Brahma and Vishnu : બ્રહ્માજી અને વિષ્ણુજી શા માટે જોડાયેલા જ રહે છે?
why join brahma with vishnu shrimad bhagavad purana
Asexual ક્રિયાઃ વિષ્ણુજી દ્વારા થયું આ રીતે સૃષ્ટિનું સર્જન
ભારતીય સંસ્કૃતિમાં સૃષ્ટિનાં સર્જનનું વર્ણન પુરાણોમાં આવે છે, તે વિષ્ણુજી દ્વારા કઈ રીતે થઈ આ ક્રિયા અને તેને ઋષિઓએ કઈ રીતે સમજાવ્યું છે. તેની પુરાણો અને વિજ્ઞાનની દ્રષ્ટિએ તેની કેવી રસપ્રદ વાત છે તે જાણીએ.
– વિષ્ણુજી સાથે કઈ રીતે સંકળાયેલું છે અમિબા (Ameba)નામનું એક કોશીય જીવ?
– બ્રહ્માજી અને વિષ્ણુજી શા માટે જોડાયેલા જ રહે છે?
– આજે વિજ્ઞાન Asexual શબ્દથી જે ક્રિયાને ઓળખાવે છે, તેને આપણા ઋષિઓ સૃષ્ટિના સર્જનની પ્રક્રિયા વિશે કહીને કઈ રીતે સાંકળે છે?
એક કોશીય જીવ તરીકે આપણે ત્યાં અમિબા (Ameba)ને વિશે જાણીએ છીએ. એવો જ એક ઉલ્લેખ ‘ભાગવત’ ગ્રંથમાં મળી આવે છે. જીવ સૃષ્ટિની પ્રથમ અમૈથુનિક ઘટના (asexual) કહી શકાય, તેવી એક ઘટના ‘ભાગવત’માં વર્ણવેલી જોવા મળે છે. ચાલો જાણીએ, આ રસપ્રદ ઘટના શું છે અને કઈ રીતે આકારિત થઈ….
આપણે એમ માનીએ છીએ કે આપણા શાસ્ત્રો અને પુરાણો માત્ર બોધ કથા છે, પરંતુ ‘શ્રીમદ ભાગવત’ના વૈજ્ઞાનિક અભ્યાસથી વાંચન કરવામાં આવે તો તેમાંથી ઘણું વૈજ્ઞાનિક સત્ય પ્રાપ્ત થાય તેમ છે. પુરાણ કહે છે કે સૃષ્ટિ જ્યારે ઉત્પન્ન થઈ ત્યારે પ્રથમ રૂદ્ર હતા, પછી વિષ્ણુ થયાં અને વિષ્ણુ ભગવાનનાં નાભિકમળમાંથી એક કમળ નિકળ્યું અને તેમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયાં. આ ઘટના ઘટી, તેથી ઋષિઓએ તેને વિષ્ણુ ભગવાનની ‘એકોહં બહુસ્યામહ’ની ઈચ્છા તરીકે ઓળખાવી.
ખરેખર થયું છે એવું કે સૃષ્ટિમાં સૌ પ્રથમ જીવ ઉત્પન્ન થયો, તે એક કોશીય જીવ છે. જેને વૈજ્ઞાનિક ભાષામાં અમિબા (Ameba) કહેવામાં આવે છે. આમ, જેને આપણે અમીબા કહીએ છીએ, તેને ઋષીઓએ વિષ્ણુ ભગવાન તરીકે ઓળખાવ્યા હોય, એવું પણ બની શકે છે. હવે, આ એક કોશીય રચના દ્વારા તેમાંથી બીજા કોશોની ઉત્પત્તિ થઈ. આ ઉત્પત્તિની પ્રક્રિયા અમૈથુનિક ક્રિયા દ્વાર થઈ, જેને આજે વિજ્ઞાન Asexual કહે છે. વિષ્ણુજીની નાભિમાંથી નીકળતા બ્રહ્માજી દ્વારા ઋષિઓ સૂચવે છે કે એક કોષમાંથી બીજો કોશ બનવાની સૌ પ્રથમ ઘટના થઈ. બીજો કોશ છુટ્ટો ન પડી શકવાથી તે વિષ્ણુ સાથે જ સંકળાયેલા રહ્યા છે. આમ એકમાંથી અનેક થવાની ઘટનાનો પ્રારંભ થયો. આ વર્ણન આપણને પુરાણોમાંથી મળે છે, તે ખરેખર તો વૈજ્ઞાનિક ઘટના છે.
આ પછી આ એસેક્સુઅલ ક્રિયા અટકતી નથી. બ્રહ્માજીમાંથી પણ મનુ અને શતરૂપાનો જન્મ પણ અમૈથુનિક ક્રિયા દ્વારા થયો હતો. આ સેલ્સનું પણ બે ભાગમાં વિભાજન થયું એ વાતનું પ્રતિપાદન ‘શ્રીમદ ભાગવત’ ના ત્રીજા સ્કંધના 12માં અધ્યાયનાં 53-54ના શ્લોકમાં દર્શાવેલ છે. તે આ પ્રમાણે છે….
કસ્ય રૂપમ ભૂયદ્વેદ્યાં યત્ કાયં અભિરક્ષતે તાભ્યં વિભાગ્યા યં મિથુન સમયદ્યતે।
યસ્તુ તત્ર પુમાન સાઙભૂન્મનુઃ સ્વયંભૂવ સ્વરાટ । સ્ત્રિ યાઙસિત શતરૂપાયાં મહિષસ્ય મહાત્મનઃ ।। 53 ।।
આમ, બ્રહ્માજીના શરીરનું વિભાજન થવાથી તેમાંથી સૌ પ્રથમ સ્વંભૂ મનુ અને સ્ત્રી સ્વરૂપે તે શતરૂપા બની અને વિભાજીત થયાં. તે પછી તેમનો ગૃહસ્થાશ્રમ શરૂ થતાં, સૌ પ્રથમ મિથુન પ્રજનન શરૂ થયું – તે સંબંધે શ્રી મદ્ભાગવતમાં શ્લોક છે. અહીં વૈજ્ઞાનિક દ્રષ્ટિથી તપાસીએ તો એક કોશમાંથી બે પ્રકારના તત્વો થયાં. તેમાં એક પુરુષ અને બીજું તત્વ સ્ત્રી હતું. અર્થાત્ આજે વિજ્ઞાન જેને X અને Yના જે ક્રોમોઝોમના તત્વો કહે છે, તે કદાચ પ્રથમ વખત અસ્તિત્વમાં આવ્યા હશે. પશ્ચિમમાં જેમ આદમ અને ઈવની પરિકલ્પના છે, તેમ આપણે ત્યાં મનુ અને શતરૂપા પ્રથમ સ્ત્રી-પુરુષ હતા.
આલેખન – – આનંદ ઠાકર
why join brahma with vishnu shrimad bhagavad