Home EDUMATERIAL ભાષા સજ્જતા શિક્ષણ દિવસ – 7

ભાષા સજ્જતા શિક્ષણ દિવસ – 7

0

ભાષા સજ્જતા શિક્ષણ દિવસ – 7

online language learning gujarati primary school

અર્થગ્રહણ ફકરા: દિવસ – 7

આજે ધો. ૩ થી ૫ માં ગુજરાતી અને ધો. ૬ થી ૮ માં અંગ્રેજી ભાષાના પ્રશ્નસૂચક શબ્દો આધારિત ખાલીજગ્યા આપેલી છે. 

આપેલ લખાણ બરાબર વાંચી અને સમજો. ત્યારબાદ પ્રશ્નને સમજો અને પછી જવાબ લાખો.

અંગ્રેજીમાં આપેલ ખાલીજગ્યાનો પ્રશ્ન અને જવાબ બંને સમજો અને પછી લખો. 

આ લખાણની પીડીએફ પણ સૌથી નીચે આપેલી છે, જેના પર ક્લિક કરી ડાઉનલોડ કરી શકાય છે. 

online language learning gujarati primary school

અર્થગ્રહણ: વિષય: ગુજરાતી, ધો. ૩ થી ૫ માટે ફકરો… 

નીલરંગી શિયાળ તો લાળી સાંભળી ખુશ થઈ ગયું. પોતાની જાત પર કાબુ રાખવાની ખૂબ કોશિશ કરે પણ તેનાથી રહેવાય જ નહિ. અંતે તેના ગળામાંથી પણ લાળીનો સૂર વહેવા લાગ્યો. દરબારમાં બેઠેલા સિંહ, વાઘ, હાથી બધાં પ્રાણી નકલી સમ્રાટની લાળી સાંભળી ચમકી ગયા. તેમને ખબર પડી ગઈ કે આ નીલરંગી પ્રાણી કોઈ ડરવા જેવું ભયાનક પ્રાણી નથી. એતો સામાન્ય શિયાળ છે. ફક્ત પોતાનો રંગ બદલીને આવ્યું છે.

પ્રશ્નો

1. શિયાળ કેવા રંગનું હતું?
2. નકલી સમ્રાટ કોણ હતું?
3. ઉપરના ફકરા માંથી ‘ ક ‘ વર્ણથી શરૂ થતાં શબ્દો શોધી ને લખો.
4. શિયાળ શું સાંભળી ખુશ થઈ ગયું?
5. નીલરંગી શિયાળ કઈ રીતે ઓળખાઈ ગયું?

******

અર્થગ્રહણ ફકરો: વિષય: અંગ્રેજી, ધો. ૬ થી ૮ માટે…

નીચે આપેલ કૌંસ માંથી પસંદ કરી પ્રશ્ન સૂચક શબ્દો આધારિત ખાલી જગ્યા પૂરો.

( How many, Why, What, Where, Which )

Madhav: Hi, My name is madhav.  ………. is your name?

Jatan: My name is jatan. ………. are you from?

Madhav: I am from junagadh. …………… colours in your bag?

Jatan: oh! Many. But ………. colour do you want?

Madhav: please, give me green colour.

Jatan: but, …….. do you need you colour at this time?

Madhav: I try to paint at this time.

સંકલન – https://edumaterial.in

PDF 👇

online language learning gujarati primary school

અર્થગ્રહણ ફકરાની પ્રેક્ટિસ માટે આગળના દિવસોની લિંક નીચે… 
અર્થગ્રહણ ફકરા: દિવસ – 1
અર્થગ્રહણ ફકરા: દિવસ – 2
અર્થગ્રહણ ફકરા: દિવસ – 3
અર્થગ્રહણ ફકરા: દિવસ – 4
અર્થગ્રહણ ફકરા:  દિવસ – 5
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક: દિવસ – 1
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક: દિવસ – 2
ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક: દિવસ – 3

error: Content is protected !!
Exit mobile version