Home CINEMA Exclusive Interview : ચિરાગ જાની – જાણો,સૌરાષ્ટ્રથી સાઉથના ” હેન્ડસમ વિલન ”...

Exclusive Interview : ચિરાગ જાની – જાણો,સૌરાષ્ટ્રથી સાઉથના ” હેન્ડસમ વિલન ” અને હીરો તરીકેની સફળ સફર

0
54

Exclusive Interview Gujarati chirag jani handsome villain south film

ચિરાગ જાની એક ભારતીય સિનેમાના અભિનેતા છે જે તેલુગુ, તમિલ, ગુજરાતી અને હિન્દી ભાષાની ફિલ્મોમાં દેખાયા છે.  હિન્દી સિરિયલ સપને સુહાને લડકપન કેમાં અભિનયની શરૂઆત કરી. ઘણી ફિલ્મોમાં તેમનો અભિનય વખણાયો. ચિરાગે ટીવી શો વિઘ્નહર્તા ગણેશમાં સિંધુરાની ભૂમિકા ભજવી હતી .  તેણે પોરસ (દાસ્યુ રાજા અરુણાયક તરીકે)  જેવી ટેલિવિઝન શ્રેણીમાં પણ અભિનય કર્યો છે.

આ તો થયો એમનો પ્રાથમિક પરિચય. પરંતુ અમારી ટીમે એમનો સંપર્ક કર્યો અને જ્યારે એમની સાથે એમના જીવનની અને કામની વાતો રજનીકાંત સાથેની મુલાકાત, સાઉથ અને ગુજરાતી ફિલ્મજગતની વાતો થઈ ત્યારે થયું એક Exclusive Interview… તો માણો અભિનેતા ચિરાગ જાની સાથેનો રસપ્રદ સંવાદ….

Exclusive Interview : ચિરાગ જાની – જાણો, કોડીનાર જેવા છેવાડાના પ્રદેશથી સાઉથના ” હેન્ડસમ વિલન ” અને હીરો તરીકેની સફળ સફર

Exclusive Interview Gujarati chirag jani handsome villain south film 

 

આપનું મૂળ વતન?

કોડિનાર

 

અભ્યાસ?

પ્રાથમિક, ઉચ્ચતર અને કોલેજ કોડિનાર,

ફેશન ડિઝાઈન અમદાવાદમાં કર્યું.

 

ફિલ્મ લાઈનમાં જવા માટે આપે અભ્યાસ કર્યો?

ના. આને તમે જન્મજાત અને ગોડ ગીફ્ટ કહી શકો.

 

Exclusive Interview Gujarati chirag jani handsome villain south film 

પ્રથમ તક ક્યારે મળી? ટીવીશૉ અને ફિલ્મમાં…

ડેલીશૉ શરૂ કર્યું 2014-15 ‘સપને સુહાને લડકપન કે’ – એના પછી ચાર પાંચ વર્ષે ફિલ્મ કરી. એ દરમ્યાન ‘વિઘ્નહર્તા ગણેશ’ અને ‘પોરસ’ સિરિયલ કરી. ‘સલિમ અનારકલી’ સિરિયલમાં પણ કામ કર્યું.

2016-17માં પ્રથમ ફિલ્મ તેલુગુમાં કરી જેનું નામ હતું ‘રોગ ‘.

 

પ્રથમ ફિલ્મના ઓડિશન વખતે કેવો સંઘર્ષ થયો?

એવું સંઘર્ષ જેવું કશું હતું નહીં. લકીલી હું સાચા વ્યક્તિને સાચા સમયે મળ્યો. મારો લુક અને થોડો મારો પરિચય. ડેસ્ટીનેશન સારું હતું અને તેથી તેઓએ મને કાસ્ટ કર્યો.

 

Exclusive Interview Gujarati chirag jani handsome villain south film 

સાઉથ સિનેમાના મોટા કલાકારો સાથે આપે કામ કર્યું છે તો તેઓની સાથે આપનો અનુભવ કેવો રહ્યો?

તેઓ ખૂબ વિનમ્ર હોય છે. તે પોતાના કામમાં સમર્પિત હોય છે. એક રિસ્પેક્ટ એ લોકોની અલગ છે ત્યાંના લોકોમાં. તે લોકો સુપરસ્ટાર કે મેગાસ્ટાર છે પણ તે વ્યક્તિ તરીકે ખૂબ જ વિનમ્ર અને પ્રેમાળ છે.

