Home EDUMATERIAL ભાષા અસાઈનમેન્ટ સોલ્યુશન: મુદ્દા પરથી લખેલી વાર્તા

ભાષા અસાઈનમેન્ટ સોલ્યુશન: મુદ્દા પરથી લખેલી વાર્તા

0
193

પ્રશ્ન – ૧ – નીચેના મુદ્દા પરથી વાર્તા લખો.  ગુણ – ૧૦

BHASHA ASSIGNMENT solution baalvarta story writing gujarati


વાર્તા માટેના મુદ્દા – 

એક જંગલ – વરસાદ ન આવવો – પાણી ખૂટ્યું – એક કૂવામાં પાણી છે – પણ બહાર કઈ રીતે લાવવું –  જંગલના પશુ પક્ષીઓની સભા – કૂવા માંથી પાણી બહાર લાવવા તૈયાર – બધાનો જીવ બચે છે.

( અહીં તમારી કલ્પનાથી વિચારીને લખવાનું છે કે પશુ પક્ષી કૂવા માંથી કઈ રીતે પાણી બહાર લાવે? કોઈ તરકીબ વિચારી ને વાર્તા લખો… )

( વિદ્યાર્થી મિત્રો, આમ તો તમારી કલ્પનાથી આપે વાર્તા લખવાની છે પણ આ મુદ્દા પણ મેં જાતે બનાવેલા અને આપને અસાઈનમેન્ટના સોલ્યુશન – જવાબ – માટે કમિટમેન્ટ આપેલું એટલે અહીં આ મુદ્દા પરથી મારી કલ્પનાની વાર્તા રજુ કરું છું જે આપને કલ્પના માટે પ્રેરણા પૂરી પાડે એવી આશા વ્યક્ત કરું છું. આભાર… )

માણો, મુદ્દા પરથી વાર્તા…

( આપની બુકમાં આ પણ લખજો. પછી તમારી લખેલી વાર્તા અને આ બંને સરખવજો. ) 

શીર્ષક – શુકરાજનો ઉકેલ

એક જંગલ હતું. જંગલમાં બધાં પ્રાણી પક્ષીઓ રહે. જંગલમાં એક મોટું તળાવ હતું. તે બારે માસ પાણીથી ભરેલું રહેતું. પણ એક વખત એવું થયું કે એક વરસ વરસાદ જ ન થયો. જોત જોતામાં તળાવનું પાણી પણ પૂરું થવા આવ્યું.

આ જોઈ જંગલના બધા જ પ્રાણીઓ અને પક્ષીઓ વિચારમાં પાડવા લાગ્યા કે હવે શું કરીશું? થોડાં દિવસોમાં તો આ પણ સુકાઇ જશે? જંગલના મંત્રીરાજ શિયાળ પાસે સૌએ ચિંતા વ્યક્ત કરી. શિયાળે આ બધી જ વાત રાજા સિંહને કરી. સિંહથી કંઈ અજાણ્યું નહોતું. સિંહે સભા બોલાવવા બધાને આમંત્રણ આપ્યું.

તળાવની સામે જ ટેકરી પર સભા મળી. એક મોટા પથ્થર પર રાજા સિંહ બિરાજમાન થયાં. તેની બાજુમાં સિંહણ હતી. તે બંનેથી થોડું અંતર રાખી મંત્રી શિયાળ બેઠું. તેની બાજુમાં સલાહકાર દીવાન વયોવૃદ્ધ હાથીએ જગ્યા લીધી. તેની બાજુમાં આપત્તિ વ્યવસ્થાપન સમિતિના ચેરમેન વાનરે જગ્યા લીધી બીજી બાજુ માનવ અને જંગલ સમાચાર મંત્રી શુકરાજ પોપટે જગ્યા લીધી. તેના સહયોગી સચિવ વાનરે પણ તેની બાજુમાં જ બેઠક લીધી. ત્યાર બાદ જુદાં જુદાં પક્ષી અને પ્રાણીઓના મંડળના પ્રતિનિધિઓએ જગ્યા લીધી અને પછી આમ જનતાએ આખું જંગલ કલબલાટથી ભરી દીધું. આ જોઈ યુવરાજ સિંહે તેર હૂંક નાખી ને સૌને શાંત કર્યાં.

શિયાળે સૌના પ્રશ્નને સભામાં દોહરાવ્યો. હાથીએ આપત્તિ કહી કે હર વખતે અમારે દૂર દૂર સુધી જવા માટે બહુ વહેલું આ જંગલ છોડવું પડે છે. અમે જ્યારે પાણીની શોધમાં બીજે જઈએ છીએ તો રસ્તામાં શિકારીઓ હુમલો કરી અને હેરાન કરે છે ને પાણી માટે અમારા માંથી ઘણાએ જાન જોખમમાં મૂકવી પડે છે

Also Read::   ITI Botad Recruitment for Pravasi Supervisor Instructor Posts 2020

હાથીની વાતને રીંછે અને અન્ય પ્રાણીઓએ ટેકો જાહેર કર્યો. પક્ષીઓના વરિષ્ઠ પ્રતિનિધિ બગલા ભાઈએ પણ આ વાતમાં પોતાનો શુર પુરાવ્યો.

