Edumaterial https://edumaterial.in Gujarat No. ! Education Site Sun, 02 Oct 2022 17:35:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.0.2 https://edumaterial.in/wp-content/uploads/2022/07/cropped-sahaj-sahitya-32x32.jpeg Edumaterial https://edumaterial.in 32 32 Celebrity Sathe Smvaad Interview With Asha Parekh  https://edumaterial.in/celebrity-sathe-smvaad-interview-with-asha-parekh/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=celebrity-sathe-smvaad-interview-with-asha-parekh Sun, 02 Oct 2022 17:35:20 +0000 https://edumaterial.in/?p=6132 Celebrity Sathe Smvaad Interview With Asha Parekh Rare interview : સેલિબ્રિટી સાથે સંવાદ : આશા પારેખ…. જેમને હમણાં સર્વશ્રેષ્ઠ ‘ દાદા સાહેબ ફાળકે ‘ પુરસ્કારથી સન્માનવામાં આવ્યા એવા આશા પારેખ સાથે કરેલી કેટલીક વાતો…. ‘કટી પતંગ‘, ‘તીસરી મંઝિલ‘, ‘આયા સાવન ઝૂમકે‘, ‘આયે દિન બહાર કે‘, ‘આન મિલો સજના‘, ‘લવ ઈન ટોકિયો‘, ‘દો બદન‘….હા. બસ તરત […]

<p>The post Celebrity Sathe Smvaad Interview With Asha Parekh  first appeared on Edumaterial.</p>

]]>

Celebrity Sathe Smvaad Interview With Asha Parekh

Rare interview : સેલિબ્રિટી સાથે સંવાદ : આશા પારેખ….

Celebrity Sathe Smvaad Interview With Asha Parekh 

જેમને હમણાં સર્વશ્રેષ્ઠ ‘ દાદા સાહેબ ફાળકે ‘ પુરસ્કારથી સન્માનવામાં આવ્યા એવા આશા પારેખ સાથે કરેલી કેટલીક વાતો….

કટી પતંગ‘, ‘તીસરી મંઝિલ‘, ‘આયા સાવન ઝૂમકે‘, ‘આયે દિન બહાર કે‘, ‘આન મિલો સજના‘, ‘લવ ઈન ટોકિયો‘, ‘દો બદન‘….હા. બસ તરત તમને યાદ આવવા લાગશે તે બધામાં હિરોઈનની ભૂમિકા કોણે કરી…આશા પારેખ.

રાત કા શમા ઝૂમે ચંદ્રમાં મન મેરા નાચે રે જૈસે બીજુરિયા…’ ગીત એક દિવસ મેં ટી.વી.માં જોયેલું અને તેમાં આશાજીનો ડાન્સ, ખરેખર જાણે આભની અટારીએથી રમતી કોઈ અપ્સરાને ઈન્દ્રદેવે કોપાઈમાન થઈને ધરતી પર મોકલી હોય અને તે પોતાના કોઈ ગાંધર્વને યાદ કરીને નાચતી હોય તેવું નૃત્ય હતું! ત્યારે અચાનક મનમાં સ્ફૂરણ થયું કે જો મને કોઈ દિવસ મળવાનું થાય તો હું તેને તેની અંતરની આસ્થા ઉપર પ્રશ્નો પૂછું….

ઈશ્વર ક્યાં કેવી રીતે કેવા વિચારોને રમતો કરતો હોય છે તે તે જાણે પણ અમદાવાદ દિવ્યભાસ્કર .કૉમમાં કાર્યરત હતો ત્યારે અમદાવાદ દુરદર્શન માટે આશાજી એવોર્ડ ફંકશન અટેન્ડ કરવા આવેલા. મને મન થયું કે હવે તેનો ઈન્ટરવ્યું થવો જોઈએ. તેનો સંપર્ક કર્યો અને આખરે એ શક્ય બન્યું. મજા તો એ વાતની આવી કે તેની સાથે સીધી ગુજરાતીમાં જ વાત કરવાની હતી. કોઈ વ્યક્તિને તમે સતત બીજી ભાષા બોલતા જોયા હોય અને તે તમારી જ ભાષામાં બોલે ત્યારે તેનો આનંદ અનેરો હોય!

તેની સાથેની વાતચીત પર તમને લઈ જતાં પહેલા તમને જણાવી દઉં કે તે ભાવનગરના ડુંગર ગામના રહેવાસી છે. એ રીતે તે પૂરાં ગુજરાતી અને તેના રહેવામાં અને બોલવામાં પણ ગરવી ગુજરાતણ નો લહેજો અને મરતબો ઝલકતો જોવા મળે. 

આશા પારેખ એક ગુરુર છે. સન્માન છે. તેના ચહેરા પરથી એક ગર્વ નીતરે છે, એટલી જ તેની અદા નખરાળી પણ રહી છે. આજે પોતાનું એક વિશ્વ બનાવીને બેસેલી આ એક્ટ્રેસે પોતાની આ ઉમરમાં છેલ્લે ગુજરાતી સિરિયલ પણ પ્રોડ્યુસ કરી હતી. હાલમાં તો તે પોતે અતિતનો આનંદ વાસ્તવમાં લઈ રહ્યા હોય તેમ ઘરે યોગા, ઈશ્વર પૂજા અને તેમની સહેલીઓ સાથે સમય પસાર કરી રહ્યા છે.

આશા પારેખ. મીનાકારી જેવી આંખોના આઈબ્રોની સ્ટાઈલ અને માથા પર વિચિત્ર અંબોડો આપનાર વિતેલા જમાનાની એક જાજરમાન અભિનેત્રી. એકવાર ઝાંઝર પહેરીને સ્ટેજ પર ઉતરે તો જાણે વીજળી ઝમકે અને એ સમયના ઘણાં યુવાનોના દિલમાં કટાર લાગી જતી હતી. તો ચાલો જાણીએ કે આજે આ હિરોઈન જીવન, મૃત્યુ, ધર્મ, સુખી રહેવાના મંત્ર વગેરે વિશે શું અને કેવી વાતો કરે છે.

આપના જીવન સાથે સંકળાયેલી એવી ઘટના જેમાં કુદરતી શક્તિનો અહેસાસ થયો હોય?

હા. એ તો ઘણીવાર થાય જ્યારે પણ નવું કામ કરતી હોય ત્યારે થાય.  જ્યારે સફળતા મળે ત્યારે એવું લાગે કે કોઈ એવી ઉપરની શક્તિ છે કે એ આપણને આગળ વધારે છે. જ્યારે હું સ્ટેજ પર જતી ત્યારે મને થતું કે કોણ જાણે કેવી રીતે શૉ થશે અને પછી, એકવાર હું સ્ટેજ પર ચાલી જતી તે પછી ભગવાનની જે શક્તિ હતી તે મારામાં અનુભવાતી હતી.

Celebrity Sathe Smvaad Interview With Asha Parekh

આજે તમે જ્યાં છો શું આ પહેલા તમારું સ્વપ્ન કે વિચાર હતો અહીં સુધી પહોંચવાનો ?

ના. એવા કોઈ સપના હતા જ નહીં. આપણે તો આઈ.એ.એસ. ઓફિસર  બનીને દેશની સેવા કરવી હતી. અને સપના બદલાઈ ગયા.

આપના જીવનમાં ધર્મની ભૂમિકા હોય છે? છે તો કઈ રીતે?

બધા પોતપોતાનો ધર્મ પાળે છે અને આખરે ધર્મ તો બધાનો એક જ હોય છે ને! ભગવાન પણ એક જ છે ને? જે રીતે હુ મારા ભગવાનની પ્રાર્થના કરું છું તો તે મારા માટે ધર્મ જ છે. મારે તેનો આભાર માનવા પ્રાર્થના કરવી જોઈએ તો હું પ્રાર્થના કરું છું.

જીવનમાં ખુશ રહેવાનો આપનો કયો મંત્ર રહ્યો છે?

ભગવાન જેમ જિંદગી આપે છે તેમાં ખુશ રહેવું જોઈએ. કહેવાયું છે ને કે તમે ખુશ રહેશો તો જગત તમારી સાથે હસશે અને તમે દુઃખી થશો તો એકલા રડશો. આપણે દુઃખી થઈને આપણે જ દુઃખી થવાનું છે.
તમારા માટે સુખ એટલે શું? ભૌતિક કે માનસિક?

સેલ્ફસેટિસ્ફેક્શન (આત્મસંતોષ) હોવો જોઈએ, બીજું કંઈ નહીં. પોતાનામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ.

શું આપને મૃત્યુનો ડર લાગે છે?

ના. પહેલા લાગતો હતો, હવે નથી લાગતો. હવે થાય છે કે એકવાર તો બધાને જવાનું છે, એમાં ડરવાનું શું? ના. હવે નથી ડર લાગતો.

આપના મતે પુનર્જન્મ જેવું કંઈ હોય અને આપને પસંદગી કરવાની હોય તો તમે શું બનવા ઈચ્છો?

એ આપણા હાથમાં તો નથી હોતું, છતાં પણ જો મને પૂછવામાં આવે તો હું કહીશ કે ફરીથી આશા પારેખ જ બનાવજો અને આવા સુંદર મા-બાપ આપજો.

Celebrity Sathe Smvaad Interview With Asha Parekh

ધર્મ અને આધ્યાત્મને આપ કઈ રીતે જોડશો?

ધર્મ અને અધ્યાત્મ વચ્ચે વધારે અંતર નથી. ધર્મ તમે પાળો છો તેમાં અધ્યાત્મ તો હોવાનું જ.

આપની સફળતાનું શ્રેય તમે કોને દેવા ઈચ્છો?

ભગવાનને.

સ્ત્રી અને પુરુષમાં આપને શું મર્યાદા દેખાઈ કે શું સારી બાબત જણાઈ?

એક બીજાને સમજવાની સમજણ હોવી જોઈએ.

Celebrity Sathe Smvaad Interview With Asha Parekh

 

#CelebritySatheSmvaad #Interview With #AshaParekh

<p>The post Celebrity Sathe Smvaad Interview With Asha Parekh  first appeared on Edumaterial.</p>

]]>
Celebrity Sathe Smvaad Interview With Kajal Oza Vaidya https://edumaterial.in/celebrity-sathe-smvaad-interview-with-kajal-oza-vaidy/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=celebrity-sathe-smvaad-interview-with-kajal-oza-vaidy Thu, 29 Sep 2022 03:41:18 +0000 https://edumaterial.in/?p=6118 Celebrity Sathe Smvaad Interview With Kajal Oza Vaidy સેલિબ્રિટી સાથે સંવાદ : કાજલ ઓઝા વૈદ્ય…. એમની સાથે એક ઇન્ટરવ્યૂ કરેલો. જ્યારે હું દિવ્ય ભાસ્કરમાં હતો ત્યારે એક પ્રકારના અલગ પ્રશ્નોની પેટર્ન બનાવી અને સેલિબ્રિટીઓના ઇન્ટરવ્યૂ કરતો. કાજલબેન સાથેનો ઇન્ટરવ્યૂ યાદગાર છે. એક સાંજે એ ભાસ્કર માંથી ઘરે જતાં હતાં. એમને રોક્યા. કહે સમય નથી આપણે […]

<p>The post Celebrity Sathe Smvaad Interview With Kajal Oza Vaidya first appeared on Edumaterial.</p>

]]>

Celebrity Sathe Smvaad Interview With Kajal Oza Vaidy

સેલિબ્રિટી સાથે સંવાદ : કાજલ ઓઝા વૈદ્ય….

Celebrity Sathe Smvaad Interview With Kajal Oza Vaidy
Celebrity Sathe Smvaad Interview With Kajal Oza Vaidy

એમની સાથે એક ઇન્ટરવ્યૂ કરેલો. જ્યારે હું દિવ્ય ભાસ્કરમાં હતો ત્યારે એક પ્રકારના અલગ પ્રશ્નોની પેટર્ન બનાવી અને સેલિબ્રિટીઓના ઇન્ટરવ્યૂ કરતો. કાજલબેન સાથેનો ઇન્ટરવ્યૂ યાદગાર છે. એક સાંજે એ ભાસ્કર માંથી ઘરે જતાં હતાં. એમને રોક્યા. કહે સમય નથી આપણે રસ્તામાં ઇન્ટરવ્યૂ કરીએ. અને ઇન્ટરવ્યૂ સાથે વરસાદ પણ શરૂ થયો. એમાં ય અમદાવાદનો વરસાદ. થલતેજ હું રહેતો. એમને એ તરફ આવવાનું નહોતું. એમ છતાં એ જ્યાં સુધી રિક્ષા ન મળી ત્યાં સુધી એ તરફ આવ્યા. ઘરે પહોંચ્યા પછી મારે એમને કોલ કરવો એવું વચન લીધું અને હું રિક્ષામાં બેસી રૂમે પહોંચ્યો. સાફસફાઈમાં ભૂલી ગયેલો કે મારે એમને કોલ કરવાનો છે. એમનો કોલ આવ્યો: બેટા, બરાબર પહોંચી ગયો ને? યાર, તારો કોલ ન આવ્યો. વાયા વાયા નંબર લીધો.