 

હિન્દી સિનેમા અને સાઉથ સિનેમાની હમણાં સોશિયલ મિડિયા પર જબરી ચર્ચાઓ થાય છે ત્યારે તમે બન્ને જગ્યાએ કામ કર્યું છે. પણ સાઉથ સિનેમાને એક જ વાક્યમાં ડિફાઈન કરવું હોય તો આપ શું કહો?

તેઓ ક્રિએટિવલી સ્ટ્રોંગ છે અને પ્રોફેશનલી સ્ટ્રોંગ છે અને તેઓ પોતાના કામને પ્રેમ કરે છે.

અમે એવું સાંભળ્યું છે કે સુપરસ્ટાર રજનિકાન્તે આપના માટે એવું કહ્યું છે કે તમે “હેન્ડસમ વિલન છો.” કોઈ સદીનો મહાન સ્ટાર આવું કહે ત્યારે એ પ્રસંગ શું હતો?

મારું પિક્ચર ‘ કાપ્પાન ‘  ( Kaappaan Film ) કરીને રિલિઝ થયું હતું, 2019 માં તે 100 કરોડની કમાણી કરી હતી. સાઉથ સિનેમાના બેસ્ટ વિલનના બે ત્રણ એવોર્ડ મને મળ્યા છે. તે પ્રોડક્શન ‘ લાઈકા પ્રોડક્શન ‘ છે. અને તે પ્રોડક્શન હાઉસ રજનિકાન્ત સર સાથે પણ કામ કરી રહ્યા હતા. તેમણે પ્રિવ્યુ રાખેલું હતું તેમાં રજનીકાન્ત સર, મોહનદાસ સર અને સુનિલ શેટ્ટીને એ બધા જ જોવામાં હતા. અને જ્યારે તેમણે મારું કામ જોયું તો તેઓએ પ્રોડક્શન ટીમને કહ્યું કે આ કોણ છે? તો ટીમે મારો પરિચય આપ્યો અને પછી સરે કહ્યું કે જો એ અત્યારે મુંબઈમાં હોય તો આપણે મળીએ. પ્રોડક્શને મારો કોન્ટેક્ટ કર્યો અને પછી રજનિકાન્ત સર સાથે મળવાનું થયું. એ આમ ઓછું બોલે. પણ તેણે કહ્યું કે સરસ કામ કર્યું છે અને અમારા સિનેમાને એક હેન્ડસમ વિલન મળ્યો છે. હું જો કે બે ત્રણ વખત તેમને મળ્યો છું.

 

Exclusive Interview Gujarati chirag jani handsome villain south film 

અત્યારે આપ ક્યાં રહો છો?

મુંબઈ

અત્યારે કયો પ્રોજેક્ટ કરી રહ્યા છો?

એક ફિલ્મમાં કામ કરી રહ્યો છું જે રવિ તેજા સાથેનું છે: ધમાકા.

એના સિવાય હમણાં તમીલ જે.એમ. રવિ. સાથે હીરો તરીકે છું. જેમાં બે હીરો છે એમાં એક હું પણ હીરો છું. એ ફિલ્મનું નામ – ‘ અગિલન ‘ છે.

Exclusive Interview Gujarati chirag jani handsome villain south film 

 

ગુજરાતી સિનેમા વિકાસમાં છે. તમે સાઉથમાં કામ કર્યું છે. બન્ને પ્રાદેશિક ભાષા છે. બન્નેમાં શું ફેર લાગ્યો?

ગુજરાતીમાં ‘ નાયિકા દેવી ‘ જેવું કામ જો બધી ફિલ્મમાં થવા લાગે તો સારો પ્રોગ્રેસ થાય એમ છે. બીજા જે ફિલ્મો બને છે એમાં સ્ટોરી સ્ટ્રોંગ નથી હોતી. એકની એક કોમેન્ડી જોનરની ફિલ્મ હોય છે. રિપિટ અને સેમ એક્ટર, એકની એક વસ્તુ જોઈ અને કંટાળી જાઓ. સારું કન્ટેન નહીં આપો તો લોકો જોવા નહીં જાય. કન્ટેન અને ક્રિએટીવીટીમાં ફોકસ કરવું જોઈએ.

