HDFC bank finance HDFC merger
The country’s largest housing finance company HDFC Ltd will merge with the country’s largest private sector lender HDFC Bank, according to a regulatory filing.
HDFC BANK: શું આપનું ખાતું HDFC બેંકમાં છે તો આ સમાચાર ખાસ જાણો
દેશની સૌથી મોટી ખાનગી બેંક અને દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની તેમજ ઇંસ્યુરન્સ, મ્યુચ્યુઅલ ફન્ડ જેવી સેવાઓ આપતી નાણા કંપનીએ આજે મર્જરની જાહેરાત કરી છે.
એચડીએફસીના વડાએ કટાક્ષ કર્યો, “જેમ જેમ પુત્ર મોટો થાય છે, તેમ તેમ તે પિતાનો વ્યવસાય હસ્તગત કરે છે. આ એક મૈત્રીપૂર્ણ મર્જર છે. અમને બહાર ફેંકવામાં આવશે નહીં. હાઉસિંગ ફાઇનાન્સમાં 45 વર્ષ પછી, અમારે પોતાને માટે ઘર શોધવું પડશે જે અમને મળ્યું. અમારી પોતાની પારિવારિક કંપની HDFC બેંકમાં.”
HDFC bank finance HDFC merger
આ જાહેરાત અનુસાર HDFC વિવિધ મંજૂરી બાદ HDFC Bankમાં ભળી જશે. આ મર્જરની અસર બાદ આ કંપની દેશની સૌથી અગ્રણી નાણાકીય સેવાઓ આપતી કંપની બની શકે છે.
સ્ટોક એક્સેન્જને આપેલી વિગત અનુસાર HDFC Bank તેની રૂ.19.38 લાખ કરોડની એસેટ સાથે રૂ.6.24 લાખ કરોડની એસેટ ધરાવતી HDFC સાથે મર્જરની જાહેરાત થઈ છે.
HDFC bank finance HDFC merger
આ જાહેરાત અનુસાર HDFCના 25 શેર સામે રોકાણકારોને HDFC Bankએ 42 શેર મળશે.
શેરબજારમાં લિસ્ટેડ બન્ને કંપનીઓની માર્કેટ કેપ વધી જશે અને દેશની સૌથી મૂલ્યવાન કંપની બની શકે છે. શુક્રવારના બંધ ભાવ અનુસાર HDFC Bank રૂ 8.35 લાખ કરોડના મૂલ્ય સાથે ત્રીજા ક્રમે અને HDFC રૂ 4.44 લાખ કરોડ સાથે નવમા ક્રમે છે. અત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂ.17.97 લાખ કરોડ સાથે દેશની સૌથી વધુ મૂલ્યવાન કંપની છે.
HDFC bank finance HDFC merger
The country’s largest housing finance company HDFC Ltd will merge with the country’s largest private sector lender HDFC Bank, according to a regulatory filing.
Source PTI – ( http://www.ptinews.com/news/13256364_HDFC-Ltd-to-merge-with-HDFC-Bank.html )
આ પણ વાંચો – cryptocurrency: ક્રિપ્ટોકરન્સિ વિશે તમે જે જાણવા માંગો છો એ બધું જ