મેં કહ્યું: હા. આરામથી. ભૂલી જવાયું.

ફોન તો મુકાઈ ગયો પણ થયું કે મારા જેવા નવા આવેલા છોકરા છોકરીઓ માટે એ ‘ માડી ‘ કેમ બન્યા હશે!? એનો વિચાર આવતો રહ્યો. એ પછી ક્યારેય પણ ન તો હું એમને મળ્યો કે ન તો અમારી મુલાકાતના ફરી કોઈ સંજોગો રચાયા. એક જ સંકુલમાં કામ કરતાં હોવાથી ક્યારેક સામે મળતાં હતાં. પણ આજે થાય છે કે એમને મળેલી શક્તિઓથી એમણે એકલાએ નથી ખાધું. અનેક યુવાનો અને યુવતીઓને પ્રેરણા અને ટેકો બન્યા છે.

આજે એમના જન્મદિને ખબર નહિ કેમ પણ યાદ કરવાનું મન થયું ને થયું કે એનો ઇન્ટરવ્યૂ વાંચું. ઇન્ટરવ્યૂ બહુ પહેલનો હોવા છતાં એના જવાબોની તાજગી આજે પણ જેમની તેમ લાગી એટલે થયું કે ચાલો હું શેર કરું…

આ ઇન્ટરવ્યૂ પાછળથી ‘ સેલિબ્રિટી સાથે સંવાદ ‘ નામની મારી બુકમાં પણ મુકાયો.

Celebrity Sathe Smvaad Interview With Kajal Oza Vaidy

મારા સેલિબ્રિટી સાથે સંવાદમાં કાજલ ઓઝા વૈદ્ય….
એમના જન્મદિને

કાજલબેન નું એક અલગ જ પાસું. એમના અંતરને અજવાળતા કેટલાંક પ્રશ્નો અને જવાબો. જેમાંથી આપણને પણ પ્રેરણા મળે એવી વાતો અને વિચારો…..

આપની જિંદગીમાં એવી કોઈ ઘટના ઘટી છે કે આપને લાગ્યું હોય કે ઈશ્વર તમારી સાથે હતા?

સો ટકા, એકથી વધારે ઘટનાઓ છે કે દરેક વખતે મને એવું લાગ્યું છે કે જ્યારે જ્યારે હું પડી છું ત્યારે મને બચાવી છે. આવું એક વાર નહીં પણ અનેક વાર થયું છે. હાલની જ વાત કરું તો હું કૈલાસ માનસરોવર જઈ રહી છું તે હમણાને હમણાં ત્રીજીવાર ઈન્વિટેશન આવ્યું. પહેલી વાર પૈસા બચાવેલા તે મેં મારા દીકરાને યુરોપ મોકલવામાં વાપરી નાખ્યા એટલે મને થયું આ વખતે નહીં જવાય, ત્યાં બીજી ટ્રાવેલ એજન્સીનો મેસેજ આવ્યો કે તમે જાઓ અને લખો અમારા વિશે ત્યારે હું તૈયાર થઈ, તો ઉત્તરાખંડનું થયું તો તે લોકોએ કેન્સલ કર્યું તો થયું ફરી કેન્સલ થયું. આ ત્રીજું ઈન્વિટેશન છે સેમ સીઝનમાં તો સંકલ્પ તમારા મનમાં હોય તો આઈ થિંક યુ ડૂ મેઈક ઈટ લાઈફ.

આજે આપ જ્યાં છો તે શું તમારું સ્વપ્ન કે વિચાર હતો?

ના..રે… મારે એકદમ હાઉસ વાઈફ થવું ’તું, કમાવાનો તો મને વિચાર જ નથી આવ્યો. મારે કંઈ કરવું જ નહોતું. લખવું તો શું કમાવાનું પણ સુઝ્યું ન હતું. હું સારી ગૃહિણી, સારી માતા બનવા ઈચ્છતી હતી. આજે હું જ્યાં છું તે ઈશ્વરે નક્કી કરેલી જગ્યા છે અને હું આનંદથી જઉં છું.

આપના જીવનમાં ધર્મની કોઈ ભૂમિકા છે? છે તો કેવી રીતે?

ધર્મની ભૂમિકા બિલકૂલ નથી, અધ્યાત્મની ભૂમિકા છે. હું સ્પિરીચ્યુઅલ છું. અધ્યાત્મમાં મને એમ લાગ્યું છે કે એક કનેક્ટ છે મારું, સુપર પાવર સાથે. હું કાં તો બધા જ ધર્મમાં માનું છું ને કાં તો કોઈ ધર્મમાં નથી માનતી.

જીવનમાં ખુશી રહેવા માટે આપનો મંત્ર શું છે?

‘ઈટ્સ ઓકે’…આપણા હાથમાં કશું છે જ નહીં, પ્રયત્ન કરવા સિવાય આપણે કશું કંઈ કરી શકતા નથી. પ્રયત્ન કરવો અને પછી છોડી દેવું, રિઝલ્ટને સ્વીકારી લેવું. હું બહુ અફસોસ નથી કરતી, બહુ ધમપછાડા નથી કરતી. સામાન્ય રીતે ડિવાઈન ડિઝાઈનનો ભાગ બની જાઉં છું. હું વિચારું છું કે તે જે નક્કી કર્યું છે તેમ જ જો થવું હોય તો હું તે સ્વીકારું છું.

તમારા માટે સુખની વ્યાખ્યા શું હોઈ શકે? ભૌતિક કે માનસિક?

માનસિક. સો ટકા. ભૌતિક સુખ નથી જોઈતું એવું નથી. મને કપડા સારા પહેરવા ગમે, મને બેસ્ટ પરફ્યૂમ્સ ગમે, મને ફાઈવસ્ટાર લક્ઝૂરી ગમે, પણ એ બધા પછી મારે માટે ખુશ રહેવું , માનસિક શાંતિ વધુ જરૂરી છે. એટલે મારા મિત્રો, મારી દુનિયા, એના વગર મને ન ચાલે.

આપને મૃત્યુનો ડર લાગે છે?

જરાય નહીં ને. મને મૃત્યુ વધારે રોમેન્ટિક લાગે છે. કેવી રોમેન્ટિક હશે તે જગ્યા જેના વિશે હું જાણતી નથી, મેં જોઈ નથી. પણ એવો ડર મને ચોક્કસ લાગે છે કે મારે ડિપેંડન્ટ થઈને નથી મરવું, એટલે કામ કરતા કરતા ફટાક દઈને જીવ નીકળી જાય એવી પ્રાર્થના હું ઈશ્વરને કર્યા કરું છું.

પુનર્જન્મ જેવું કશું હોઈ અને આપને પસંદગી આપવામાં આવે તો આપ બીજા જન્મમાં શું બનવા ઈચ્છો?

જે છું એ જ. મને કંઈ જિંદગી વિશે અફસોસ નથી. મને પસંદગી મળે તો હું એવું પ્રિફર કરું કે મારું બાળપણ જેવું હતું તેના કરતા થોડું જુંદું હોઈ. બાકી કંઈ ફેર નથી પડતો. મજા છે. બહુ સારી રીતે જીવું છું.

ધર્મ અને અધ્યાત્મને આપ કેવી રીતના તફાવત જુઓ છો?

મારા માટે દીવો કરવો કે એવું રહી જાય તો મારા માટે એ બધું અપીલ નથી કરતું. મને મારી જાત સાથે મજા આવે છે. પણ અધ્યાત્મ વિશે એવું ખરું કે હું મારી પ્રામાણિકતામાંથી ચૂકું નહીં, મારો આત્માનો અવાજ હું સાંભળું. મારી સિક્સ્થ સેન્સ મને કહે છે બધું કે આ કરવું અને આ ન કરવું. કશું ખોટું થતું હોય તો મારી સિક્સ્થ સેન્સ મને અટકાવે છે, એવું મને હંમેશા લાગ્યું છે.

આપની સફળતાનો શ્રેય તમે કોને આપવા ઈચ્છો?

મારા સંઘર્ષને. મારી પીડાએ મને હું જે છું તે મને બનાવી છે. હું ખરેખર સખત મહેનત કરું છું, હું સુપર રાઈટર છું એવો વહેમ મને થયો જ નથી. મને હંમેશા એવું લાગ્યું છે કે હું મિડિયોકર લેખક છું, બહુ મધ્યમ પ્રકારનું કામ કરું છું. મારામાં કોઈ એવી મહાન સર્જનાત્મકતા જેવો વહેમ નથી. પણ હું એવું ચોક્કસ માનું છું કે હું જેવું લખું છું, તેવું જીવું છું. હું પ્રામાણિક અને સખત મહેનતું છું. આ બે વસ્તુ મારા માટે જરૂરી છે.

આપના જીવનસાથીની સૌથી સારી અને ખરાબ કોઈ એક બાબાત?

મારા જીવનસાથીની સૌથી ખરાબ બાબત એની બેજવાબદારી અને સૌથી સારી બાબત એને મને જે ફ્રિડમ આપ્યું છે તે. મારી સ્વતંત્રતાને એને જે સન્માન આપ્યું છે એવી રીતે ભાગ્યે જ કોઈ ભારતીય પુરુષ આપી શકે. હું ગુજરાતી નથી કહેતી, ભારતીય પુરુષ કહું છું. તેણે ખરેખર મને સ્વતંત્રતા અને પસંદગી આપી છે. હું જે છું તે મને એણે રહેવા દીધી છે, એટલે હું બહુ જ એ વિશે માર્ક આપું. અને તે મહાબેજવાબદાર છે એ એનું બીજું ખરાબ પાસું છે.

આપણે ત્યાં ગુજરાતી સાહિત્યમાં બે ફાંટા છે એક તો ખૂબ લોકપ્રિયતા મેળવતું સાહિત્ય અને એક કલા કેળવી લે છે, તો આ બન્નેને તમે કેવી રીતે જુઓ છો?

વાંચક વાંચે એવું લખવું જોઈએ મને લોકપ્રિયતા કે કલા એવા લેબલમાં રસ નથી. પણ જેને વાંચવાની વાંચકને મજા આવે. રૂપિયા ખર્ચીને એક માણસ તમારું પુસ્તક ખરીદે છે, તો એને કમસે કમ તેના રૂપિયાનું વળતર મળવું જોઈએ.

એક તરફ હરકિશન મહેતા હોય અને એક તરફ સુરેશ જોશી તો આપ કોને વાંચવા પસંદ કરો?

જુઓ, અંગત રીતે હું બન્નેને વાંચું છું. બન્ને મને ગમે છે. પણ લખવાનું હોય તો હું હરકિશન જોશી જેવું જ લખું કારણ કે સુરેશ જોશી જેવું મને લખતા નથી આવતું. આવડતું જ નથી હું એવું લખવા ધારું તો કોપિ કરી શકું. આવું જન્મે નહીં મારામાંથી.

આપને ગમતું આપનું પુસ્તક….

મૌનરાગ અને દ્રોપદી.

અમિતાભ બચ્ચન જેના વિશે બોલ્યા હોય તે કૃષ્ણાયન વિશે?

ક્રૃષ્ણાયન મેં લખી જ નથી. એ તો કોઈ પાવરે શક્તિએ મને પસંદ કરી હતી એ લખવા માટે. મેં ટ્રાન્સમાં લખી છે. મારો કૃષ્ણ પોલિટિકલ સ્કોલર છે. એક માણસ તરીકે, પ્રેમિતરીકે, માણસાઈના ઉદાહરણ રૂપ કૃષ્ણ આપ્યો છે. ચાર્મિંગ, રોમેન્ટિક, સ્ટેબલ, સિન્સિયર એવા કૃષ્ણનું મને બાળરૂપ ગમ્યું નથી મને તે એક પુરુષ તરીકે ગમ્યો છે, તેના પ્રેમમાં પડ્યા વગર કઈ રીતે રહેવાય !

