Home JANVA JEVU The memory with musician : મહાન સંગીતકાર શિવકુમાર શર્માનું નિધન : થોડાં...

The memory with musician : મહાન સંગીતકાર શિવકુમાર શર્માનું નિધન : થોડાં સંસ્મરણો

0

The memory with musician pandit shivkumar sharma by ajay nayak

મહાન સંગીતકાર શિવકુમાર શર્માનું નિધન : થોડાં સંસ્મરણો

મહાન સંગીતકાર શિવ કુમાર શર્માનું નિધન : ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અજય નાયક સાહેબે એમની સાથેના એમના સંસ્મરણો વાગોળ્યા…

 

ભારતીય સંગીતકાર અને સંતૂર ઉસ્તાદ પદ્મ વિભૂષણ પંડિત શિવ કુમાર શર્માનું મંગળવારે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું. તેઓ 84 ​​વર્ષના હતા.

એમના સમાચાર સાંભળી અને ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અજય નાયક સાહેબે એમની સાથેના એમના સંસ્મરણો વાગોળ્યા છે જે આ તકે એમને સ્મરણાંજલિ અને શબ્દાંજલિ સ્વરૂપે એમને અર્પણ કરીએ છીએ…

કોલેજમાં આવ્યા પછી ખબર પડી કે મીઠાખળી લાયન્સ હોલમાં સપ્તક નામની સંસ્થા  શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ યોજે છે. એ સમયે આજની જેમ 13 દિવસ લાંબો એ કાર્યક્રમ નહોતો. કદાચ એની પણ શરૂઆત હતી. કલાકારો વિશે ઝાઝી ગતાગમ નહીં પણ મજા આવતી. પાસ ક્યાંથી મળે અથવા તો એ માટે એટલાં નાણાં પણ નહીં. હું, ધર્મેશ, દિગંત, જયેશ, ગોવિંદ વગેરે સાંભળવા જતાં. લાયન્સ હોલનો જેમને ખ્યાલ હશે તેમને ખબર હશે કે બહાર નાનું ખુલ્લું મેદાન હતું. પણ તેને આ કાર્યક્રમ દરમિયાન સફેદ કપડાંથી ઢાંકી દેવાતું એટલે કશું દેખાતું નહીં પણ સંભળાય ખરું. એટલે સ્કુટર પાર્ક કરીને એના પર બેસી સંગીતનો આનંદ માણતાં. કાર્યક્રમ પૂરો થવાનો હોય એના અડધાં કલાક પહેલાં ક્યારેક હોલમાં ઘૂસવાની તક મળતી.

 

એકવાર આવી જ એક તક દરમિયાન કલાકારોના ગ્રીન રૂમ સુધી પહોંચી ગયા હતા. ઉસ્તાદ ઝાકિર હુસૈન અને પંડિત શિવકુમાર શર્માનો કાર્યક્રમ હતો. પૂરો થયો એટલે અમે એમની પાછળ પાછળ પહેલાં માળ સુધી પહોંચી ગયા. એ સમયે આ બન્ને મોટા ખરાં પણ અમદાવાદ માટે મોટા નહીં અને અમે કોલેજમાં પણ સંગીત સાથેની મુગ્ધાવસ્થામાં. બહુ ઓછા લોકો સાંભળવા પણ આવતાં. એ સ્થિતિમાં ઉપર ગયા. અમને તો એ લોકોને જોવામાં જ રસ. એ બન્નેને ફ્લાઈટ પકડવાની હતી. એટલે ફટાફટ સામાન પેક કરતાં હતાં. અમે પણ જોતરાઈ ગયા. કોઈએ ના પણ ના પાડી. એટલે અમારો ઉત્સાહ બેવડાયો. પછી તો એમનાં વાજિંત્રો પણ અમે ઉંચકીને કાર સુધી લઈ આવ્યા હતા. આજે પણ એ દ્રશ્ય યાદ છે.

પંડિત શિવકુમાર શર્મા વિશે ટૂંકમાં …

pandit shivkumar sharma

– ભારતીય સંગીતકાર અને સંતૂર ઉસ્તાદ પદ્મ વિભૂષણ પંડિત શિવ કુમાર શર્માનું મંગળવારે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું.

– તેઓ 84 ​​વર્ષના હતા. તેઓ છેલ્લા છ મહિનાથી કિડની સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા અને ડાયાલિસિસ પર હતા.

 

– 13 જાન્યુઆરી, 1938ના રોજ જમ્મુમાં જન્મેલા શિવ કુમારને તેમના પિતા ઉમા દત્ત શર્મા દ્વારા ગાયક અને તબલાવાદક તરીકેની તાલીમ આપવામાં આવી હતી, જેઓ એક કુશળ હિન્દુસ્તાની ગાયક અને સંગીતકાર હતા.

– તેમણે તેમના માર્ગદર્શન હેઠળ તેર વર્ષની ઉંમરે લોકપ્રિય શાસ્ત્રીય વાદ્ય સંતૂર શીખવાનું શરૂ કર્યું અને 1955માં મુંબઈમાં તેમનું પ્રથમ જાહેર પ્રદર્શન આપ્યું.

 

– સંતૂરમાં ટેકનિકલ ફેરફારો લાવવાનો શ્રેય શિવ કુમારને જાય છે. પરિણામે, સંતૂરને ધીમે ધીમે સ્વીકૃતિ મળી, અને 20મી સદીના અંત સુધીમાં આ વાદ્ય હિન્દુસ્તાની પરંપરામાં મજબૂત રીતે સામેલ થઈ ગયું.

– તેમણે હિન્દુસ્તાની સંતૂર સંગીતના અસંખ્ય આલ્બમ્સ બહાર પાડ્યા છે અને સિલસિલા (1981) અને ચાંદની (1989) સહિત ઘણી ફિલ્મો માટે સંગીત પણ વગાડ્યું છે. ભારતીય સંગીતમાં તેમના અનન્ય યોગદાન માટે, તેમને 1986માં સંગીત નાટક અકાદમી (ભારતની રાષ્ટ્રીય સંગીત, નૃત્ય અને નાટક એકેડેમી) પુરસ્કાર મળ્યો હતો.

શિવ કુમારને 1991માં પદ્મશ્રી અને 2001માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેમણે 2002માં તેમની આત્મકથા, જર્ની વિથ અ હન્ડ્રેડ સ્ટ્રીંગ્સઃ માય લાઇફ ઇન મ્યુઝિક (ઇના પુરી સાથે) પ્રકાશિત કરી હતી.

The memory with musician pandit shivkumar sharma by ajay nayak

error: Content is protected !!
Exit mobile version