 

સ્ટોરી રાઈટરમાં શું ઘટે છે?

મને ગુજરાતીમાં એટલું નોલેજ નથી. મેં માત્ર બે ફિલ્મ જ કરી છે. બન્ને ફિલ્મના લેખકો ખૂબ સારા હતા. થોડું કંઈક ઘટે છે. હશે, શ્યોર ગુજરાતમાં સારા રાઈટર હશે જ પણ તે લોકોને ચાન્સ નથી મળતો.

 

Exclusive Interview Gujarati chirag jani handsome villain south film 

આપના બન્ને ફિલ્મના લેખક કોણ હતા?

જીના ( G Gujarati Film ) સંજય પ્રજાપતિ અને નાયિકા દેવીના ( Nayika Devi, the Warrior Queen ) રામ મોરી છે. બેઝિકલી એ સ્ટોરી પ્રોડ્યુસર ઉમેશ શર્મા લઈને આવ્યા છે. તેમણે આ સ્ટોરી ફાઈન્ડ કરી હતી અને તેના સંવાદ અને સ્ક્રિનપ્લે રામ મોરીએ લખેલા છે. રામ મોરી ખૂબ સારો લેખક છે. સારા લેખકમાના એક છે. એનું એકવીસમું ટીફિન, મોન્ટુની બિટ્ટુ, મહોતું આ બધાના લેખક એ છે ને વિજગીરી સાથે સરસ કામ કરે છે. અજયપાલના કેરેક્ટર તરીકે તેમણે જ મારી પસંદગી કરી હતી. રામ મોરી મને ઓળખતા અને તેણે મને કહ્યું.

Also Read::   The Matrix મનનો ‘મેક-અપ’ કરતું ફિલ્મ

 

Exclusive Interview Gujarati chirag jani handsome villain south film 

આપ સ્ક્રિપ્ટ પસંદ કરો છો ત્યારે શું ધ્યાન રાખતા હોવ છો?

પૂરી સ્ક્રિપ્ટ પર ધ્યાન આપું છું. નાનો રોલ હોય પણ કેરેક્ટર સારું હોય તો ફિલ્મ મહત્વનું બની જાય છે. ઈમ્પેક્ટ એમાં હોવી જોઈએ. હું એવું નથી વિચારતો કે હું એક્શન ફિલ્મ જ કરીશ કે કોમેડી ફિલ્મ જ કરીશ, એવું નહીં. કેરેક્ટર સારું હોવું જોઈએ.

 

Exclusive Interview Gujarati chirag jani handsome villain south film 

આપે બીજી કઈ ભાષાઓમાં કામ કર્યું?

તેલુગુ, તમીલ, કન્નાડા, હિન્દી, ગુજરાતી

 

ગુજરાતી એક્ટર્સમાં પ્રોફેશનલ જવામાં મારખાતા હોય એવું લાગે છે?

આપણે એવી કોઈ કમ્પેરિઝન કરવી ન જોઈએ. દરેક વ્યક્તિ અલગ છે. દરેક કેરેક્ટર અલગ છે. કોઈની સાથે એની કમ્પેર ન કરવી જોઈએ. ગુજરાતી સિનેમા વિશે મને બહુ ખ્યાલ નથી. જ્યાં સુધી મારી પાસે કોઈ સારી સ્ટોરી નથી આવતી ત્યાં સુધી એમાં હું પડતો નથી.

 

Exclusive Interview Gujarati chirag jani handsome villain south film 

આપ ગુજરાતી છો તો ગુજરાતી સિનેમામાં કઈ રીતે યોગદાન આપવા ઈચ્છો?

જો સારા ડિરેક્ટર કામ કરવા માંગતા હોય, સારા રાઈટર હોય અને બધા કહે છે કે બજેટ નથી હોતું પણ જો સ્ટોરી સારી હોય, ડિરેક્ટર સારા હોય, ટીમ સારી હોય તો હંમેશા તૈયાર છું.

 

Exclusive Interview Gujarati chirag jani handsome villain south film 

એક્ટિંગ સિવાય આપ ડિરેક્શન કે પ્રોડક્શનમાં આવવા ધારો છો?

ના ક્યારેય નહીં. હું સારો એક્ટર છું. હું કેમેરા સામે સારું કરું છું, કેમેરા પાછળનું વર્ક ક્યારેય નહીં.