સાહિત્યમાં હવે માર્કેટિંગ આવતું જાય છે એ વિશે આપનો શું ખ્યાલ છે?

આવવું જ જોઈએ, શા માટે ન આવવું જોઈએ. લોકો વધું વાંચે એ આપણો રસ નથી!

ઇન્ટરવ્યૂ લેનાર –  આનંદ ઠાકર

Celebrity Sathe Smvaad Interview With Kajal Oza Vaidy

<p>The post Celebrity Sathe Smvaad Interview With Kajal Oza Vaidya first appeared on Edumaterial.</p>

]]>
Bank scam : બેંકની આવી કેવી નીતિ કે દેશ અને  સામાન્ય લોકો બરબાદ થાય!? https://edumaterial.in/bank-scam-bank-fraud-sbi-rbi-bank/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=bank-scam-bank-fraud-sbi-rbi-bank Tue, 27 Sep 2022 02:06:46 +0000 https://edumaterial.in/?p=6112 Bank scam Bank fraud SBI RBI bank Bank scam : બેંકની આવી કેવી નીતિ કે દેશ અને  સામાન્ય લોકો બરબાદ થાય!? – દિલીપભાઈ મહેતા  ( લેખક વડોદરાના વરિષ્ઠ પત્રકાર છે. ) સામાન્ય નાગરિકને એકાદ –બે લાખની લોન લેવા માટે પણ ઘર –દાગીના ગીરવે મુકવા પડે છે, અને કોઈ જાતના આધાર વગર આવા વેપારીઓને  કરોડોની લોન […]

<p>The post Bank scam : બેંકની આવી કેવી નીતિ કે દેશ અને  સામાન્ય લોકો બરબાદ થાય!? first appeared on Edumaterial.</p>

]]>

Bank scam Bank fraud SBI RBI bank

Bank scam : બેંકની આવી કેવી નીતિ કે દેશ અને  સામાન્ય લોકો બરબાદ થાય!?

Bank scam Bank fraud SBI RBI bank
Source TOI

દિલીપભાઈ મહેતા 
( લેખક વડોદરાના વરિષ્ઠ પત્રકાર છે. )

સામાન્ય નાગરિકને એકાદ –બે લાખની લોન લેવા માટે પણ ઘર –દાગીના ગીરવે મુકવા પડે છે, અને કોઈ જાતના આધાર વગર આવા વેપારીઓને  કરોડોની લોન બેંકો ધરી દે છે. મને તો આ લોજીક જ નથી સમજાતું!

છાશવારે આવતા બેંક કૌભાંડના સમાચાર  વાંચવાનું પણ હવે તો મન નથી થતું ! હવે આવા બેંક કૌભાંડો કરોડોમાં જ થાય છે. અનંત આનંદ જેવા બેંક અધિકારીએ મને આખી મોડસ ઓપરેન્ડી સમજાવેલી જે મેં મારી રીતે અહી લખેલી.

             જેને અંગ્રેજીમાં willful defaulter કહેવામાં આવે છે, તેવા બેંક  કૌભાંડિયાઓની ધરપકડ થાય છે , થોડી ઘણી ‘જેલ હવા’ પછી એમને જામીન મળી જાય છે, અને પછી વર્ષો સુધી કેસ ચાલ્યા કરે છે!  દેશની બેંકો અને બેંક ડીફોલ્ટરોની આ જ નિયતિ છે. કેટલાને સજા થઇ એ એક શોધનો વિષય છે.

આટઆટલા કૌભાંડ બાદ પણ સરકારની ઊંઘ કેમ નથી ઉડતી ?

લાખ –બે લાખના દેવા માટે હજારો ખેડ્તો આત્મહત્યા કરે છે, અને આ બધા કરોડો રૂપિયાના ગોટાળા કરનાર દેશદ્રોહીઓ તાગડધિન્ના કરે છે!
પુરાવા કે સાબિતીના અભાવે તેઓ આરામથી છટકી જાય છે! બસ , આ સિલસિલો ચાલતો જ રહે છે!

રિશી અગ્રવાલના આ કેસની વિગતો તપાસો. ૨૦૧૯ નો આ કેસ છે.રિશીની ધરપકડ ૨૦૨૨ માં થાય છે , બોલો ! તપાસમાં કેટલો ટાઈમ ગયો ? બસ, આવું જ ચાલે છે.

સામાન્ય નાગરિકને એકાદ –બે લાખની લોન લેવા માટે પણ ઘર –દાગીના ગીરવે મુકવા પડે છે, અને કોઈ જાતના આધાર વગર આવા વેપારીઓને  કરોડોની લોન બેંકો ધરી દે છે. મને તો આ લોજીક જ નથી સમજાતું!

આને માટે કોણ જવાબદાર ? આવા ડિફોલ્ટર્સ માટે કોઈ વિશેષ કાયદો નથી લાગુ પડતો?
અને હજારો કરોડનું આવું સ્કેમ હોય પછી તો પૂછવાનું શું ? કોઈને બે ત્રણ કરોડ હાથ લાગી જાય તો પણ બેડો પાર ! બહુ મોટો NEXUS  છે આ !
બેન્કોનું દેવું આપણે વધારે વ્યાજ દઈને કે  ટેક્સ દઈને ભરવાનું ?

દર વર્ષે આવા બેંક દેવાળિયાઓ લાખો કરોડોની વાટ લગાડી દે છે.એમને ઉની આંચ પણ નથી આવતી ! અખબારોની સુરખીમાં તેઓ એક દિવસ દેખાય છે, પછી તો એમના નામો પણ ભૂલાય જાય છે. ડિફોલ્ટરોમાંથી ઓછામાં ઓછા પાંચ –દસને આજીવન કેદની સજા પડે એવા  સમાચારની મને તો પ્રતીક્ષા છે.

દેશના યૌવનને તો હવે આપણી સીસ્ટમમાંથી જ ધીમે ધીમે ભરોસો ઉઠી ગયો છે! પાંચ-દસ લાખની સ્ટુડન્ટ લોન માટે પણ બેંકો પાંચસો પુરાવા માંગે છે , અને  કથિત ઉદ્યોગપતિઓની  કરોડોની લોન રાતો રાત મંજુર થઇ જાય છે! આ ‘વિરોધાભાસ’ યુવાનો ક્યાં સુધી સહન કરતા રહેશે?

ફરી ફરી મને એ જ શેર યાદ આવે કે
एक ही उल्लू काफ़ी है बर्बाद गुलिस्तां करने को,
हर शाख पे उल्लू बैठें हैं अंजाम ऐ गुलिस्तां क्या होगा?

મારા મનની વાત ક્યાંક પહોંચે તો ભયો ભયો !

વિશેષ રિપોર્ટ વાંચવા હોય તો
Source –  https://timesofindia.indiatimes.com/india/meet-the-india-inc-villains-who-borrow-money-and-dont-repay/articleshow/92871607.cms

દિલીપભાઈ મહેતા 
( લેખક વડોદરાના વરિષ્ઠ પત્રકાર છે. )

<p>The post Bank scam : બેંકની આવી કેવી નીતિ કે દેશ અને  સામાન્ય લોકો બરબાદ થાય!? first appeared on Edumaterial.</p>

]]>
History : ડાયરામાં કે નવરાત્રિમાં છેલ્લે ધૂમ મચાવવા ગવાતી આ રચનાનો ઇતિહાસ કંઇક અલગ જ છે, જાણો… https://edumaterial.in/ashadh-ghaghumbiy-charani-chhand-lok-dayaro-history-story-gadhavi/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=ashadh-ghaghumbiy-charani-chhand-lok-dayaro-history-story-gadhavi Tue, 27 Sep 2022 01:29:28 +0000 https://edumaterial.in/?p=6108 Ashadh ghaghumbiy charani chhand lok dayaro history story gadhavi ડાયરામાં કે નવરાત્રિમાં છેલ્લે ધૂમ મચાવવા ગવાતી આ રચનાનો ઇતિહાસ કંઇક અલગ જ છે, જાણો… अषाढ घघुंबिय लुंबिय अंबर बादळ बेवड चोवळियं। આ રચના આપણે વારંવાર સંભાળી હશે. એમાંય ડાયરામાં કે નવરાત્રિમાં છેલ્લે ધૂમ મચાવવા ગાયકો આનો ઉપયોગ કરે પણ તમને ખ્યાલ છે કે આ રચના […]

<p>The post History : ડાયરામાં કે નવરાત્રિમાં છેલ્લે ધૂમ મચાવવા ગવાતી આ રચનાનો ઇતિહાસ કંઇક અલગ જ છે, જાણો… first appeared on Edumaterial.</p>

]]>

Ashadh ghaghumbiy charani chhand lok dayaro history story gadhavi

ડાયરામાં કે નવરાત્રિમાં છેલ્લે ધૂમ મચાવવા ગવાતી આ રચનાનો ઇતિહાસ કંઇક અલગ જ છે, જાણો…

Ashadh ghaghumbiy charani chhand lok dayaro history story gadhavi
તસવીર પ્રતીકાત્મક છે.

अषाढ घघुंबिय लुंबिय अंबर बादळ बेवड चोवळियं।

આ રચના આપણે વારંવાર સંભાળી હશે. એમાંય ડાયરામાં કે નવરાત્રિમાં છેલ્લે ધૂમ મચાવવા ગાયકો આનો ઉપયોગ કરે પણ તમને ખ્યાલ છે કે આ રચના પાછળની કથા શું છે? ચાલો, જાણીએ આ કાવ્ય રચના પાછળની કથા…

Ashadh ghaghumbiy charani chhand lok dayaro history story gadhavi
કચ્છ બાજુના એક ગામડાની વાત છે. ચારણ અજમાલ ડેલીએ ઉદાસ થઈને બેઠા છે. એક મીર ત્યાંથી નીકળે છે ને પૂછે છે કે કેમ ગઢવી માયુસ છુઓ? ગઢવી કહે છે કે મારા છોકરાનો છોકરો જુવાનજોધ મૃત્યુ પામ્યો છે.

મીરે કહ્યું કે ગઢવી, હું આપનું દુઃખ તો શું લઉં પણ હું એક રચનામાં એને અમર કરી દઈશ…

આ અજમાલનો દીકરો નથુ. નથુનો દીકરો આલણ. આ આલણના મૃત્યુને અમર કરવા, એની યાદને તાજી રાખવા ગીત રચાયું એટલે જ એમાં પંક્તિ આવે છે કે –
अजमाल नथु तण कुंवर आलण सोहि तणी रत सांभरिया ।

આવું એક ઇતિહાસ અને પૂરક માહિતી આપતા અમારા ગઢવી મિત્ર હર્ષદ સાહેબ ગઢવીએ જણાવ્યું ત્યારે આશ્ચર્ય થયું. કે જે રચના સાંભળતા સાંભળતા વરસાદની હેલી જેટલો આનંદ લીધો હોય એ દુહાઓનું મૂળ તો કોઈના મૃત્યુને અમર કરવા કોઈની યાદને તાજી રાખવા માટે કરાયું છે.

Ashadh ghaghumbiy charani chhand lok dayaro history story gadhavi

આ રચનાના તમે થોડાંક દુહા કે છંદ સાંભળ્યા હશે આજે વાંચો એની સંપૂર્ણ રચના…

આ રચનામાં ચારણી ભાષાનો વૈભવ, ગુર્જર ભાષા જે આપણી ગુજરાતીની આદ્ય ભાષા હતી તેના શબ્દો અને કચ્છ – રાજસ્થાનની બોલીના શબ્દોનો રસથાળ છે. એક એક શબ્દ પાછળ વ્યુત્પત્તિ પડેલી છે. એ તો એક આખો અલગ સંશોધનનો મુદ્દો બને અને લાંબી વાત થાય પણ અત્યારે આ રચના માણીએ.

