The post આધુનિક ઋષિઓની ગણનામાં તેનું સ્થાન ઉપર છે…. first appeared on Edumaterial.

]]>dr. Sarvepalli Radhakrishnan | teacher day |
આધુનિક ઋષિઓની ગણનામાં તેનું સ્થાન ઉપર છે….
તમીલના તીરુત્તાની ગામના ગરીબ બ્રાહ્મણનો છોકરો. એમ. એ. સુધીમાં આ કળીકાળમાં પ્રસ્થાનત્રયી (ગીતા,ઉપનિષદ અને બ્રહ્મસૂત્રને પ્રસ્થાનત્રયી કહે છે. પહેલાના ઋષીઓ ત્યારે જ વિદ્વાન ગણાતાં) પર ભાષ્ય આપે છે. સ્કોલર થઈને ઓક્સફોર્ડમાં ભણવા ગયેલો આ ગરીબ બ્રાહ્મણનો છોકરો, આખરે ત્યાં પી.એચડીનો ગાઈડ બની જાય છે.
ઓક્સફોર્ડ યુનિ.માં ‘ઈસ્ટર્ન રિલીજીયન એન્ડ એથિક્સ’ વિષયના ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પી.એચડી.નો ગાઈડ બની જાય છે. અંગ્રેજોને અંગ્રેજોના પ્રદેશમાં જઈને અંગ્રેજીમાંજ હિન્દુધર્મના પાઠ ભણાવે છે, જ્યારે અંગ્રેજો ભારત પર કબ્જો જમાવામાં વ્યસ્ત હતા ત્યારે વિવેકાનંદ અને રવિન્દ્રનાથ પછી તેને સાબિત કરી બતાવ્યું કે વિચારોમાં બુદ્ધિમત્તા ભારતીયની હોઈ શકે છે.
આ અંગ્રેજોએ 1933-37માં તેમને નોબેલ પ્રઈઝ માટે તેમનું નોમિનેશન પણ કર્યું, પણ તેને નોબેલપ્રાઈઝ ન આપ્યું. સર નો ખિતાબ પણ જેને મળે લો તે તેમણે સાભાર અસ્વીકાર કર્યો. ‘પૂર્વનો ધર્મ અને પશ્ચિમના વિચાર’(ઈસ્ટર્ન રીલીજીયન એન્ડ વેસ્ટર્ન થોટ), ‘ભારતીય તત્વજ્ઞાન’ (ઈન્ડીયન ફિલોસોફી), ‘ધમ્મપદ’, ‘ઉપનિષદના સિદ્ધાંતો’ ‘શ્રદ્ધાની પુનઃપ્રાપ્તિ’ (રિકવરી ઓફ ફેઈથ) જેવા વિશ્વને પણ નોંધ લેવા પડે તેવા તત્વજ્ઞાનના પુસ્તકો આપનાર આ ગરીબ બ્રાહ્મણનો છોકરો એટલે બીજું કોઈ નહીં પણ આપણા પ્રથમ ઉપ-રાષ્ટ્રપતિ અને 5 સપ્ટેમ્બર જેના જન્મદિવસે આપણે શિક્ષક દિન ઉજવીએ છીએ તે જ્ઞાનપૂંજ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન. જેનો જન્મ 5 સપ્ટેમ્બર 1888 અને મૃત્યુ 17 એપ્રિલ 1975 રોજ થયું હતું.
મિત્રો, આપણે જેને માત્ર ભારતના રાષ્ટ્રપતિ તરીકે જાણીએ છીએ, તે ન તો કેવળ શિક્ષક હતાં કે ન માત્ર રાષ્ટ્રપતિ હતાં, તે જે બુદ્ધિપ્રતિભાનાધની હતા, તેના માટે આ બધા પદ કે એવોર્ડ ઉણાં ઉતરતાં હતાં. ઘણા વ્યક્તિ એવા હોય છે જેનાથી પદ શોભતાં હોય છે. આવા વ્યક્તિઓથી પદ શોભે છે. તેનું એક પુસ્તક ખૂબ પ્રસિદ્ધ છે, ‘રિકવરી ઓફ ફેઈથ’ અર્થાત શ્રદ્ધાની પુનઃપ્રાપ્તિ. આ પુસ્તકમાંથી તેના જ્ઞાનના બેક છાંટણા આજના પાવન દિને લેવાથી આપણા પુણ્યમાં પણ વધારો થાય છે.
– વિશ્વના ધર્મશિક્ષકોએ તેની પરંપરાઓને તોડીને એક નવી પરંપરા રચી છે, જેથી તે આપણને નવો ધર્મ અને વિચાર આપી શક્યા છે.
– આપણો સમાજ એટલો અસ્વસ્થ નથી કે તેની રક્ષા ન કરી શકાય, સમસ્યા માત્ર એટલી જ છે કે તે વિભક્ત નિષ્ઠા અને પ્રતિકૂળ પ્રેરણાઓથી પીડિત છે.
– આપણને માત્ર એવી નિષ્ઠાની જરૂર છે, જે વસ્તુઓ પર અંતરઆત્માની શક્તિને સ્થાપિત કરે અને જ્યાં વિજ્ઞાન અને સમાજે પોતાની પારસ્પરિકતા ગુમાવી દીધી છે તેને ફરી સ્થાપિત કરે.
– જો આપણે આપણી નૈતિકતા અને સત્ય(માનવ તત્વને)ને જાળવી રાખવું હોય તો આધુનિકતાનો વિવેક બુદ્ધિથી ઉપયોગ કરતા સમજી લેવું પડશે.
– જ્યારે જીવનમાં શાંતિ અને સ્થિરતાના ગંભિર સ્રોતોનો અભાવ હોય છે, ત્યારે આપણે ઈન્દ્રીય સુખોમાં ડૂબીને તેની પૂર્તિ કરીએ છીએ. આવી પ્રવૃત્તિ કરીને આપણી અંદર રહેલા ખાલીપણાને બેધ્યાન કરી દઈએ છીએ.
– માણસ સમાજમાં બુદ્ધિમાની અને પ્રોફેશનલ બને છે પણ તેને એ ખબર નથી કે પોતાના સંબંધો કરતાં સામાજિકહિત વધારે મહત્વપૂર્ણ હોય છે.
– કોઈ વ્યક્તિના આત્મા, હૃદય અને મસ્તિષ્કમાં જે બને છે, વિખેરાય છે અને ઘડાય છે, તે જ તેના માટે વધું મહત્વપૂર્ણ સાબિત થાય છે.
– માણસે સારા-ખરાબનું જ્ઞાન છે. તે જે હદ સુધી માનવીય છે તે હદ સુધી તેણે સારું-ખરાબ, પાપ-પુણ્ય કરવું જ પડે છે. જો તે તેની સ્વતંત્રતાનો ઉપયોગ કર્યા વગર કામ કર્યે જાય તો તે યંત્ર બની જાય છે. સામાન્ય નશ્ચિત ક્રમને આત્મસમર્પણ કરવા કરતાં તો ખરાબ કરવું વધારે સારું, કારણ કે આ અવસ્થા જ તેને માણસ બનાવે છે.
આલેખન – – આનંદ ઠાકર
dr. Sarvepalli Radhakrishnan | teacher day |

