Home EDUMATERIAL ગણન માટેનું પ્રેક્ટિસવર્ક દિવસ – 9

ગણન માટેનું પ્રેક્ટિસવર્ક દિવસ – 9

0

*ગણન માટેનું પ્રેક્ટિસવર્ક દિવસ – 9….*
*ગણન દિવસ – 9*

આજે *ધો. 3 થી 5*  તેમજ *ધો. 6 થી 8* માટે સરવાળા, બાદબાકી, ગુણાકાર ભાગાકારના કોયડા રૂપે દાખલા ગણનની પ્રેક્ટિસ કરો…. ધો. 6 થી 8 માટે ક્ષમતા લક્ષી દાખલા.

હવે નીચે ધોરણ પ્રમાણે સમજૂતી સાથે બધું મૂકેલું છે. અહીં ઈમેજ અને પીડીએફ સ્વરૂપે દાખલાની રકમ રહેલી છે. પ્રિન્ટ કાઢવા માટે પીડીએફ પણ આપેલી છે.

ગણન:  ધો. ૩ થી ૫ માટે દાખલા… 

(૧) તમારી પાસે 85 રમકડાં છે તેમાંથી 42 તમારા મિત્રને આપી દો છો તો તમારી પાસે કેટલાં રમકડાં વધે?

(૨) તમે ૨૩ રૂપિયાનો સાબુ લીધો. તમે દુકાનદારને ૩૦ રૂપિયા આપ્યાં તો દુકાનદાર તમને કેટલાં રૂપિયા પાછા આપે?

(૩) એક કિલો સંતરાનો ભાવ ૯૦ રૂપિયા છે તો ૮ કિલો સંતરા લેવા હોય તો કેટલાં રૂપિયા આપવા પડશે?

(૪) તમે એક દુકાનેથી ખાંડ કિલોના ૪૩ રૂપિયા, ચા કિલોના ૩૨ રૂપિયા અને મસાલો ૫૫ રૂપિયા સો ગ્રામ લીધો. તો તમારે કુલ કેટલાં રૂપિયા આપવા પડશે?

(૫) એક નાસ્તાની દુકાને તમે સાત મિત્રોએ નાસ્તો કર્યો. બિલ ૧૪૦ રૂપિયા આવ્યું તો દરેકને ભાગે કેટલાં રૂપિયા આપવા પડશે?

****************

ગણન:  ધો. ૬ થી ૮ માટે દાખલા…

(૧) ૩૨ રૂપિયાની એક બુક છે. ત્રણ મિત્રો માટે દરેકને છ છ બુક લેવાની છે તો કેટલાં રૂપિયા થશે?

(૨) એપ્રિલ મહિનામાં એક નોકરિયાતને ૪૩૮૦ પગાર ચૂકવવામાં આવે છે તો તેને રોજના કેટલાં રૂપિયા મળતા હશે?

(૩) જાન્યુઆરીથી જૂન મહિના સુધીના દિવસો કેટલાં થાય?

(૪) વેક્સિન સેન્ટરમાં એક દિવસમાં ૬૫ વ્યક્તિઓને વેક્સિન અપાય છે તો ૧૯૫૦ વ્યક્તિઓને વેક્સિન આપવામાં કેટલાં દિવસ થશે?

(૫) એક શાળામાં ૪૨૫ વિદ્યાર્થીઓ છે એમાં ૧૫ ગેરહાજર છે. ૧૨૦ પ્રવાસમાં ગયાં છે. તો શાળામાં કેટલાં વિદ્યાર્થીઓ વધશે?

primary maths prectice work
સંકલન – https://edumaterial.in
આજની PDF 👇👇👇

error: Content is protected !!
Exit mobile version