दुहा

राग झकोळा तान रंग, तंत ठणंकै ताल।
कावा पीवण केसरा, आवो घर अजमाल॥ 1 ॥

विध विध खट रत वरणवों,सरस सुणों दिन सांझ।
सहल तणी रत सैलकर, रंग भीना नथराज॥ 2

॥ बापइया मुख बोलिया, पिहु पिहु परदेश।
उण रत थुं अजमाल रा, सांभरियो अलणेश॥ 3 ॥

गिरंदां मोर झिंगोरियां, महल थडक्कै माढ।
बरखा री रुत वरणवां , आयो मास अषाढ॥

Ashadh ghaghumbiy charani chhand lok dayaro history story gadhavi

छंद ~ रोमकंदः

अषाढ घघुंबिय लुंबिय अंबर बादळ बेवड चोवळियं।
महलार महेलीय लाड गहेलिय नीर छळै निझरै नळियं।
अंद्र गाज अगाज करे धर उपर अंबु नयां सर उभरियां।
अजमाल नथु तण कुंवर आलण सोहि तणी रत सांभरिया ।
म्हानै सोहि तणी रत सांभरिया॥ 1 ॥

नवखंड निलाणिय पावस पाणीय वाणीय दादुर मोर वळै।
सब दास चढावण पुजाय शंकर सावण मास जळै सजळै।
प्रस नार करै नित नावण पुजाय शंकर रा व्रत सो धरियां।
अजमाल नथु तण कुंवर आलण सोहि तणी रत सांभरिया ।
म्हानै सोहि तणी रत सांभरिया॥ 2 ॥

रंग भाद्रव मास घटा रंग रातिय रंग लीलंबर रेत सजै।
फळ फूलय प्रबब्ळ प्रम्मळ फोरत वेल अनोप अनेक वजै।
पितृ सो सह लोक लहै ध्रम पोंखत, कागरखी मख ध्रमकियां।
अजमाल नथु तण कुंवर आलण सोहि तणी रत सांभरिया ।
मनां सोहि तणी रत सांभरिया॥ 3 ॥

अन्न सात पकायाय आसोज आयाय नीर ठरे घण नितरियां।
जळ ऊपर कम्मळ खिलत जैम रु पावस दाह पटंतरिया।
मझ छीप झरे जळ जामत मोतिय ठीक झळोमळ नंग थयां।

अजमाल नथु तण कुंवर आलण सोहि तणी रत सांभरिया ।
म्हानै सोहि तणी रत सांभरिया॥ 4 ॥

दिवाळीय कातीय मासक दीपक माळिये जाळिये दीप मझै।
जरकस्सीय अंबर पेरिया जामाय सुंदर हीरक चीर सजै।
लिगनां दिन आयाय व्रप लखायाय बारण तोरण बांधविया।
अजमाल नथु तण कुंवर आलण सोहि तणी रत सांभरिया ।
म्हानै सोहि तणी रत सांभरिया॥ 5 ॥

जग ऊदम लाभ ज राजहि राजत सुख अप्रंपर ध्रम सजै।
दखणं दिस छोड उत्तर तणि दिस उगण भांण ऐठाण हुआ।
अजमाल नथु तण कुंवर आलण सोहि तणी रत सांभरिया ।
मनां सोहि तणी रत सांभरिया॥ 6 ॥

बन भार अढार जळे बन पानाय कै जळ ताप अपार कुवा ।
घण लागत टाढ ध्रुजत्त धरोहर हिम उलट्ट प्रगट्ट हुआ।
पवरांण उतांण झट्टपट पोषत सोते नभे नर ताप सह्यां
अजमाल नथु तण कुंवर आलण सोहि तणी रत सांभरिया ।
म्हानै सोहि तणी रत सांभरिया॥7॥

जमना जळ जाहिय माह उमाहिय सुख सराहिय लख्ख सरां।
थिर ध्रम्म ठराहिय पाप प्रजाळिय नाहिय रा दिन नार नरां।
पशुआं फंद ठंड बसंत प्रगट्टिय दन्न उगै सनमान दिया।
अजमाल नथु तण कुंवर आलण सोहि तणी रत सांभरिया ।
म्हानै सोहि तणी रत सांभरिया॥ 8 ॥

फहोरे घण फागण किंशूक फोरियां अंब मंजरियां म्होर उगां।
कह फाग मुखोमुख राग कळावंत लाल गुलाल उडण्ण लगा।
पिचकारिय पाणीय रंग भर्योडिय फेर अठै भमरा फरिया।
अजमाल नथु तण कुंवर आलण सोहि तणी रत सांभरिया ।
म्हानै सोहि तणी रत सांभरिया॥ 9 ॥

चतरंग तणी रत फालिय वेलिय डोलर फूल गुलाब घणा।
बहु भांत महक्कत चंपक मोगर पुहप भांत अढार वनां।
तरु बैठर कोकिल खूब टहूकत सुंदर गीत ज्युं निसरिया।
अजमाल नथु तण कुंवर आलण सोहि तणी रत सांभरिया ।
म्हानै सोहि तणी रत सांभरिया॥ 10॥

बइशाख तणी रत फूकत वायु वै धूप अतिशय धोम धरै।
करि लेपण चंदण राज करंतल केसर आड लिलाट करै।
छिडकाव फुवारिय हौज चलावत ल्हैर तरुवर छांह लियां।
अजमाल नथु तण कुंवर आलण सोहि तणी रत सांभरिया ।
म्हानै सोहि तणी रत सांभरिया॥ 11 ॥

जग जेठ ग्रही खम वख्खत जे रुत धेनु वसूकि वसूकि धरा।
गरभै जळ सूरज देव तपै घण सुखगया नद नीर धरा।
अंब शाख फळै बदळां दळ ऊमड अंद्र तणा दन फेर आया
अजमाल नथु तण कुंवर आलण सोहि तणी रत सांभरिया ।
म्हानै सोहि तणी रत सांभरिया॥ 12 ॥

Source thanks – https://www.charans.org/aluji-laalas-ra-barahmasa/

Ashadh ghaghumbiy charani chhand lok dayaro history story gadhavi

#Ashadh #ghaghumbiy #charani #chhand #lok #dayaro #history #story #gadhavi

<p>The post History : ડાયરામાં કે નવરાત્રિમાં છેલ્લે ધૂમ મચાવવા ગવાતી આ રચનાનો ઇતિહાસ કંઇક અલગ જ છે, જાણો… first appeared on Edumaterial.</p>

]]>
Tantra શક્તિસાધનાથી તંત્રમાર્ગે પ્રાપ્ત થતી પાંચ શક્તિઓ અને એનો રહસ્યમય પ્રભાવ… https://edumaterial.in/mystery-tantra-sadhna-shakti-upasna/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=mystery-tantra-sadhna-shakti-upasna Sat, 24 Sep 2022 16:21:20 +0000 https://edumaterial.in/?p=6103 Mystery Tantra sadhna shakti upasna શક્તિસાધનાથી તંત્રમાર્ગે પ્રાપ્ત થતી પાંચ શક્તિઓ અને એનો રહસ્યમય પ્રભાવ… નવરાત્રી આવી ગઈ છે. નવરાત્રી એટલે શક્તિ સાધનાનું પર્વ. વાતાવરણ પણ પ્રફુલ્લિત હોય અને ઘણાખરા લોકો આ ચૈત્ર નવરાત્રી ઉપરાંત આ નવરાત્રિમાં પણ અનુષ્ઠાન કરતા હોય છે. ત્યારે વાંચો, શક્તિ સાધના, તંત્ર માર્ગ અને તેની પાંચ શક્તિઓનો પ્રભાવ… ‘ભારતીય તંત્રશાસ્ત્ર […]

<p>The post Tantra શક્તિસાધનાથી તંત્રમાર્ગે પ્રાપ્ત થતી પાંચ શક્તિઓ અને એનો રહસ્યમય પ્રભાવ… first appeared on Edumaterial.</p>

]]>

Mystery Tantra sadhna shakti upasna

શક્તિસાધનાથી તંત્રમાર્ગે પ્રાપ્ત થતી પાંચ શક્તિઓ અને એનો રહસ્યમય પ્રભાવ…

Mystery Tantra sadhna shakti upasna

નવરાત્રી આવી ગઈ છે. નવરાત્રી એટલે શક્તિ સાધનાનું પર્વ. વાતાવરણ પણ પ્રફુલ્લિત હોય અને ઘણાખરા લોકો આ ચૈત્ર નવરાત્રી ઉપરાંત આ નવરાત્રિમાં પણ અનુષ્ઠાન કરતા હોય છે. ત્યારે વાંચો, શક્તિ સાધના, તંત્ર માર્ગ અને તેની પાંચ શક્તિઓનો પ્રભાવ…

‘ભારતીય તંત્રશાસ્ત્ર સિદ્ધાંત ઔર સાધના’ આ ગ્રંથમાં શિવ અને શક્તિના પારસ્પરિક સાયુજ્યથી થતી શક્તિઓ વિશે વાત કરી છે.

શિવ અને શક્તિના મિલનથી જે પાંચ શક્તિઓ માનવ શરીરમાં ક્રિયમાણ થાય એ પાંચ શક્તિઓને ‘તંત્રસાર’ અધ્યાય એકમાં પણ બતાવવામાં આવે છે જે માત્ર આપણે સૌએ જાણ ખાતર અહીં મૂકું છું.

પેલી શક્તિ છે ચિતી શક્તિ, બીજી આનંદ શક્તિ, ત્રીજી ઈચ્છા શક્તિ, ચોથી જ્ઞાન શક્તિ, પાંચમી ક્રિયા શક્તિ.

આ પાંચેપાંચ શક્તિ કેવા કેવા ફેરફારો આપે છે એ અહીં જોઈએ….
Mystery Tantra sadhna shakti upasna

ચિતી શક્તિ…

ચિતી શક્તિ એટલે જેને પ્રકાશ શક્તિ પણ કહેવામાં આવે છે. એ પ્રકાશરૂપતા છે, આત્માનો પ્રકાશ પરમાત્મા સુધી પહોંચે એ વસ્તુ તો બહુ આગળની વાત છે જ્યારે અહીં એક જ્યોતિ રૂપ પ્રકાશ સ્વરૂપ શક્તિને આપણામાં જાગૃત કરવાની, શક્તિ પ્રગટ થાય છે! જો આ પ્રકાશ આપણામાં જાગૃત થાય તો બીજી શક્તિ નો અનુભવ આપણને થાય…
Mystery Tantra sadhna shakti upasna

આનંદ શક્તિ…

એ છે આનંદ શક્તિ. આનંદ શક્તિ એટલે સ્વતંત્રતા સ્વાતંત્ર્ય એવો શબ્દ પ્રયોગ તંત્રસાર નામના ગ્રંથમાં કર્યો છે, અહીં સ્વાતંત્ર્યનો અર્થ છે નીડર. નીડર અને ભયમુક્ત જ્યારે વ્યક્તિ ભયમુક્ત થઈ જાય, નીડર બની જાય, સ્વતંત્ર થઈ જાય, એમના ઉપર કોઈ માયાવી નિયંત્રણ ન હોય ત્યારે આ આનંદ શક્તિનો અનુભવ થાય છે અને આનંદ શક્તિ પછી સાધક સાધના પથમાં ત્રીજી શક્તિ પ્રાપ્ત કરે છે.
Mystery Tantra sadhna shakti upasna

ઈચ્છા શક્તિ….

ઈચ્છા શક્તિ મતલબ આપણે જેને ચમત્કાર કહીએ છીએ એ પ્રકારની ક્ષમતા સાધકમાં આવી જાય છે જે પ્રકૃતિ સાથે તાધાત્મ્ય સાધવા લાગે છે. પોતાની ઈચ્છાથી તે એના શરીરને એના મનને રાખી શકે છે. અર્થાર્થ ઈચ્છા પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકે છે.
Mystery Tantra sadhna shakti upasna

જ્ઞાન શક્તિ….