The post આધુનિક ઋષિઓની ગણનામાં તેનું સ્થાન ઉપર છે…. first appeared on Edumaterial.

The post બદલીના નવા નિયમો જાહેર: તમે રહેશો ખોટમાં કે ફાયદામાં? જાણો first appeared on Edumaterial.

]]>શિક્ષકોની બદલીને લઇ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ મહત્વની જાહેરાત કરી છે. આજે આ મુદ્દો ચર્ચામાં રહ્યો છે.
રાજ્ય સરકારની નીતિ વિષયક જાહેરાત કરતા, સરકાર શિક્ષણ મંત્રીએ કહ્યું છે કે પ્રાથમિક શિક્ષકોની બદલીની સમય મર્યાદામાં ઘટાડો કરવામાં આવશે.
નિર્ણય અંગે આજે જ પરિપત્ર પણ કરી દેવામાં આવ્યો છે જે અહીં આપ પીડીએફ રૂપે મેળવી શકો છો.
આ પત્રકાર પરિષદમાં જીતુ વાઘાણીએ જાહેર કર્યું કે
બદલીના નિયમો અંગેનો પરિપત્ર
2022-04-01 પ્રાથમિક શિક્ષક બદલીના નવા નિયમો
જીતુભાઈ વાઘાણી દ્વારા 42 પાનાંનો બદલીનો નવો ઠરાવ જાહેર કરાયો છે.
2 લાખ કરતા વધુ શિક્ષકોને લાભ મળશે
બદલીની સમયમર્યાદામાં 5 વર્ષનો ઘટાડો થયો
વર્ષ 2012ના નિયમો રદ કરવામાં આવ્યા

The post બદલીના નવા નિયમો જાહેર: તમે રહેશો ખોટમાં કે ફાયદામાં? જાણો first appeared on Edumaterial.

The post AAVAKAR DRON VASAHAT PRIMARY SCHOOL ISSUE 2 first appeared on Edumaterial.

]]>આવકાર મુખપત્ર અંક 2
આ પણ વાચો: બાળવાર્તા – કીડી સાથે યંત્ર
શ્રી દ્રોણ વસાહત પ્રાથમિક શાળાના ધો. ૬,૭,૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા ‘ આવકાર ‘ મુખપત્ર તૈયાર કરવામાં આવ્યું છે.
અહીં આપ જોઈ શકો છો કે બાળકોએ એની વયકક્ષા અનુસાર એક પ્રયત્ન કર્યો છે.
દ્રોણ વસાહત શાળાના કેટલાંક નાના નાના પણ નક્કર કામ વિશે અહીં બાળકોએ જ અખબારી નોંધની જેમ લખ્યું છે. ગામ, શાળા અને શાળા પરિવારની વિગત તો છે જ સાથે સાથે બાળકોની સર્જનાત્મક શક્તિ વિકસાવે ને પ્રોત્સાહન મળે એટલા માટે વાર્તા ને હાઈકુ પણ છે.
વાંચો અને બાળકોને પ્રોત્સાહન આપો…
આ પણ વાચો: બાળવાર્તા – કીડી સાથે યંત્ર
અહીં આવકારની PDF download
AAVAKAR DRON VASAHAT PRIMARY SCHOOL ISSUE 2
AAVAKAR DRON VASAHAT PRIMARY SCHOOL ISSUE 2
આ પણ વાચો: બાળવાર્તા – કીડી સાથે યંત્ર

The post AAVAKAR DRON VASAHAT PRIMARY SCHOOL ISSUE 2 first appeared on Edumaterial.

The post RTE education addmission process gujarat government 2022-23 first appeared on Edumaterial.

