Home JANVA JEVU Wooden Art સંઘેડા બજાર – મહુવાઃ એક મુલાકાત

Wooden Art સંઘેડા બજાર – મહુવાઃ એક મુલાકાત

0
185

સંઘેડા બજાર – મહુવાઃ એક મુલાકાત

Sangheda bazar mahuva gujarat wooden art

Wooden art Sangheda bazar mahuva gujarat

હમણાં મહુવા જવાનું થયું. સૌ આવવાના હતા તેના એક દિવસ પહેલા હું પહોંચ્યો. કેટલાય વખતથી ઈચ્છા હતી કે સંઘેડા બજાર જોવી. મમ્મી-પપ્પાએ એના વિશે ઘણી વાતો કરેલી.

હું બજારમાં ગયો. બધાને પૂછતો પૂછતો. સંઘેડા બજાર આવી. સૌ પ્રથમ તો મને થોડી દુકાનો લાકડાની કલાકૃતિઓના શોરૂમ લાગ્યા. પણ મારે તો ચાલુ કામ જોવું હતું.

હું આગળ ગયો ત્યાં મને સંઘેડા જોવા મળ્યા. આ ‘સંઘેડા’ શબ્દ લાકડાને કલામય ઘાટ આપનારા યંત્ર માટે પણ છે અને એ કાર્ય કરનાર કાષ્ટકલાકારને પણ આ જ નામથી સંબોધવામાં આવે છે.

Wooden art Sangheda bazar mahuva gujarat

Sangheda bazar mahuva gujarat wooden art

સંધેડા બજારના ખૂબ જ આકર્ષક નમૂનાના ફોટો!

હું એક સંઘેડાઉતારનારને ત્યાં બેઠો. તે લાકડાના કટકા માંથી ઢીંચણિયું ઉતારી રહ્યા હતા. મેં એને પૂછ્યુંઃ શું સ્થિતિ છે આજના બજારની…? તો એને જે જવાબ આપ્યો તે આ કલા માટે આપણને જાગૃત કરનારો છે. તેમણે કહ્યુંઃ અહીં પહેલા સો આસપાસના સંઘેડા મશીન અને દુકાનો હતી. અત્યારે વીસની આસપાસ રહી છે.

તેનાથી આગળના સંઘેડા પાસે ગયો તો વાતો વાતોમાં એને મને કહ્યું કે તમે જે શો રૂમ જોયાં તેમાં અહીંની વસ્તુઓ મોટાભાગની નથી. કારણ કે ચાઈનાથી માલ આવે છે. અમે તૈયાર કરીએ એ જે વસ્તુ 70 રૂ.ની પડે તે ચાઈનાથી આવે તે 40 રૂ. પડે.

Also Read::   Finland Visit : ફિનલેન્ડની યાદો સાથે…

મેં કહ્યું, ચાઈના થોડું આવું જોવા આવે… ચાઈના નઈ આપણાં જ કોઈક હશે બીજા પ્રાંતના

તો કહે, ના ના સાહેબ, બીજા પ્રાંતની અમુક વસ્તુઓ તો આવે જ છે, પણ ચાઈનાના લોકો અહીં આવી જોઈ ગયા, એકએક વસ્તુ ખરીદી ગયા અને ત્યાંથી બનાવીને હવે અહીં મોકલે છે, આપણાંથી સસ્તી કરીને… (આમાં કેટલું સત્ય તે હું જાણી શક્યો નહીં.)

Wooden art Sangheda bazar mahuva gujarat

Sangheda bazar mahuva gujarat wooden art

ત્રીજા સંઘેડા પાસે ગયો ત્યાં વાત થઈ અને તેણે કહ્યું કે આની હવે કોઈ બજાર રહી નથી.

Wooden art Sangheda bazar mahuva gujarat

Sangheda bazar mahuva gujarat wooden art

સંધેડા બજારના ખૂબ જ આકર્ષક નમૂનાના ફોટો!

આ ત્રણેય સાથે વાતો કરતા એક સર્વસામાન્ય વાત તે વારંવાર કરી રહ્યા હતા અને તે કદાચ આપણા સૌ માટે રેડલાઈટ સમાન છે કે તેનો સૂર હતો કે અત્યારે જે સંઘેડા કાષ્ટકલા કરી રહ્યા છે, આ એ લોકોની છેલ્લી પેઢી છે. આ કામ કરવા તેની પેઢીમાં પણ હવે કોઈ તૈયાર થતું નથી.

આવી સ્થિતિમાં આજે પણ ત્યાં ઘોડિયા, ઢોલિયા, ઢીંચણિયા, ગરિયા, રમકડાં, પાટલા, વેલણ, લગ્નમાં વપરાતા પોંખણિયા. વગેરે વસ્તુનું નિર્માણ થઈ રહ્યું છે. અને એ એટલું કલાત્મક છે કે તેનું મૂલ્ય આંકી ન શકાય!

Also Read::   પથ્થર બજાર રાજુલા: એક મુલાકાત

Sangheda bazar mahuva gujarat wooden art

Wooden art Sangheda bazar mahuva gujarat

ચિંતાનો વિષય છે કે હવે આ કલાને ટકાવવી હોય તો શું? આ કલાનું કોમર્શીલાઈઝેશન શા માટે ન થયું. આજે તો હવે સુશોભન માટેના કન્સેપ્ટ ખિલતા જાય છે. ત્યારે મને બે બાબતો સમજાઈ કે કાં તો આ લોકો વિકસિત નથી થયાં મતલબ કે પરંપરાગત જે વસ્તુઓ બનાવે છે એ જ બને છે અને એ રીતે જ બને છે, અને આનો કોઈ અલગથી સેલ્સમેન નથી જે આ લોકોને બજાર પૂરી પાડે. ત્યારે આ લોકોની રોજીરોટી જોખમાય તે કરતા તો કાં તેમને વિકસવું જોઈએ કાં આ કલાના પ્રદર્શનો થવા જોઈએ તેને બજાર પૂરી પાડવી જોઈએ.

કાષ્ટકલાના સુંદર નમુનાઓ મેં જોયા…. ક્યારેક મહુવા જાઓ તો આ બજાર પણ જોજો…

Sangheda bazar mahuva gujarat wooden art

સંધેડા બજારના ખૂબ જ આકર્ષક નમૂનાના ફોટો જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો… 👇🏻

સંધેડા બજારના ખૂબ જ આકર્ષક નમૂનાના ફોટો!

Sangheda bazar mahuva gujarat wooden art