ચોથી શક્તિ એ જાગૃતિની શક્તિ છે. અહીંથી સાધક ઈશ્વરીય કૃપા વગર આગળ વધી શકાતો નથી. જ્ઞાન જ્યારે શક્તિ રૂપે ચોથી શક્તિ છે. જ્ઞાન શક્તિ: એ જાગૃત થાય ત્યારે તમામ પ્રકારના દોષો કહી શકાય માયાના પડદા કહી શકાય, મનની સ્થિતિઓ કહી શકાય, એવી અવસ્થાઓ એટલે કે ક્રોધ, મોહ, મદ… આ બધું જ દૂર થવા લાગે છે અને શક્તિમાં એકાત્મક થવા લાગે છે અને આથી જ પાંચમી શક્તિ જાગૃત થાય છે જેનું નામ છે ક્રિયા શક્તિ.
Mystery Tantra sadhna shakti upasna

ક્રિયા શક્તિ…

ક્રિયા શક્તિ, અર્થાત આ સર્વ કંઈ છે, એ યોગ શક્તિ વડે કોઈ વડે સંચાલિત છે એ ભાવ જ્યારે જાગે ત્યારે તમારી દરેક પ્રવૃત્તિ તમારી દરેક ક્રિયા એક શક્તિ સંચાલિત થઈ જાય અને સર્વાકાર યોગીત્વ આવી જાય એટલે કે તમે આ વિશ્વ શક્તિનો એક ભાગ છે એવું લાગવા મંડે અને આત્મા એ સ્થિતિ પામે જ્યાં ગીતાકાર કહે છે સ્થિતપ્રજ્ઞ એ સ્થિત પ્રજ્ઞાની સ્થિતિ.
Mystery Tantra sadhna shakti upasna

બધું જ જાણીને બધામાં સ્થિત રહેવાની શક્તિ એ આ પાંચ શક્તિઓ પ્રાપ્ત થયા પછી તંત્રના સાધકને પ્રાપ્ત થાય છે.

Mystery Tantra sadhna shakti upasna

#Mystery #Tantra #sadhna #shakti #upasna

<p>The post Tantra શક્તિસાધનાથી તંત્રમાર્ગે પ્રાપ્ત થતી પાંચ શક્તિઓ અને એનો રહસ્યમય પ્રભાવ… first appeared on Edumaterial.</p>

]]>
Tantra Shastra : તંત્રશાસ્ત્રનું ટૂંકું ને ટચ : શક્તિ એટલે શું? https://edumaterial.in/mystery-tantra-shastra-shakti-matruka-shiv-shakti-swarup/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=mystery-tantra-shastra-shakti-matruka-shiv-shakti-swarup Fri, 23 Sep 2022 17:57:16 +0000 https://edumaterial.in/?p=6097 Mystery Tantra Shastra Shakti Matruka Shiv Shakti Swarup તંત્રશાસ્ત્રનું ટૂંકું ને ટચ : શક્તિ એટલે શું? ગત અંકમાં એટલેકે આની પહેલાની સ્ટોરીમાં આપણે જોયું કે સર્વતો ભદ્રમંડળ શું છે? તેના મહત્વ અને ઉદ્દેશ વિશે જાણ્યું. એ લેખમાં વાત ત્યાં અટકી હતી કે આ ૫૭ તત્વોના ઉલ્લેખ અને રહસ્યમય સર્વતો ભદ્ર મંડળનું તંત્રમાં કેવા ખ્યાલો છે? […]

<p>The post Tantra Shastra : તંત્રશાસ્ત્રનું ટૂંકું ને ટચ : શક્તિ એટલે શું? first appeared on Edumaterial.</p>

]]>

Mystery Tantra Shastra Shakti Matruka Shiv Shakti Swarup

તંત્રશાસ્ત્રનું ટૂંકું ને ટચ : શક્તિ એટલે શું?

Mystery Tantra Shastra Shakti Matruka Shiv Shakti Swarup

ગત અંકમાં એટલેકે આની પહેલાની સ્ટોરીમાં આપણે જોયું કે સર્વતો ભદ્રમંડળ શું છે? તેના મહત્વ અને ઉદ્દેશ વિશે જાણ્યું. એ લેખમાં વાત ત્યાં અટકી હતી કે આ ૫૭ તત્વોના ઉલ્લેખ અને રહસ્યમય સર્વતો ભદ્ર મંડળનું તંત્રમાં કેવા ખ્યાલો છે?

આજે આ લેખમાં એ વાત પૂરી કરીશ, સાથે સાથે ઘણા વખતથી બે ચાર મિત્રોની માંગણી ને આગ્રહ છે કે હું થોડું તંત્ર વિશે લખું… આ તંત્ર વિશે લખવું એટલે સપના દરમાં હાથ નાખવો! પણ થયું કે તંત્ર વિશે ખોટી ને રહસ્યમય બાબતો વામપંથી વાતો જ લોકો સુધી પહોંચી છે તો ચાલો એક નાનો એવો યત્ન કરુંકે કંઇક શુદ્ધ સાધના પંથ અને મૂળતઃ રહસ્યને ઉજાગર કરતી કેટલીક વાતો ગુરુકૃપા લખું…

બહુ નિર્મળ મને સ્વીકારું કે ખૂબ મોટા ભયસ્થાનો છે તંત્રને ઉજાગર કરવામાં, આમ છતાં સાહસ કરું છું કારણ કે આ એવું કામ છે કે દરિયાનું પાણી ખોબામાં લઇ અને દરિયો દેખાડવો… ખૈર …
Mystery Tantra Shastra Shakti Matruka Shiv Shakti Swarup

મેં આ લેખોને નામ આપ્યું છે ‘ તંત્રશાસ્ત્રનું ટૂંકું ને ટચ ‘ એમાં આજે પહેલો વિષય છે…

શક્તિ એટલે શું?

તંત્ર શાસ્ત્રની અંદર મંડળનું મહત્વ તો છે જ પણ એ મંડળની અંદર સર્વતો ભદ્ર મંડળમાં જે 57 તત્વોની વાત છે, તેને 57 પવિત્ર દેવોના સ્થાનમાં રાખવામાં આવ્યા છે. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ તેના અધિષ્ઠાતા દેવતા છે.
Mystery Tantra Shastra Shakti Matruka Shiv Shakti Swarup

જો યજ્ઞ કોઈ માતાજીનો હોય તો અધિષ્ઠાતા દેવી હોય અને માતૃકાગણ હોય. તંત્રની અંદર મંડળ છે એ 36 નું જગત એટલે કે 36 પ્રકારના સ્વરો વ્યંજનો સાથે તેને ગણવામાં આવ્યા છે. તેના મૂળમાં ‘શક્તિ’ અને ‘શક્તિમાન’ શિવ સ્થાપિત છે.

સૌપ્રથમ આપણે જોઈએ કે ‘શક્તિ’ એટલે ‘તંત્રશાસ્ત્ર’ની દ્રષ્ટિએ શું?

તંત્રલોક ભાગ ૩ માં કહેવામાં આવ્યું છે કે વિશ્વની નૈસર્ગિક સ્ફુરતા, જે પ્રવર્તે છે તે શક્તિ છે. નિષ્કલંક બ્રહ્મ : પરાત્પર, સચ્ચિદાનંદ, આનંદ, બ્રહ્મસ્વરૂપ, અનિર્વચનીય, જેવા શબ્દોથી વેદ અને ઉપનિષદોમાં જે શિવતત્વ અને શક્તિતત્વની વાત કરી છે તે વાત શક્તિ અને શક્તિમાન સ્વરૂપે તંત્રમાં થયેલી છે.
Mystery Tantra Shastra Shakti Matruka Shiv Shakti Swarup

તંત્રની અંદર બે નવા શબ્દો મળે છે ‘અહમ’ અને ‘અસ્મિ’…

‘અહમ’ છે એ વેદનો “અથાતો બ્રહ્મ જીજ્ઞાસા” નું પ્રતીક છે અને ‘અસ્મિ’ શબ્દ એ જગતના તમામ શક્તિનો સ્વીકાર કરવા બરાબર છે એટલે જ તંત્ર રહસ્યમય છે, કારણ કે તંત્રસિદ્ધ થવું મતલબ વિશ્વની શક્તિને તમે કણેકણમાં જોઈ જે ‘અહમ’ એટલે કે તમારામાં પણ છે, આ બંને વચ્ચે તાદાત્મ્ય સધાય જાય તો પ્રકૃતિને અનુરૂપ તમે બની શકો અને તમારે અનુરૂપ પ્રકૃતિ બની શકે.

બસ મૂર્તતંત્રની આ સાધના છે શક્તિઓનો જ્યારે સદોપયોગ કે દુરોપયોગ થવા લાગ્યો ત્યારથી તંત્ર વધુ અને વધુ ગૂંચવાતું ગયું.

પરમાર્થ સારિકામાં એક વ્યાખ્યા કરવામાં આવી છે કે વિશ્વશક્તિ અને પરમશિવ આપી શબ્દને લઈને ‘પદાર્થ’ને શિવ ગણાવ્યા છે અને ‘પ્રકાશ’ને શક્તિ ગણવામાં આવે છે.
Mystery Tantra Shastra Shakti Matruka Shiv Shakti Swarup

અહીં પદાર્થ એટલે સજીવનું સ્વરૂપ. માણસના શરીરમાં શિવ તત્વ છે, એનો સ્વીકાર કરવો અને પ્રકાશ સ્વરૂપ શક્તિનો સંચાર કરવો. આ બંનેને એક કરવા એ સાધના તંત્રની છે. એ રહસ્ય છે કે આ પ્રકાશ અને પદાર્થ કઈ રીતે એક થઈ શકે?!

આપણામાં રહેલું ધ્યાનમગ્ન શિવત્વ પ્રકાશ રૂપ શક્તિતત્વ સાથે થાય ત્યારે અગમ્ય શક્તિઓ શરીરમાં આકાર લેવા લાગે છે અને આવા પ્રયોગો જે સફળ થયા છે તેના કારણે તંત્રની બોલબાલા વધવા લાગી અન્યથા તંત્ર એ ધ્યાન યોગ અને આધ્યાત્મક માર્ગની સર્વોચ્ચ અવસ્થા હતી જે વિશ્વના કણે કણમાં શક્તિ અને શીવને જુએ છે.

શિવ અને શક્તિના પારસ્પરિક સાયુજ્ય અને તેનાથી પ્રાપ્ત થતી કહો કે આપણી અંદર વિકસિત થતી છ શક્તિ વિશે આગળના ભાગમાં…

Mystery Tantra Shastra Shakti Matruka Shiv Shakti Swarup

#Mystery #Tantra #Shastra #Shakti #Matruka #Shiv #Shakti #Swarup

*************

આગળનો ભાગ વાંચવા નીચેની લીંક પર ક્લિક કરો…

Amazing Sarvatobhadra Mandal : તેનું સ્વરૂપ, હિન્દુમાં મહત્વ, વિદેશીઓનું આકર્ષણ, સર્વતોભદ્રમંડળના લક્ષણો, સ્થાપિત દેવતાઓ અને એનાથી થતાં લાભ…

 

 

 

<p>The post Tantra Shastra : તંત્રશાસ્ત્રનું ટૂંકું ને ટચ : શક્તિ એટલે શું? first appeared on Edumaterial.</p>

]]>
Halo optical phenomenon effect around sun https://edumaterial.in/halo-optical-phenomenon-effect-around-sun/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=halo-optical-phenomenon-effect-around-sun Fri, 23 Sep 2022 07:17:34 +0000 https://edumaterial.in/?p=6089 halo optical phenomenon effect around sun આજે એટલે કે 23/09/2022 ના રોજ સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સૂર્ય ફરતે રંગીન વર્તુળ જોવા મળ્યું જે સોશિયલ મીડિયામાં ખૂબ ફોટા ફર્યા આ શું છે? તેની રસપ્રદ વાતો જાણીએ…   23/09/2022 અને શુક્રવારના રોજ આજે સૌરાષ્ટ્ર, દીવ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સૂર્યની આસપાસ હાલો ઇફેક્ટ ઓપ્ટિકલ ઘટના એટલે […]

<p>The post Halo optical phenomenon effect around sun first appeared on Edumaterial.</p>

]]>

halo optical phenomenon effect around sun

આજે એટલે કે 23/09/2022 ના રોજ સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સૂર્ય ફરતે રંગીન વર્તુળ જોવા મળ્યું જે સોશિયલ મીડિયામાં ખૂબ ફોટા ફર્યા આ શું છે? તેની રસપ્રદ વાતો જાણીએ…

halo optical phenomenon effect around sun

 

23/09/2022 અને શુક્રવારના રોજ આજે સૌરાષ્ટ્ર, દીવ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સૂર્યની આસપાસ હાલો ઇફેક્ટ ઓપ્ટિકલ ઘટના એટલે કે પ્રભા મંડલ જોવા મળી છે. શું છે આ હાલો ઈફેક્ટ અને શા માટે આવી રીતે મેઘધનુષ્ય જેવું વર્તુળ સૂર્યની ફરતે જોવા મળે છે? એ જાણીએ…

halo optical phenomenon effect around sun

શું છે હાલો ઓપ્ટિકલ ઇફેક્ટ…

આ એક પ્રકારે સૂર્યનું પ્રભા મંડળ છે. જેમાં હવામાં રહેલા બરફના સ્તર પર સૂર્યના કિરણો પડે ત્યારે જેમ પ્રિઝમમાં સૂર્યના કિરણો પડવાથી સાત રંગો જોવા મળે એવું જ આકાશમાં બરફના સ્તરોને કારણે થાય છે. સાવ સાદી રીતે સમજીએ તો વાદળમાં પાણી બરફ થઈ જાય અને ત્યાંથી સૂર્ય પસાર થાય ત્યારે આ જોવા મળે.

halo optical phenomenon effect around sun

halo optical phenomenon effect around sun

આકાશના કયા સ્તરમાં આ ઘટના બને છે?