 

‘ નાયિકાદેવી ‘ ફિલ્મમાં અજયપાલ માટે આપને રોલ કેવી રીતે મળ્યો?

મેં કહ્યું એમ કે રામ મોરી જે મને ઘણાં સમયથી ફોલો કરી રહ્યા હતા. નાયિકા દેવીની ટીમે ગુજરાતી સિનેમામાં જોયું પણ તમે કહ્યું એમ કે પર્સનાલિટી હોય, સારું બોડી હોય, ઓડિયન્સ ડાઈજેસ્ટ કરી શકે કે નહીં આ રાજા જેવા લાગે છે એવા વ્યક્તિની જરૂર હતી. અને રામ મોરીએ પ્રોડ્યુસરને મારું સજેશન આપ્યું. અને પ્રોડ્યુસરે મારો કોન્ટેક્ટ કર્યો. સ્ટોરી નરેશન માટે મળ્યા. મને પ્રોજેક્ટ ખૂબ ગમ્યો અને તેથી હું જોડાયો.

 

Exclusive Interview Gujarati chirag jani handsome villain south film 

સૌરાષ્ટ્ર જેવા ખૂણામાં રહીને આપ વિકાસ કરી શક્યા તો આપનું પેરેન્ટિંગ કઈ રીતે થયું?

હું કોડિનારમાં હતો ત્યારે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું ક્યારેય એક્ટિંગ કરીશ. ગુજરાતીમાં ભણવાનું અને કોડિનાર જેવા ગામમાં કંઈ એક્સપ્લોર જ નહોતું. કે તમે પિક્ચર જોવા જાવને તમે એમ થાય કે મારે હિરો બનવું છે. એવું કશું નહોતું. અને હું બ્રાહ્મણ જ્ઞાતિમાંથી આવું છું એટલે પણ આવું વિચારવાનું નહોતું. અને કોડિનાર, ઉના, વેરાવળ, સોમનાથ માંથી કોઈ હિરો પણ નહોતું કે એમને જોઈને પ્રેરણા મળે. હું અમદાવાદ હતો અને ત્યાં મેં મોડેલિંગ કર્યું. ફેશન ડિઝાઈનરમાં હતો ત્યારે હું ફેશન શૉ માં ભાગ લેતો.

 

Exclusive Interview Gujarati chirag jani handsome villain south film 

કોડિનારનો એક છોકરો ફેશન ડિઝાઈનરમાં ભાગ લે એ પણ એક આશ્ચર્ય કહેવાય, આપના માટે શું હતું?

સમજાવવા પડેલા માતા પિતાને કે ફેશન ડિઝાઈનિંગ શું છે? અને મારા માતા પિતાએ કહેલું કે તને યોગ્ય લાગે તો કરો. અમે કોઈ આર્થિક સદ્ધર નહોતા. મારા પિતા સરકારી કર્મચારી હતા ને છતાં મને ગમ્યું એ કરવા દીધું એ માટે એમના આશીર્વાદ કહું છું.

Exclusive Interview Gujarati chirag jani handsome villain south film 

 

આ રીતે ફેશનમાં ગયો અને ફેશન શૉ કરતા હોય ત્યારે ઈન્ડસ્ટ્રીના માણસો જોવા આવતા હોય અને 2011-13માં અમદાવાદમાં પણ કંઈ ઈન્ડસ્ટ્રી જેવું હતું નહીં અને ઘણાં લોકોએ કહ્યું કે લુક સારો છે એક્ટિંગમાં પ્રયત્ન કર. એટલે હું મુંબઈ ગયો. વચ્ચે એક બે ફિલ્મમાં ભાગ લીધો. સિરિયલમાં ભાગ લીધો અને આખરે મને મોટી સિરિયલ ‘ સપને સુહાને લડકપન કે ‘ મળી. આ મારી જર્ની છે કોડિનારથી મુંબઈ સુધીની.