]]>RTE education addmission gujarat 2022-23. RTE addmission process private school application Gujarat government scheam. RTE EDUCATION PROJECT. RTE addmission process. RTE gujarat Frist round. Right of education policy gujarati.
RTE હેઠળ ધોરણ-1માં બાળકોને પ્રવેશ માટે સંભવિત કાર્યક્રમ…
RTE education addmission process
પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ 21-03-2022 ના રોજ વર્તમાનપત્રોમાં જાહેરાત આપવામાં આવશે.
તારીખ:29-03-2022 સુધી ડોક્યુમેટ એકઠા કરવાનો સમય. RTE addmission process documents
તારીખ:30-3-2022 થી 11-4-2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો. RTE addmission online form
તારીખ:26-4-2022 ના રોજ પ્રથમ રાઉન્ડ બહાર પડશે.
RTE education addmission gujarat 2022-23. RTE addmission process private school application Gujarat government scheam. RTE EDUCATION PROJECT. RTE addmission process. RTE gujarat Frist round. Right of education policy gujarati.
ગુજરાત સરકાર ( Government of Gujarat ) દ્વારા બાળકોને શિક્ષણ માટે આ એક વિશેષ યોજના છે. જેમાં આર્થિક કે સામાજિક રીતે અસમર્થ વાલીઓ પણ બાળકોને ખાનગી શાળાઓમાં ( private school addmission ) પ્રવેશ માટેની આ યોજના છે જેમાં ખાનગી શાળામાં બાળકો ભણી શકે અને વાલીઓને ફી નહિ ભરવાની પણ આ ઉપરાંત 3000 જેવી રકમ બાળકના ખાતામાં જમા થાય જેમાંથી બાળકના બૂટ, યુનિફોર્મ, સ્ટેશનરી ખર્ચ સરકાર ભોગવે છે.
આ યોજનાનો લાભ કોને મળી શકે? અરજી કયાં કરવી? કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે? આ માટેની વિશેષ માહિતી આગળ જોઈએ…..
– આ યોજના માટે બાળકોના પરિવારની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરેલ છે. – ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા 1,20,000/- રૂપિયા હોવી જરૂરી છે. અને શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવક મર્યાદા 1,50,000/- રૂપિયા હોવી જરૂરી છે.
– બાળકો ગુજરાત રાજ્ય ના વતની હોઈ તેમને લાભ મળશે.
– અનુસૂચિત જાતિ વર્ગ નાં બાળકો ને લાભ મળશે.
– અનુસૂચિત જનજાતિ વર્ગ ના બાળકો ને લાભ મળશે.
– સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ નાં બાળકો ને લાભ મળશે.
– અનાથ બાળકો ને લાભ મળશે.
– જે માતાપિતા ના સંતાનો માં ફક્ત એકજ દીકરી હોઈ તેવી દીકરી ને લાભ મળશે.
– બાળ ગૃહ નાં તમામ બાળકો ને લાભ મળશે.
– ગુજરાત સરકાર ની આંગણવાડીઓ માં અભ્યાસ કરતા બાળકો ને લાભ મળશે.
– સંભાળ અને સંરક્ષણ ની જરૂરિયાત વાળા બાળકો ને લાભ મળશે.
– જે પરિવારો BPL માં આવે છે અને તેમનો BPL નો સ્કોર 0 થી 20 ની વચ્ચે હોઈ તેવા બાળકો ને લાભ મળશે.
– પોલીસ,લશ્કર કે અર્ધ લશ્કરી દળો માં સહિદ થયેલા વ્યક્તિઓ નાં બાળકો ને લાભ મળશે.
– માનસિક અસ્વસ્થ બાળકો અને સેલેબ્રલ પાલ્સી વાળા બાળકોને લાભ મળશે.
– ART ( એન્ટી રેટ્રોવાઈરલ થેરાપી) લેતા તમામ બાળકો ને લાભ મળશે.
RTE education addmission gujarat 2022-23. RTE addmission process private school application Gujarat government scheam. RTE EDUCATION PROJECT. RTE addmission process. RTE gujarat Frist round. Right of education policy gujarati.
આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન પ્રક્રિયા છે. જાહેરાત આવ્યા બાદ આપ ઓનલાઇન પ્રક્રિયા કરી અને પ્રવેશ મેળવી શકો છો. આમાંથી આપને જે લાગુ પડતું હોય એ અપલોડ કરવાનું હોય છે એ પણ યોગ્ય રીતે દેખાય એ રીતે નહિ તો અરજી નામંજૂર થઈ શકે છે.
એમની ઑફિસિયલ વેબસાઇટ પર જઈ અને વિશેષ વિગત અને વખતો વખતના ફેરફારો માટે જાણી શકો છો અને ત્યાંથી જ ઓનલાઇન અરજી કરી શકાશે – https://rte.orpgujarat.com/
બે પ્રકારના ડોક્યુમેન્ટ્સ ની જરૂરિયાત પડે છે. 1. જે જનરલ બધાને આપવાના હોય છે અને 2. કે તમે જે કેટેગરી પસંદ કરો છો એના આધાર હોય છે.
દસ્તાવેજનું નામ માન્ય આધાર-પુરાવાની વિગત અહીં જે આપી છે એ એમની માન્ય વેબસાઇટ પરથી લેવામાં આવેલ છે.
1 રહેઠાણનો પુરાવો આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ/
જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી.
જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર તથા સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાના આધાર સાથેનો માન્ય ગણવામાં આવશે.
(નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં)
2 વાલીનું જાતીનું પ્રમાણપત્ર મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​
3 જન્મનું પ્રમાણપત્ર ગ્રામ પંચાયત/નગર પાલિકા , મહાનગર પાલિકા, જન્મ/હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર / આંગણવાડી , બાલવાડી નોંધણી પ્રમાણપત્ર /માતા-પિતા કે વાલીનું નોટોરાઈઝડ સોગંદનામું
4 ફોટોગ્રાફ પાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ
5 વાલીની આવકનું પ્રમાણપત્ર જુનો આવકનો દાખલો હોય તો મામલતદારશ્રી , તાલુકા વિકાસ અધીકારી અથવા સક્ષમ સત્તાધીકારીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. નવો આવકનો દાખલો માત્ર જનસેવા કેન્દ્રનો જ માન્ય ગણાશે.
(તા. ૦૧/૦૪/૨૦૧૯ પછીનો)
ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ તાજેતરનો (તા. ૦૧/૦૪/૨૦૨૧ પછીનો) આવકનો દાખલો જ માન્ય ગણવામાં આવશે.
6 બીપીએલ ૦ થી ૨૦ આંક સુધીની BPL કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજુ કરવાનો રહેશે જ્યારે શહેર વિસ્તાર માટે મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અથવા મહાનગર પાલિકાએ અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનો દાખલો, નગરપાલિકા વિસ્તારમાં નગર પાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અને નોટીફાઈડ વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારી અથવા વહીવટી અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે. જે શહેરી વિસ્તારમાં 0 થી ૨૦ આંક (સ્કોર) ધરાવતા બી.પી.એલ કેટેગરીના લાભાર્થીઓની યાદી ન હોય તેવા વિસ્તારમાં બી.પી.એલ યાદીમાં સમાવેશ થયેલ લાભાર્થીએ જે-તે સક્ષમ અધિકારીનું બી.પી.એલ યાદી નંબર વાળું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. BPL રેશનકાર્ડ BPL આધાર તરીકે માન્ય ગણાશે નહિ. RTE education addmission process
7 વિચરતી જાતિઓ અને વિમુકત જનજાતિઓ મામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​
8 અનાથ બાળક જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
9 સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
10 બાલગૃહ ના બાળકો જે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
11 બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકો જે તે જીલ્લાના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર
12 સેરેબ્રલી પાલ્સી વાળા બાળકો સિવિલ સર્જન પ્રમાણપત્ર
13 ખાસ જરૂરિયાત વાળા બાળકો (દિવ્યાંગ) સિવિલ સર્જન નું પ્રમાણપત્ર (લઘુતમ 40%)
14 (ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકો સિવિલ સર્જન પ્રમાણપત્ર
15 શહીદ થયેલ જવાનના બાળકો સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો
16 સંતાનમાં એક માત્ર દીકરી હોય તે કેટેગરી માટે ગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારીનો એક માત્ર (સિંગલ ગર્લ ચાઈલ્ડ) હોવાનો દાખલો
17 સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો સરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS-CAS વેબપોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સબંધિત આંગણવાડીનાં આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવેલ સક્ષમ અધિકારીનો પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવાનો રહેશે.
18 બાળકનું આધારકાર્ડ બાળકના આધારકાર્ડની નકલ​.
19 વાલીનું આધારકાર્ડ વાલીના આધારકાર્ડની નકલ​
20 બેંકની વિગતો.
આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્ય મા વસતા નીચે મુજબ નાં બાળકો ને RTE Act હેઠળ ફ્રીમાં એડમીશન આપવામાં આવશે.
RTE education addmission gujarat 2022-23. RTE addmission process private school application Gujarat government scheam. RTE EDUCATION PROJECT. RTE addmission process. RTE gujarat Frist round. Right of education policy gujarati.
The Right of Children to Free and Compulsory Education Act or Right to Education Act (RTE) RTE education addmission process
an Act of the Parliament of India enacted on 4 August 2009, which describes the modalities of the importance of free and compulsory education for children between the age of 6 to 14 years in India under Article 21A of the Indian Constitution.

