Home JANVA JEVU પથ્થર બજાર રાજુલા: એક મુલાકાત

પથ્થર બજાર રાજુલા: એક મુલાકાત

0

પથ્થર બજાર રાજુલા: એક મુલાકાત

આ જ પેશન ને પેશા માંથી પૈસા મળે એવું એ ઈચ્છે પણ છે!

 

stone art rajula stone city AatmaNirbhar Bharat. Stone business development stone art in rajula city. Rajula is taluka place in amareli district. On by Una diu – bhavanagar road. Stone art last genaration do this stone art. gujarat art city.  ATMANIRBHAR BHARAT. AatmaNirbhar Bharat Abhiyaan. The stone artist create the useful thigs and stone showpiece. You may must visit rajula stone art. Artist want to market, marketing and advertising for his stone art.

રાજુલા: પથ્થર માટે પ્રસિધ્ધ સિટી. સિટી એટલે કહ્યું કે ભેરાઇ જે દિવસે કંડલા જેવું બંદર હતું તે દિ રાજુલા સિટી ની સિટી વાગતી હતી મલક આખામાં. ( એ વાત ક્યારેક નિરાંતે માંડશું ). એ સમયે ઘણાં કારણોસર રાજુલા પ્રખ્યાત હતું અને આજે પણ છે. પણ આજે વાત કરવી છે, રાજુલાની પથ્થર કલા ( stone art work ) ની.

રાજુલામાં બસ સ્ટેશન સામેના રોડે કન્યાવિદ્યાલય પછીની ગલીમાં ગીરધરભાઇ પોરીયા અને તેનો પરિવાર આ કામ કરે છે. આમ તો ઘણા એવા કારીગરો – કલાકારો રાજુલામાં હશે જે આ કાર્ય બાપિકા ધંધાની રૂએ કરતા હશે. ગીરધરભાઇને પૂછ્યું તો એમને કહ્યું કે એ કડિયા કુંભાર છે અને એમના દાદા, એમના પિતા આ કાર્ય કરતા હતા. આજે એ આ કામ કરે છે.

કઈ રીતે કામ થાય છે?

ખાણ માંથી પથ્થરો લાવવાના. ઘડવાના. એમાંથી વિવિધ આકરો આપવાના. જેમ કે ઘંટલી, ઘંટલા, ખરલ, કુંડી ખાંડણિયો, શૉ પીસ, વગેરે બનાવે. ટાંકણીને હથોડીથી આખો દિવસ કામ કરે.

Stone aart last genaration do this stone art. The stone artist create the useful thigs and stone showpiece.

આ કલા છે. રાજુલાના  કડાઉ પથ્થર પણ એમની કલાદૃષ્ટીને કારણે અદ્ભુત આકાર ધારણ કરે છે! કલા હોઈ તો તમે પથ્થર માંથી પણ પૈસા પેદા કરી શકો છો! અને આ કલા એનું ઉત્તમ ઉદાહરણ ગણાય. રાજુલાના પથ્થરને કડાઉ પથ્થર કહેવાય છે.

 

 

 

આવનારા દશ વર્ષમાં આ બધું બંધ થઈ જશે?

મેં પ્રશ્ન કરેલો કે આપના દાદા, પિતાશ્રી ને આપ જોડાયેલા છો, આ કલા સાથે શું આપના સંતાનો આ કલામાં કામ કરશે? એમનો જવાબ કે આવનારા દશ વર્ષમાં આ બધું બંધ થઈ જશે. હવે કોઈ આ કામ કરવા તૈયાર નથી. મેં એ જ કહ્યું કે આપ આ કલાની છેલ્લી પેઢી એમને?!

આટલી વાત પછી કેટલીક વસ્તુ ખરીદી નીકળી ગયો. આગળ ગૌરાંગભાઈએ અફસોસ વ્યક્ત કાર્યો કે ટેકનોલોજી પેઢીને ખાઈ ગઈ… મે કહ્યું ના. ટેકનોલોજી પેઢીને ખાઈ જાત તો પોસાત પણ ટેકનોલોજી કલાઓને ખાઈ ગઈ છે.

મેં ગીરધરભાઇ ને કહ્યું હું ફોટો લઉં અને આપની વાત મૂકું? એને કહ્યું કે હા. અમારી તો જાહેરાત થાય ને! રાજુલાના પુસ્તકમાં પણ આ કલાનો ઉલ્લેખ છે. ( એ પુસ્તક એટલે રંગે ચંગે રાજુલા લેખક – પી. કે. લહેરી.)

 

એમને જાહેરાતનો વિચાર છે એટલે એમને આ કામમાં રસ છે અને આ જ પેશન ને પેશા માંથી પૈસા મળે એવું એ ઈચ્છે પણ છે. જરૂર છે એમને સારા બજારની. માર્કેટિંગની. કલાને પણ આ બજારુ જમાનામાં સામે આવ્યા વગર ચાલે એમ નથી. જો આ કળાઓ ટકાવવી હોય તો માર્કેટમાં ઉતરવું પડશે. આ જ વસ્તુ મોટા શહેરોમાં મોટા આર્ટ મોલમાં અનેકગણા ભાવે વેંચાતી હોય છે. પણ સ્થાનીય કલાકારો પાસે એ રકમ પહોંચતી નથી જે એમની કલાની અને હકની એમજ મેહનતની છે. જરૂર છે એમને સારા બજારની. માર્કેટિંગની. કલાને પણ આ બજારુ જમાનામાં સામે આવ્યા વગર ચાલે એમ નથી. જો આ કળાઓ ટકાવવી હોય તો…..

You may must visit rajula stone art. Artist want to market, marketing and advertising for his stone art.

ત્યારે જ સિદ્ધ થશે આત્મનિર્ભર ભારત… તભી તો બઢેગા ઇન્ડિયા, ( રૂપિયા આવશે તો ) તભી તો પઢેગા ઇન્ડિયા…..

ATMANIRBHAR BHARAT. AatmaNirbhar Bharat Abhiyaan
PADHEGA TABHI TO BADHEGA INDIA
But i do this
BADHEGA INDIA, TABHI TO PADHEGA INDIA.

Atmanirbhar Bharat which translates to ‘self-reliant India’, is a phrase used and popularized by the Prime Minister of India Narendra Modi and the Government of India in relation to the economic vision and economic development in the country.

#AatmaNirbharBharat

#stoneart #stonebusiness #Rajula

આલેખન અને મુલાકાત – આનંદ ઠાકર

story by Anand Thakar

Photo by Anand Thakar

( આ અને આવી રોચક માહિતી, સાહિત્ય, શિક્ષણ, વિજ્ઞાન અને રસપ્રદ વાર્તાઓ, પુસ્તક પરિચય વગેરે અમારી વેબસાઇટ પર ઉપલબ્ધ છે: https://edumaterial.in/  આપ વાંચો અને આ લેખની લિંક બીજાને શેર કરો..આભાર સહ વંદન… )

error: Content is protected !!
Exit mobile version