પ્રભામંડળ બરફના સ્ફટિક જેવા કણોને કારણે રચાય છે. આ ઘટના આકાશના ઉપલા સ્તર ટ્રોપોસ્ફિયર જે પૃથ્વીથી 5-10 કિમી ઉપર આવેલું છે એમાં બને છે.

halo optical phenomenon effect around sun

વિજ્ઞાનને લાગતી આ કેવી ઘટના છે?

પ્રકાશના વક્રીભવન અને પ્રતિબિંબિત કરે ત્યારે આ ઘટના બને છે. જેને વિજ્ઞાનની ભાષામાં વાતાવરણીય ઓપ્ટિકલ અસાધારણ ઘટના કહેવામાં આવે છે.

આ પ્રભા મંડળ દ્વારા આગાહીઓ કરવામાં આવતી…

હવામાનશાસ્ત્રનો વિકાસ થયો તે પહેલાં આ રીતે રચાતા હાલોસનો ઉપયોગ હવામાનશાસ્ત્રના ભાગ રૂપે કરવામાં આવતો હતો. જે હવામાનની આગાહીનું એક માધ્યમ હતું. આ રચના આગાહી આપે છે કે આગામી 24 કલાકમાં વરસાદ પડશે.

આ વાદળો થોડા સમયમાં વરસાદ લાવવાનું કારણ બને છે આ વાદળોનું એક નામ છે – સિરોસ્ટ્રેટસ વાદળો. જે આગળના હવામાનની સ્થિતિ જણાવે છે.

halo optical phenomenon effect around sun

halo optical phenomenon effect around sun

#halo #optical #phenomenon #effect #around #sun

 

<p>The post Halo optical phenomenon effect around sun first appeared on Edumaterial.</p>

]]>
Amazing Sarvatobhadra Mandal : તેનું સ્વરૂપ, હિન્દુમાં મહત્વ, વિદેશીઓનું આકર્ષણ, સર્વતોભદ્રમંડળના લક્ષણો, સ્થાપિત દેવતાઓ અને એનાથી થતાં લાભ… https://edumaterial.in/the-composition-of-sarvatobhadra-mandal-is-amazing-hindu-dharma/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=the-composition-of-sarvatobhadra-mandal-is-amazing-hindu-dharma Tue, 20 Sep 2022 18:36:48 +0000 https://edumaterial.in/?p=6081 Sarvatodradra Mandal : the art, hindu dharm, speciality, The composition of Sarvatobhadra Mandal is amazing! Hindu dharma મંડળ: તેનું સ્વરૂપ, હિન્દુમાં મહત્વ, વિદેશીઓનું આકર્ષણ, સર્વતોભદ્રમંડળના લક્ષણો, સ્થાપિત દેવતાઓ અને એનાથી થતાં લાભ… એક સમાચાર… હમણાં એક સમાચાર સાંભળ્યા કે હેલવુડ પાર્ક ટ્રાયેન્ગલમાં સર્જન પાછળનો કલાકાર યોર્કશાયર સ્થિત જેમ્સ બ્રન્ટ છે, જે જંગલો, ઉદ્યાનો અને દરિયાકિનારા […]

<p>The post Amazing Sarvatobhadra Mandal : તેનું સ્વરૂપ, હિન્દુમાં મહત્વ, વિદેશીઓનું આકર્ષણ, સર્વતોભદ્રમંડળના લક્ષણો, સ્થાપિત દેવતાઓ અને એનાથી થતાં લાભ… first appeared on Edumaterial.</p>

]]>

Sarvatodradra Mandal : the art, hindu dharm, speciality, The composition of Sarvatobhadra Mandal is amazing! Hindu dharma

મંડળ: તેનું સ્વરૂપ, હિન્દુમાં મહત્વ, વિદેશીઓનું આકર્ષણ, સર્વતોભદ્રમંડળના લક્ષણો, સ્થાપિત દેવતાઓ અને એનાથી થતાં લાભ…

The composition of Sarvatobhadra Mandal is amazing!

એક સમાચાર…

હમણાં એક સમાચાર સાંભળ્યા કે હેલવુડ પાર્ક ટ્રાયેન્ગલમાં સર્જન પાછળનો કલાકાર યોર્કશાયર સ્થિત જેમ્સ બ્રન્ટ છે, જે જંગલો, ઉદ્યાનો અને દરિયાકિનારા પર જોવા મળતી કુદરતી સામગ્રીનો ઉપયોગ કરીને વિસ્તરેલ આર્ટવર્ક બનાવવા માટે જાણીતા છે જેને તે સુકાઈ જાય તે પહેલા દસ્તાવેજ કરવા માટે ફોટોગ્રાફ કરે છે.

લીવરપૂલના રહેવાસીઓ કલાકાર જેમ્સ બ્રન્ટ દ્વારા પાંદડા અને પથ્થરો જેવી સામગ્રી વડે બનાવેલ દોઢ ફૂટબોલના મેદાનના કદના મંડળ પર વિશ્વ આશ્ચર્યચકિત થઈ રહ્યું છે!

કલા સ્વરૂપ…

મંડલ પેટર્ન એ રૂપરેખા છે જે સદીઓ જૂની છે અને તેનો ઉપયોગ બ્રહ્માંડને દર્શાવવા માટે થાય છે. તેઓ વિશ્વભરના કલાકારો દ્વારા સ્વીકારવામાં આવ્યા છે, જેમાંના દરેકે આ ડિઝાઇનમાં પોતપોતાનું અર્થઘટન ઉમેર્યું છે.

સંસ્કૃતમાં “વર્તુળ” અથવા “કેન્દ્ર” નો શાબ્દિક અર્થ થાય છે, મંડલને ભૌમિતિક રૂપરેખાંકન દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે સામાન્ય રીતે ગોળાકાર આકારને અમુક સ્વરૂપમાં સમાવિષ્ટ કરે છે. જ્યારે તે ચોરસના આકારમાં પણ બનાવી શકાય છે.

Sarvatodradra Mandal : the art, hindu dharm, speciality, The composition of Sarvatobhadra Mandal is amazing!

આકૃતીની સંરચના હિન્દુ ધર્મ પ્રમાણે…

સૌ પ્રથમ, વર્તુળની રચના માટે ચોરસ આકૃતિ બનાવવામાં આવે છે. આ ચોરસ રેખામાં, દક્ષિણથી ઉત્તર અને પશ્ચિમથી પૂર્વ તરફ સમાન રીતે બે રેખાઓ દોરવામાં આવે છે. આમ સર્વતોભદ્ર વિભાગમાં 19 ઊભી અને 19 આડી રેખાઓ મળીને કુલ 324 ચોરસ બને છે. 12 ખાંડેન્દુ (સફેદ), 20 કૃષ્ણ સાંકળ (કાળી), 88 વલ્લી (લીલી), 72 ભદ્ર (લાલ), 96 વાપી (સફેદ), 20 પરિઘ (પીળો) અને 16 મધ્યમ (લાલ) કૌંસ છે. આ કૌંસમાં ઈન્દ્ર, માતા શક્તિઓ અને અરુંધતીની સાથે સપ્તર્ષિ વગેરેની સ્થાપના અને પૂજા કરવામાં આવે છે. ભદ્ર ​​મંડળની બહાર ત્રણ પરિઘ છે જેમાં સફેદ રંગ સપ્તગુણનું પ્રતીક છે, લાલ રંગ રજો ગુણનું અને કાળો રંગ તમો ગુણનું પ્રતિનિધિત્વ કરે છે, જે ભગવાનની પ્રસન્નતા માટે બનાવવામાં આવ્યા છે.

Sarvatodradra Mandal : the art, hindu dharm, speciality, The composition of Sarvatobhadra Mandal is amazing!

મંડલનું મૂળ અને વિસ્તરણ…

મંડલનું મૂળ હિંદુ અને બૌદ્ધ ધર્મમાં છે. મંડળનું વર્ણન સૌપ્રથમ વેદોમાં જોવા મળ્યું હતું. અને સિલ્ક રોડ પર મુસાફરી કરતા બૌદ્ધ મિશનરીઓ તેને ભારતની બહારના પ્રદેશોમાં લઈ ગયા હોવાનું માનવામાં આવે છે. છઠ્ઠી સદી સુધીમાં, મંડળ આકૃતિઓ અને પૂજાવિધી સ્વરૂપો બદલી અને ચીન, કોરિયા, જાપાન, ઇન્ડોનેશિયા અને તિબેટમાં પહોચી હતી. અલગથી, મૂળ અમેરિકન લોકોએ મંડલનો ઉપયોગ દેવતા અથવા બ્રહ્માંડના પ્રતિનિધિત્વ તરીકે અને આધ્યાત્મિક સ્વરૂપ તરીકે કર્યો હોવાનું માનવામાં આવે છે.

Sarvatodradra Mandal : the art, hindu dharm, speciality, The composition of Sarvatobhadra Mandal is amazing!

તેનો અર્થ…

એવું માનવામાં આવે છે કે મંડલામાં પ્રવેશ કરીને અને તેના કેન્દ્ર તરફ આગળ વધવાથી, વ્યક્તિ બ્રહ્માંડના પરિવર્તનની અને દુઃખની લાગણીઓમાંથી આનંદની લાગણી તરફ આગળ વધવાની વૈશ્વિક પ્રક્રિયાનો અનુભવ કરે છે.

હિંદુ દાર્શનિક પ્રણાલીઓમાં, મંડલ અથવા યંત્ર સામાન્ય રીતે તેના કેન્દ્રમાં વર્તુળ સાથે ચોરસના આકારમાં હોય છે.

હિન્દુ ધર્મમાં આવતા સર્વતોભદ્ર મંડળ….

The composition of Sarvatobhadra Mandal is amazing!
Source FB

સર્વતોભદ્ર મંડળને શુભ અને પરોપકારી માનવામાં આવે છે. સર્વતોભદ્ર મંડળનો ઉપયોગ યજ્ઞ, યાગાદિક, દેવ પ્રતિષ્ઠા, માંગલિક પૂજા ઉત્સવ, ધાર્મિક વિધિઓ વગેરે જેવી વિવિધ દેવતા પ્રવૃત્તિઓમાં થાય છે. ગણેશ, અંબિકા, કલશ, માતૃકા, વાસ્તુ મંડળ, યોગિની, ક્ષેત્રપાલ, નવગ્રહ મંડળ, વરુણ મંડળ વગેરેની સાથે સર્વતોભદ્ર મંડળની મધ્યમાં મુખ્ય દેવતાની સ્થાપના અને અભિષેક કરવાનો અને વિવિધ પૂજા ઉપાયોથી તેમની પૂજા કરવાનો નિયમ ધાર્મિક ગ્રંથોમાં ઉપલબ્ધ છે. સર્વતોભદ્ર મંડળના સામાન્ય રીતે અનેક અર્થ થાય છે. શુભ અને કલ્યાણકારી સર્વતોભદ્ર મંડળ અને ચક્રની ચારે બાજુએ ‘ભદ્ર’ નામના કૌંસનો સમૂહ છે જે સર્વતોભદ્ર મંડળ અથવા ચક્ર તરીકે ઓળખાય છે. આ મંડલામાં દરેક દિશામાં બે ભદ્ર બનાવવામાં આવ્યા છે, આમ આ શુભ દેવતા તેનું નામ સંપૂર્ણ રીતે સાર્થક કરે છે.

બૌદ્ધ મંડલ…

પરંપરાગત બૌદ્ધ મંડલ એ એક ગોળાકાર ચિત્ર છે જે તેના સર્જકને તેમના સાચા સ્વને શોધવામાં મદદ કરવા માટે છે.