આ સાંભળી રાજા સિંહે કહ્યું: સૌએ સમસ્યા કહી જે આપણે સૌ ઘણાં વર્ષોથી ભોગવતાં આવીએ છીએ. પણ આ બાબતે કોઈ સમાધાન? કોઈ નવો વિચાર? જેથી આ સમસ્યાનું કાયમી સમાધાન મળે?

કાગડાએ કહ્યું: નદી કિનારે રહેવા ચાલ્યાં જઈએ.

શિયાળે કહ્યું: રાજા આવી રીતે નદીકિનારે જઈશું તો ત્યાં શહેર નજીક છે ને માણસો કેટલોક વખત આપણને રહેવા દેશે? પક્ષીઓ ઉડીને બચી જશે. પ્રાણીઓનું શું?

વાંદરાએ કહ્યું: હાથીઓ સૂંઢમાં પાણી લઈ અહીં ઠાલવે.

સલાહકાર વયોવૃદ્ધ હાથીએ કહ્યું : એમ કરવામાં હાથીઓ કેટલોક વખત સાથ આપશે અને છેક નદીથી અહીં સુધી પાણી સૂંઢમાં ન સચવાઈ.

આખરે માનવ અને જંગલ સમાચાર મંત્રી શુકરાજ પોપટે કહ્યું: મહારાજ, આપની અનુમતિ હોય તો હું એક વિચાર મૂકવા માંગુ છું.

સિંહે માથું હલાવી અનુમતિ આપી. પોપટે કહ્યું: મહારાજ અને સાથીઓ. અમારા ઘણાં પોપટને માણસોએ બંદી બનાવ્યા છે અને માણસોએ એની ભાષા શીખવી છે. હું વિચારું છું કે એમાંથી કોઈ એક બંદી પોપટ સુધી હું વાત મૂકી જોઉં. જો એ એના માલિક સુધી આ વાત કરે તો કદાચ આપણી વાત કોઈ માને અને મદદ કરે.

વાંદરાએ આ વાત પર સહમતી દર્શાવી. હાથીએ પણ કહ્યું કે આ વિચાર સારો છે. હંસે અને રીંછે માણસો પર વિશ્વાસ ન મૂકવા ચેતવ્યા. આખરે સિંહણે કહ્યું: માણસો અન્ય સ્થિતિ ન લાવે એ માટે એનામાં ભય પેદા કરવો પડશે. આપણે જંગલમાં કદાચ એ આપણને સહાય કરવા આવે ત્યારે પણ આપણા બ્લેક કેટ કમાન્ડો દિપડાઓને છૂપાઈને સુરક્ષા વધુ સઘન કરવા કહીશું. અને અમારી સિંહણ બ્રિગેડ સામે રહીને રક્ષણાત્મક કવચ આપીશું.

વાંદરાએ કહ્યું: આ બાબતે અમે પણ થોડાં માણસ વલાં છીએ. અમે એની આસપાસ રહી માહિતીઓ મોકલતાં રહીશું. શરત એટલી કે મગરો એમાં ખોટી ચાલાકી ન દેખાડે.

રીંછે કહ્યું: સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ્યારે માણસો મદદે આવે ત્યારે ત્યાં અમારા રીંછોએ, હરણાઓએ, સસલાઓએ, કે અન્ય ભયભિત સમાજે એ બાજુ ફરકવું નહિ.

સિંહ મહારાજે હવે ટટ્ટાર થઈ કહ્યું. વિચાર અને પ્લાન સારો છે. શુકરાજ પોપટ, તમે અને તમારા સાથીઓને સાથે લઈ એક નવી કમિટી બનાવો ‘ જંગલ જળ વ્યવસ્થાપન સમિતિ ‘ અને આ પ્રોજેક્ટ પર ત્વરાથી કામ શરૂ કરો. મને ડે ટુ ડે અપડેટ આપો. મારી પ્રજા માટે કદાચ મારે માણસો સામે પડી જવું પડે તો હું જરા પણ મારી જાતની પરવા કર્યા વગર આપ સૌની રક્ષા કરીશ… જય વનદેવી…

થોડીવારમાં તો હાથીઓએ સૂંઢથી બ્યુગલ વગાડ્યું. બધા પ્રાણી પક્ષીઓએ વનવત્સલ રાજવી સિંહનો જયજયકાર કર્યો. સભા બરખાસ્ત થઈ. પોપટે મિશનનો પ્રારંભ કર્યો. પોપટે શહેર તરફ પ્રયાણ કર્યું અને સચિવ વાંદરાએ હસતે મુખે વિદાય આપી.

