Home EDUMATERIAL અર્થગ્રહણ ફકરો: દિવસ – 9

અર્થગ્રહણ ફકરો: દિવસ – 9

0
215

*અર્થગ્રહણ ફકરો: દિવસ – 9*

આજે ધો. ૩ થી ૫ માં *ગુજરાતી* અને ધો. ૬ થી ૮ માં *ગુજરાતી* ભાષાનો આર્થગ્રહણનો ફકરો આપેલો છે. આજે ધો. ૬,૭,૮ માટે ભાષા સજ્જતા સિધ્ધ થાય એના માટે વ્યાકરણના એક મુદ્દા આધારિત ફકરો અને પ્રશ્નો મૂક્યા છે.

online language learning gujarati primary school

આપેલ લખાણ બરાબર વાંચી અને સમજો. ત્યારબાદ પ્રશ્નને સમજો અને પછી જવાબ લાખો.

આ લખાણની પીડીએફ પણ સૌથી નીચે આપેલી છે, જેના પર ક્લિક કરી ડાઉનલોડ કરી શકાય છે.

અર્થગ્રહણ: વિષય: ગુજરાતી, ધો. ૩ થી ૫ માટે ફકરો… 

બગલો મનમાં સમસમી ગયો. એણે કહ્યું – વાહ, શિયાળભાઈ! તમે મારા માટે કેટલી સરસ ખીર બનાવી છે! એની સુંગધથી જ મારું પેટ ભરાઈ ગયું છે. હવે એમ કરો આવતી કાલે તમે મારે ત્યાં જમવા આવજો. હું તમારા માટે તમને ભાવતી બાસુંદી બનાવીને તૈયાર રાખીશ. પોતાની ભાવતી વાનગી જમવાનું આમંત્રણ મળતાં શિયાળ રાજી રાજી થઈ ગયું અને પોતાના ભાગની તેમ જ બગલાના ભાગની ખીર સફાચટ કરી ગયું.

પ્રશ્નો – 

1. આ ફકરામાં ક્યા પ્રાણીની વાત છે?
2. આ ફકરામાં ક્યા પક્ષીની વાત છે?
3. આ ફકરા માંથી આશ્ચર્ય ચિહ્ન (!) વાળા બે વાક્ય શોધી લખો.
4. ‘ ખીર ‘ કંઈ રીતે બને એ જાણી અને લખો.
5. આ ફકરા માંથી ‘ સ ‘ અક્ષર પરથી શરૂ થતાં શબ્દો શોધીને લખો અને એ શબ્દો પરથી આ ફકરામાં ન હોય એવા બે બે વાક્યો લખો.

Also Read::   Gujarat University Recruitment For Job Trainee- Editorial Clerk Post 2020

online language learning gujarati primary school

******

અર્થગ્રહણ ફકરો: વિષય: ગુજરાતી, ધો. ૬ થી ૮ માટે…

મહેશ રડ્યો. સાક્ષી ઝાડ પરના માચડે બેસી ગઈ હતી. હિતેશ બેટથી ક્રિકેટ રમતો હતો. સાહેબ પાઠ ભણાવતા હતા. મારો પગ ભાંગી ગયો. પપ્પા હસ્યા. સહજા પુસ્તક વાંચતી હતી.

પ્રશ્ન – 

( ઉપરના ફકરામાં ક્રિયાપદ આધારિત વાક્યના જે ત્રણ પ્રકાર પડે છે એના વાક્યો છે. જે અલગ પાડી વાક્ય લખી અને તેના પ્રકારનું નામ લખો અને પ્રકારના નામ પ્રમાણે વહેંચો. )

ક્રિયાપદ આધારિત વાક્યના ત્રણ પ્રકાર
( ખ્યાલ આવે એ માટે બહુ જ ટૂંકમાં સમજતી મૂકીએ છીએ. )

૧. અકર્મક  વાક્યરચના –
જે વાક્યમાં એક પણ કર્મ ન હોય.
૨. સકર્મક વાક્યરચના –
જે વાક્યમાં એક કર્મ હોય.
૩. દ્વિકર્મક વાક્યરચના –
જે વાક્યમાં એકથી વધારે ( એટલે કે બે ) કર્મ હોય.

Also Read::   Mathematics : ઘન અને ઘનમૂળ - 1 થી 100 અંકના…

ખાસ નોંધ – ગુજરાતી વ્યાકરણનો આ મુદ્દો ધો. ૬,૭,૮ ની ભાષા સજ્જતાની ક્ષમતામાં સામેલ છે માટે શીખવું જરૂરી છે એટલે મૂક્યું છે.

સંકલન – https://edumaterial.in

PDF 👇

arthgrahan day9
online language learning gujarati primary school