Home SAMPRAT Weather Gujarat : શા માટે આવ્યો હવામાનમાં પલટો, કયા થશે અસર?

Weather Gujarat : શા માટે આવ્યો હવામાનમાં પલટો, કયા થશે અસર?

0

Weather havaman gujarat

Weather Gujarat : શા માટે આવ્યો હવામાનમાં પલટો, કયા થશે અસર?

Weather havaman gujarat

તા. 20-4-2022. આપ જોઈ રહ્યા છો કે આકાશમાં વાદળ છાયું વાતાવરણ થઈ ગયું છે. આ બાબતે હવામાન ખાતા દ્વારા જાણ કરવામાં આવી છે કે તા. 20-4-2022 થી 22-4-2022 સુધી વાદળછાયું વાતાવરણ, વરસાદ અને 30 થી 40 કિમી ઝડપથી પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 17-5-2021 ના રોજ ત્રાટકેલા તાઉતે વાવાઝોડાને વરસ દિવસ થવા આવશે ત્યારે ફરીથી વાતાવરણની અસર પલટાઈ છે.

શા માટે હવામાન પલટાયું?

ભર ઉનાળે વાતાવરણ અચાનક પલટો આવ્યો છે ત્યારે હવામાન ખાતાના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન સિસ્ટમ સક્રિય થવાથી આગામી 4-5 દિવસ ભેજ વાળું વાતાવરણ રહેશે. ગાજવીજ સાથે વરસાદ પણ આવી શકે છે.

પવનની ગતિ…

સાથે સાથે હવામાન ખાતા અને windy વેબસાઇટ ( હવામાન, પવન ઝડપ અને વરસાદ બતાવતી વેબસાઈટ છે. ) તેમના અનુસાર પણ હવાની ગતિ પણ વધી શકે છે.

કયા જિલ્લામાં થશે વધુ અસર…

હવામાન વિભાગના જણાવ્યા મુજબ તા.20-21 અને તા.22ના રોજ ભેજનું પ્રમાણ વધવા સાથે પવનની ગતિ તેજ બની જશે. સાથોસાથ વીજળીના ચમકારાઓ સાથે અમરેલી, ભાવનગર, દીવ, ભરૂચ, તાપી, નર્મદા, વલસાડ, દાહોદ જિલ્લામાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે.

ખેડૂતો માટે સાવચેતી…

વરસાદી વાતાવરણના કારણે તેમજ ભારે પવનની ગતિના કારણે આંબે થોડી થોડી દેખાતી કેરીનો નાશ થઇ શકે તેવી ભીતિ જોવા મળી રહી છે. ઉનાળુ મગફળી, તલ, અડદ, શાકભાજી, પશુચારામાં જો માવઠુ થશે તો મોટી નુકસાની ખેડુતોએ સહન કરવાનો વારો સામે આવ્યો છે. કેશર કેરી માર્કેટમાં થોડી આવક થઇ ચુકી છે ત્યારે વાતાવરણમાં પલ્ટો આવતા કેરીના પાકને મોટી માઠી અસર ઉભી થવા પામી છે.

 

error: Content is protected !!
Exit mobile version