The post RTE education addmission process gujarat government 2022-23 first appeared on Edumaterial.

The post Gujarat government has decided to include Shrimad Bhagwat Gita in the gujarat primary school syllabus for Classes 6-12, why? first appeared on Edumaterial.

]]>Gujarat government has decided to include Shrimad Bhagwat Gita in the gujarat primary school syllabus for Classes 6-12.
ગુજરાત સરકાર દ્વારા નવી શિક્ષણનીતિના પગલે શ્રીમદ્ ભગવદ્ ગીતા અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવશે. જે ધો. ૬ થી ૧૨ માં અભ્યાસક્રમમાં મૂકવામાં આવશે. તેના વિશે વિવિધ સ્પર્ધાઓ કરવામાં આવશે. આવી જાહેરાત ગુજરાત સરકારના શિક્ષણ મંત્ર માન. શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા કરવામાં આવી.
Gujarat government. new education policy. Shrimad Bhagwat Gita in the school syllabus for Classes 6-12. Education minister jitu vaghani.
ત્યારે ઘણાં લોકોને પ્રશ્ન થાય કે શ્રીમદ્ ભગવદ્ ગીતા અભ્યાસક્રમમાં શા માટે? આ વિશે અનેક ચર્ચાઓ અને મતમતાંતરો થશે પરંતુ શિક્ષણ માટે, શા માટે શ્રીમદ્ ભગવદ્ ગીતા કોર્સમાં દાખલ કરવી જરૂરી છે તે મારા અભ્યાસ અને વાંચનથી મળેલા કેટલાક તારણો… તો આજે એ વિશે થોડાં મુદ્દા…
Shrimad Bhagwat Gita
इति ते ज्ञानमाख्यातं गुह्याद्गुह्यतरं मया।
विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु।।18.63।।
અર્થાત્
આ ગૂઢ રહસ્યયુક્ત જ્ઞાન મેં ( સર્વજ્ઞ ઈશ્વરે ) કહ્યું. હવે તું આના પર બરોબર વિચાર કરી ને તને યોગ્ય લાગે એમ કર.
આ freedom સ્વતંત્રતા જ જીવનને એક નવી દિશા આપે છે. બંધન નથી આપતી. અને વિદ્યા માટે તો કહેવાયું જ છે કે મુક્ત કરે એ વિદ્યા. શ્રીમદ્ ભગવદ્ ગીતા મુક્તિનો સંદેશ આપે છે માટે અભ્યાસક્રમમાં જરૂરી છે.
આ અને આવી અનેક સંસ્થાઓ શ્રીમદ્ ભગવદ્ ગીતાનું અધ્યયન કરાવે છે. હમણાં ગુજરાતની લગભગ યુનિવર્સિટીમાં સર્ટિફિકેટ કોર્સ શરૂ થયા છે.
Gujarat government has decided to include Shrimad Bhagwat Gita in the gujarat
અમેરિકાની યુનિવર્સિટી એ બિઝનેસ મેનેજમેન્ટમાં ગીતા કોર્સ તરીકે દાખલ કરી. ( business management at Seton Hall University (SHU), New Jersey ) તેમને DNA ના પ્રતિનિધિ બ્રીઆંન ડિસોઝાએ પૂછ્યું કે શા માટે ગીતા કોર્સમાં દાખલ કરી ત્યારે તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓને પ્રશ્નો દ્વારા પોતાનામાં પરિવર્તન લાવવામાં મદદરૂપ બને છે. ( The objective is to help college students get a grasp of ‘the perennial questions’ in their ‘journey of transformation’, says DNA. )
Gujarat government has decided to include Shrimad Bhagwat Gita in the gujarat
શ્રીમદ્ ભગવદ્ ગીતા ભણાવનારા અને ભણનારા લોકોનું એમણે સંશોધન કરી ને તરણો આપણી સામે મૂક્યા છે.
અને અંતે શ્રીમદ્ ભગવદ્ ગીતા શિક્ષણમાં શા માટે હોવી જોઈ એ માટે એનો જ શ્લોક લઈ આ કડીને અહીં વિરામ આપીએ..
શિક્ષણ – કેળવણી કેવી રીતે મેળવવી જોઈએ? એ માટે કૃષ્ણ ૪ થા અધ્યાયમાં, ૩૪ માં શ્લોકમાં કહે છે કે –
तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया।
उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः।।4.34।।
અર્થાત્
આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તું તેમની પાસે દંડવત ( પ્રણિપાત ) કરી, એમની સેવા કરી, તેની બાજુમાં બેસી પ્રશ્નો કરવાથી તે તત્વદર્શિ જ્ઞાનીઓ પાસેથી ઉપદેશ મેળવવો જોઈએ.
કેવી જ્ઞાનની ઉદ્દાત અને દિવ્ય પરંપરા!
આ શ્લોકમાં આવતા परिप्रश्नेन શબ્દની વિભાવના બાબતે કેવડી મોટી ચર્ચા આપણા શાસ્ત્રોમાં મળે છે.
ખૈર, અહીં એક વાત સ્પષ્ટ થાય છે કે
Gujarat government has decided to include Shrimad Bhagwat Gita in the gujarat