 

ખરેખર આ બહુ ટફ હોય છે. તમારી માતૃભાષામાં તમે ભણ્યા હોય અને તમે હિન્દીમાં પણ વાત કરો તો તમને ઓળખી લે કે આ ‘ ગુજરાતી બોય ‘ છે! આના લીધે હું ઘણી જગ્યાએથી રિજેક્ટ થયો છું. હું ગુજરાતી ભાષામાં જ ભણ્યો હતો એટલે એ કોડિનારનો ટોન આવી જતો હોય બોલીએ એટલે, પછી મેં મારી જાતને બદલવાની તૈયારી કરી. મને અંગ્રેજી પણ બરાબર નહોતું આવડતું, હિન્દીમાં પણ ગુજરાતી ટોન આવી જાય. પણ પછી ખૂબ શીખ્યો અને સુધારી મારી જાતને…

 

તમારા પ્રિય એક્ટર ગુજરાતીમાં અને બીજીભાષાના સિનેમામાં…

ગુજરાતી માટે કશું નહીં કહું કારણ કે હું કંઈ જાણતો નથી. છેલ્લે મેં ‘ હેલ્લારો ‘ જોયું. તમિલ રજનીકાન્ત, હિન્દી અમિતાભ બચ્ચન.

એક્ટ્રેસમાં?

આલિયા ભટ્ટ, ખુશી શાહ, રશ્મિકા, નયનતારા

Also Read::   ' પુષ્પા ' ફિલ્મમાં બતાવવામાં આવેલું ' લાલ ચંદન ' શું છે? તમે જાણવા માંગો એ બધું જ...

ડિરેક્ટર?

રાજામોલી, પ્રશાંત નીલ, રાજકુમાર હિરાની, સંજય લીલા ભણસાલી

નાયિકા દેવીના ડિરેક્ટર નીતિનજી એ મરાઠી છે. છતાં તે ગુજરાતી સારી રીતે લખી, વાંચી, બોલી શકે છે. નાયિકા દેવી જેવી હિસ્ટોરિકલ ફિલ્મ 38 દિવસમાં પૂરી કરવી એ મજાક નથી. એ ક્રિએટિવલી ખૂબ સ્ટ્રોંગ છે. તમારે એક સ્ટોરી બનાવવી અને એ સ્ટોરીને જે રીતે લખાઈ છે એ જ રીતે ઓનસેટ ન્યાય આપવો આ ખૂબ અઘરી બાબત હોય છે. જો કોઈ ગુજરાતીમાં સારી ફિલ્મ બનાવવા ઈચ્છે તો નીતિનજી એ ખૂબ સારું નામ અને કામ છે, ગુજરાતીમાં.

 

આપે અજયપાલ માટે કેવી તૈયારી કરી?

અજયપાલ માટે ખાસ કંઈ તૈયારી કરવાની જરૂર મારે એટલે ન પડી કારણ કે મારી પાસે  રાજા જેવો લુક હતો જ. લુકમાં થોડાં ચેન્જ કર્યા બાકી બધું જ હતું જેમ કે હોર્સ રાઈડિંગ, ફાઈટિંગ, માર્શલ આર્ટ બધું મને આવડતું હતું. અજયપાલ – એ ખૂબ સારું અને ચેલેન્જિંગ કેરેક્ટર હતું. ગુજરાતીમાં નાયિકાદેવી કોણ હતા? અજયપાલ કોણ હતા? એ ખ્યાલ જ નહોતો. ત્યારે જ્યારે પણ સ્ટોરીનું નામ આવશે ત્યારે નાયિકા દેવી એ ખૂશી શાહ જ રહેશે અને અજયપાલ એ હું જ રહીશ.

ખ્યાલ નહોતો એમ નહિ, ગુજરાતી સાહિત્યનો જ્યારે દાયકો હતો ત્યારે ક. મા. મુનશી અને ધૂમકેતુએ આના વિશે નવલકથાઓ લખી છે.

હા. ધૂમકેતુની નવલકથા પરથી જ આધાર લઈ આ ફિલ્મ બનાવાયું છે. આઈ હોપ કે નાયિકાદેવી આવશે ત્યારે લોકોને અજયપાલનું પાત્ર ગમશે.