મંડલામાં સમાવિષ્ટ વિવિધ ઘટકો છે, જેમાંના દરેકનો પોતાનો અર્થ છે. દાખલા તરીકે, ચક્રના આઠ સ્પોક્સ (ધર્મચક્ર) બૌદ્ધ ધર્મના આઠ ગણા માર્ગનું પ્રતિનિધિત્વ કરે છે જે જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ લાવે છે. કમળનું ફૂલ સંતુલન દર્શાવે છે અને સૂર્ય બ્રહ્માંડનું પ્રતિનિધિત્વ કરે છે. ઉપર તરફ, ત્રિકોણ ક્રિયા અને ઊર્જાનું પ્રતિનિધિત્વ કરે છે, અને નીચેનો સામનો કરીને, તેઓ સર્જનાત્મકતા અને જ્ઞાનનું પ્રતિનિધિત્વ કરે છે. Sarvatodradra Mandal : the art, hindu dharm, speciality, The composition of Sarvatobhadra Mandal is amazing!

સર્વતોભદ્રમંડળના દેવતાઓ….

સર્વતોભદ્રમંડળના 324 કૌંસમાં નીચેના 57 દેવતાઓ સ્થાપિત છે:

1. બ્રહ્મા
2. સોમ

3. ઈશાન

4. ઇન્દ્ર

5. અગ્નિ

6. યમ

7. નિર્રિતિ

8. વરુણ

9. હવા

10. અષ્ટવસુ

11. રુદ્ર

12. બારમો સૂર્ય

13. અશ્રાવ્ય

14. સપત્રિકા-વિશ્વદેવ

15. સાત યક્ષ- મણિભદ્ર, સિદ્ધાર્થ, સૂર્યતેજા, સુમના, નંદન, મણિમંત અને ચંદ્રપ્રભા. આ બધા દેવતાઓ યજમાનનું કલ્યાણ કરાવે છે એમ કહેવાય છે.

16. અષ્ટકુલનાગ
17. ગંધર્વપ્સર – ગાંધર્વ અને અપ્સરા દેવતાની એક જાતિનું નામ ગાંધર્વ છે. દક્ષ સુત પ્રધાને પ્રજાપતિ કશ્યપ દ્વારા નીચેના દસ દેવતાઓ ગાંધર્વોની રચના કરી હતી – સિદ્ધ, પૂર્ણ, બારહી, પૂર્ણાયુ, બ્રહ્મચારી, રતિગુણ, સુપર્ણ, વિશ્વવાસુ, ભાનુ અને સુચંદ્ર. અપ્સરાઓ- સમુદ્ર મંથન પ્રસંગે કેટલીક અપ્સરાઓ પાણીમાંથી બહાર આવી હતી. તેમની ઉત્પત્તિ પાણીમાંથી થઈ હોવાથી તેમને અપ્સરાઓ કહેવામાં આવે છે અને કેટલીક અપ્સરાઓ કશ્યપ પ્રજાપતિની પત્ની પ્રદામાંથી જન્મી છે. અલંબુષા, મિશ્રકેશી, વિદ્યુતપર્ણા, તિલોત્તમા, અરુણા, રક્ષિતા, રંભા, મનોરમા, કેશિની, સુબાહુ, સૂરતા, સૂરજા અને સુપ્રિયા છે.

18. સ્કંદ

19. નંદી

20 શણ

21. મહાકાલ – તે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના રૂપમાં સ્વયં અવતાર છે, જે તમામ દેવતાઓમાં શ્રેષ્ઠ છે.

22. દક્ષદી સપ્તગણ – ભગવાન શંકરના મુખ્ય ગણ કીર્તિમુખ, શ્રૃંગી, ભૃંગી, રીતિ, બાણ અને ચંડીશ છે.

23. દુર્ગા

24. વિષ્ણુ

25. સ્વધા

26. મૃત્યુ રોગ

27. ગણપતિ

28. એપી

29. મરુદગાન

30 પૃથ્વી

31. ગંગાદી નંદી- યજ્ઞ યાગાદિક કર્મમાં ભગવાનના કાર્યોને પ્રાપ્ત કરવાની ક્ષમતા મેળવવા માટે ગંગાદી નદીઓને પવિત્રતા અને શુદ્ધતા માટે આહવાન કરવામાં આવે છે. સપ્ત ગંગામાં મુખ્ય છે- ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ અને કાવેરી.

32. સપ્તસાગર

33. મેરુ

34. મેસ

35. ત્રિશૂળ

36. થંડરબોલ્ટ

37. શક્તિ

38. સજા

39. ખડગા

40. લૂપ

41. અંકુશ
42. ગૌતમ

43. ભારદ્વાજ

44. વિશ્વામિત્ર

45. કશ્યપ

46. ​​જમદગ્નિ

47. વસિષ્ઠ

48. અત્રિ – આ સાત ઋષિ છે. માતૃકોની જેમ આ ઋષિઓની પણ ભદ્રમંડળમાં પૂજા થાય છે.

49. અરુંધતી- મહાશક્તિ અરુંધતી, સૌમ્ય સ્વરૂપ હોવાથી, વંદિયા છે. અગાઉ તે બ્રહ્માની માનસ પુત્રી હતી. સોળ સંસ્કારમાં મુખ્ય લગ્ન પ્રસંગે કન્યાઓને તેમના દર્શન કરાવવામાં આવે છે.

50. આંદ્રી

51. કૌમાર્ય

52. બ્રાહ્મી

53. વારાહી

54. ચામુંડા

55. વૈષ્ણવી

56. મહેશ્વરી અને

57. વૈનાયકી – દેવસ્થાન, યજ્ઞ ભાગની રક્ષા માટે આઠ માતૃકાઓ પ્રગટ થયા. આ માતાઓને ભદ્ર મંડળ પરિઘમાં સ્થાપિત કરવાનો કાયદો છે.

આ રીતે જ્યારે ઘરે કે દેવસ્થાનમાં જ્યારે ઓની આકૃતિઓનું સ્થાપન કરવામાં આવે ત્યારે તેને સર્વતોભદ્રમંડળ કહેવાય છે.

સર્વતોભદ્રમંડળ યંત્ર અલગ વસ્તુ છે. એ ધાતુની પ્લેટ પર છાપેલું – આકૃતિ બનાવીને તૈયાર કરવામાં આવે છે. Sarvatodradra Mandal : the art, hindu dharm, speciality, The composition of Sarvatobhadra Mandal is amazing!

બંનેના ફાયદા…

યજ્ઞ, પ્રસંગે સર્વતોભદ્રમંડળના સ્થાપન કરવાથી ઉપરોક્ત તમામ દેવોનો સ્વીકાર અને પૂજન કરવાનું ફળ મળે છે. જે સુખ સંપત્તિ આપનારું છે.

સર્વતોભદ્રમંડળના યંત્ર વિશેષ પૂજા માટે અને વિશેષ ફળની પ્રાપ્તિ માટે તેની વિવિધ પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે તો આરોગ્ય અને ધનવૈભવ આપે છે.

તંત્રશાસ્ત્ર સાથે જોડાણ વિશે હવે પછી આગળના અંકમાં જોઈશું…

Sarvatodradra Mandal : the art, hindu dharm, speciality, The composition of Sarvatobhadra Mandal is amazing!

#SarvatodradraMandal #theart #hindudharm, #speciality, #Thecomposition #Sarvatobhadra #Mandal is #amazing!

 

<p>The post Amazing Sarvatobhadra Mandal : તેનું સ્વરૂપ, હિન્દુમાં મહત્વ, વિદેશીઓનું આકર્ષણ, સર્વતોભદ્રમંડળના લક્ષણો, સ્થાપિત દેવતાઓ અને એનાથી થતાં લાભ… first appeared on Edumaterial.</p>

]]>
Gujarati poem આ યુવા કવિને તમે કદી વાંચ્યા છે? છંદ, લય અને નવા પ્રવાહમાં ભાષાના પુરાણા પોતને ઉજાગર કરે છે, પઠન કરો એની પંક્તિઓ… https://edumaterial.in/gujarati-poem-collection-gujarati-kavita-hardik-vyas-pind-thi-brahmand-kavy-panktio/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=gujarati-poem-collection-gujarati-kavita-hardik-vyas-pind-thi-brahmand-kavy-panktio Mon, 19 Sep 2022 18:50:54 +0000 https://edumaterial.in/?p=6076 Gujarati poem collection gujarati kavita hardik vyas pind thi  brahmand    kavy panktio આ યુવા કવિને તમે કદી વાંચ્યા છે? છંદ, લય અને નવા પ્રવાહમાં ભાષાના પુરાણા પોતને ઉજાગર કરે છે, પઠન કરો એની પંક્તિઓ… હાર્દિક વ્યાસ : જેમનો જન્મ તા. ૨૨-૯-૧૯૮૪ માં થયો છે. અમરેલીના ચલાલા ગામે રહે છે. એમનો પ્રથમ કાવ્ય સંગ્રહ ૨૦૧૮ માં […]

<p>The post Gujarati poem આ યુવા કવિને તમે કદી વાંચ્યા છે? છંદ, લય અને નવા પ્રવાહમાં ભાષાના પુરાણા પોતને ઉજાગર કરે છે, પઠન કરો એની પંક્તિઓ… first appeared on Edumaterial.</p>

]]>

Gujarati poem collection gujarati kavita hardik vyas pind thi  brahmand    kavy panktio

આ યુવા કવિને તમે કદી વાંચ્યા છે? છંદ, લય અને નવા પ્રવાહમાં ભાષાના પુરાણા પોતને ઉજાગર કરે છે, પઠન કરો એની પંક્તિઓ…

Gujarati poem collection gujarati kavita hardik vyas pind thi  brahmand kavy panktio
Hardik Vyas

હાર્દિક વ્યાસ : જેમનો જન્મ તા. ૨૨-૯-૧૯૮૪ માં થયો છે. અમરેલીના ચલાલા ગામે રહે છે. એમનો પ્રથમ કાવ્ય સંગ્રહ ૨૦૧૮ માં આવ્યો. કાવ્યસંગ્રહનું નામ છે ‘ પિંડથી બ્રહ્માંડ ‘

કેટલાંય વર્ષો પછી પ્રાચીન છંદો સાથે અને લય સાથે કવિતાઓ રચનારો જણ મળ્યો. ગુજરાતી ભાષામાં શિષ્ટ – તત્સમ શબ્દોમાં, લાંબા ઢાળે ચાલતી એમની કવિતા જો મોટેથી પઠન કરવામાં આવે તો એક નવું ભવાવરણ  રચાતું જોવા મળે.

અહીં કેટલીક રચનાઓ પંક્તિ રૂપે મૂકી છે. આ કવિનું પોત અલગ છે, અવાજ અલગ છે. શબ્દોનું ચયન અલગ છે. ક્યાંક રાજેન્દ્ર શુક્લની યાદ અપાવે ક્યાંક ઉપનિષદોની બાનીની યાદ અપાવે… જબરું કામ કર્યું છે.

Gujarati poem collection gujarati kavita hardik vyas pind thi  brahmand kavy panktio

આજના સમયમાં  આવી રજૂઆતો કોણ કરે? એના જવાબમાં કવિ કહે છે કે –

પુનર્વિધાન કથ્યનું અકથ્ય પર રહી જશે,
વિલુપ્ત વાણીની બહાર, સ્થિરતા રહી જશે.

તો વળી આજની સ્થિતિને વધુ સુસંગત બે શેર…

યુદ્ધના પડઘમ વિચારો રક્તમાં ઘેરાય છે
બાણ ની પ્રતંચા પર પ્રશ્નાર્થ લાગી જાય છે.

***

સુંવાળપ સંગેમરમરની નજરમાં કેદ રાખીને
વતનપ્રેમી કટારોને અધૂરી વાત કહેવા દો.

***

અને જુઓ આ કવિના ભાષા વૈભવને, એમના સ્વાધ્યાયને, જુઓ એમણે કરેલા અભ્યાસને….

નિબીડ અંધકારમાં નિ:શેષ દેહને ત્વરિત
ગળી જતું તમસકિરણ બચે ન અસ્થિ એક પણ!
પરાભુતિક સ્પર્શને સંવેદના વિશદ વરી,
અનંત કાળથી અહીં અખંડ દીપ પ્રજવલે.

***

Gujarati poem collection gujarati kavita hardik vyas pind thi  brahmand    kavy panktio

કલ્પના સાથે કેટલી સુંદર પ્રસ્તુતિ ….