Also Read::   Header Template Mobile – Medicine PRO

થોડાં દિવસો પસાર થયાં ત્યાં તો આઠ દસ માણસો જંગલમાં આવવા લાગ્યા. તેણે તળાવની પાસે જગ્યા જોઈ. ખોદકામ શરૂ કર્યું. બીજાં થોડાં દિવસોમાં કૂવો ખોદાઈ ગયો. પાણી નીકળ્યું. કૂવાની બાજુમાં પવનચક્કી લગાવાઈ. જંગલના દરેક પ્રાણી પક્ષીઓ આ બધું આશ્ચર્યથી જોવા લાગ્યા. પવનચક્કી શરૂ થતાં તો તળાવમાં પાણી ભરાવા માંડ્યું. ખિસકોલી ડાળ ડાળ ઝાડ ઝાડ ફરીને સમાચાર ફેલાવી દીધા. થોડીવારમાં તો તળાવ પાસે કિલકારીઓ ગુંજવા લાગી. સિંહે સૌને સાવધાન રહેવા જણાવ્યું. સાંજે સૌને સભા માટે બોલાવ્યા.

સભામાં સિંહે પોપટને પૂછ્યું: પોપટ સાહેબ, આ કંઈ રીતે શક્ય બન્યું? પોપટે થોડીવાર સૌને રાહ જોવા કહ્યું. થોડીવારમાં એક માણસ પ્રવેશે છે જેના ખભે એક બીજો પોપટ બેઠ્યો હોય છે. શુકરાજ એ બંનેને સભામાં લઈ આવે છે. પછી પોતાની વાત મૂકે છે .

શુકરાજ: મહારાજ, અને વહાલાં સાથીઓ. અમારી ટીમે સૌ પ્રથમ સર્વે કર્યો કે અમારા માંથી કોણ સારું માણસની ભાષા બોલે છે. એમાં આ મીઠ્ઠું પોપટ આ સાહેબને ત્યાં રહેતો ને મુક્ત હતો છતાં તે તેના માલિક અને ભાષા પ્રત્યે પ્રામાણિક હતો. અમે એને આપણી આપત્તિ કહી. તેણે તેના માલિક મહાદેવભાઇને આ વાત કરી. તેમણે માનવતા દાખવી ને આ જંગલના માનવ વડા વિનાયક સાહેબ સાથે મળી અને નિર્ણય કર્યો. એટલું જ નહિ આ કૂવો અને પવનચક્કી નો ખર્ચ પણ એમણે ઉપાડ્યો. હવે આ પાવન ચક્કી દ્વારા વારંવાર પાણી તળાવમાં ઠલવાતું રહેશે અને આપણી સમસ્યાનો અંત આવશે. આપણે મહાદેવભાઈ અને વિનાયક સાહેબના ખૂબ આભારી છીએ.

મીઠ્ઠુંએ આ વાતને માણસોની ભાષામાં મહાદેવભાઇને કહી. મહાદેવભાઈએ કહ્યું: ના. આ મીઠ્ઠુંના કારણે અને તમારા શુકરાજના કારણે શક્ય બન્યું. એમનો આભાર. ઈશ્વરે મને નિમિત્ત બનાવ્યો કે આજે મારું માણસ બનવું પ્રકૃતિને કામ આવ્યું.

મહારાજા સિંહે અને સૌએ પોતાનો અવાજ કરી એમનું સન્માન કર્યું. શુકરાજને સિંહે બે આંબા આરક્ષિત આપી દીધાં. સૌ આનંદ કિલ્લોલ કરતાં તળાવમાં અને તળાવ કાંઠે મોજ મસ્તી કરવા લાગ્યા. એ દિવસે સૌએ ત્યાં ખાધું, પીધું ને પાર્ટી કરી…

આલેખન – આનંદ ઠાકર

BHASHA ASSIGNMENT solution baalvarta story writing gujarati

નીચેની લિંક પરથી 50 માર્ક્સના અસાઈમેન્ટ પર જાઈ શકો છો… 👇👇👇👇

ભાષા ઉપચારાત્મક અસાઈમેન્ટ

વિદ્યાર્થીમિત્રો, વાલીઓ અને શિક્ષકમિત્રો, અહીં ભાષા ઉપચારાત્મક અસાઈમેન્ટના દરેક પ્રશ્નનું સોલ્યુશન – જવાબ – ક્રમશઃ પ્રસ્તુત થશે. તો જોડાયેલા રહો… – https://edumaterial.in/ પર. ઓનલાઇન શિક્ષણના નવા વિચારો ને નવતર પ્રયોગો સાથે…

BHASHA ASSIGNMENT solution baalvarta story writing gujarati