Home EDUMATERIAL અર્થગ્રહણ ફકરા: દિવસ – 5

અર્થગ્રહણ ફકરા: દિવસ – 5

0

અર્થગ્રહણ ફકરા: દિવસ – 5

online education arthgrahan gujarati primary

નમસ્તે વિદ્યાર્થી મિત્રો તથા વાલીશ્રીઓ, શિક્ષકમિત્રો,

આજે *ધો. 3 થી 5* ના વિદ્યાર્થીઓ માટે તો ગુજરાતીમાં જ ફકરો છે. *ધો. 6 થી 8 માટે ગુજરાતી ભાષા* નો ફકરો છે. નીચેની લિંક પર ક્લિક કરી અભ્યાસમાં આગળ વધો… 👇👇👇

આ ફકરા પર કામ કરવા નીચેની બાબતો ધ્યાનમાં રાખવી… 👇👇👇

– બાળક અર્થગ્રહણ કરતાં શીખે તો જ સાચું વાચન લેખન આવડ્યું કહેવાય. 

– વિદ્યાર્થીઓ, સૌપ્રથમ આ ફકરો અને પ્રશ્ન એક બુકમાં લાખો. 

– આ ફકરો વિદ્યાર્થીઓ મોટેથી વાંચે એવો આગ્રહ રાખો જેથી શબ્દના ઉચ્ચાર અને આરોહવરોહ શીખે.

– પછી મનમાં એક વખત વાંચે.

– ત્યારબાદ નીચે આપેલાં પ્રશ્નોના જવાબ ફકરા માંથી શોધીને લખે. 

online education arthgrahan gujarati primary

અહીં સૌથી છેલ્લે પીડીએફ ડાઉનલોડ કરવા માટે આપી છે.

અર્થગ્રહણ: વિષય: ગુજરાતી, ધો. ૩ થી ૫ માટે ફકરો… 

એક તરસી કીડી નદી ઉપર પાણી પીવાને ગઈ હતી. પાણીનો વેગ વધારે હોવાથી તે તણાતી ચાલી. તે એક કબૂતરે દીઠી અને તેને દયા આવી, તેથી ચાંચ વતી ઝાડનું એક પાંદડું તોડીને પાણીમાં નાખ્યું. તેને વળગીને પેલી કીડી કિનારે આવી અને તેનો જીવ બચી ગયો. પછી એક દિવસ એવી વાત થઈ કે તે જ કબૂતર એક ઠેકાણે બેઠું હતું, તે ન જાણે એમ એક શિકારી તેના ઉપર જાળ નાખતો હતો. તે કીડીએ જાણ્યું એટલે તે વખતે જ જઈને કબૂતરને પગે ચટકો ભર્યો, તેથી તે ઝટ લઈને ઉડી ગયું.

પ્રશ્નો – 

  1. કબૂતરની જગ્યાએ તમે હોય અને કોઈ પાણીમાં પડતું ડૂબતું હોય તો શું કરો?
  2. આ ફકરામાં અલ્પવિરામ હોય એવા બે વાક્યો લાખો.
  3. કબૂતર અને કીડીનું વર્ણન કરો.
  4. આ ફકરા માંથી બે પ્રશ્નો બનાવો.
  5. તમારી આસપાસ રહેલાં જીવજંતુઓના પાંચ નામ લખો.

******

અર્થગ્રહણ ફકરો: વિષય: ગુજરાતી, ધો. ૬ થી ૮ માટે…

મહિના પછી શિક્ષિકા બહેને એ જ થેલીમાંથી લાકડા અને કાચની બનેલ એક છબી બહાર કાઢી અમને બતાવી. એ છબીમાં મરઘીનાં પીંછાં વડે સુંદર ચિત્ર બનાવી મઢેલું હતું. માટીનો ઘડો લઈ વૃક્ષ નીચે ઉભેલી યુવતીનું એ ચિત્ર હસ્તકલાના ઉત્તમ નમૂના રૂપ હતું. વિદ્યાર્થીઓ તે જોઈ વાહ વાહ કરી ઊઠ્યા!

પ્રશ્નો – 

  1. એ ચિત્ર હસ્તકલાના ઉત્તમ નમૂના રૂપ હતું. – આ વાક્યમાં વિશેષણ કયું છે તે જણાવો.
  2. એ છબીમાં મરઘીનાં પીંછાં વડે સુંદર ચિત્ર બનાવી મઢેલું હતું. – આ વાક્યમાં વિશેષણ કયું છે તે જણાવો.
  3. આ ફકરામાંથી આશ્ચર્યચિન્હ દર્શાવતું એક વાક્ય શોધીને લખો.
  4. તમારા મતે એ ચિત્ર કોણે દોર્યું હશે?
  5. હસ્તકલા એટલે શું?

 

સંકલન – https://edumaterial.in

PDF 👇
arthgrahan day5

online education arthgrahan gujarati primary

અર્થગ્રહણ ફકરાની પ્રેક્ટિસ માટે આગળના દિવસોની લિંક નીચે… 
અર્થગ્રહણ ફકરા: દિવસ – 1
અર્થગ્રહણ ફકરા: દિવસ – 2

અર્થગ્રહણ ફકરા: દિવસ – 3

અર્થગ્રહણ ફકરા: દિવસ – 4

ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક: દિવસ – 1

ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક: દિવસ – 2

🙏😊🌈
વિજ્ઞાન અને ટેકનોલોજીનું ગમ્મત સાથે જ્ઞાન આપનારી અને બાળકોમાં સંવેદના જગડનારી અમારી બાળવાર્તાઓ… ( વાર્તાના નામ નીચે આપેલા છે એના પર ક્લિક કરવાથી વાંચી શકાશે.  ) 👇👇👇
રોબોટિક ઉંદર
જંગલ એપ્લિકેશન
સ્કુલના વડલા દાદા

error: Content is protected !!
Exit mobile version