે રેતી બનાવવા ઉપયોગી હોય. Manufactured sand (M-Sand)
વી.એસ.આઈ. ક્રશર ( VSI cruser )
આ મટિરિયલ વી.એસ.આઈ. ક્રશર ( VSI cruser ) માં જાય છે. ત્યાં શાર્પ રેતી બને છે. ઝીણાં દાણા અને બને એટલા ગોળ તેમજ શાર્પ આકારમાં બને છે જેથી તે સિમેન્ટ સાથે મિક્સ થઈ અને પ્લાસ્ટર કે સ્લેબમાં ઉપયોગી થઈ શકે. આ મશિનમાંથી 0 થી 3 mm સુધીની રેતી બને છે.
આ વી.એસ.આઈ. ક્રશર ( VSI cruser ) માંથી રેતી બની કન્વેયર બેલ્ટ મારફત સ્ક્રિનિંગમાં ફરી ચળાય અને રેતીના દાણા વોશરમાં જાય છે. ત્યાં મટિરિયલ ધોવાય છે. ત્યાર બાદ કન્વેયર બેલ્ટ દ્વારા જ ડિવોટરિંગ પાર્ટમાં જાય છે જ્યાં તેને સુકવવામાં આવે છે. અને પછી આર્ટિફિસિયલ કહો કે મેન્યુફેક્ચર્ડ કહો કે ઈન્ડસ્ટ્રિયલ સેન્ડ કહો જે કહો તે એક કૃત્રિમ રેતી બહાર આવે છે અને તેને જરૂરિયાત વાળા લોકો લઈ જાય છે.
તેમાંથી વેસ્ટેજ નિકળતું મટિરિયલ ક્લે નામે ઓળખાય છે, જે ભરતી કરવા માટે ઉપોગમાં લેવામાં આવે છે.
પ્લાન્ટમાં તૈયાર થયેલ તમામ માલના થતાં જુદાં જુદાં ઉપયોગો શું છે?
આ રેતીનો ઉપયોગ પરંપરાગત સ્રોતો માંથી જે રેતી પ્રાપ્ત થાય છે એ જે જગ્યાએ વપરાય છે એવા તમામ ઉપયોગમાં આ રેતી લઈ શકાય છે. પ્લાસ્ટર, આરસીસી બનાવવામાં પથ્થર કે ઈંટના ચણતરમાં. Manufactured sand (M-Sand)
M–Sand is the only alternative to river sand. Higher concrete strength compared to river sand used for concreting. Though M Sand uses natural coarse aggregates to form, it causes less damage to the environment as compared to river sand. Better quality control since manufactured in a controlled environmen
એમ – સેન્ડ ઈકોફ્રેન્ડલી શા માટે છે?
નદીની રેતી એકવાર કાઢી લેવામાં આવે પછી માણસ તે બનાવી શકતો નથી. અને નદીના પટમાં કે પેટાળમાં રેતી ન હોય તો પાણી જમીનમાં ઉતરે નહીં અને તળ કોરાં થાય. આજે પાણીના તળ ઊંડા ગયા છે તેના ઘણાં કારણોમાં એક કારણ આ પણ છે. જ્યારે પથ્થરને ખાણમાંથી કાઢવામાં આવે છે એ એવી જગ્યાએથી કાઢવામાં આવે છે જ્યાં પથ્થરને કારણે કોઈ પાક લઈ શકાય એમ નથી. અને નીચે પાણી મોટાભાગે હોતું નથી. હોય તો ખનન કરનારા તેનો સંગ્રહ થાય એ રીતે તેનો રસ્તો કરીને જ આગળનું ખનન હાથ ધરે છે. માટે પર્યાવરણને ઓછામાં ઓછું નુક્શાન પહોંચાડી અને આ મેન્યુફેક્ચર્ડ રેતી બનાવવામાં આવે છે.
આ પણ વાચો – Balvarta: કીડી સાથે યંત્ર
એન્જિનિયરો અને બાંધકામ સાથે સંકળાયેલા લોકોનો એક મત એવું કહે છે કે આ રેતીની ગુણવત્તા સારી હોય છે અને તે વધુ મજબુતાઈ આપે છે. Manufactured sand (M-Sand)
આમ હિટિંગ, ક્રશિંગ, સ્ક્રિનિંગ, વોશિંગ, ડિવોટરિંગ જેવા તબક્કામાંથી પસાર થતી રેતી હવે કુદરતી રેતીની જગ્યાએ સ્વરૂપ બદલીને આવી રહી છે. ધીમે પગલે આ રેતી વાપરવાની શરૂઆત થઈ ગઈ છે અને વાપરવી જ પડશે કારણ કે આપણે નદીઓના પટ્ટ કોરાં કરી દીધા છે.
ભારતમાં કેરલ, કર્નાટ અને મહારાષ્ટ્રમાં સંપૂર્ણ પણે રિવર સેન્ડ એટલે કે નદીની રેતીના ખનન પર બેન કરી દેવામાં આવ્યો છે. આપણે ત્યાં પણ કાયદો છે જ. સરકાર પણ હવે પર્યાવરણને લઈને આ રેતી કાયદેસર અમલવારી કરાવવા વિચારણા કરી રહી છે. જો કે વર્તમાનમાં જ આ બનાવવા માટે અને તેની મશિનોને સરકારે એપ્રુવલ આપી દીધી છે. ઉપરાંત માઈનિંગ કમિટિએ એવો પ્રસ્તાવ પણ મુક્યો છે કે સરકારી ટેન્ડરમાં જ એમ-સેન્ડનો ઉલ્લેખ કરવામાં આવે જેથી સામાન્ય લોકો પણ તે તરફ વળે. Manufactured sand (M-Sand)