શ્રીમદ્ ભગવદ્ ગીતા વાંચવી જરૂરી છે. ત્યારે અભ્યાસક્રમમાં આનું જોડાણ ભારતની આવનારી પેઢીના મંદુરસ્તી માટે જરૂરી છે.
The students will be told the importance of the holy book. The stories and episodes illustrated in it will be introduced in the form of shlokas(verses), songs, essays, debates, plays, quizzes and other scholastic approaches – says jitu vaghani
#GovernmentofGujarat #BhagwatGita #neweducationpolicy

The post Gujarat government has decided to include Shrimad Bhagwat Gita in the gujarat primary school syllabus for Classes 6-12, why? first appeared on Edumaterial.

The post ૨૦૨૩ થી પ્રવેશમાં ફેરફાર: વાલી તરીકે તમે જાણવા માંગો એ બધું જ first appeared on Edumaterial.

New education policy admission for Frist standard, junior k. G., Nursery, sinior K. G. In gujarat primary school of gujarat state, Gujarat government Gujarati medium and English midium.
કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિ અનુસાર આગામી 2023થી શૈક્ષણિક વર્ષ 1લી જૂને છ વર્ષ પૂર્ણ કરનારા બાળકોને જ ધોરણ 1માં પ્રવેશ અપાશે જેથી વાલીઓ પોતાના બાળકોને પ્લેગ્રુપ, નર્સરી, જુનિયર અને સિનિયર કેજીનું શિક્ષણ એ રીતે પૂરું કરાવી લે તેવી સૂચના શિક્ષણ વિભાગે દરેક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ ખાનગી સંચાલકોને આપી છે.
પરિપત્રમાં પ્રાપ્ત વિગતો મુજબ કેન્દ્ર સરકાર દ્વારા આગામી 2023થી લાગુ થનારી શિક્ષણ નીતિમાં છ વર્ષ પૂર્ણ કરનારા બાળકને જ ધોરણ 1માં પ્રવેશ આપવાનું હોઈ તમામ વાલીએ પોતાના સંતાનનું પ્લેગ્રુપ, નર્સરી, જુનિયર તથા સિનિયર કેજીનું શિક્ષણ એ પ્રમાણે પૂર્ણ કરાવે જેથી આગામી વર્ષ 2023માં બાળકને છ વર્ષ પૂર્ણ થયેથી ધોરણ 1માં પ્રવેશ આપી શકાય, અન્યથા વધુ એક વર્ષ સુધી બાળક પ્રારંભિક શિક્ષણમાં પ્રવેશ મેળવી શકશે નહીં.
જો કે, કેન્દ્ર સરકાર સંચાલિત સીબીએસસી અને અન્ય રાજ્યોમાં પહેલાથી જ છ વર્ષે બાળકને ધોરણ 1માં પ્રવેશ અપાય છે, માત્ર ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષોથી પાંચ વર્ષે બાળકને પ્રવેશ અપાય છે, જેમાં હવે નવી શિક્ષણ નીતિ હેઠળ 2023ના શૈક્ષણિક વર્ષથી ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે.
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષે જૂનિયર કે.જી.માં પ્રવેશ માટે વાલીઓએ ખાસ ધ્યાન રાખવું પડશે. 2021-22ના શૈક્ષણિક વર્ષમાં જૂનિયર કે.જી.માં પ્રવેશ માટે જે બાળકને 4 વર્ષ પૂર્ણ થયા હોય તેમને જ પ્રવેશ આપવામાં આવશે. શિક્ષણ વિભાગે ધોરણ 1માં પ્રવેશ માટેની ઉંમરમાં ફેરફાર કરતાં અત્યારથી જ તેની અસર વર્તાશે. બાળક 4 વર્ષ કરતાં નાનું હશે તો તેને નવા સત્રમાં જૂનિયર કે.જી.માં પ્રવેશ અપાશે તો તે બાળક જ્યારે પહેલા ધોરણમાં આવશે ત્યારે તેને 6 વર્ષ પૂરા ના થયા હોવાથી એડમિશન મળશે નહીં.
ધોરણ 1માં 6 વર્ષના નિયમનો અમલ 2023-24ના વર્ષથી કરવામાં આવશે. જેથી નવા શૈક્ષણિક વર્ષમાં જૂનિયર કે.જી.માં પ્રવેશ લેતા બાળકોએ ખાસ તકેદારી રાખવાની રહેશે. અત્યાર સુધી એવું હતું કે બાળક 3 વર્ષનું થાય એટલે તેને જૂનિયર કે.જી.માં પ્રવેશ આપી દેવાતો હતો. જો કે, હવે તેવું શક્ય નહીં બને. નવા શૈક્ષણિક વર્ષથી બાળકની ઉંમર 4 વર્ષની હશે તો જ તેને જૂનિયર કે.જી.માં પ્રવેશ અપાશે. જેથી એક વર્ષ બાદ તે સિનિયર કે.જી.માં આવે ત્યારે તેની ઉંમર 5 વર્ષની થઈ હશે. આ જ રીતે જ્યારે 2023-24માં તે પહેલા ધોરણમાં આવશે ત્યારે તેની ઉંમર 6 વર્ષ થઈ ગઈ હશે માટે પ્રવેશ માટે લાયક ગણાશે.
New education policy admission for Frist standard, junior k. G., Nursery, sinior K. G. In gujarat primary school of gujarat state, Gujarat government Gujarati medium and English midium.