સરોવર કાંઠે સાવ અચાનક મોંસૂઝણાના મંદ સહારે જાગીને કિરણોની સાથે
પાનપાનમાં સચવાયેલા આડશના ભીના ચમકારે સ્તબ્ધ ક્ષણોની ભાળ મળે છે.

***

કથામાં છલકતી નયનરમ્ય પરીઓ સંબંધોના સાગર ઉલ્લેચી રહી છે;
જરી ફક્ત શૈશવમાં પાછા જવામાં ગગન પરથી પીછું હજી પણ કરે છે.

***

હવે નમ્રતાથી સ્વીકારી દલીલો સરળતાથી તારી પ્રવાહી નજરમાં
અણીશુદ્ધ આતુર નૌકા તરાવી, સમયના પ્રવાસે નીકળતો રહું છું.

***

પ્રતીક્ષાની વાત અનુઆધુનિક પ્રતિકો દ્વારા સુંદર રીતે  આવી છે…

બારણે ઝૂલ્યાં કરે છે એકલું તોરણ હજી.
સાવ કોરી રહી ગઈ છે એટલે પાંપણ હજી.

***

એમ કઈ એવી રીતે લાગે ને મહેંદી હાથમાં
સૂર્ય ભીનેવાન થઈ મહોર્યા કરે ચોપસમાં…

***

Gujarati poem collection gujarati kavita hardik vyas pind thi  brahmand    kavy panktio

વિશ્વવિજેતા નગરમાં ગીધડાં ટોળે વળે,
વિજયધ્વજ ફરકાવવાની શક્યતા ખોટી ઠરી.

***
ટોલ્સટોયથી લઇ અને સુમંત રાવલ સુધીના સર્જકો યાદ આવી જાય એવી પંક્તિઓ…

રોજની તકરારમાં આ જિંદગી હોમી દીધી,
શ્વાસની ભરમારમાં આ જિંદગી હોમી દીધી.

***

પાંપણો પર પર્વતોનો ભાર વર્તાયા કરે
ઘેનની ઊંડી અસરમાં એક માણસ છે હજી
નામ સરનામા વગરના શહેરમાં ભટક્યા કરે
કોઈ બિડેલાં કવરમાં એક માણસ છે હજી

***

કેટલાં આંસુ છવાયાં, કેટલા પડઘા ઘવાયા.
જાતને પંપાળવામાં સેંકડો સપના ઘવાયા.

***
આવા કવિઓની પ્રેમની અભવ્યક્તિ સામાન્ય ન હોય, કંઇક ઉચ્ચ તબક્કે હોય અને કવિ હાર્દિક વ્યાસ એ લઈ આવે છે….

એક પીંછું આપીને બસ થઈ ગયા અદૃશ્ય એ,
‘ ક્યાંક મળીશું, તટ ઉપર? ‘ એમ પૂછાતું નથી…

***
રસ્તામાં એ દિવસ મળ્યાં ‘તા એવી ક્ષણ
છાતીમાં ફોરમ પસવારે.
આંખોની ભાષાને ઉકેલી આજ સખી
હૈયાને મૂકો મઝધારે.

***

Gujarati poem collection gujarati kavita hardik vyas pind thi  brahmand    kavy panktio

એમના કાવ્ય સંગ્રહ વિશે ક્યારેક લખું લખું થતું હતું પણ આજ એમના જન્મદિન પૂર્વે લખાશે એવું ધાર્યું નહોતું. પરિચય લખવા બેઠો તો ખ્યાલ આવ્યો. જય હો … આપનો શબ્દયાગ શિખરે ઝળહળે એવી અભિલાષા…

Gujarati poem collection gujarati kavita hardik vyas pind thi  brahmand kavy panktio

Gujarati poem collection gujarati kavita hardik vyas pind thi  brahmand kavy panktio

#Gujarati #poem #collection #gujarati #kavita #hardik #vyas #pindthi  #brahmand  #kavy #panktio

<p>The post Gujarati poem આ યુવા કવિને તમે કદી વાંચ્યા છે? છંદ, લય અને નવા પ્રવાહમાં ભાષાના પુરાણા પોતને ઉજાગર કરે છે, પઠન કરો એની પંક્તિઓ… first appeared on Edumaterial.</p>

]]>
My Tree મારું મિત્ર વૃક્ષ : ચીકુડી ! https://edumaterial.in/maru-mitr-vruksh-chikudi-gujarati-nibandh/?utm_source=rss&utm_medium=rss&utm_campaign=maru-mitr-vruksh-chikudi-gujarati-nibandh Sun, 18 Sep 2022 03:08:59 +0000 https://edumaterial.in/?p=6069 My Tree Maru mitr vruksh chikudi gujarati nibandh મારું મિત્ર વૃક્ષ : ચીકુડી ! – ભાવનાબેન શાર્દુલભાઇ કછોટ ( શ્રી દ્રોણ વસાહત પ્રાથમિક શાળા, ધો. ૮ ) મારુ વૃક્ષ ચીકુડી. મને ચીકુ બહુ ભાવે છે. મારે ત્યાં મારા જન્મ પહેલાથી આ ચીકુડી છે. હું સમજવા શીખી ત્યારથી હું ચીકુડીને પાણી પાવ, તેને સાચવું છું. મારી […]

<p>The post My Tree મારું મિત્ર વૃક્ષ : ચીકુડી ! first appeared on Edumaterial.</p>

]]>

My Tree Maru mitr vruksh chikudi gujarati nibandh

મારું મિત્ર વૃક્ષ : ચીકુડી !

ભાવનાબેન શાર્દુલભાઇ કછોટ
( શ્રી દ્રોણ વસાહત પ્રાથમિક શાળા, ધો. ૮ )

My Tree Maru mitr vruksh chikudi gujarati nibandh

મારુ વૃક્ષ ચીકુડી. મને ચીકુ બહુ ભાવે છે. મારે ત્યાં મારા જન્મ પહેલાથી આ ચીકુડી છે. હું સમજવા શીખી ત્યારથી હું ચીકુડીને પાણી પાવ, તેને સાચવું છું.

મારી ચીકુડી અત્યાર સુધીમાં મારા બધા વૃક્ષો કરતાં સારી છે. ચીકુડીમાં ઘણા પક્ષીઓ છે, જેમ કે હડિયો, ચકલી, હોલો આવા પક્ષીઓ રહે. તેમાં માળો કર્યો, તેમાં પક્ષીના ઈંડા અને બચ્ચા છે.

અમારા બે ઘરની વચ્ચોવચ મારી ચીકુડી છે. તેના છાંયે બેસી હું લેસન કરું, રમું અને દરરોજ મારા પપ્પા બપોરે તેની નીચે છાંયડામાં સુવે છે અને તેનો પવન પણ ખૂબ આવે છે.

મારે ત્યાં ઝાઝા વૃક્ષો અને છોડવા છે જેમ કે સીતાફળ એ જમરૂખડી, ફણસ, દાડમડી, લીંબડી, બીજોરી, મીઠો લીમડો, તુલસીમાં રીંગણી ટામેટી, તુવેર, બારમાસી સફેદ અને ગુલાબી પણ આ બધા વૃક્ષો કરતા મને વધારે ચીકુડી ગમે છે

વાવાઝોડામાં તે પડી ગઈ હતી. મને દુઃખ થયું પણ તે પાછી કોળાઈ ગઈ અને તેમાં પાછા પક્ષીઓ એ માળા કર્યા. ચીકુડીમાં ફૂલ આવી ગયા અને ક્યાંક ક્યાંક નાના નાના ચીકુ પણ આવ્યા!

ચીકુડી અમારા સામસામેના બે ઘરની વચમાં છે, હું નાની હતી ત્યારે ચીકુડીમાં હિંચકો બાંધી ને હું અને મારો ભાઈ અમે હિંચકા ખાતા અને રમતા.

હું નાની હતી ત્યારે ચીકુડી નીચે બેસીને જ જમતી. મને ચીકુડી સાથે બહુ ગમે છે, ચીકુડી નીચે અમે અમારી મોટરસાયકલ રાખીએ છે અને ચીકુડી મારા આખા ઘરને અને કુટુંબને ગમે છે

એક દિવસ ચીકુડીનું ખામણું દેખાય ગયું તો ચીકુડીના મળ્યા દેખાવા લાગ્યા મેં મારા પપ્પાને કહ્યું કે પપ્પા આમાં ખામણું કરી દીધું

અમે ઉનાળામાં ચીકુનું જ્યુસ બનાવી પીએ છે અને મારા આખા ઘરનાને ચીકુનું જ્યુસ ભાવે છે એક દિવસ હું હિંચકા ખાતી હતી ત્યારે મદની એક માખી ઉડીને મારા હાથમાં કરડી ગઈ મેં મારા પપ્પાને કહ્યું તો મારા પપ્પાએ મને કહ્યું કે ગાળો ચોપડી લે એટલે લાળ નીકળી જાય અને સોજો પણ ઉતરી જાય અને બે ત્રણ દિવસમાં સોજો ઉતરી ગયો

ચીકુડીના ખામણામાં જ તુલસી માતા છે હું તુલસી માના છોડવાને સાંજે અગરબત્તી કરતી હતી ત્યાં મેં જોયું કે બાજુમાં બીજો ચિકુડી નો છોડ ઉગ્યો હતો. મેં મારા મમ્મી પપ્પાને કહ્યું કે જો અહીંયા ચીકુડી નો બીજો છોડ ઉગ્યો બધા જોઈને ખુશ થઈ ગયા

ચીકુડીના ખમણામાં કેડીનો ઘર એટલે કે દર છે ત્યાં લાલ કીડીઓ કાળી કીડીઓ અને નાની કીડીઓ ખાવાનો ભેગું કરે છે મેં જોયું કે ત્યાં એક બે નહીં કીડીના છ સાત ઘર છે હું પછી કાયમ રોટલા નો જીણો ભૂકો કરી કીડીઓને આપું છું

માર મારી ચીકુડી અમારા બાજુમાં મંદિરેથી ચોખ્ખી દેખાય છે. મારા કાકા કાકી મારા ઘરે આવ્યા મારા કાકીની છોકરીએ ચીકુડીના ફોટા પાડ્યા.

મારી ચીકુડીમાં એક દિવસ હોલાએ માળો કર્યો, ત્યાં તેના બચ્ચા હતા. અમારી મીંદડી ચડીને ખાઈ ન જાય, તે માટે મારા પપ્પાએ હોલાના બચ્ચાને સુરક્ષા માટે તેમાં બાવળિયાની ડાળીઓ કાપી અને ચીકુડીની ફરતે મૂકી દીધી અને બચ્ચા મોટા થયા અને ઉડી ગયા.

મને ચીકુ બહુ ભાવે છે અને આ ચીકુડી સાથે મારી અને મારા ભાઈની ઘણી યાદો છે. હું આજે ફરીને જોઉં તો મને મારો ભાઈની યાદ આવી જાય છે. મારી મનપસંદ ચીકુડી મારી યાદગાર ચીકુડી!

– ભાવનાબેન શાર્દુલભાઈ કાછોટ
( શ્રી દ્રોણ વસાહત પ્રાથમિક શાળા, ધો. ૮ )

વિશેષ નોંધ – આ નિબંધ માટે મેં ફક્ત એટલું કહેલું કે તમને ગમતાં વૃક્ષ વિશે લખજો. ઘણાં વિદ્યાર્થીઓ સરસ લખીને લઈ આવ્યા. ઘણાં બાળકો એની આસપાસના વૃક્ષો વિશે વિગતો લાવ્યા. કેટલાંક એ વૃક્ષોની આસપાસ રમે છે એવું લઈ આવ્યા પણ આ નિબંધ અલગ હતો. એક ઝાડ સાથેનું સંવેદન! ગજબ આલેખન કરેલું. મેં માત્ર મને દેખાયેલી થોડીક ભાષાકીય ભૂલ સુધારી. બાકી એની વાક્ય રચના અને એની શૈલી જેમની તેમ જ રાખી. સાહિત્યિક લલિત નિબંધો જેમણે વાંચ્યા છે, એમને મન ખ્યાલ આવશે કે આ આલેખન કેટલું સરસ થયું છે.

 

#MyTree #Marumitr #vruksh #chikudi #gujarati #nibandh

<p>The post My Tree મારું મિત્ર વૃક્ષ : ચીકુડી ! first appeared on Edumaterial.</p>

]]>