Home Govt Yojana કયા કયા કામ માટે ગ્રામપંચાયતમાં વપરાય છે ગ્રાન્ટ…

કયા કયા કામ માટે ગ્રામપંચાયતમાં વપરાય છે ગ્રાન્ટ…

0
562

ગ્રામ પંચાયતમાં કયા કયા કામ માટે ગ્રાન્ટ વપરાય છે..

ગ્રામ પંચાયતની ચૂંટણી હમણાં પૂરી થઈ. આગલા લેખમાં આપણે જાણ્યું કે કેટલી ગ્રાન્ટ આવે છે. હવે જાણીએ કે આટલી રકમ ક્યાં અને કેવી રીતે સરપંચ અને ગ્રામ પંચાયત બોડી વાપરી શકે…

પંચાયત વિભાગ દ્વારા ૧૫માં નાણાં પંચ દ્વારા જે માર્ગદર્શિકા પ્રકાશિત કરવામાં આવી છે એમાં રકમની ફાળવણી અને તેના કર્યો માટેની વિગતનો ઉલ્લેખ કરાયો છે.

જેમાં બે પ્રકારની ગ્રાન્ટ આવે છે બેઝિક ગ્રાન્ટ અને બીજી ટાઇડ ગ્રાન્ટ. બંનેના મળીને કેટલાં કર્યો કરવાના હોય છે એની યાદી નીચે આપેલી છે…

પીવાનુ પાણી પુરૂ પાડવાની યોજના

સેનીટેશન

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ (કચરાના નિકાલ માટેના સાધનો વસાવવા, ડમ્પીંગ સાઇટ બનાવવા તથા ઘન/પ્રવાહી કચરાના વર્ગીકરણ માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવા)

Also Read::   How to Check 7-12-8A Record Any RoR @ Jantri Rate Gujarat

સ્ટોર્મ વોટર ડ્રેનેજ

આંતરીક રસ્તા

ગામનાં મુખ્ય માર્ગ ઉપર ફુટપાથ

હાટ બજાર.

પ્રાથમીક શિક્ષણમાં ખુટતી પાયાની સુવિધા

આંગણવાડી કેન્દ્રોમાં ખૂટતી સુવિધા.

ગુજરાત પંચાયત અધિનિયમની અનુસુચિ–૧માં ઠરાવેલ ગ્રામ પંચાયતના કાર્યો અને ફરજો અદા કરવા માટે ઉભી કરવાની થતી સામુહિક સુવિધાઓ.

મનરેગા યોજનાના કન્વર્ઝન્સમાં મિલ્કતોના ટકાઉપણામાં વધારો કરવા માટે.

ઇ-ગ્રામની સુવિધામાં વધારો કરવો.

વિજળીકરણના કામો.(સ્ટ્રીટલાઇટ)(LEDના ઉપયોગનેપ્રાથમિકતા આપવી.)

કોમ્યુનીટી એસેટના કામો તથા કોમ્યુનીટી એસેટની જાળવણી

કબ્રસ્તાન/સ્મશાનગૃહના કામો.

અસ્થાયી પ્રકારના મરામતના કામો.

સોલાર લાઇટના કામો.

સ્ટેશનરી/ઓફિસ ફર્નિચર ખરીદીના કામો.

મહેકમ અંગેના ખર્ચના કામો.

વીજળીબીલ અંગેનો ખર્ચ.

કન્ટીજન્સી ખર્ચના કામો.

ઘર ઘર નળ સુધીની પાણી પુરવઠાના કર્યો, કૂવો, ચેકડેમ, વરસાદી પાણીના સંગ્રહ માટે.