The post ૨૦૨૩ થી પ્રવેશમાં ફેરફાર: વાલી તરીકે તમે જાણવા માંગો એ બધું જ first appeared on Edumaterial.

The post Vidhyasahayak bharti : વિદ્યાસહાયક ભરતી પ્રથમ તબક્કો first appeared on Edumaterial.

]]>વિદ્યાસહાયક ભરતી માટે નો પહેલો રાઉન્ડ બહાર પાડી ગયો છે. જેની વિગત ઉપરોક્ત ઈમેજ માં પરિપત્ર પ્રમાણે આપી છે વધુ માહિતી માટે નીચેની અધિકારીક લિંક પર જઇ વિશેષ માહિતી મેળવો…
શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૨ વિદ્યાસહાયક ભરતી સાધન સહાયક માહિતી
તા. 17-3-2022ના રોજ વિદ્યાસહાયકની વેબસાઈટ પર મેરીટ યાદી જાહેર થશે.
મેરીટ ક્રમ અને રીટ માહિતી વેબસાઈટ પર અલગ મેરીટ જોવાનો નંબર, નંબર અને પાસવર્ડ એન્ટર કરો. લોગીન અને મુકેલી મેરી યાદી પર ક્લિક કરો.
તમારું નામ, લાયકાત કેટેગરી તેમજ મેરીટના ગુણમાં જો કોઈ ભૂલ રહી હોય તો તા. 17-3-2022 થી 23-3-2022 થી મનેકળી ઓનલાઈન અપડેટ કરી અને અપડેટ પ્રીંટ જિલ્લા સ્વીકાર કેન્દ્ર પર રૂબરૂ જિનસ્વીવી.
તમારી ફાઈલ મેરીટ યાદી અને કોલ લેટે પછી તેની ઓફિસ ઓફિસ પર પ્રસિદ્ધ સંસ્થા.
સીધી સત્તાવાર લિંક
http://vsb.dpegujarat.in/FinalMeritList
શિક્ષણ વિભાગ દ્વારા http://vsb.dpegujarat.in/ પર વિશેષ વિશેષ બાબતો આવી છે.
ધો. ૧ થી ૫ ની ૧૩૦૦ જગ્યા અને ધો. ૬ થી ૮ ની ૨૦૦૦ જગ્યાઓ પર ભરતી થશે.
ગુજરાત રાજ્ય શિક્ષણ દ્વારા ધો. ૧ થી ૫ અધિકારીઓની જગ્યા ૫૩૩ અને ધો. ૬ થી ૮ ની અધિકારીની જગ્યા ૮૭૨ વિસ્તાર છે.
જ્યારે સામાન્ય જગ્યાએ ધો. ૧ થી ૫ ની સામાન્ય જગ્યા ૭૬૭ અને ધો. ૬ થી ૮ ની સામાન્ય ભરતીની જગ્યા ૧૨૮
ભરતી માટે ટેટનું રિલ્ટ અને તેની કોપી તૈયારીઓ. બી. એડ. અને અન્ય અભ્યાસો રિઝલ્ટ અને ડિગ્રી સર્વટિફિકેટ પણ તૈયારી.
આ પણ વાંચો…

The post Vidhyasahayak bharti : વિદ્યાસહાયક ભરતી પ્રથમ તબક્કો first appeared on Edumaterial.

The post HTAT ને મળશે ન્યાય: સરકારે આજે લીધો આ નિર્ણય first appeared on Edumaterial.