 

Exclusive Interview Gujarati chirag jani handsome villain south film 

આપે એક નાના વિસ્તાર માંથી આટલો વિકાસ કર્યો તો યુવાનોને આ ક્ષેત્રમાં આગળ આવવું હોય તો એમના માટે સંદેશ…

જુઓ. આ ક્ષેત્રમાં આવવા માટે ખૂબ પેશન, ઘણો સમય અને આપવા માટે ઘણું હોવું જોઈએ. આ ક્ષેત્રમાં રોતોરાત કશું થઈ નથી જવાનું. સો માંથી એક એવો માણસ નીકળે કે આજે ફિલ્મ આવ્યું ને એ સુપર સ્ટાર બની ગયા, અને ફેમ મળી ગઈ… પણ ધીરજ રાખીને કામ કરતા રહેવું પડે. જો તમે તમારા પર વિશ્વાસ રાખો જેમ કે નવાઝુદ્દીન જેમને ખબર હતી કે મારે બનવું જ છે અને હું હિરો બનીને જ રહીશ, ઘણા માણસોએ એને ઠુકરાવ્યો કે આવો કાળા ચહેરાવાળો વ્યક્તિ કઈ રીતે ચાલે! પણ તે ટકી રહ્યા. ખાધાપીધા વગરના પણ રહ્યા. પણ હવે તે નવાઝુદ્દીન છે. ઘણાં માણસોના ફોન આવે, મેસેજ આવે કે મને કામ પર લગાડી દો. હું તમને આવો એટલે તરત કામે ન લગાડી શકું. તમારે આવવું પડે અને તમારે તમારી સ્ટ્રગલ કરવી પડે. ત્યારે તમને ખબર પડશે કે શું ઈન્ડસ્ટ્રીઝ છે?

 

Exclusive Interview Gujarati chirag jani handsome villain south film 

બને છે એવું કે અહીંના લોકોને ખ્યાલ જ નથી કે કઈ રીતે આગળ જવું?

ત્યાં એવી લિંક નથી કે પ્રોડક્શન છે કે કાસ્ટિંગ ડિરેક્ટર પાસે જાઉં તો તમને ચાન્સ મળે. મુંબઈમાં એ કલ્ચર છે. ત્યાં પ્રોપર કાસ્ટિંગ થાય, તે ગૃપમાં ફોર્વ્ડ થાય અને તમે એ જાણો, એને મેઈલ કરો, એમને જરૂર પડે ત્યારે એ લોકો તમને બોલાવે. આ પ્રોસેસ ગુજરાતમાં નથી કે ક્યો પ્રોજેક્ટ શરૂ છે અને શું ચાલી રહ્યું છે? તો તમારે આ માટે સંઘર્ષ કરવો પડશે. જો તમે તમિલ ભાષા જાણતા હશો તો તમિલના લોકો તમારો આદર કરશે. ગુજરાતીમાં એ ઘટે છે. ગુજરાતીમાં પાંચ માણસો પાર્ટી કરે તો પણ તેઓ હિન્દીમાં બોલશે. શા માટે તો કે ગુજરાતીમાં બોલીએ તો આપણો માભો ઓછો થઈ જાય. તો આપણા લોકો આપણી ભાષાનું જ સન્માન નથી જાળવતા તો આપણી સિનેમા કે આપણું કલ્ચર ક્યાંથી આગળ વધે? સાઉથમાં તમે જાઓ તો તેના લોકોને હિન્દી પણ આવડતું હશે, અંગ્રેજી પણ આવડતું હશે છતાં તે તમને જવાબ પોતાની માતૃભાષામાં જ આપશે. તો તમે સાઉથમાં જાઉ તમારી સાથે કોઈ હિન્દી ઈંગ્લીશમાં વાત કરવા વાળું કોઈ વ્યક્તિ નથી તો તમારે એની ભાષા શીખવી જ પડે. તો આ કારણ છે કે સાઉથ સિનેમા એટલે આગળ છે કારણ કે પોતાના કલ્ચરને છોડ્યું નથી. એટલે તેઓ બોલીવુડથી પણ આગળ છે.

 

ખૂબ ખૂબ આભાર, અમારી સાથે વાત કરવા માટે આટલો સમય આપવા માટે.

Exclusive Interview Gujarati chirag jani handsome villain south film

આ પણ વાંચો – 

sports : ગુજરાતી મૂળની યુવતીએ દુબઈમાં રહીને આ રીતે ક્રિકેટમાં વગાડ્યો ડંકો…

અચ્છા તો તુમ ગંગામૈયા કો લેને આયે હો…!!!

જૂનું રામાયણ, નવા રામ

M-Sand : શું તમે જાણો છો, મેન્યુફેક્ચર્ડ રેતી, કઈ રીતે બને છે?

Gujarati Varta: ખારાં પાણીનું ખમીર

Exclusive Interview Gujarati chirag jani handsome villain south film