Home EDUMATERIAL અર્થગ્રહણ ફકરા: દિવસ – 6

અર્થગ્રહણ ફકરા: દિવસ – 6

0

અર્થગ્રહણ ફકરા: દિવસ – 6

online education primary arthgrahan gujarati hindi

આજે ધો. ૩ થી ૫ માં ગુજરાતી અને ધો. ૬ થી ૮ માં હિન્દી અર્થ ગ્રહાણ માટે ફકરા આપેલાં છે. આ ઉપરાંત છેલ્લે પીડીએફ પણ છે જેના પર ક્લિક કરી ડાઉનલોડ કરી શકાય છે. 

આ ફકરા પર કામ કરવા નીચેની બાબતો ધ્યાનમાં રાખવી… 👇👇👇

– બાળક અર્થગ્રહણ કરતાં શીખે તો જ સાચું વાચન લેખન આવડ્યું કહેવાય. 

– વિદ્યાર્થીઓ, સૌપ્રથમ આ ફકરો અને પ્રશ્ન એક બુકમાં લાખો. 

– આ ફકરો વિદ્યાર્થીઓ મોટેથી વાંચે એવો આગ્રહ રાખો જેથી શબ્દના ઉચ્ચાર અને આરોહવરોહ શીખે.

– પછી મનમાં એક વખત વાંચે.

– ત્યારબાદ નીચે આપેલાં પ્રશ્નોના જવાબ ફકરા માંથી શોધીને લખે. 

અહીં ઈમેજ, લખાણ અને પીડીએફ સ્વરૂપે ફકરા રહેલાં છે. બાળકને જે રીતે ફકરા લખવા ફાવે એ રીતે લખી શકાશે. પ્રિન્ટ કાઢવા માટે પીડીએફ પણ આપેલી છે. 

online education primary arthgrahan gujarati hindi

અર્થગ્રહણ: વિષય: ગુજરાતી, ધો. ૩ થી ૫ માટે ફકરો… 

કાયમ તે પોતાના સાથીદારોથી અલગ થઈ એકલું એકલું ફરે. એક દિવસ સાબર નદી કાંઠે ઉગેલું લીલું લીલું તાજું ઘાસ ચરતું હતું. ઘાસ ખાઈને સાબર પાણી પીવા નદી કિનારે ગયું. નદીનું પાણી કાચ જેવું ચોખ્ખું હતું. સાબરે પાણી પીવા જતાં પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું. તેને થયું, વાહ! કેવાં સુંદર મારાં શીંગડાં છે! માથે જાણે મુગટ પહેર્યો હોય તેવાં શોભે છે! પણ મારા આ પગ કેવા પાતળા! મને એ બેડોળ કરી મૂકે છે, એનું જ મને દુઃખ છે.

પ્રશ્નો

  1. ‘ લીલું ‘ શબ્દનો વિરોધાર્થી લખો.
  2. આશ્ચર્ય ચિહ્ન (!) ધરાવતાં બે વાક્યો આ ફકરા માંથી શોધી ને લખો. 
  3. ‘ પાતળું ‘ શબ્દનો વિરોધાર્થી લખો.
  4. ‘ કાયમ ‘ શબ્દનો સમાનાર્થી લખો.
  5. સાબરે નદીના પાણીમાં શું જોયું?

******

online education primary arthgrahan gujarati hindi

અર્થગ્રહણ ફકરો: વિષય: હિન્દી, ધો. ૬ થી ૮ માટે…

प्रिय मित्र, जयेश,

अभी अभी तुम्हारा पत्र मिला , यह जानकर बहुत खुशी हो रही है कि तुम 25 अप्रैल को कनाडा जा रहे हो। बचपन से ही तुम विदेश आने का सपना देखा करते थे। अब बोलो सपना तुम्हारा साकार होने को आ रहा है। कनाडा जाने के लिए मेरे पूरे परिवार की तरफ से तुम्हें बहुत सारी शुभकामना और तुम्हारी यात्रा सफल रहे। वहां जाकर मुझे भूल मत जाना और पत्र लिखते रहना। 

तुम्हारा दोस्त, विनय।

પ્રશ્નો

  1. यहां कौन किसे पत्र लिख रहा है?
  2. पत्र क्यों लिखा गया?
  3. 25 अप्रैल को कौन कहां जा रहा है?
  4. तुम्हारी यात्रा सफल रहे – यह वाक्य में सर्वनाम बताए।
  5. ‘ विदेश ‘ का विलोम शब्द बताएl

સંકલન – https://edumaterial.in
online education primary arthgrahan gujarati hindi

PDF 👇

arthgrahan day6

અર્થગ્રહણ ફકરાની પ્રેક્ટિસ માટે આગળના દિવસોની લિંક નીચે… 
અર્થગ્રહણ ફકરા: દિવસ – 1
અર્થગ્રહણ ફકરા: દિવસ – 2

અર્થગ્રહણ ફકરા: દિવસ – 3

અર્થગ્રહણ ફકરા: દિવસ – 4

અર્થગ્રહણ ફકરા:  દિવસ – 5

ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક: દિવસ – 1

ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક: દિવસ – 2

ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક: દિવસ – 3

🙏😊🌈
વિજ્ઞાન અને ટેકનોલોજીનું ગમ્મત સાથે જ્ઞાન આપનારી અને બાળકોમાં સંવેદના જગડનારી અમારી બાળવાર્તાઓ… ( વાર્તાના નામ નીચે આપેલા છે એના પર ક્લિક કરવાથી વાંચી શકાશે.  ) 👇👇👇
રોબોટિક ઉંદર
જંગલ એપ્લિકેશન
સ્કુલના વડલા દાદા

 

error: Content is protected !!
Exit mobile version