]]>HTAT માં ઘણા શિક્ષકોએ પ્રથમ તો હોદ્દો લઈ લીધો હતો. પછી કોઈ પણ કારણસર એ લોકોએ શાળા વાપસી કરી હતી.
આવી રીતે આવનારા શિક્ષકોને ઉચ્ચ પગાર ધોરણનો લાભ મળતો નહતો. એ બાબતે ઘણી રજૂઆતો થઈ અને ત્યાર બાદ સરકારે નિર્ણય જણાવ્યો.
૨૫-૧-૨૦૨૨ની યાદીમાં જોવા મળે છે કે સરકારે પરિપત્ર કરી અને આ બાબતે નિર્ણય લીધો કે મુખ્ય શિક્ષક તરીકે બઢતી લઈને આવેલા શિક્ષક પાછા શાળામાં ફર્યા હોય એમને ઉચ્ચ પગાર ધોરણ આપવું.
હાલ ૫૬ શિક્ષકો એવા છે આ ઉપરાંત પણ કચેરીએ વિશેષ કોઈ શિક્ષક આ રીતે હોય તો પણ તંત્રે તેની તપાસ કરી અને પગાર ધોરણ મંજૂર કરવા યાદીમાં જણાવ્યું છે.

The post HTAT ને મળશે ન્યાય: સરકારે આજે લીધો આ નિર્ણય first appeared on Edumaterial.

The post એક અનોખો નવતર પ્રોયોગ: આપત્તિને અવસર બનાવતા શિક્ષક first appeared on Edumaterial.

]]>Teacher innovation gujarat primary school
Teacher innovation gujarat primary school
ગીરગઢડા તાલુકાના ચીખલ ગામના સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી નરેશભાઈ સોંડાગાર એક એવા શિક્ષક છે જેમણે પોતાના ચિત્ર અને ક્રાફટના શોખને બાળકોના શૈક્ષણિક વિકાસ માટે ઉપયોગમાં બનાવી દીધો છે.
નરેશભાઈ ચિત્રની કોઈ ડિગ્રી ધરાવતા નથી. આમ છતાં તેમનો અંગત રસ છે કે એમને અનેક ચિત્રો અને પોટ્રેટ બનાવ્યા છે. એટલું જ નહિ એના ફ્રી સમયમાં અનેક વિદ્યાર્થીઓને ચિત્ર વિશે માર્ગદર્શન આપે છે. એમને આજ સુધીમાં ઘણાં વિદ્યાર્થીઓને જિલ્લા અને રાજ્ય સ્તરે ચિત્રમાં આગળ વધાર્યા છે.
શાળામાં એમણે શું કર્યું?
સરકારી પ્રાથમિક શાળાઓમાં ૩૧ જાન્યુઆરી સુધી વિદ્યાર્થીઓને આવવાનું બંધ છે. કોરોનાની આ આપત્તિમાં શિક્ષક જીવંત છે. એ આપત્તિને પણ અવસર બનાવી શકે છે કારણ કે શાળા બંધ છે, શિક્ષણ નહિ. તો એ દરમિયાન નરેશભાઈ કાર્ડસીટ દ્વારા અનેક આકરો બનાવ્યા અને તેને પોતાની ચિત્રકલાથી સજાવ્યા છે. જેથી બાળક આટલાં દિવસની રજા પછી ફરીથી જ્યારે શાળાએ આવે ત્યારે એને વાર્મ વેલકમ મળી શકે. એને શૈક્ષણિક રમકડાં મળી શકે. આ બાબતો વિશે લખું એના કરતાં આપ ફોટો જોશો તો વધુ ખ્યાલ આવશે. અહીં કેટલાક ફોટો આપેલા છે.
અભ્યાસ લક્ષી ચિત્રાંકન –
શાળામાં એક થી ચાર ધોરણને અભ્યાસમાં મદદરૂપ થાય એ માટે શાળામાં પડી રહેલા નાના ટેબલ પર પોતાના ખર્ચે કલર લઈ આવી અને ટેબલ ને બોલતાં કર્યાં.
ટેબલ માં સામાન્ય લેખન, ગણન અને વાંચન સુધારી શકાય અને બાળકોને સતત એની સામે રાખી શકાય એવા પ્રયત્નો કર્યા છે.
વિવિધ વસ્તુઓના મોડેલ અહીં ફોટો માં મૂકીએ છીએ. કદાચ કોઈ શિક્ષકને કે વાલીઓને ઉપયોગી સાબિત થાય અને નવો વિચાર બાળકોના અભ્યાસમાં એક નવો આયામ સિધ્ધ કરાવે.
વિશેષ તમામ ફોટોઝ જોવા માટે નીચે ગેલેરી મૂકી છે એમાં આપ એક પછી એક ફોટો જોઈ શકશો…
ચિત્રના ફોટો – નરેશભાઈ સોંડાગાર
આલેખન સંકલન – આનંદ ઠાકર
Teacher innovation gujarat primary school

The post એક અનોખો નવતર પ્રોયોગ: આપત્તિને અવસર બનાવતા શિક્ષક first appeared on Edumaterial.

The post ઊનાના અંતરિયાળ ગામડાની આ સરકારી શાળાની કામગીરીથી આકર્ષાયા વિદેશીઓ first appeared on Edumaterial.

