Home EDUCATION ઊનાના અંતરિયાળ ગામડાની આ સરકારી શાળાની કામગીરીથી આકર્ષાયા વિદેશીઓ

ઊનાના અંતરિયાળ ગામડાની આ સરકારી શાળાની કામગીરીથી આકર્ષાયા વિદેશીઓ

0

ઊનાના અંતરિયાળ ગામડાની આ સરકારી શાળાની કામગીરીથી આકર્ષાયા વિદેશીઓ

government primary school classroom

કમલેશ જુમાણી ( પત્રકાર, ઊના )

ઊના તાલુકાના અંતરિયાળ વિસ્તાર કે જ્યાં ડમાસા પ્રાથમિક શાળામાં ઇંગ્લેન્ડના સંશોધક આવ્યા. સરકારી શાળાની કામગીરી જોઈ અને તેઓ પ્રભાવિત થયા. શાળા જોઈ અને એમણે જે નિર્ણય કર્યો એ વાંચવા જેવું છે.

આ ઉપરાંત શાળામાં શું સુવિધા છે? આ આચાર્ય અને શિક્ષકોનું શું પ્રદાન છે? કેળવણી માટે કેવા પ્રયોગો કર્યા છે? વાંચો આગળ 👇👇👇

government primary school classroom

પ્રાપ્ત વિગતો પ્રમાણે ઉનાની નજીક આવેલા અંતરિયાળ, નાનકડા એવા ડમાસા ગામની સરકારી પ્રાથમિક શાળામાં ઇંગ્લેન્ડ (U.K.)માં સાયન્ટિસ્ટ તરીકે રિસર્ચ કરતા ડૉ. રીનાબેન જયેશભાઇ મજેઠીયા (DNA
M.Fam,PhD. સાયન્ટિસ્ટ કેન્સર રિસરચ ટીમ લીડર, કેમ્બ્રિજ U.K.) તથા જયેશભાઈ ભાણાભાઇ મજીઠીયા એ પણ કેમ્બ્રીજ માં M.Fam,PhD. સાયન્ટિસ્ટ કેન્સર રિસરચ ટીમ લીડર છે. તેઓ બંનેએ શાળાની શુભેચ્છા મુલાકાત લઈ, બાળકો સાથે પોતાના અનુભવોની અને વિવિધ સંશોધનની પ્રોસેસ વિશે સુંદર ચર્ચા કરી, તેમના બહુમૂલ્ય સમયની ભેટ આપી, વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ કરવા પ્રોત્સાહિત કર્યા.

સાયન્ટિસ્ટ દ્વારા શાળાને શું મળ્યું દાન જાણો આગળ… 👇👇👇

આ ઉપરાંત ડૉ.રીનાબહેનના પિતાજીના સ્મરણાર્થે શાળામાં રીટાબેનના પિતાજી સ્વ. જેન્તીભાઇ મોહનભાઈ પાણખાણીયા (રાજકોટ)નાં જેઓ કોરોનાની બીજી લહેરમાં નિધન પામ્યા હતા તેમના સમર્ણાંર્થે એક મોટું વૉટર કુલર અને શાળાના તમામ 266 બાળકોને સ્પોર્ટ્સ યુનિફોર્મનું દાન કર્યું. આમ આ દાનની કુલ રકમ ₹1,40,000/- (એક લાખ ચાલીસ હજાર થઈ હતી.

શાળાના આચાર્યના જણાવ્યા અનુસાર આ સંશોધકોને ઉનામાં રહેતા શ્રીમતિ નયનાબહેન તથા શ્રી મહેશભાઈ સાંખટ આ શાળાથી પ્રભાવિત હતા અને તેઓ આ સંશોધક દંપતીને શાળામાં લઈને આવ્યા.

શાળામાં આચાર્યનું શું છે પ્રદાન –

આ શાળામાં HTAT આચાર્ય તરીકે શ્રી ભરતભાઇ નકુમ છે. જેઓએ વ્યક્તિગત રસ લઈ, રજાના દિવસોમાં પણ હાજરી આપી, બાળકો અને સ્ટાફના સહકારથી ઘટાદાર વૃક્ષોથી મેદાનને શણગાર કર્યો છે. આ શાળામાં હાલમાં 1 થી 8 ધોરણ છે. 260 થી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવે છે. વિશાળ મેદાન તથા અદ્યતન બિલ્ડીંગ તૈયાર થયા છે.

government primary school classroom

વિષય પ્રમાણે વર્ગ એક અનોખી વ્યવસ્થા, શાળામાં શિક્ષકોનું પ્રદાન –

અત્રે ઉલ્લેખનીય છે કે ડમાસા પ્રાથમિક શાળામાં દરેક વર્ગને અલગ અલગ વિષય તરીકે વિકસાવવામાં આવ્યા છે. અંગ્રેજી, વિજ્ઞાન અને ગણિતનું વિશેષ જ્ઞાન પ્રાપ્ત થાય એ માટે અનેક ઇનોવેશન મૂકવામાં આવ્યા છે. પુસ્તકાલયનો પણ પૂરતો ઉપયોગ થાય એ માટે બાળકો દ્વારા સંચાલન કરાવવામાં આવે છે. સ્વચ્છતા એવોર્ડ, શ્રેષ્ઠ શિક્ષક માટે દીપ પુરસ્કાર અને અન્ય ઉપલબ્ધિઓ પણ આ શાળાને નામે છે.

ભૌતિક સુવિધાઓમાં આ શાળા –

ભૌતિક સુવિધાઓમાં આ શાળા ખાનગી સંસ્થા કરતાં પણ કદાચ વધુ સવલતો પ્રાપ્ત છે. પરંતુ સૌથી વધુ અસરકારક બાબત તો એ છે કે શૈક્ષણિક બાબતોમાં પણ સૌથી મોખરે છે. એમના વિદ્યાર્થી સરકારી શિષ્યવૃત્તિ પરીક્ષાઓ અને ચિત્ર પરિક્ષાઓમાં અગ્રતાક્રમ પ્રાપ્ત કરે છે તો વળી આ શાળાના વિદ્યાર્થીઓ કલા સ્પર્ધામાં જિલ્લા સ્તર સુધી પોતાની પ્રતિભાનો પ્રકાશ પાથર્યો હતો.

government primary school classroom

online education arthgrahan gujarati primary

અર્થગ્રહણ ફકરાની પ્રેક્ટિસ માટે આગળના દિવસોની લિંક નીચે… 
અર્થગ્રહણ ફકરા: દિવસ – 1
અર્થગ્રહણ ફકરા: દિવસ – 2

અર્થગ્રહણ ફકરા: દિવસ – 3

અર્થગ્રહણ ફકરા: દિવસ – 4

ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક: દિવસ – 1

ગણન દાખલા પ્રેક્ટિસ વર્ક: દિવસ – 2

🙏😊🌈
વિજ્ઞાન અને ટેકનોલોજીનું ગમ્મત સાથે જ્ઞાન આપનારી અને બાળકોમાં સંવેદના જગડનારી અમારી બાળવાર્તાઓ… ( વાર્તાના નામ નીચે આપેલા છે એના પર ક્લિક કરવાથી વાંચી શકાશે.  ) 👇👇👇
રોબોટિક ઉંદર
જંગલ એપ્લિકેશન
સ્કુલના વડલા દાદા

 

error: Content is protected !!
Exit mobile version