]]>government primary school classroom
– કમલેશ જુમાણી ( પત્રકાર, ઊના )
ઊના તાલુકાના અંતરિયાળ વિસ્તાર કે જ્યાં ડમાસા પ્રાથમિક શાળામાં ઇંગ્લેન્ડના સંશોધક આવ્યા. સરકારી શાળાની કામગીરી જોઈ અને તેઓ પ્રભાવિત થયા. શાળા જોઈ અને એમણે જે નિર્ણય કર્યો એ વાંચવા જેવું છે.
આ ઉપરાંત શાળામાં શું સુવિધા છે? આ આચાર્ય અને શિક્ષકોનું શું પ્રદાન છે? કેળવણી માટે કેવા પ્રયોગો કર્યા છે? વાંચો આગળ
government primary school classroom
પ્રાપ્ત વિગતો પ્રમાણે ઉનાની નજીક આવેલા અંતરિયાળ, નાનકડા એવા ડમાસા ગામની સરકારી પ્રાથમિક શાળામાં ઇંગ્લેન્ડ (U.K.)માં સાયન્ટિસ્ટ તરીકે રિસર્ચ કરતા ડૉ. રીનાબેન જયેશભાઇ મજેઠીયા (DNA
M.Fam,PhD. સાયન્ટિસ્ટ કેન્સર રિસરચ ટીમ લીડર, કેમ્બ્રિજ U.K.) તથા જયેશભાઈ ભાણાભાઇ મજીઠીયા એ પણ કેમ્બ્રીજ માં M.Fam,PhD. સાયન્ટિસ્ટ કેન્સર રિસરચ ટીમ લીડર છે. તેઓ બંનેએ શાળાની શુભેચ્છા મુલાકાત લઈ, બાળકો સાથે પોતાના અનુભવોની અને વિવિધ સંશોધનની પ્રોસેસ વિશે સુંદર ચર્ચા કરી, તેમના બહુમૂલ્ય સમયની ભેટ આપી, વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ કરવા પ્રોત્સાહિત કર્યા.
સાયન્ટિસ્ટ દ્વારા શાળાને શું મળ્યું દાન જાણો આગળ…
આ ઉપરાંત ડૉ.રીનાબહેનના પિતાજીના સ્મરણાર્થે શાળામાં રીટાબેનના પિતાજી સ્વ. જેન્તીભાઇ મોહનભાઈ પાણખાણીયા (રાજકોટ)નાં જેઓ કોરોનાની બીજી લહેરમાં નિધન પામ્યા હતા તેમના સમર્ણાંર્થે એક મોટું વૉટર કુલર અને શાળાના તમામ 266 બાળકોને સ્પોર્ટ્સ યુનિફોર્મનું દાન કર્યું. આમ આ દાનની કુલ રકમ ₹1,40,000/- (એક લાખ ચાલીસ હજાર થઈ હતી.
શાળાના આચાર્યના જણાવ્યા અનુસાર આ સંશોધકોને ઉનામાં રહેતા શ્રીમતિ નયનાબહેન તથા શ્રી મહેશભાઈ સાંખટ આ શાળાથી પ્રભાવિત હતા અને તેઓ આ સંશોધક દંપતીને શાળામાં લઈને આવ્યા.
શાળામાં આચાર્યનું શું છે પ્રદાન –
આ શાળામાં HTAT આચાર્ય તરીકે શ્રી ભરતભાઇ નકુમ છે. જેઓએ વ્યક્તિગત રસ લઈ, રજાના દિવસોમાં પણ હાજરી આપી, બાળકો અને સ્ટાફના સહકારથી ઘટાદાર વૃક્ષોથી મેદાનને શણગાર કર્યો છે. આ શાળામાં હાલમાં 1 થી 8 ધોરણ છે. 260 થી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવે છે. વિશાળ મેદાન તથા અદ્યતન બિલ્ડીંગ તૈયાર થયા છે.
government primary school classroom
વિષય પ્રમાણે વર્ગ એક અનોખી વ્યવસ્થા, શાળામાં શિક્ષકોનું પ્રદાન –
અત્રે ઉલ્લેખનીય છે કે ડમાસા પ્રાથમિક શાળામાં દરેક વર્ગને અલગ અલગ વિષય તરીકે વિકસાવવામાં આવ્યા છે. અંગ્રેજી, વિજ્ઞાન અને ગણિતનું વિશેષ જ્ઞાન પ્રાપ્ત થાય એ માટે અનેક ઇનોવેશન મૂકવામાં આવ્યા છે. પુસ્તકાલયનો પણ પૂરતો ઉપયોગ થાય એ માટે બાળકો દ્વારા સંચાલન કરાવવામાં આવે છે. સ્વચ્છતા એવોર્ડ, શ્રેષ્ઠ શિક્ષક માટે દીપ પુરસ્કાર અને અન્ય ઉપલબ્ધિઓ પણ આ શાળાને નામે છે.
ભૌતિક સુવિધાઓમાં આ શાળા –
ભૌતિક સુવિધાઓમાં આ શાળા ખાનગી સંસ્થા કરતાં પણ કદાચ વધુ સવલતો પ્રાપ્ત છે. પરંતુ સૌથી વધુ અસરકારક બાબત તો એ છે કે શૈક્ષણિક બાબતોમાં પણ સૌથી મોખરે છે. એમના વિદ્યાર્થી સરકારી શિષ્યવૃત્તિ પરીક્ષાઓ અને ચિત્ર પરિક્ષાઓમાં અગ્રતાક્રમ પ્રાપ્ત કરે છે તો વળી આ શાળાના વિદ્યાર્થીઓ કલા સ્પર્ધામાં જિલ્લા સ્તર સુધી પોતાની પ્રતિભાનો પ્રકાશ પાથર્યો હતો.
government primary school classroom
online education arthgrahan gujarati primary
અર્થગ્રહણ ફકરાની પ્રેક્ટિસ માટે આગળના દિવસોની લિંક નીચે…
અર્થગ્રહણ ફકરા: દિવસ – 1
અર્થગ્રહણ ફકરા: દિવસ – 2
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક: દિવસ – 1
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક: દિવસ – 2
વિજ્ઞાન અને ટેકનોલોજીનું ગમ્મત સાથે જ્ઞાન આપનારી અને બાળકોમાં સંવેદના જગડનારી અમારી બાળવાર્તાઓ… ( વાર્તાના નામ નીચે આપેલા છે એના પર ક્લિક કરવાથી વાંચી શકાશે. )
રોબોટિક ઉંદર
જંગલ એપ્લિકેશન
સ્કુલના વડલા દાદા

The post ઊનાના અંતરિયાળ ગામડાની આ સરકારી શાળાની કામગીરીથી આકર્ષાયા વિદેશીઓ first appeared on Edumaterial.